Saturday, December 21, 2024
Homeઓપન સ્પેસવિતેલા સમયથી બોધગ્રહણ કરી વર્તમાનની ચિંતા કરવી જોઈએ

વિતેલા સમયથી બોધગ્રહણ કરી વર્તમાનની ચિંતા કરવી જોઈએ

ઇ.સ. ૭૧૧ની ઘટના છે તારિક બિન ઝિયાદે માત્ર ૭ હજાર મુસલમાનો સાથે સ્પેનની ધરતી પર કદમ મૂક્યું અને એક એવી ભવ્ય ઘટના ઘટી જેણે ઇતિહાસ રચ્યો. સ્પેન દરિયાના કાંઠે હતું અને આવનારી સેના દરિયાના માર્ગે આવી હતી. તેમણે નિર્ધાર કર્યો કે વિજય મેળવીશું અથવા શહીદ થઈ જઇશું.તેથી જે હોડીઓથી તેઓએ દરિયાને પાર કર્યો હતો તે બાળી નાંખી. ત્યાર પછી લકતહના મુકામે ૧ લાખ ખ્રિસ્તીઓ અને ૧૨ હજાર મુસલમાનો વચ્ચે ઘમસાણનું યુદ્ધ થયું અને મુસ્લિમો વિજ્યી થયા. પરંતુ તરત જ તારિક ‘મહેલો’ના ષડયંત્રનો શિકાર બની ગયો અને તે મુસા બિન નસીર તથા તારિક બિન ઝિયાદ કે જેમણે સ્પેન વિજય કર્યો હતો ખલીફાના દરબારમાં અપમાનિત થયા. પછી અબ્દુલ અઝીઝ બિન મુસાએ સ્પેનની સેનાની જવાબદારી સંભાળી અને મજબૂત કિલ્લાઓની રચના કરી, પરંતુ તેને પણ ઇર્ષાથી શિકાર થવું પડયું અને ખલીફા સુલેમાને હુકમ કર્યો કે અબ્દુલ અઝીઝનું માથું કાપી દમિશ્ક મોકલી આપો. અપરાધ આ હતો કે તેણે કાયદો બનાવ્યો હતો કે જો કોઈ ખ્રિસ્તી ઇસ્લામ અંગિકાર કરી લે તો તેને સ્વતંત્ર સમજવામાં આવે અને તેની સ્વતંત્રતાના જામીન સરકાર પોતે આપતી. જે જમાનામાં ગુલામો બહુ હતા, બન્યુ એમકે તેની હકુમતના ટુંકા ગાળામાં સ્પેનના સ્થાનીય લોકોની મોટી સંખ્યાએ ઇસ્લામ અંગીકાર કર્યો. ત્યારપછી આ હત્યા દમિશ્કની ખિલાફતના સીમાડાથી બહાર નિકળવાનું માધ્યમ બની અને સાથે જ યમની, કૈસી, બર્બરી વચ્ચે ન માત્ર મતભેદો ઉભા થયા બલ્કે મુસલમાનોમાં ગૃહયુદ્ધ શરૃ થઈ ગયુ. આ પરિસ્થિતિને ખ્રિસ્તીઓ ધ્યાનથી જોતા રહ્યા તેઓ ક્યારેક એક સમુહને સાથ આપતા ક્યારેક બીજાને. ત્યારબાદ અબ્દુર્રહમાન ત્રીજાનો સુવર્ણયુગ આવ્યો પરંતુ તેમને પણ ખ્રિસ્તી વિદ્રોહીઓ અને ફિત્નાબાજો વિરૂદ્ધ સતત કાર્યવાહીઓમાં વ્યસ્ત રહેવું પડયું. તદ્ઉપરાંત સ્પેનના મુસ્લિમો હવે પોતાના બચાવમાં લાગેલા હતા. કુદરતે તેમને ઇસ્લામનો પ્રચાર અને સલ્તનતના વિસ્તરણનો અવસર આપ્યો પરંતુ અફસોસ તેમણે આ તક ગુમાવી દીધી. અબ્દુર્રહમાન ત્રીજાના યુગમાં પ્રખ્યાત યુદ્ધ ‘અલખનદક’માં મુસલમાનોને તીવ્ર નુકસાન પહોંચ્યું. યુદ્ધ ખ્રિસ્તીઓના કિલ્લા ‘સમવાર’ના નજીક થયુ હતુ અને અંદાજે ૫૦ હજાર મુસલમાનો ખંદકમાં ડૂબીને મરી ગયા અને ભાગનારાઓની હત્યા કરવામાં આવી. અંતિમ સમયમાં ઉમવી ખલીફા હશ્શામ ત્રીજો પોતાના સંરક્ષકોના હાથે કઠપૂતળી બની રહ્યો. રાજ તેના સંરક્ષક ચલાવતા અને તે પોતે દારૃના નશામાં ડૂબેલો રહેતો. અબ્દુર્રહમાને તો આ લખાવી પણ લીધું કે તેઓ હવે હકુમત ચલાવવાને યોગ્ય રહ્યો નથી તેથી ખિલાફતની બધી જ સત્તા આપી દીધી અને અંતે તેની હત્યા કરી દેવામાં આવી.

આ પરિસ્થિતિએ સમયે ઉત્પન્ન થઈ જ્યારે સ્પેનમાં મુસલમાનોનો સુર્ય મધ્યહાતે પહોંચેલો હતો. તે પહેલા કે પછી તે ઉદય પ્રાપ્ત થયો જે આ યુગમાં હતો. લોકો ભૌતિક રીતે ખુશહાલ હતા. વ્યવસાય પ્રગતિમય હતા, આબાદી સભ્ય હતી. શહેરોમાં પર્યટન સ્થળો અને બગીચાઓ મોટા પ્રમાણમાં હતા. ગરનાતા, કરતબા બલનેસીયા, ઇશબેલિયા, તલીતલા શહેરો પોતાનામાં એક ઉદાહરણ હતા. વાદીઉલ કબીરના બંને બાજુ ત્રીસ માઈલ સુધી ફળદાર વૃક્ષો દેશ વિદેશથી મંગાવીને લગાવાયા હતા. રાજધાની કરતબાની ભવ્યતા તો જુદી જ હતી. જનસંખ્યા એક મિલીયન હતી, ઘરો વીસ હઝાર, મસ્જિદો ત્રણ હજાર, સ્નાનગૃહો ત્રણસો થી વધારે હતા. આ જ રીતે બીજું એક સુંદર ઉપનગર ‘અલઝહરા’ હતું, જ્યાં શાહી કિલ્લાઓ હતા. શાહી પુસ્તકાલયોમાં ૬ લાખ સુધી પુસ્તકો હતા. જામે મસ્જિદ કરતબા પોતાની વિશાળતા અને સુંદરતામાં ઉદાહરણીય હતી, તેની છત ૧૪૦૦ સ્તંભો પર ટકેલી હતી. અહિં શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કાયમ હતી જ્યાં દુનિયાભરથી જ્ઞાાન પિપાસુઓ પોતાની તરસ બુઝાવવા આવતા હતા. તેમ છતાં દુર્ભાગ્યથી મુસલમાનોએ અલ્લાહે આપેલી ભેટોની કદર ન કરી. વૈભવી અને ભૌતિક પ્રગતિના દૃશ્યમાં ખોવાઈ એવા ગાફેલ થયા કે પોતાના ધ્યેયને ત્યજી દીધો અને માત્ર સુખ-શાંતિ ખાતર પક્ષપાતી ખ્રિસ્તી શાસકોની મનપસંદ શરતો પર મિત્રતાના કરાર કરવા વાળા (જોકે ખ્રિસ્તીઓએ હંમેશા આ કરારોનું ઉલ્લંઘન કર્યું) મુસલમાન શાસકોની ખામીઓ, ધ્યેયથી દૂરી અને વૈભવ પ્રિયતાની મોટી સજા મળી. સ્થિતિ એટલી વણસી કે રાજ્યપાલોએ વિદ્રોહ કરી પોતાની સ્વતંત્ર હકુમતો કાયમ કરી લીધી. જેઓ પોતે જ એક બીજાથી લડતા રહ્યા. અંતે મુસલમાનો સમગ્ર સ્પેનમાંથી સંકોચાઈને ‘ગરનાતા’ની અંતિમ મુસ્લિમ રિયાસત સુધી સીમિત થઈ ગયા. આટલુ વેઠીને તેમનામાંથી બરબર અને આરબનો ભેદ મટી ગયો હતો. તેમણે નરી આંખોથી જોયું કે દુશ્મનના નજીક તેઓ આરબ હતા ન બરબર, યમાની હતા ન શામી. માત્ર મુસલમાન હતા અને આ જ તેમનો ગુનો હતો. પરંતુ દુશ્મનથી દયાની આશા બાંધનારાઓને સમય અને યુગે ક્યારેય માફ નથી કર્યા જ્યારે ખિલાફત ખત્મ થઈ અને ઇસ્લામી સ્પેનના વિવિધ નાના મોટા રાજ્યો પરસ્પર લડવા લાગ્યા તો તેમણે આ જ પ્રકારની ગેરસમજ થઈ હતી. આ ગેર સમજ તે સમય દૂર થઈ જ્યારે દુશ્મને લોભ, દગો અને ષંડયંત્રથી એક પછી બીજા રાજ્યને કોળિયો બનાવવાનું શરૃ કર્યું. સ્પેનના મુસલમાનો ઉપર અજમાઈશોની વરસાદ થવા લાગી. ક્યારેક કોમોને દુનિયામાં પણ નરકનો આભાસ કરાવવામાં આવે છે. અલ્લાહ ફરમાવે છે, “આ જ તે નરક છે જેના વિશે તમને બતાવવામાં આવ્યું હતું.” (કુઆર્ન)

ત્યારબાદ પોતાના અંતિમ ૧૦૦ વર્ષોમાં ગરનાતાના શાસકોએ શક્તિશાળી ખ્રિસ્તી રાજાઓની વધારેને વધારે ખુશામદ અને પોતાની સત્તાને બચાવવા નવા નવા એવા કરાર કર્યા જેમાં ઇસ્લામી લજ્જાને પણ વેચી મારી. અમીર યુસુફ બિન અલ અહમદે જ્યારે મુહમ્મદ આઠમાની સેનાને હરાવી ગરનાતામાં પગ મૂક્યો તો તેમણે પોતાનો કર્તવ્ય સમજયું કે પોતાના ખ્રિસ્તી આકાઓને પોતાનું વફાદારીનો વિશ્વાસ અપાવે કે જેથી તેમને તેમની તરફથી શિકાયતનું અવસર ન મળે. અને તેણે ખ્રિસ્તી રાજાને પત્ર લખ્યો;

“હું યુસુફ મુહમ્મદ બિન અલ અહમદ ગરનાતાનો શાસક. તમારો આજ્ઞાાકારી અને સાંભળનાર, શ્રદ્ધાભાવ અને નિયાઝમંદી સાથે અરજ કરૃ છું કે હું સીધો ગરનાતા આવ્યો. અહીંના બધા જ રાજ્યપાલો અને વિદ્વાનોએ મને પોતાનો રાજા સ્વીકારી લીધો. આ દિવસ મને અલ્લાહની કૃપા અને તમારી મદદ તથા ઉપહાર તરીકે પ્રાપ્ત થયો છે.” અહીં સુધી કે ગરનાતાની હોડીમાં સ્થાન સ્થાને છિદ્રોએ મોટી તિરાડોનું સ્વરૃપ ધારણ કરી લીધું અને આ પરિસ્થિતિમાં ગરનાતા એક બાજુ અંતિમ શ્વાસો લઈ રહ્યું હતું અને ત્યાં જ મુસલમાનો મોટી કરૃણાંતિકાથી અજાણ આપસમાં લડી રહ્યા હતા. મૃત્યુક્ષણ સુધીની વાર્તામાં કોઈ નવી વાત ન હતી. તે જ થયું જેે એક કોમને મૃત્યુની અંતિમ ક્ષણોમાં ભોગવું પડે છે. ઇ.સ. ૧૪૮૯માં ફર્ડી નેન્ડએ ‘બસ્ત’ના કિલ્લાને ઘેરી લીધો. મુસલમાનોએ નાની ઝડપ પછી કિલ્લો ખ્રિસ્તીઓને સોંપી દીધો. ફર્ડીનેન્ડે વાયદો કર્યો હતો કે મુસલમાનોના જાન-માલને નુકસાન નહિ થશે પરંતુ શક્તિશાળીઓ ક્યારેય કરારનું પાલન કરતા નથી. ફર્ડીનેન્ડે કિલ્લામાં પ્રવેશતા જ જાહેર હત્યાઓનો હુકમ કર્યો અને મુસલમાનોની બધી મિલ્કત આક્રમણ ખોટામાં વહેંચી દીધી. હવે આ જ ગરનાતામાં મુસલમાનો ઘેરાયેલા હતા. અબૂ અબ્દુલ્લા ઉપર મલકા અઝાબેલા અને ફર્ડીનેન્ડના તતીઘોડાઓની સંયુક્ત સેનાનું આક્રમણ થઈ ચુક્યું હતું. આ તે જ અબુ અબ્દુલ્લાહ હતો જેણે રાજપાટની લાલચમાં તેના જ પિતા વિરૂદ્ધ વિદ્રોહ કર્યો હતો. કાકા અલ ઝાગિલ સાથે જંગો લડી હતી. મુસલમાનોને આપસમાં લડાવ્યા હતા. હંમેશા ખ્રિસ્તીઓથી મદદની ભીખ માગતો હતો અને અત્યારે તે જ ખ્રિસ્તીઓ સાથીપણાનો હક અદા કરવા ગરનાતાના કિલ્લાના દરવાજા પર દસ્તક આપી રહ્યા હતા. ખ્રિસ્તીઓએ મજબૂર નહોતો કર્યો પરંતુ મિલ્લત કુખ્યાત, દીનને બદનામ કરનારો, દેશદ્રોહા અબુઅબ્દુલ્લાહએે ૬૦ દિવસના નિર્ધારિત સમયથી પહેલા જ ૨ જાન્યુઆરી ૧૪૯૨ના રોજ ગરનાતા દુશ્મનોને હવાલે કરી દીધું. ૧લી અને ૨જી જાન્યુઆરી વચ્ચેની રાત્રી મુસલમાનો માટે કયામતની રાત્રી હતી તો મલકા અઝાબેલા અને રાજા ફર્ડીનેન્ડ માટે ઈદની રાત્રી હતી. લેખક એસ.પી. સ્કોટ લખે છે, ૨જી જાન્યુઆરી ૧૪૯૨ના રોજ જ્યારે શાહી કુટુંબ પોતાના ચમકતા વસ્ત્રોમાં ખુશીના સૂત્રોચ્ચાર સાથે ‘અલહમરા’ના કિલ્લાની તરફ આગળ વધ્યો તો કિલ્લાનો દરવાજો ધીમેથી ખુલ્યો. કેટલાક સુંદર યુવાન ઘોડસવારો સ્વાગત માટે આગળ આવ્યા. તેમણે રંગબેરંગી રેશમના વસ્ત્રો પરિધાન કર્યા હતા. તેમના શસ્ત્રો અને ધનપેટીઓમાં ઝવેરાત ચમકી રહ્યા હતા. સ્વાગત કરનારામાં સૌથી આગળ દુર્ભાગ્યી અબુ અબ્દુલ્લાહ હતો અને બીજા બધા તેના રાજ્યપાલો હતા. આજે ગરનાતા વિજયીને અલહમરાના કિલ્લામાં પ્રવેશતા જોઈ અબુ અબ્દુલ્લાહ પોતાના ઘોડાથી ઉતરી ગયો અને તેના ઘોડાની લગામ પકડી લીધી અને સાથે તેના જ સ્પેનની ૮૦૦ વર્ષીય ઇસ્લામી આત્મા ચાલી નીકળી. ગરનાતાની ચાવીઓ ધ્રુજતા હાથોથી દુશ્મનની સેવામાં પ્રસ્તુત કરતા કહ્યું, “આ ચાવીઓ સ્પેનમાં આરબોની હકુમતની અંતિમ નિશાનીઓ છે. તમે તેને લઈ લો. કેમકે અલ્લાહની ઇચ્છા મુજબ અમારો દેશ, જાન અને માલ બધુ તમારી મિલ્કતમાં છે.”

આ ઘટનાનું વર્ણન ઇતિહાસ ભણાવવા નથી કર્યું. આનો હેતુ આ છે કે આજે મિલ્લત દિશાહીન છે. ધ્યેયહિનતા તેની ઓળખ છે અને ઇસ્લામ તથા ઇસ્લામી શિક્ષણથી દૂરી તેની ‘ભવ્યતા’ બનેલી છે. તેના ઉપર ધ્યાન આપે. જરૃર છે કે ન માત્ર ઇસ્લામી શિક્ષણનું જ્ઞાાન મેળવે બલ્કે આચરણ પણ કરે. સાથે જ તે પ્યાસી આત્માઓને ઇસ્લામનો સંદેશ પહોંચાડે જેઓ મુક્તિની આશામાં ન જાણે શું શું કરી રહ્યા છે. કેમકે ભૌતિક સંસાધનો ન કાલે ઉપયોગી થયા છે ન આજે થશે. જ્યાં સુધી કે ઇસ્લામી ચરિત્ર અને મુલ્યોના પ્રસારમાં વ્યક્તિગત રીતે તેમજ મિલ્લત તરીકે સામુહિક રીતે પ્રયત્નશીલ ન થઈ જાય. તેથી વીતેલા સમયથી બોધ ગ્રહણ કરી વર્તમાનની ચિંતા કરવી જોઈએ. ચિંતાનું પ્રથમ ચરણ ઇસ્લામી શિક્ષણનું જ્ઞાાન અને આચરણ છે. બીજું કદમ ન્યાયની સ્થાપના માટે પોતાના આરામને ત્યજવું છે. સંભવ છે આ રીતે ઘૃણાની દિવાળો તુટે, પ્રેમ અને વિશ્વાસ આગળ વધે તથા આપણે એક માનવ તરીકે ધર્મ કે જાતિના ભેદ વગર બીજાઓ માટે કામના સિદ્ધ થઈએ.! *

maiqbaldelhi@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments