Friday, March 29, 2024
Homeસમાચારમાજીદના આંદોલનને દિલ્હી સુધી લઈ જવામાં આવશે

માજીદના આંદોલનને દિલ્હી સુધી લઈ જવામાં આવશે

તારીખ 19 જુલાઈ, 2018ના રોજ ભુજના માજીદ આદમ ઠેબા અને એની પત્ની આશિયાનાબાનુને પોલીસ દ્વારા મારવામાં આવ્યું અને માજીદને ઘરેથી પોલીસ લઈને ગઈ ત્યાર થી માજીદ ગાયબ છે. એના પછી તારીખ 10 ઓગસ્ટ, 2018ના રોજ માજીદ ખોજ યાત્રા લડત સમિતિની નિમણૂક કરવામાં આવી અને 26 ઓગસ્ટ એટલે આજથી ભુજ માજીદ ખોજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મોડી રાત્રે પોલીસે પરમિશન કેન્સલ કરી દિધી, ત્યાર પછીથી રખિયાલમાં સભાની પરમિશન નહી મળવા પર જગ્યા બદલીને શાહપુર હૌજ પ્રાઇવેટ જગ્યા પર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆત નેશનલ પીસ ગ્રુપ દ્વારા સંઘર્ષ ગીતની સાથે થઈ.

નદીમ ખાન જે યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટના કન્વિનર છે અને દિલ્હીથી પધારેલા છે એમણે કહ્યું કે, “આ લડાઈ ફક્ત નજીબ કે માજીદની નથી. આ લડાઈ બધા અલ્પસંખ્યક, દલિત, વંચિત તબક્કાના હકોની લડાઈ છે. આ તમામ ન્યાયપ્રિય લોકોની લડાઈ છે. જો અમને પોલીસ આગળ પરમિશન નહી આપે તો અમે દિલ્હી ગૃહ મંત્રાલયના સામે ધરણા પર બેઠી જશું. વધુમાં જણાવ્યું કે માજીદનો મુદ્દો સ્પષ્ટ નહી થાય તો અમે સમગ્ર ગુજરાતમાં આ બાબત લઈને જશું. પોલીસ, ગૃહ મંત્રાલયને ઘેરીશુ.”

એડવોકેટ શમશાદ પઠાણ જે આ આ યાત્રાના કન્વિનર છે એમણે કહ્યું કે, “કાલ સાંજ સુધી પરમિશન મળી ગઈ હતી, પરંતુ અચાનક સરકારના દબાણમાં ચાલીને પરમિશન કેન્સલ કરી નાખવામાં આવી. અમદાવાદમાં ધારા 144 આખા વર્ષ લાગી રહે છે. સામાન્ય જનતામાં પોલીસ દ્વારા 144નો ભય બેઠાડવામાં આવ્યો છે. 2017માં મે 17 વખત 144 નો ભંગ કર્યો છે. એનાથી ડરવાની જરૂરત નથી. આ એ તમામ અવાજો દબાવવાના પ્રયત્નો છે જે પોતાના સમુદાયોના અધિકારો માટે રસ્તા પર આવે છે, એને દબાવવા માટે સરકાર દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. યાત્રા તો નીકાળીશું જ અને સવાલ પણ પૂછીશું કે “માજીદ ક્યાં છે ?” આ સવાલ એ ભયના સામે નો સવાલ છે જે આપણામાં ફૂટી ફૂટીને ભરેલો છે. 2002 પછી પોટા જેવા કાનૂનમાં નિર્દોષોને જેલમાં ધકેલવામાં આવ્યાં.
નકલી એન્કાઉન્ટરની રાજનીતિ કરવામાં આવી. સાદિક જમાલ, સમીર ખાન, ઇશરત જહાં, જાવેદ, તુલસી રામ, સોહરાબુદ્દીન આ બધાના સામે ગુનાહ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આપણે એની પણ લડાઈ લડી. આ માનવ અધિકારની લડાઈ છે. આપણા દેશનું બંધારણ અધિકાર આપે છે. બંધારણ અને માનવ અધિકાર આપણાને હક્ક આપે છે કે સવાલ પૂછીએ.
કઈ આઈપીસી, પોલીસ મેન્યુઅલમાં લખ્યું છે કે તમે કોઈને ગાયબ પણ કરી દો અને સવાલ પણ પૂછી નથી શકતા?
શંભૂલાલ રેગરના સમર્થનમાં આવનારા કેટલા લોકોના સામે કેસ દાખલ કર્યા? અમે યાત્રા નિકાળીશું અને બંધારણ ની હદમાં રહીને અા યાત્રા નિકાળીશું. આ યાત્રામાં ફક્ત મુસલમાન જ નહી દલિત, પાટીદાર,  OBC વિ. તમામ સમુદાયનો સમર્થન છે. તમામ ગુજરાત મોડલના સામે અમે મોડલ આપશું જે તમામ વંચિત, શોષિત સમુદાયોના અધિકારોની રક્ષા કરે, કોમી એકતાની વાત કરે. અમે હાઈકોર્ટના દ્વાર ખટખટાવિશું અને અા જ રૂટ પર યાત્રા નીકાળીશું અને તારીખ પણ બધા મિત્રોને જણાવીશું.”

વાશિફ હુસેન જે આ યાત્રાના સહ કન્વિનર છે એમણે કહ્યું કે, “આ યાત્રા નિકાળવાનું ઉદ્દેશ્ય સમાજમાં લોકોમાંથી ભયનો માહોલ દૂર કરવો છે. સમાજના લોકોને જાગૃત કરવા છે. હવે હમે જ્યાં પણ નથી પહોંચી શક્યા ત્યાં પહોંચીશું અને લોકોને જાગૃત કરશું અને યાત્રા તો ડંકા ની ચોટ પર નીકાળશું.”

એડવોકેટ કોષ્ટી એ કહ્યું કે, “રૂલિંગ સરકાર પોલીસના એક્શન દ્વારા દબાવવાના પ્રયત્ન છે. આપણે ગભરાવવાની જરૂર નથી. અમે આજે અહીંયા એટલા માટે છીએ કે જ્યારે દેશને દબાવવામાં આવી રહ્યો હતો ત્યારે અમે અવાજ ઉપાડી હતી.”

સુફિયાન રાજપૂત જે આ યાત્રાના સહ કન્વિનર છે એમણે કહ્યું કે, “અમુક લોકોએ અમારો મોરલ તોડવાનું કામ કર્યું છે. જે માજીદના નામ પર તમે ગયા હતા. કાલે કોઈ બીજા મુસલમાન તથા દલિત ને ઉપાડવામાં આવશે, એની સામે અવાજ ઉપાડવી પડશે. હું બીજેપી ને શા માટે કોશું , કેમ કે આપણા વોટ તો કોંગ્રેસને દીધા છે, આપણા નેતા કેમ આપણા સવાલ નથી ઉપાડતા?”

અબ્દુલ અહદ પઠાણ એ કહ્યું કે, “હું એ લોકોથી કહેવા માંગુ છું કે અત્યારથી ફોર્મમા ન આવો હમણાં આપણને વધુ સમય મળી ગયો છે. શું આપણા દેશને ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુએ એ માટે આઝાદ કરાવ્યો હતો કે લિંચિંગ, લવ જિહાદના નામ પર નિર્દોષ લોકોને મારવામાં આવે? દરેક એક્શનનું રીએકશન થશે પરંતુ બંધારણની હદમાં. આપણો પૂછવાનો લોકતાંત્રિક અધિકાર છે કે, “માજીદ ક્યાં છે?” વધુમાં કહ્યું કે, હુંં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને કહેવા માંગુ છું કે અમે બંધારણને માનવા વાળા લોકો છીએ અને તમો સાવરકરને માનો છો. આ દેશ કોઈ ખાખી ચડ્ડી વાળા સાવરકરની વિચારધારાથી નહી પરંતુ બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલ ભારતના બંધારણ પર ચાલશે. હું કોંગ્રેસના મુસ્લિમ વિધાયકોને કહેવા માંગુ છું કે તમે મુસ્લિમ કોમના નામ પર વોટ માંગો છો પણ જ્યારે કોઈ વ્યક્તિ ગાયબ થાય છે તો કેમ નથી બોલી શકતા? અને એની અવાજ કેમ નથી ઉપાડતા ? VHP, RSS, બજરંગ દળથી કહેવા માંગુ છું કે તમે મર્યાદામાં રહે, ગાયના નામ પર ઇન્સાનોને મારશો તો રીએકશન આવશે. પરંતુ બંધારણની હદમાં રીએકશન આવશે. અમે ભુજ પોલીસને કહેવા માંગીએ છીએ કે તમારી છાતી પર ચઢીને બોલશું કે માજીદ ક્યાં છે?”

કાર્યક્રમના અંતમાં નિર્ણય કરવામાં આવ્યો કે તારીખ 31/08/2018ના ભુજમાં સંમેલન થશે અને ત્યાં જ યાત્રાની નવી તારીખ જાહેર થશે અને આવનારા દિવસોમાં માજીદના આંદોલનને દિલ્હી સુધી લઈ જવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments