ઝુઠની પરસ્પર પ્રસતુતિ મોટા ઝુઠને પણ વિશ્વસનીય બનાવી દે છે.જર્મનીનો તાનાશાહનો ઐતિહાસિક કિસ્સો ફક્ત તેની માનસિક્તા જ નથી દર્શાવતો પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળતી ફાસીવાદી વિચારધારાઓનું દિશા-નિર્દેશન પણ કરે છે. ઝુઠ અને ષડયંત્રની ખાધ ઉપર ઉગનારી ખેતી ઘણા અર્થમાં હિટલરી શૈલી પર નિર્ભર હોય છે. પછી ભલે તે કિશોર વિદ્યાર્થીઓના કોમળ મનને અમૌલિક તેમ જ તથ્યહીન શિક્ષણ દ્વાર કેમ દુષિત કરવામાં ન આવે?
વીસમી સદીના આરંભમાં નાઝી ફાસીવાદીઓએ જે રીતે કહેવાતી દુષિત જાતિઓ, યહુદિઓનો નરસંહાર કર્યો તેનો દાખલો ઇતિહાસમાં ભાગ્યે જ મળે છે.
પરંતુ આ બધું અચાનક ન બન્યું તેના માટે વાતાવરણ ઉભું કરવામાં આવ્યું, મોટા રાજનૈતિક જલસાઓથી લઇને નાની નિશાળ સુધી હવામાં ઝેર ધોળવામાં આવ્યું. વિદ્યાર્થિઓના મનને દુષિત કરવા માટે પાઠયક્રમની રૃપરેખાનું પરીવર્તન કરવામાં આવ્યું. અને આ રીતે એક ઉન્માદી પેઢીની ઉત્પત્તિ થઇ.
નવી સરકારના આગમન પછી કંઇક એવો જ માહોલ આપણા દેશનો પણ થઇ ગયો છે. ઇતિહાસના પાઠયક્રમોમાં ફેરફારની વાતો આ પહેલા પણ થતી રહી છે. શિક્ષણનું ભગવાકરણ તે જ ફાસીવાદી માનસિક્તાનું જ પ્રતિબિંબ છે. જેણે જર્મનીને એક માનવીય સંકટમાં લાવી ઉભું કર્યું હતું.
અભ્યાસક્રમોની સાથે છેડછાડ તેમજ તેના ભયાનક પરીણામનો દાખલો નજીકના ભુતકાળના ઇતિહાસમાં પણ જોવા મળે છે.
૬ ઑક્ટોબર ૧૯૯૨ એટલે કે બાબરી મસ્જિદની શહાદતના ફક્ત બે મહીના પુર્વે “આજ” દૈનિક સમચાર પત્ર અનુસાર આર.એસ.એસ. સંચાલિત મધ્ય પ્રદેશ રાજ્યની એવી નિંદનીય વાતો નાંખવામાં આવી જેના પ્રભાવો વિદ્યાર્થીઓની માનસિક્તા પર જરૃર પડવાના હતા.
દાખલા તરીકે અંકગણિતના પુસ્તકમાં એક પ્રશ્ન હતો, જો બાબરી મસ્જિદના ગુંબદનો પરીધ ૪૫૦ ફુટ છે તો તો તે ઇમારતના ભોંયતળીયાના ક્ષેત્રફળની ગણતરી કરો. હવે બીજો પ્રશ્નો જુઓ જે બિલકુલ તેના પછી આવે છે. જો એક કારસેવક દરરોજ ૧૦ કલાક કામ કરીને બાબરી મસ્જિદને ૪૦ દિવસમાં ધ્વસ્ત કરી શકે તો ૩૨ કારસેવક એક કલાક દરરોજ કામ કરી તેને કેટલા દિવસમાં ધ્વસત કરી શકે છે?
શાળાઓમાં અને વિદ્યાર્થીઓમાં એવા માનવતા વિરોધી પ્રયોગ ફક્ત સમાજમાં ઉન્માદીનું કારણ નહીં બને પરંતુ બાળપણમાં જ બાળકોના મનમાં એવું ઝેર ઓગળી દેશે જેનાથી આગળ આવનારી પેઢીઓ પણ ગંદી રીતે પ્રભાવિત થશે.
ઉપરનો દાખલો તો ફક્ત તે અસંખ્ય દાખલાઓમાં નો એક છે જે ખાસ કરીને પાછલા બે દસકાઓમાં સ્વત્રંતાની પુર્વેજ પાઠયપુસ્તકોમાં નાખવામાં આવ્યા છે.
સાંપ્રદાયિક્તા એક એવો વારસો છે જે અંગ્રેજોએ પોતાની જ પ્રવૃત્તિના અન્યાયી અને સમાજમાં બગાડ પેદા કરનારાઓને હવાલે સોંપ્યું છે. સાથે સાથે આ પ્રયોગ અંતર્ગત સૌથી વધુ છેડછાડ ઇતિહાસ સાથે કરવામાં આવી કેમકે આ વિષય સંપ્રદાયોની સંસ્કૃતિ અને તેમના સામાજીક ઉત્થાન પતનની કહાનીના સાક્ષી હોય છે.
આ એક એવો વિષય છે જેનાથી સમાજ પોતાના ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં એક સંબંધ સ્થાપિત કરી શકે છે. લોકો વિતેલા યુગોના સ્વર્ણકાળને જોઇ પોતાનો લક્ષ્ય નિર્ધારીત કરે છે. એવામાં જો સમાજના કોઇ ખાસ વર્ગને એહસાસ થઇ જાય કે તેમનો ભૂતકાળ ક્રુરતાનો પર્યાય હતો તો તે વર્ગને પોતાના ઇતિહાસથી ઘૃણા થઇ જાય છે. અને પછી આ વસ્તુ તે સંપ્રદાયને મનોવૈજ્ઞાાનિક પીડામાં નાંખી દે છે. પછી એક ડર દિલમાં સ્થાન બનાવી લે છે કે આ ક્રુરતાઓનો હિસાબ અમને ચુકવવો પડશે.
આર.એસ.એસ. અને તેમના જેવી જ ફાસીવાદી વિચારધારા વાળાઓએ એવો જ પ્રયોગ કર્યો છે જેમનું ઉદાહરણ પ્રો. બી.એન. પાંડેના લેખ “History in the Service of Imperialism”માં દેખાય છે. આ લેખમાં પ્રો. પાંડેએ ઘણા ઉદાહરણો રજુ કર્યા છે જે ફાસીવાદી ઇતિહાસકારોને ઉઘાડા પાડે છે.
વર્તમાનમાં ભાજપ સરકારના સત્તામાં આવ્યા બાદ ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યું છે. દેશના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં સાંપ્રદાયિક્તાથી વિકૃત માનસિક્તાવાળા લોકોને જગ્યા આપવામાં આવી રહી છે.તથા પાઠયપુસ્તકોને નવી પદ્ધતિથી પરિવર્તિત કરવાની હિલચાલ ચાલી રહી છે. આવા સમય જાગૃત લોકોે એક સાથે મળીને ફાસીવાદી વિચારસરણીના તુફાનને રોક્યું કર્તવ્ય બની ગયું છે. નહિંતર લોકોના હૃદયમાં વિભાજનની અદૃશ્ય સિમા રેખાઓ બનવાની શરૃઆત થઇ જશે. પછી દરેક વ્યક્તિ એ જ કહેશે જે નાઝીવાદથી લડનાર “પાસ્ટર નીમોલર” એ કહ્યું હતું.
પહેલા તેઓ સામ્યવાદીઓ વિરૃધ્ધ આવ્યા પરંતુ હું સામ્યવાદી ન હતો તેથી કઇં ન કહ્યું. પછી સામજવાદી લોકશાહી વિરૃધ્ધ આવ્યા પરંતુ હંુ સમાજવાદી લોકતાંત્રિક ન હતો તેથી મેં કઇં ન કર્યું. પછી તેઓ વેપારી સંઘ વિરૃધ્ધ ઉભા થયા પરંતુ હું વેપારી સંઘનો ન હતો. છેલ્લે તેઓ યહુદીઓ વિરૃધ્ધ આવ્યા પરંતુ હું યહુદી ન હતો ,તેથી શાંત રહ્યો.
પછી તેઓએ મારી વિરૂદ્ધ મોર્ચો માંડયો, તો ત્યાં કોઇ ન હતું જે મારી મદદ કરી શકતો. *
– ફૈસલ હુસૈની ફલાહી