આપણે મલ્ટીપલ સ્પેકટ્રમવાળા દેશમાં રહીએ છીએ. એક એવા દેશમાં જેમાં માત્ર ધાર્મિક વિભિન્નતાઓનું નહિં પરંતુ વિવિધ ક્ષેત્રો જેવાં કે સંસ્કૃતિ, જાતિ, ભાષા અને વર્ણની દૃષ્ટીએ પણ ભિન્ન છે. ભારત જેવા દેશમાં ઇસ્લામી આંદોલનના કાર્ય માટે એ જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે કે ઇસ્લામ અને ઇસ્લામી પરંપરા ધાર્મિક વૈવિધ્યને કઇ રીતે જુએ છે. પ્રવર્તમાન ભારતની ધાર્મિક વાસ્તવિક્તાઓમાં ‘વિવિધતાભર્યા સમાજમાં ઇસ્લામનું પ્રસ્તુતિકરણ’ શિર્ષક ઉપર ચર્ચા વિચારણા સંસ્થાકીય વર્તણુંકને આકાર આપવા અને ઇસ્લામી આંદોલનની નવી પ્રાથમિક્તાઓ સ્થાપવા માટે નવીન દૃષ્ટિકોણ અને અભિગમ પૂરૃં પાડશે તેવી આશા છે. છેલ્લા ૫૦-૬૦ વર્ષોમાં લોકોની વિચારવાની અને ગ્રહણ કરવાની રીતમાં ધરખમ ફેરફાર જોવા મળ્યાં છે. સામાજિક મૂલ્યો બદલાયાં છે. હાલના તબક્કે ઇસ્લામી ચળવળ માટે એ આવશ્યક થઇ ગયું છે કે આપણે આસપાસના સમાજને સમજવા અને તેના પ્રશ્નોને સંબોધવાની રીત ઉપર પુનઃવિચારણા કરીએ.
અહીં હું બે બાબતો જણાવી દઉં. પ્રથમ, આ લેખનો ઉદ્દેશ્ય ઇસ્લામ તરફ આમંત્રણ નથી કે જેની ચર્ચા સમગ્ર લેખમાં થઇ છે પરંતુ મુસ્લિમોનું અને ખાસ કરીને ઇસ્લામી આંદોલનનું ભારત જેવા બહુધાર્મિક અને બિનસાંપ્રદાયિક દેશમાં ઇસ્લામનું પ્રસ્તુતિકરણનું છે. બીજું, આ ચર્ચા ઇસ્લામને બહુલક્ષી સમાજ સાથે ભેળવી દેવા, ઓછું પાડી દેવા કે સમાધાન કરી લેવા માટે નથી. આ તો ઇસ્લામના પોતાના મૂળ સ્વરૃપ વિશે છે.
પહેલાં એ જોઇ લઇએ કે કુઆર્ની શિક્ષણ અને ઇસ્લામી પરંપરાએ ધાર્મિક વિભિન્નતાઓને રચનાત્મક અભિગમ દ્વારા કેવી રીતે પોતાનામાં સમાવીને નિભાવી લીધું છે.
“બેશક જો તારો રબ ચાહત તો સર્વ મનુષ્યોને એક જ જૂથ બનાવી શકતો હતો, પરંતુ હવે તો તેઓ જુદા જુદા માર્ગો ઉપર જ ચાલતા રહેશે.” (સૂરઃહૂદ ૧૧-૧૧૮)
ઇસ્લામી રાજ્યના બંધારણીય હક્કો ક્ષેત્રીય કે સાંસ્કૃતિક વિવિધતા નષ્ટ ન પામે અને તેને સમાવી લેવાની સુરક્ષા પૂરી પાડે છે ચાહે તે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો વિરૂદ્ધ જ કેમ ન હોય. માત્ર મુસ્લિમોને જ લાગૂ પડતાં કાયદાઓની રચના કરતી વખતે પણ ઇસ્લામી રાજ્ય ‘ઉર્ફ’ (ક્ષેત્રીય પરંપરાઓ) ધ્યાનમાં લે છે. ઇજિપ્ત અને ઇરાકમાંથી ઇમામ શાફઇના નીકળેલા મોટા ભાગના ફતવાઓમાં પણ ભિન્નતા હતી અને અબુ યુસુફ અને મુહમ્મદ બિન હસ્સાન શીબાની જેઓ બન્ને હનફી વિચારધારાઓ ધરાવતા હતાં, તેમનું શિક્ષણ પણ સમાજના એ લક્ષણો ઉપર જ આધારિત હતું જ્યાં તેઓ ઇસ્લામને પ્રસ્તુત કરતા હતા. ટૂંકમાં ઇસ્લામ સર્વાંગી છે અને સામાજિક વાસ્તવિક્તાઓને ધ્યાને લઇ કાર્ય કરે છે. પોતાના શત્રુઓની વિચારધારાઓનું વિનાશ કરવામાં માનનારી સામ્યવાદી અથવા મૂડીવાદી અથવા હિન્દુત્વ જેવી અસરદાર વિચારધારાઓથી વિપરીત બિન મુસ્લિમો તરફના વ્યવહાર અને વલણની બાબતમાં ઇસ્લામનો સ્વરૃપ બધાને પોતાનામાં સમાવીષ્ટ કરી લેનારો છે.
“અલ્લાહ તમને એનાથી રોકતો નથી કે તમે એ લોકો સાથે નેકી અને ઇન્સાફનું વર્તન કરો જેમણે દીનના મામલામાં તમારી સાથે લડાઇ કરી નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા નથી. અલ્લાહ ઇન્સાફ કરનારાઓને પસંદ કરે છે.” (સૂરઃમુમ્તહિના- ૬૦ઃ૮)
ઇસ્લામનું ઇતિહાસ એ સાબિત કરવા પૂરતું છે કે ઇસ્લામ તે વિચારધારાનું નામ છે જે હળી મળીને રહેવાની સૌથી સુંદર કળાનું શિક્ષણ આપે છે. જ્યારે મક્કાની મુશ્રિકોએ મુસ્લિમોને પોતાના દુશ્મન ઘોષિત કર્યા અને તેમને દરેક રીતે હાની પહોંચાડી ત્યારે મુસ્લિમોને શરણ લેવા માટે મક્કાથી મદીના તરફ હિજરત કરવી પડી. પરંતુ જ્યારે પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ને એ વાતની જાણ થઇ કે મક્કામાં દુષ્કાળ પડયું છે તો તેઓ પોતાના શત્રુઓ માટે પણ મદીનાથી ખાધ સામાગ્રી મોકલે છે. હિજરતના સમયે પણ મદીના તરફ જવા માટે માર્ગદર્શન કરવાવાળો એક બિનમુસ્લિમ અબ્દુલ્લાહ બિન ઉરૈકિદ જ હતો. તેમ જ પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ના ડૉક્ટર હારિસ ઇબ્ને કનદાન સકાફી પોતે એક ઇસાઇ હતા. એટલું જ નહિં પણ મદીનામાં મસ્જિદે નબવીની અંદર જ બેસીને બધા ધર્મના લોકો પયગમ્બર સાહેબ સાથે ચર્ચા – વિચારણા કરતા હતા. જ્યારે હ. અબુબક્ર રદિ. મદીના તરફ હિજરત કરી રહ્યા હતા ત્યારે તેમને મક્કા નહીં છોડવા અને પાછા બોલાવનાર પણ એક મુશ્રિક ઇબ્ને દુગના જ હતાં.
ઇસ્લામ અસહિષ્ણુ છે અને સમાજની અન્ય વિચારધારાઓને સમાવિષ્ટ નથી કરતું તેવા સતત અપપ્રચાર પછીને સૌથી ખરાબ બાબત એ બની છે કે મુસ્લિમો પોતે એ માનવા લાગ્યા છે કે ઇસ્લામ બીજી વિચારધારાઓ અને ધાર્મિક સમૂહોને પોતાની સાથે સમાવેશ કરતો નથી. મદીનાનો કરાર કે જેની ઉપર મનુષ્યજાતિના ઇતિહાસના સૌપ્રથમ આધિકારીક રાષ્ટ્રનું નિર્માણ થયું તે સામાજિક અને રાજનૈતિક વ્યવસ્થાનું એવું ઉત્તમ ઉદાહરણ છે કે જેનું આપણે સ્વપ્ન સેવીએ છીએ.
યહૂદીઓ એક એવો ધાર્મિક સમૂહ હતો કે જેણે મુસ્લિમોને પોતાના કટ્ટર શત્રુ તરીકે જાહેર કર્યા હતા. કુઆર્નમાં સૂરઃમાઇદહ (૫ઃ૮૨)માં કહેવામાં આવ્યું છે ઃ “તમે ઇમાનવાળાઓની દુશમનાવટમાં સૌથી વધુ કટ્ટર યહૂદીઓ અને મુશ્રિકોને જોશો અને ઇમાન લાવનારાઓ માટે મિત્રતામાં વધુ નજીક એ લોકોને જોશો જેમણે કહ્યું હતું કે અમે નસારા (ઇસાઇ) છીએ. એ કારણે કે તેમનામાં તપસ્વી વિદ્વાનો અને સન્યાસી ફકીરો છે અને તેમની અંદર અહંકાર નથી.”
પરંતુ જ્યારે ઇસ્લામી રાજ્યની સ્થાપના થઇ ત્યારે યહૂદીઓ બહુમતીમાં અથવા તો મુસ્લિમોની સમાન સંખ્યામાં હતા. મદીનામાં રાજ્ય બનાવવા માટે પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) દ્વારા બનુ કુરૈદા, બનુ કૈનુકા, બનુ મુસ્દલિફ અને બનુ નઝીર જેવા યહૂદી કબીલાઓ સાથે સંઘિ કરી હતી. મદીના કરારનો પહેલો મુદ્દો હતો.”આપણે એક રાજ્ય (ઉમ્મત) છીએ.” માનવીના ઇતિહાસમાં અન્ય રાજ્યોને સમાવેશ કરવાનો આ પ્રથમ ઉત્તમ ઉદાહરણ છે. આ ઉદાહરણ ન તો આધુનિક બિનસાંપ્રદાયિક્તાનો યોગદાન હતો કે જે સદીઓ પછી આવ્યું છે, ન જ ઇસ્લામ પોતાને બિન સંપ્રદાયિક બનાવતું હતું. આ ક્રિયા તો ઇસ્લામના સમગ્ર શિક્ષણ અને પરંપરાઓમાં સંમ્મિલિત છે. આ જ કારણ છે કે આજે પણ પેલેસ્ટાઇનના હમાસ અને હિઝબુલ્લાહ જેવી સંસ્થાઓમાં ઇસાઇ આત્મઘાતી હુમલાખોરો હોય છે તેમ જ ઇજિપ્ત અને સીરીયામાં ઇખ્વાનુલ મુસ્લિમૂનના બિન મુસ્લિમ સાંસદો હોય છે. આની સાથે જ એ પણ ખ્યાલ રહેવું જોઇએ કે ઐતિહાસિક દૃષ્ટિએ પશ્ચિમની આધુનિકતા ક્યારેય વિરોધી વિચારધારાવાળા સામાજિક અને રાજકીય સમૂહોનો ન તો સમાવેશ કરી શકી છે અને ન જ કરી શકે છે.
ભારતની એક ઇસ્લામી ચળવળ હોવાના કારણે ઇસ્લામનું આ શિક્ષણ આસપાસના સમાજ સાથે મુસ્લિમોના સંસ્થાકીય વર્તણુંકને આકાર આપવા માટે માર્ગદર્શક સિદ્ધાંતો બનવા જોઇએ. આપણે મુસ્લિમ સમૂદાય (ઉમ્મત)ને એ શિખવાડવાની જરૃર છે કે ભારતની બે વિશાળ કોમો વચ્ચેનું અંતર કેવી રીતે ઘટાડાય. કેવી રીતે ભેગા મળીને સમાજના કલ્યાણ માટે કામ કરવું. દરેક પયગમ્બરે એમના સમાજને એમ જ કહ્યું છે કે હું તમારી વચ્ચે તમારા ભાઇ જેવો છું. તેઓ સમાજથી જોડાઈને ઇસ્લામી જીવન જીવતા ન કે તેનાથી અલગ થઇને ભારત જેવા મુક્ત સમાજમાં કોમો વચ્ચે સંબંધોની જડતા ટૂટશે જ્યારે આપણે આપણા સંસ્થાકીય વર્તણુંકને આ રીતે ઘડીશું. સામાજિક માનસ અને વિચારો બદલ્યા વગર સામાજિક પરિવર્તન અશક્ય છે. આના માટે સમુદાયો વચ્ચેનો અંતર મટી જવા જોઇએ.
પયગમ્બરોનું ઇસ્લામના પ્રસ્તુતિકરણનું સૌથી અગત્યનું પાસુ એ હતું કે તેઓ સમાજના પ્રશ્નોને ઓળખીને તેનું ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ હતા. હઝરત યુસુફ અલૈ. એ દેશ સામે ઉભી થયેલી કટોકટીનું નિરાકરણ લાવી પોતાની લાયકાત પુરવાર કર્યા પછી જ કહ્યું હતું, હું ઘણો સારો સાચવનાર છું અને જ્ઞાન પત ધરાવું છું અને રાજ્યના ભંડોળોને સાચવવાની જવાબદારી લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેમને આ જવાબદારી ભરોસા અને વિશ્વાસ સાથે આપવામાં આવી હતી. ચાલો આપણે માત્ર ઇસ્લામની વાતો કરવાને બદલે ઇસ્લામને જીવીએ અને હવે આપણે ઇસ્લામનું પ્રસ્તુતિકરણ નીતિમત્તા અને મૂલ્યો અંગે બોલીને કરીએ. આપણી આસપાસના લોકોને ઇસ્લામનો અનુભવ સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક તેમજ સભ્યતાના તમામ ક્ષેત્રોમાં આપણી આ વિચારસરણી દ્વારા કરાવીએ. બધા જ પ્રશ્નોનો ઉકેલ ઇસ્લામમાં છે એવા દાવા કરવાને બદલે આપણે વ્યવહારમાં એક જીવંત સચ્ચાઇ તરીકે દેખાડી દઇએ.
મૌલાના મૌદૂદીએ ૨૦મી સદીની આધુનિક્તાની સાથે કઇ રીતે સર્જનાત્મક સંવાદ કરવો તેનો રસ્તો દેખાડ્યો છે. તેમણે તાર્કિક અને આધુનિકતાની દલીલો સાથે ચર્ચાઓ કરી છે અને બિનસાંપ્રદાયિક્તા, લોકશાહી અને રાષ્ટ્રવાદની યથાર્થતા અને સચ્ચાઇના પ્રશ્નો તેમને આગવી ભાષામાં અને માપદંડોનો ઉપયોગ કરીને ઉઠાવ્યા છે. તેમના પુસ્તકો તેમની જાહેર થયેલી નીતિઓ અને સિદ્ધાંતોને રજૂ કરતી હતી તથા જમાઅતે ઇસ્લામીની સ્થાપના તેનો અમલ હતો. ૨૧મી સદીમાં કાર્યરત ઇસ્લામી આંદોલન આ સદીમાં પ્રવર્તતા અતિઆધુનિક અભિગમ અને તાર્કિકતા કે જે દરેક વ્યક્તિ, સમાજ અને રાજકીય સચ્ચાઇઓમાં જોવા મળે છે તેને આપણે વધુ ઊંચી કક્ષાએ લઇ જઇ આપણી પોતાની જાતને તેને યોગ્ય બનાવવાની છે અને સમાજ સાથે અસરકારક સંવાદ યોજવાનો છે.
ઇસ્લામી આંદોલનની સામે રહેલા કામો છીછરા નહીં પણ મજબૂત મૂળ ધરાવતા હોવા જોઇએ અને સમાજના રાજકીય, ભૌગોલિક, આર્થિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વાતાવરણમાંથી ઉદ્ભવેલા હોવા જોઇએ. આવી જ રીતે હૂદ અલૈ. અને લૂત અલૈ., શુઐબ અલૈ., અને ઇબ્રીહીમ અલૈ., મૂસા અલૈ. અને ઇસા અલૈ. મક્કાના સમયગાળોથી મદીનાનો સમયગાળો, આ બધામાં પ્રાથમિક્તાઓ અને ભાર આપવાના વિષયોમાં ફેરફાર હતો. ફેરફાર હતો. એટલા માટે ઇસ્લામી આંદોલન માટે નક્કી કરવામાં આવેલી પ્રાથમિકાતોઓને બદલાતી જતી સચ્ચાઇઓની સમિક્ષા થતી રહેવી જોઇએ.
ભારત – પાક વિભાજન માત્ર ભૌગોલિક વિભાજન ન હતું બલ્કે તેના ઊંડા પરિણામો આવ્યા. ભારતમાં તેના પરિણામે કોમી ટોળાશાહી અને ધ્રુવીકરણ જેવા ખૂબ જ ખતરનાક વલણો ઊભા થયા. મુસ્લિમ અને હિન્દુ વસ્તી અલગ અલગ વિસ્તારોમાં કેન્દ્રિત થવા માંડી. બધા જ વહેવારો કોમોની અંદરો અંદર મર્યાદિત બની ગયા. મુસ્લિમ કોમ માત્ર તેની જ સમસ્યાઓ વિશે વિચારવા લાગી અને પોતાની જાતમાં જ સમેટાઇને રહી ગઇ. દુર્ભાગ્ય આની અસર આપણા સંસ્થાકીય ચારિત્રના ઘડતર ઉપર પણ પડી છે. જ્યારે કુઆર્નનું સમગ્ર શિક્ષણ ઇસ્લામના એક એક સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને સામાજિક પાસા ઉપર ભાર મૂકે છે. મુસ્લિમ કોમને તમામ માનવજાતિ માટે ઉઠાવવામાં આવી છે.
“હવે દુનિયામાં એ ઉત્તમ જૂથ તમે છો જેને માનવીઓના માર્ગદર્શન અને સુધારા માટે ઉભું કરવામાં આવ્યું છે. તમે ભલા કાર્યોની આજ્ઞા આપો છો, બૂરા કાર્યોથી રોકો છો, અને અલ્લાહ ઉપર ઈમાન ધરાવો છો.” (સૂરઃઆલે ઇમરાન – ૩ઃ૧૧૦)
કુઆર્ન સમસ્ત માનવજાતિ માટે પ્રગટ કરવામાં આવેલું છે ઃ “રમઝાન એ મહીનો છે, જેમાં કુઆર્ન ઉતારવામાં આવ્યું છે જે માનવજાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે.” (સૂરઃબકરહ – ૨ઃ૧૮૫), મસ્જિદો સમાજ માટે ઊભી કરવામાં આવી છે ઃ “બેશક સૌપ્રથમ ઉપાસ્નાગૃહ જે માનવો માટે બંધાયું તે એ જ છે જે મક્કામાં આવેલું છે. તેને બરકત અને ભલાઇ આપવામાં આવી હતી અને સમગ્ર વિશ્વના લોકો માટે માર્ગદર્શનનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું.” (સૂરઃઆલે ઇમરાન – ૩ઃ૯૬), નબીઓ સમગ્ર માનવજાત માટે મોકલામાં આવ્યા છે ઃ “હે નબી, અમે તમને દુનિયાવાળાઓ માટે દયા (રહમત) બનાવીને મોકલ્યા છે.” (સૂરઃઅંબિયા – ૨૧ઃ૧૦૭)
કુઆર્નની તાલીમ શીખવાડે છે કે બધા જ પયગંમ્બરોએ તેમના જમાનામાં સમાજની સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. આપણે એક ઇસ્લામી આંદોલન તરીકે આપણા દેશના સળગતા પ્રશ્નો જેવા કે શિક્ષણ, રોજગાર, આવાસન, આરોગ્ય, પર્યાવરણ, જળસંપત્તિ, માનવ હક્કો એટલે કે સામાજિક વંચિતતા વેગેરે જેવા પ્રશ્નોમાં જોઇએ એટલું કામ કર્યું નથી. જો સચ્ચાઇ આ જ હોય કે કુઆર્નને અમલી રૃપ આપવાને બદલે આપણે બિનસાંપ્રદાયિક્તાને અમલીરૃપ આપતા હોઇએ કે જે એવું શીખવાડે છે કે સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં ધર્મે કોઇ ભૂમિકા ભજવવી જોઇએ નહીં. આપણે અત્યારે પુનઃવિચારણા કરવાની જરૃર છે કે આપણા જેવા સમાજના કોઇપણ ભાગને સામનો કરવાનો હોય તેવી સમસ્યાઓને કેમ સમજી શકતા નથી. જ્યારે આપણે માનવ સમાજ માટે કામ કરીશું તો માનવ સમાજ આપણા માટે કામ કરશે.
ચાલો આપણે ઇસ્લામને સામાજિક રીતે ઉપયોગમાં લઇએ અને સમાજને એ ઉષ્મા અને સુંદર મૂલ્યોનું અનુભવ કરાવીએ જેના વિશે ઇસ્લામ કહે છે અને જેના વિશે બિનસાંપ્રદાયિક નવા સામાજિક આંદોલનો મૂક છે.
આ ક્ષણે આપણે ઇસ્લામી આંદોલનને ઉપરોક્ત ઢાળમાં ઘડવાને સંકલ્પ કરવાની જરૃર છે.
Email : suhailkk@gmail.com