Tuesday, December 3, 2024
Homeલાઇટ હાઉસશમ્સુલ ઉલમા અલ્લામા શિબ્લી નો'માની (રહ.)

શમ્સુલ ઉલમા અલ્લામા શિબ્લી નો’માની (રહ.)

મહાનતાના ઉંબરે, મહાપુરુષોના પગલે

“રહેતા હું ચુપ તો હોતી હૈ દિલમેં ઘુટન અઝીઝ
ઇઝહારે ગમ કરૃં તો કરેં સંગસાર લોગ”

જન્મ અને શૈક્ષણિક યાત્રા

શિબ્લી નો’માનીનો જન્મ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના બંદૌલ ગામમાં મે,૧૮૫૭માં થયો હતો. તેમના સન્માનીય પિતાજીએ જોકે પોતાના અન્ય પુત્રોને અંગ્રેજી શિક્ષણ અપાવ્યું, પરંત શિબ્લીને અરબી શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવ્યું. પછી જિલ્લાના એક અરબી મદરસામાં દાખલ થયા. બાળપણથી જ તેમને નવા નવા પુસ્તકોના પાના ઉથલાવવાનો શોખ હતો. પુસ્તકો જોવા ઉપરાંત શરૃઆતથી જ તેમનો સાહિત્ય શોખ પણ જાણીતો હતો. તે પુસ્તકને ફક્ત વાંચતા જ નહોતા. પરંતુ વાંચતા વાંચતા સંપાદનની ભૂલો અને લેખકની અતિશ્યોક્તિપૂર્ણ અને ત્યાગપાત્ર લખાણનો વિરોધ પ્રગટ કરવાનો પ્રયત્ન કરતા હતા. આલોચનાની હોશિયારી શરૃઆતથી જ વિક્સિત હતી અને તેમની પ્રાકૃતિક સમજણની દલીલ પણ હતી. અભ્યાસકાળથી જ તેમને વાદ-વિવાદનો બહુ જ શોખ હતો. આ કારણે’હનફિયત બમુકાબલએ વહાબિયત’ ના મુનાજરાઓમાં બહાદુરી બતાવવા બદલ તેમના પ્રિય ઉસ્તાદ મૌલાના ફારૃક ચરીયાકોટીએ ઇમામ અબુ હનિફાના સંબંધથી તેમના નામની સાથે નો’માનીનો ઉમેરો કરી દીધો. જિલ્લાના અરબી મદરસા પછી આપ ક્રમવાર ગાઝીપુર, રામપુર, દેવબંદ,લાહોર અને સહારનપુર રહીને ભાષાજ્ઞાાન,વકતૃત્વકળા, પદાર્થવિજ્ઞાાન, ફિકહના નિયમો, પત્રકારત્વ, હદીસ વગેરેનું જ્ઞાાન નિષ્ણાંત શિક્ષકો પાસેથી સીધુ જ પ્રાપ્ત કર્યું. આપને જ્ઞાાન પ્રાપ્ત કરવાની તડપ પાગલપણની હદ સુધી હતી. આ કારણથી લાહોરના પ્રવાસ દરમિયાન જે નિષ્ણાંત ઉસ્તાદો પાસેથી આપ સાહિત્યક જ્ઞાાન લેવા ઇચ્છતા હતા, તેઓ કોલેજના પ્રોફેસરની પોસ્ટ પર પણ હતા અને પોતાની બીજી વ્યસ્તતાઓના કારણે સમય ફાળવી શક્તા નહોતા. આથી એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રોફેસરના ઘરેથી કોલેજ જવા સુધી રસ્તામાં શિબ્લી તેમનાથી સાહિત્યિક જ્ઞાાનનો પાઠ ગ્રહણ કરશે.

૧૯ વર્ષની ઉંમરે જ શિબ્લી રહે.એ હજ અદા કરી, આ સફરમાં મદીનાના પુસ્તકાલયમાંથી દિલ ખોલીને ફાયદો ઉઠાવ્યો. આ ગાળા દરમ્યાન શિબ્લી ભવિષ્યમાં પોતની ભુમિકા વિશે થોળા ચિંતાતુર અને ગડમથલમાં પરોવાયેલા રહેતા હતા. ક્યારેક આપના પિતાના આગ્રહથી વકીલાતની પરીક્ષા આપી પ્રથમ તો નિષ્ફળ રહ્યા. પરંતુ બીજી વખત વિશેષ માર્કસથી ઉત્તિર્ણ થયા. પછી અધ્યયનના કાર્યમાં સક્રિય થયા ક્યારેક શેર અને શાયરી ઉપર પણ હાથ અજમાવ્યો. કલેક્ટર તરીકે સેવાઓ આપી. બસ્તીમાં વકીલાત પણ કરી. છેવટે સરસૈયદની ભલામણ પર આપને એમ.ઓ.કોલેજ (અલીગઢ) બોલાવવામાં આવ્યા જ્યાં પ્રગતિના સોપાન સરસૈકતા- કરતા તે અરબીના પ્રોફેસર બની ગયા.

અલીગઢથી નદવા સુધી

અલીગઢમાં નિવાસ દરમિયાન તેમણે સરસૈયદના પુસ્તકાલયથી ભરપુર લાભ ઉઠાવ્યો. આપ કોલેજના વિદ્યર્થીઓને અત્યંત મનમોહક અંદાજમાં કુઆર્નના દર્સ આપતા હતા. આ કુઆર્નાન દર્સોએ ન જાણે કેટલા વિદ્યાર્થીઓમાં કુઆર્ન પ્રત્યે રૃચી પૈદા કરી દીધી. અહિંયાજ યુરોપિયન ઇતિહાસકારોના પુસ્તકોની જાણકારી પ્રપ્ત થઇ એમણે ફ્રેન્ચ ભાષ શીખી અને યુરોપની શોધખોળોના જ્ઞાાન વિશેના નવા નિયમોથી જાણકાર થયા. સરસૈયદની માફક પશ્ચિમથી લાભ તો ખૂબ ઉઠાવ્યો, પરંતુ તેમનાથી મુગ્ધાન બન્યા અને તેના રોબથી દબાઇ ન ગયા. શિબ્લી ધાર્મિક બાબતોમાં સરસૈયદની અંતિમવાદી નીતી અને સિમિત કાર્યક્ષેત્ર પસંદી અને બ્રિટીશ હકુમતની જી- હજુરીના સખ્ત વિરોધી હતા. અલફારૃક લખવા માટે ૧૮૯૩માં તેમણે કુસ્તુનતુનિયા (ઇસ્તંબુલ), મિસર,સિરિયા, બૈરૃત અને બયતુલ મુકદ્દસના પુસ્તકાલયનો ઊંડાણપૂર્વક તપાસી નાખી. તેમની ઉચ્ચ જ્ઞાાનની કદર રૃપે સુલતાન અબ્દુલ હમીદ તેમને ‘મુજદ્દીદ’નો ‘સુવર્ણપદક’ અર્પણ કર્યો હતો. ૧૮૯૪માં હિન્દુસ્તાની હકુમતની તરફથી તેમને ‘શમ્સુલ ઉલમાનો ખિતાબ’ અર્પણ થયો.

આ સમયગાળામાં સરસૈયદથી મતભેદ વધતો રહ્યો. અંગ્રેજોથી તેમની નિડરતા સરસૈયદને અનુકૂળ નહોતી આવતી. સરસૈયદનો ૧૮૯૭માં ઇન્તેકાલ થઇ ગયો, એના ત્રણ જ મહિના પછી વિદ્યાર્થીઓના લાખ આગ્રહ થતા શિબ્લીએ કોલેજને છેલ્લી સલામ કરી અલવિદા કહી દીધી. ૧૯૦૦માં આપના પિતાજીનું અવસાન થયું. જે વારસામાં ત્રીસ હજારનું કરજ છોડીને ગયા. આ કરજ ભરપાઇ કરવા માટે શિબ્લીએ હૈદરાબાદના નિઝામના રાજ્યમાં વિજ્ઞાાન અને આર્ટસ ફેકલ્ટીમાં વ્યવસ્થાપક તરીકેની નોકરી સ્વીકારી. ૧૯૦૫માં આ કરજ ભરપાઇ કરી પછી તેઓ નોકરીથી નિસ્પૃહ થઇ ગયા અને દારૃલ ઉલૂમ નદવતુલ ઉલમાના શિક્ષણ વિભાગના ટ્રસ્ટી બનાવી દેવામાં આવ્યા. તેમણે નદવામાં આધુનિક અભ્યાસક્રમનો પ્રારંભ કર્યો, અભ્યાસક્રમમાં અંગ્રેજોનો અભ્યાસક્રમ ફરજિયાત બનાવ્યો. જેથી વિદ્યાર્થીઓમાં અંગ્રેજીના મામલામાં ઓછામાં ઓછું મેટ્રીકના સમકક્ષ યોગ્યતા પૈદા થઇ જાય. એમણે હિન્દી અને સંસ્કૃતના અભ્યાસનો પણ એક વિભાગ શરૃ કર્યો. તેના માટે પ્રયત્નો કર્યા કે વિદ્વાન અધ્યાપકોને નદવા લાવવામાં આવે, નવી બિલ્ડિંગ અને હોસ્ટેલ બનાવવાના કામને આગળ ધપાવ્યું. વાર્ષિક જલસાઓ દ્વારા નદવાના સંદેશને પુરા જોશથી કુશળતા અને ઉષ્માપુર્વક સમગ્ર મિલ્લતે ઇસ્લામિયા હિંદ સમક્ષ પહોંચાડયો. નદવામાં આપ પધ્ધતિસર નિયમિત કુઆર્નનો દર્સ પણ આપતા રહ્યા. હોનહાર વિદ્યાર્થીઓની કેળવણી ઉપર આપની ખાસ કૃપાદૃષ્ટી રહેતી, તેમણે નદવા માટે ત્રણ હજાર કિતાબોથી ભરપુર પોતાની અંગત લાયબ્રેરી સ્વૈચ્છીક પ્રદાન કરી દીધી. નદવાની આર્થિક સ્થિતિ સધ્ધર બનાવવા માટે અસરકારક પગલાં લીધા. નદવાના તંત્રી પણ બન્યા. ૧૯૧૨ સુધી પોતાના સંપાદકીય સમયગાળા દરમિયાન તેમણે ઉચ્ચ પ્રકારની ધાર્મિક, સાંસ્કૃતિક શૈક્ષણિક ટીકા-ટીપ્પણ, ઐતિહાસિક રાજકીય વિષયોની જ્ઞાાનરૃપી અધડક માહિતી એકઠી કરી દીધી. તેમણે અભ્યાસક્રમના ઇતિહાસના પાઠયપુસ્તકોમાં મુસલમાનોની ખરાબ છબીના નિવારણ માટે અજ્ઞાાની મુસલમાનામાં ધર્મ પરિવર્તનાના વલણના મુકાબલા માટે ‘તસ્હીહે અગ્લાતે તારીખ ઔર મજલીસે ઇશાઅત વ હિફાઝત ઇસ્લામ’નામથી નદવાના બે કાયમી વિભાગો પણ સ્થાપિત કર્યા.

૧૯૦૭માં અલ્લામા શિબ્લીનો એક પગ આક્સમાતામાં જખ્મી થવાથી તેને કાપી નાખવો પડયો. આરોગ્યની ખરાબી અને તેમાં આવી મુસિબત ઉપસ્થિત થવા છતાં આપે ‘શઅરલ અઝ્મ’ની પાંચ પ્રતો ત્વરીતપણે પુરી કરી. આ દરમ્યાન હૈદરાબાદ રાજ્ય તરફથી અરબી અને ફારસી શિક્ષણના અભ્યાસક્રમને નવેસરથી સંપાદિત કરવા માટે બનાવવામાં આવેલ કમીટીમાં પણ મેમ્બર રહ્યા. પૂર્વ બંગાળ અને આસામમાં મદરસાઓની સુધારણા માટે પણ એક કમિટીના મેમ્બર રહ્યા. દરેક જગ્યાએ તેમના લાભદાયક સલાહસુચનોએ શૈક્ષણિક કાર્યને નવી પધ્ધતીથી આગળ વધાવવા માટેનો માર્ગ સમતલ બનાવી દીધો. કેટલાક વ્યક્તિઓના આંખોના ગુપ્ત ઇશારાઓથી નારાજ થઇને અંતે તેમણે જુલાઇ ૧૯૧૩માં દારૃલ ઉલુમના ટ્રસ્ટી પદેથી રાજીનામુ આપી દીધું. ત્યાર પછી વિદ્યાર્થીઓના હજારો વિરોધ પ્રદર્શનો અને હકીમ આજમલખાંના હસ્તક્ષેપ છતાં આપે આ હોદ્દાનો બીજી વખત સ્વીકાર ન કર્યો.

તંત્રી સમાચાર લેખક, જીવન ચરિત્ર લેખક શાયર, ફીલોસોફર, ચિંતક અને ન જાણે શું શું? શિબ્લી નો’માની એક અજબ ‘સાહિત્યકાર’ હતા. એમની લેખન શૈલી એટલી હૃદયગમ્ય, ઝડપી અને ચાપલુસીથી પર છે કે વાત સીધી પાઠકના દિલ પર અસર કરે છે. એમણે ઇતિહાસ જેવા શુષ્ક વિષયને પણ ભાષાના વ્યંજનોથી સુશોભિત કર્યું છે. તેમની ભાષા,તેમનું ઐતિહાસિક ચિંત્રાંકન અને તેમની ફિલસૂફી બધુ જ હેતુમય હતુ. એમની જીવનકથાઓની રચનાઓમાં અલમામુનસિરતુન્નોમાન, અલફારૃક અલગઝાલી, સવાનેહ,,મૌલાના રૃમ અને સિરતુન્નબી સલ્લ. જેવી મનમોહક કિતાબો સામેલ છે. જેમાં દરેક કિતાબ અદ્વિતિય છે. જીવનચરિત્ર લખતી વખતે શિબ્લી પોતાના હિરોની અયોગ્ય પ્રશંસા પસંદ નથી ફરમાવતા. તે સચ્ચાઇ અને ઘટનાઓનું કથિત અને બિનપક્ષપાતિ છણાવટ કરે છે. પરંતુ બિનપક્ષપાતી કહેવડાવવા ખાતર તે વ્યક્તિ પર નિરર્થક ટીકા કરવાના પણ સખ્ત વોરોધી હતા. જીવન ચરિત્ર લખવાનો તેમનો હેતુ ફક્ત આટલો જ નહોતો કે તેમણે કોઇ વ્યક્તિના પ્રમાણિત જીવન પ્રસંગોને એક એકત્રિત કરવામાં આવે, પરંતુ તે તેનાથી સામન્યજનોની આખ્લાકી સુધારણાના કામ માટે ઉપયોગી નીવડે તેમ ઇચ્છતા હતા. જેની એક સૌથી શ્રેષ્ઠ પધ્ધતી એ છે કે ફરિશ્તા સિફત આત્માઓની જિંદગીઓને આમ જનતા સમક્ષ અનુકરણ પાત્ર નમુના તરીકે પેશ કરવામાં આવે જેમના કદમના નિશાનોને ચૂંબન કરીને જીવનના માર્ગ ઉપર ચલાવવામાં આવે અને જે ઠોકરો તમણે ખાધી હોય તેનાથી બચવામાં આવે.

શિબ્લી નો’માનીનો જમાનો એક એવો અત્યંત ઉપદ્રવનો જમાનો હતો જ્યારે સમગ્ર પશ્ચિમી સ્કોલરશીપ ઇસ્લામ, ઇસ્લામી ઇતિહાસ અને પૈગંબરે ઇસ્લામના પાછળ ખાઇ- પીને પડેલી હતી. મુસલમાનોને લઘુતાગ્રંથીના દલ-દલમાં ધકેલી દેવા માટે મુશરીકોએ ઇતિહાસમાં એવી-એવી ગંદકીઓની મિલાવટ કરી હતી કે અલ્લાહ ઇમાનની હિફાઝત ફરમાવે, શિબ્લીએ એકલ પંડે કોઇ પણ જાતની પ્રસંશા વગર આ ગંદકીઓનું નિરાકરણ કરવાનું બીડુ ઝડપી લીધું ‘કુતુબ ખાનએ ઇસ્કન્દરીયા’ (જેમાં આપે સાબિત કર્યું કે જે પુસ્તકાલયને બાળી નાખવાનો આક્ષેપ ઉમર રદિ. માથે ઢોળવામાં આવ્યો છે તે મુસલમાનોએ મિસરને જીતી લીધા પહેલા ઇસાઇઓ દ્વારા બાળી નાખવામાં આવ્યું હતું.) અલજઝિયા, મુસલમાનોકી ગુઝિસ્તા તાલીમ,ઇસ્લામીકુતુબખાને, ઇસ્લામી મદારિસ, મિકેેનિક્સ ઔર મુસલમાન, હુકુકુલ ઝમીય્યીન, ઔરંગઝેબ આલમગીર પર એક નઝર, ઇસ્લામી હકુમતેં ઔર શિફાખાને વગરે એમના કેટલાક એવા લેખો અને પુસ્તકો છે જેેમાં સંશોધનની ઉચ્ચ પ્રકારની પધ્ધતી પર તેમણે ઇસ્લામ વિરૃધ્ધ દ્વેષભાવના જુઠા પ્રોપેગંડાનું ખંડન કર્યું છે. ‘અલકલામ’ અને ‘ઇલ્મુલ કલામ’ લખીને તે ફિલોસોફરની હૈસિયતથી પણ અમર થઇ ગયા. કુલ્લિયાતે શઅરૃલ અઝમ ઔર મુવાઝનતુલ અનીસ વ રબીર તમેના સાહિત્યિક શોખના પ્રતિક છે.

વફાત

શિબ્લી રહ. રાજકારણમાં પણ રૃચી લીધી. જોકે તેઓ શરૃથી અંત સુધી એક તત્વજ્ઞાાની અને સંશોધક હતા, પરંતુ તે અંગ્રેજોની આપખુદશાહીના વિરોધી હતા અને લોકશાહીના સમર્થક હતા. તે મુસ્લિમ લીગના પણ વિરોધી હતા અને કાંેગ્રેસને પસંદગીની નજરોથી નિહારતા હતા. વર્તમાન પરિસ્થિતિ પર ન ફક્ત ‘મુસલમાનોકી પોલિટીકલ કરવટ’ જેવા લેખ સમૂહ જ લખતા હતા પરંતુ ત્વરીત અશઆર અને નજમોએ પણ આમ પ્રજામાં ઇસ્લામનું સ્વભિમાન અને આઝાદીની રૃહ ફૂંકવામાં મહત્વની ભુમિકા નિભાવી. ત્અતીલ જુમ્આ, વક્ફે અલીઅલ ઔલાદ અને ઇસ્લામી અવકાફકે મસાઇલ’ થી લઇને મસ્જિદે કાનપુરકે હંગામે અને ગવર્મેન્ટ કે મંજુરશુદા નિસાબમેં તારીખી ગલતિંયોકી નિશાનદહી’ સુધી દરેક સમસ્યાઓ ઉપર એમણે ઉમ્મતે મુસ્લિમના માર્ગદર્શન ના ફર્જને અદા કર્યો. જિંદગીના અંતિમકાળમાં એમણે ‘મદરસતુલ ઇસ્લાહ’ પ્રત્યે પણ રૃચી દાખવી. ‘દારૃલ મુસન્નિફીન’નું બીજ રોપ્યું. જે તેમના પછી એક શક્તિશાળી વટ-વૃક્ષ બનીને તેમના માટે સદકા એ જારીયા બની ગયું. ‘ખુદા કે મહેબુબકી સીરત’ લખવામાં વ્યસ્ત રહેતા હતા કે અજલનો સંદેશ આવી પહોંચ્યો અને ૧૮ નવેમ્બર ૧૯૧૪ના રોજ ઇન્તેકાલ ફરમાવી ગયા…. અલ્લાહતઆલા તેમની કબરને નૂરથી ભરી દે.. આમીન…. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments