એસ.આઈ.ઓ. દ્વારા આયોજીત ત્રણ દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશમાં જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ ટી. આરિફ અલીએ દેશના યુવાઓને સંબોધીને જણાવ્યું કે તેઓ માત્ર ન્યાય પ્રાપ્ત કરવાથી આગળ વધીને ન્યાય સ્થાપિત કરવાની અપીલ કરે.
તેમણે કહ્યું છે “ગાંધીજીએ કહ્યું હતું કે ભારત ગામડાઓમાં વસે છે, પરંતુ વિકાસના સંદર્ભમાં સૌથી વધુ અન્યાય આજે ગામડાઓમાં થઈ રહ્યું છે.”
તેમણે ઉત્તર પૂર્વી રાજ્યોના ગામડાઓનું ઉદાહરણ આપીને કહ્યું કે કેવી રીતે ત્યાં લોકો પોતાની મૂળભૂત જરૃરિયાતોને પણ પ્રાપ્ત નથી કરી શકતા, જ્યારે સરકાર કથિત વિકાસના સૂત્રો પોકારતા થાકતી નથી. ટી.આરિફ અલીએ દેશના યુવા સંગઠનો અને ન્યાય માટે સંઘર્ષરત્ કાર્યકર્તાઓથી અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કરી.
તેમણે આ કોન્ફરન્સમાં ચર્ચામાં ઊભા કરવામાં આવેલા વિષયો પર પોતાની વાત મૂકી અને કહ્યું કે, દેશનો યુવા જ્યારે હિન્દુ-મુસ્લિમ જેવા નકામા વિષયોમાં ઉલઝી ગયો છે એવા સમયે ન્યાય-વ્યવસ્થા, આત્મસન્માન અને ન્યાયના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી ઘણી જરૂરી છે અને તેમણે એસ.આઈ.ઓ.ના કાર્યોની પ્રશંસા કરતાં ખૂબ પ્રાર્થના કરી.