શિક્ષકો તેમના વિદ્યાર્થીઓના આધ્યાત્મિક પિતા હોય છે. એમના ઉપકારો પણ માતા-પિતાથી કંઇ ઓછા નથી. તેથી વિદ્યાર્થીઓ કાયમ તેમના સારા શિક્ષકોનો આદર, આજ્ઞાપાલન અને સેવા બરાબર એ જ રીતે કરે છે જે રીતે તેઓ તેમના માતા-પિતાની કરે છે.પરંતુ એનો આ મતલબ જરાયે નથી થતો કે શિક્ષકો એમનાથી એમની સેવાઓ લઈ શિક્ષણ અને કેળવણીનું વળતર વેડફી નાખે.એમ કરવાથી તો શિક્ષણ એક પવિત્ર કર્તવ્યને બદલે એક વ્યવસાય બની જાય છે. કેમ કે તેઓ તેમનું વળતર આખિરતમાં અલ્લાહ પાસેથી મેળવવાને બદલે દુનિયામાં જ શિષ્યોની સેવાના રૃપમાં વસૂલ કરી લે છે. બીજું એ આધ્યાત્મિક સંબંધમાં પણ કોઈ નિખાલસતા બાકી રહેતી નથી. સારા શિક્ષકોનો આ શિષ્ટાચાર હોય છે કે તેઓ આગ્રહ છતાં તેમના શિષ્યો પાસેથી કોઇપણ પ્રકારની સેવા લેવાનું પસંદ કરતા નથી.
મિયાં અબ્દુલ્લાહ બદાયૂની એક એવા જ સાચા શિક્ષક હતા. એમની શૈક્ષણિક સેવાઓ નજરઅંદાજ ન કરી શકાય. તેઓ નિખાલસતાએ શિક્ષણ આપવાની સાથે સાથે પોતાનું ઘરનું પુરૃ કામ પણ પોતે જ કરતા હતા. ઘર માટે સામગ્રી ઓછી હોય કે વધારે અને અન્ય જરૃરિયાતની વસ્તુઓ તેઓ પગપાળા બજાર જઈને પોતે ખરીદતા અને પોતે જ લાદીને ઘેર લાવતા. એ દરમ્યાનમાં પણ તેઓ શિક્ષણ અને શિખામણથીમુક્ત ન રહેતા. વિદ્યાર્થીઓ તેમની સાથે સાથે નીકળી પડતા અને તેઓ તેમને શિક્ષણ આપતા જતા. વિદ્યાર્થીઓ આગ્રહ કરતા કે સાહેબ અમને આપી દો અમે એ સામાન ઘેર પહોંચાડી દઈશું.પરંતુ તેઓ કોઇ પણ રીતે રાજી ન થતા. પીઠ ઉપર પોટલો પડેલો છે. પાઠ ચાલી રહ્યો છે,પરંતુ આ પસંદ નથી કે પોતાનું અંગત કામ વિદ્યાર્થીઓ પાસેથી કરાવડાવે.
મૌલાના કારી અબ્દુરર્હમાન સાહેબ મુહ્દ્દિસપાનીપતી (અલ્લાહની એમના પર રહમત થાવ) એ જ શૈલીના એક સ્વમાની તથા નિખાલસ શિક્ષક થઇ ગયા. મૌલાના હાલી તેમના શિષ્ય હતા. એક વખત તેમણે એક પત્ર લખ્યો અને એ રાહ જોઇ રહ્યા હતા કે તેમનો નોકર દેખાય તો એના દ્વારા ટપાલપેટીમાં નંખાવે. અચાનક તેમના એક શિષ્યને જાણ થઇ કે સાહેબને પત્ર નંખાવવો છે. તેણે હાજર થઇ કહ્યું ઃ
“લાવો હું પત્ર નાખી આવું.” અને બહુ આગ્રહ કર્યો. શિષ્યના આગ્રહ પર તેમણે કહ્યુંં
“હું તમારાથી આ કામ કરાવવા માંગતો નથી, કેમ કે તમારો સંબંધ મારી સાથે શિક્ષણનો છે. મારો શિક્ષક તરીકેનો અધિકાર સમજીને તમે આ પત્ર ટપાલપેટીમાં નાખશો, મારા મતે આપણ એક લાંચનો પ્રકાર છે. આના પછી શિક્ષણનો નિખાલસતા બાકી નહીં બચે. આથી હું તમારાથી આ કામ લઈને મારૃ પુુણ્ય કેમ વેડફી નાખું.
જોઇ તમે એ બુઝુર્ગોની નીતિ-રીતિ,અલ્લાહ એ બુઝુર્ગોને ભલાઈનો બદલો આપે જેમણે અમારી સમક્ષ આવા ઉત્તમ કાર્યકારી ઉદાહરણો રજૂ કર્યા.