વધતું જતું સામાજીક અંતર, ધર્મના નામે ભેદભાવ , શહેર, ગામ, જ્ઞાાતિ અને બીજી સમસ્યાઓને કારણે આજનો વર્તમાન સમાજ એક એવી દુશ્મનાવટ અને ભેદભાવનો શિકાર થયો છે જેના પરિણામો કોઇ પણ દેશ કે સમાજના ભવિષ્ય માટે ઘાતક સાબિત થઇ શકે છે.
આ જ અંતર અને ભેદભાવના સમયમાં પ્રેમની વાત કરવી ગુનો લાગે છે. જેના પર ભાર આપવો તો દૂર ચર્ચા કરવી પણ રાજનીતી અને સ્વાર્થથી જોડવામાં આવે છે. આ સમસ્યા કદાચ કોઇ નવી વાત પણ નથી, માણસોનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઇ વાત જે લોકોની ભલાઇ, શાંતિ અને પ્રેમ સંબંધિત થાય છે તો તેનો અર્થ વિવિધ સંદર્ભમાં કાઢવામાં આવે છે. પરંતુ આ જ નફરત અને ઘૃણાનો ધંધો જ્યારે મોટા બુધ્ધીજીવી અને કોર્પોરેટ રાજનું સપનું જોનારી મલ્ટીનેશનલ કપંનીઓ કરે છે તો તેની વિરૂદ્ધ બોલવાને બદલે તેમના મોઢે તાળું લાગી જાય છે.
૧૪ ફેબ્રુઆરી અને તેનાથી જોડાયેલ કેટલીક જાણકારી જે આ વાતને સાબિત કરવા પૂરતી છે કે આ ‘પ્રેમના એકરાર’નો દિવસ સમસ્યાઓ અને બનાવટી પ્રેમનું રમકડું માત્ર છે. જેનો આતંરરાષ્ટ્રીય સ્તરે ઘણા મુડીવાદી વિચારવાળા વેપારી અને કંપનીઓ મળીને રમે છે. જેનો પ્રથમ ઉદ્દેશ્ય રૃપિયા કમાવવા છે અને દુર્ભાગ્યપુર્ણ તેનો અંતિમ ઉદ્દેશ્ય પણ વધુમાં વધુ રૃપિયાજ કમાવવાનો છે.
પ્રેમના આ કૃત્રિમ રૃપમાં માણસની ભાવનાઓ સાથે રમત કરવામાં આવી છે, અને સાથે સાથે શારિરીક સંબંધોના ગેરકાનૂની અને અનૈતિક બનાવોમાં પણ વધારો થયો છે. જેનું સમર્થન એક રીપોર્ટ પણ કરે છે જેમાં કેહવામાં આવ્યું છે આ દિવસોમાં (વેલેન્ટાઇન ડે) Condomનો ધંધો ૨૫-૩૦% વધી જાય છે.
ડેવીડ સી પોતાના પુસ્તક Sex – Its Unknown Dimension માં લખે છે કે આધુનિક સમયમાં મોટા ભાગે પ્રેમ ખોટી ધારણા પર આધારિત છે અને આ ધારણાં સાહિત્ય, ફિલ્મો અને સંગીત સતત પીરસી રહી છે.
આ વાત કેટલી સાચી છે તેનો અંદાજો ૭ થી ૧૪ ફેબ્રુઆરી વચ્ચે કરી શકાય છે. જ્યાં શારિરીક સંબંધો માટે ધર્મ પરંપરા અને સંસ્કૃતિની તમામ દિવાલોે અને બંધનોને તોડી દેવામાં આવે છે. અને તેના માટે એક સુંદર શબ્દ પ્રયોજવામાં આવે છે! “પ્રેમ”.
આખરે, આંખો બંધ કરીને આપણે આ પ્રેમની ધારણાને ક્યારે અપનાવી લીધી તેનો એહસાસ પણ આપણે આજ દિન સુધી ન કરી શક્યા.
વધતા ગુનાઓ માટે જે વસ્તુઓ કારણભુત છે તેમાં તેમના પ્રેમની આ ખોટી ધારણાને પણ સામેલ કરી લેવામાં આવે તો ખોટું નહીં હોય.
આપણા દેશમાં જ્યાં વ્યભિચાર ચોથો મુખ્ય અપરાધ છે, જે દરેક ખુણામાં નાની બાળકીઓથી લઇને વ્યસક સ્ત્રીઓ સાથે રોકેટ ગતિએ વધી રહ્યો છે તો બીજી તરક આ વાત બિલ્કુલ સાચી છે કે આ વ્યભિચારના કિસ્સાઓમાં કોઇ ઓળખીતો જ અપરાધી હોવાનું સુચવે છે, જે પીડિત સાથે કંઇકને કંઇક સંબંધ ધરાવે છે. છેવટે શું આ ઘટનાઓ અને રિપોર્ટની પાછળ પ્રેમની આ શારીરિક ભુખ જવાબદાર નથી??. આ એક મહત્વનો પ્રશ્ન છે જે આ સંસ્કૃતિની સામે માથું ઉચકી ઉભો છે. પ્રેમના તહેવારના નામે આ શારીરિક ભુખ દર વર્ષે વધી રહી છે. જ્યાં યુરોપમાં લગ્ન પુર્વેની આ ભુખ સરેઆમ સ્વીકારી લેવામાં આવી છે,ત્યાંજ ભારતીય સમાજ આજે પણ આને સંસ્કૃતિમાં ભેળસેળની રીતે જુએ છે અને જુએ પણ કેમ નહીં તે સમાજ આપણા માટે કઇ રીતે ઉદાહરણ કે આદર્શ હોઇ શકે જેના ૧૭% યુવાનોને પોતાના પિતાની ઓળખાણ નથી. અને તે પિતાના નામ વગર પાસ્પોર્ટનો ઉપયોગ કરવા મજબૂર છે. આ દગાના પ્રેમની વધવાની સાથે સાથે તેના ખર્ચની ચર્ચા પણ આવશ્યક છે.
યુ.એસની હોલમાર્ક કાર્ડ કંપની એક અનુમાન અનુસાર ૧૪૫ મીલીયન કાર્ડ દર વર્ષે વેચે છે જેનો ફેલાવા ૧૦૦ દેશોના ૪૦,૦૦૦ સેન્ટર સુધી છે. આવી જ રીતે The hershey zales victoria’s Secret, આંતરરાષ્ટ્રીય સ્તરે તે કંપનીઓ છે જે આ વેલેન્ટાઇન ડે ના અવસરે પોતના નફાને વધારવા પ્રેમના ખર્ચાળ સ્વરૃપને વધાવે છે. દર વર્ષે આ કાર્ડની સંખ્યા અને કંપનીઓનો નફો બંને સાથે સાથે વધી રહ્ય છે. એ સામાન્ય વ્યક્તિ માટે “પ્રેમ”ના આ જાળને સમજવું મુશ્કેલ છે. તે ૨/-, ૫/, ૧૦/- કે ૧૦૦/- રૃા.નું કાર્ડ લઇ પોતાન પ્રેમનો એકરાર કરવાને પોતાનો અધિકાર સમજી બેઠો છે અને તેના માટે ચિંતિત પણ દેખાય છે.
પરંતુ જે દેશમાં ૨૯ કરોડ લોકો ભુખ્યા સૂઇ જવા મજબૂર હોય તે દેશના યુવાનોએે તો આ વાત ખુબ જ સંવેદનશીલ બની સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ કે દુનિયાભરમાં ૨૦ હજાર લોકો જો ભોજન નહીં મળવાને કારણે મરી જતા હોય તો આ કાર્ડની કિંમત કદાચ તેમના જીવન સાથે પણ કોઇ સંબંધ ધરાવતી હશે.
આ જાણકારીના હિસાબે દુનિયામાં દરેક નવમાંથી એક વ્યક્તિ ભુખ્યા પેટે સુવા મજબૂર છે ત્યાં જ ભારતમાં આ આંકડાઓ વધારે ગંભીર છે, જ્યાં દર ચારમાંથી એક બાળક કુપોષણનો શિકાર છે. દર વર્ષે એડ્સ,ટીબી,મલેરીયાથી જેટલા લોકો મરે છે તેના કરતા વધારે લોકોને ભૂખ ભરખી જાય છે. આ આંકડાઓને જોઇને લાગે છે કે દુનિયામાં કેટલો અકળામણ છે.
આ અકળામણનું કારણ એક માત્ર વેલેન્ટાઇ ડે ઉપર થનારૃં ખર્ચ જ નથી પરંતુ તેમાં તેનો કોઈક ભાગ જરૃર છે. ૩૬૫ દિવસોમાં જે દિવસોમાં સૌથી વધુ શરાબનું સેવન કરવામાં આવે છે. તેમાંનો એક ૧૪ ફેબ્રુઆરીનો દિવસ પણ છે. નશા અને વ્યવસાયિક પ્રેમના આ દિવસની પાછળ જે ભાવના બતાડવામાં આવે છે તે પ્રેમ છે. પરંતુ તેના આ સ્વરૃપના કારણે જ આ મધુર અને કોમળ ભાવના પણ દૂષિત થઇ છે.
મારી સમસ્યા પ્રેમને પ્રેમ કહેવામાં નથી પરંતુ પ્રેમને વ્યાપારિક પ્રેમ અને શારીરિક ભુખના જાળને કહેવામાં સમસ્યા છે. તો પછી પ્રેમના આ પવિત્ર સંબંધને કોઇ યુવાન છોકરા અને છોકરીથી જ કેમ સંબંધિત કરવામાં આવે. ઘરના ઘરડા માતા-પિતાની સારસંભાળ, માસૂમ બહેનનું મનોરંજન અને ભાઇના શિક્ષણ માટે કેમ પ્રેમને સમર્પિત કરવામાં ન આવે!!
પારિવારિક સંબંધોનું અંતર કે સમાજના તરછોડાયેલા લોકોની મદદ છેવટે આ દિશાઓ આપણી આંખો કેમ નથી જોઇ શક્તી. આપણે કેમ સમજી શક્તા નથી કે પ્રેમના નામે ચાલનારો આ ગોરખધંધો કંઇક માોજમસ્તિ અને પળવારનો આનંદ છે જેના પરિણામે નિષ્ફળ અન બેલગામ ભાવનાઓ વાળું વ્યક્તિત્વ ઉભરે છે.
છતાં આ પછી પણ આપણી પાસે પ્રેમનો કોઇ એવું રૃપ નથી જે સાદું સાચું અને સારું હોય? ધંધાકીય પ્રેમ અને શારીરિક ભુખ સિવાય પણ પ્રેમની એક ફિલસુફી છે. જે બિલ્કુલ સીધી,સાદી, સાચી અને સારી છે, જેનો અસર વધુ લોકો પર લાંબાગાળા સુધી હોય છે. બસ તેને સમજવાની, સમજાવવાની અને વ્યવહારીક રીતે લોકોની સામે લાવવાની જરૃર છે. *