પાટનગર દિલ્હીના રહેવાસીઓ આજકાલ ખૂબજ મુશ્કેલ સમયમાથી પસાર થઈ રહ્યા છે. તે એટલા માટે કે ત્યાંનું જીવન એક રીતે જાણે કે થંભી ગયું છે. આ સ્થિતિનો સામનો દિલ્હીવાસીઓ જ નથી કરી રહ્યા. બલ્કે સમગ્ર એનસીઆર તેની લપેટમાં છે. અહીં મોટી સમસ્યા વાતાવરણના પ્રદૂષણની છે. સમગ્ર વાતાવરણ ઝેરી ધુમાડાની લપેટમાં છે. લોકોને સ્વચ્છ હવા નથી મળી રહીછે. સ્વચ્છ હવા નહીં મળવાનું કારણ આ છે કે હવામાં જે તત્ત્વો હોય છે તેનું સંતુલન બગડી ગયું છે. તેમાં હાનિકરાક તત્ત્વોનું પ્રમાણ વધી ગયું છે, અને જરૂરી કે ફાયદાકારક તત્ત્વોનું પ્રમાણ ઘટી ગયું છે. જે તત્ત્વોનું વધી તમામ જીવધારીઓ માટે હાનિકારક છે તેમાં કાર્બન મોનોકસાઈડ, કાર્બન ડાયોકસાઈડ, નાઇટ્રોજન ડાયોકસાઈડ અને ઓઝોન અને સલ્ફર ડાયોકસાઈડ વિ. તત્ત્વોનું પ્રમાણ વધી ગયું છે. જેનાથી હવામાં પ્રદૂષણ પેદા થઈ ગયું છે. આમ હવામાંના તત્ત્વોનું પ્રમાણ વધી કે ઘટી જવાથી માનવ શરીરના તમામ અવયવો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. આંખ, કાન, નાક, હૃદય, ફેંફસા, ચામડી અને કિડની વિ. તમામ ઉપર તેની ખરાબ અસરો પડી રહી છે. માથાના દુઃખાવા અને આંખોમાં ખંજવાળની ફરિયાદો વધતી જઈ રહી છે. કોઈ કોઈની નાકમાં લોહી પણ નીકળી આવે છે. કોઈને શરદી, ખાંસી અને સોજા તથા બળતરાની શિકાયત છે. ટૂંકમાં આ કે આ અને આવી અનેક તકલીફો લોકોને લાગુ પડતી જઈ રહી છે. આમં પેટના રોગો પણ જોવા મળી રહ્યા છે અને સૌથી વધુ તો લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહીછે. જો આ રોગો થોડા સમય માટેના હોત તોપણ એ ચિંતાની વાત તો હતી જ, પરંતુ ધીમે ધીમે આ રોગો લંબાતા અને ક્રોનિક થતાં થઈ રહ્યા છે જે વધુ ચિંતાજનક અને ગંભીર બાબત છે. તબીબી નિષ્ણાતો મુજબ હજી પણ આનો ખતરો મૌજૂદ છે.
આ કોઈ પ્રથમ અવસર નથી કે જ્યારે પાટનગર દિલ્હી આવી ગંભીર વાયુ પ્રદૂષણની તકલીફમાંથી પસાર થઈ રહ્યું હોય. આ અગાઉ પણ આવું થઈ ચૂકયું છે. આમેય મોટા શહેરો વાતાવરણમાં પ્રદૂષણથી વિષાકતતા બનતા રહે છે. તેમાં ઉદ્યોગો અને વાહનોની અધિકતા સહીત તેમાં વર્તાતી બેદરકારી અને હરિયાળીની કમી પણ કારણભૂત હોય છે. આમેય પ્રદૂષણની બાબતમાં ભારતનો રેકોર્ડ સારો નથી તેમાં પણ દિલ્હીની સ્થિતિ તો ખૂબજ ચિંતાજનક રહીછે. એક અહેવાલ મુજબ ત્યાં દર વર્ષે ૩૦ હજાર લોકો મૃત્યુ પામે છે. શરદીના દિવસોમાં આ સ્થિતિ વધુ બગડી જાય છે ત્યાં હૃદયરોગ પણ ખૂબજ વધી ગયા છે.
આ અંગે દિલ્હી સહિત સમગ્ર દેશમાં આવા મોટા શહેરોની સ્થિતિ અંગે કડક પગલા ભરવાની જરૂરત છે. કોઈ હંગામી પગલાથી કાયમી ઉકેલ આવવાનો નથી.