છેલ્લા આઠ દાયકાથી મહિલા આંદોલનમાં આ પ્રશ્ન ચર્ચાતો રહ્યો છે અને વિવાદની એરણે રહ્યો છે કે છેવટે આ સમાનતાનું મુલ્ય શું છે? શું આ દેશની અખંડિતતા માટેની જરૂરીયાત છે, જેમકે કેટલાક ન્યાયયિક ચુકાદાઓમાં સૂચવેલ છે. જો આમ જ હોય તો તેનો લાભ કોને છે? સમાજના કયા વર્ગને ‘દેશની અખંડિતતા’થી સીધો લાભ મળશે. જ્યારે તમારો પતિ તમોને સીધા બહાર રસ્તા પર ફંગોળે છે ત્યારે તમારા મન-મસ્તિષ્કમાં આ બલા ક્યાંય હોતી નથી.!
અને શું સમાન કાયદાથી સ્ત્રીઓને લગ્ન તથા વારસામાં સાચો ન્યાય પ્રસ્થાપિત કરી શકાશે? આ સંજોગોમાં બહુ સાદી રીતે એમ સંકલિત કરી શકાય કે બધા જ પર્સનલ લોમાં ‘સમાન સિવિલ કોડ’ સૌથી સારી લૈગિંક સમાનતા ધરાવતી વ્યવસ્થા બનાવી શકશે. તો પછી હા. બહુપત્નીત્વ તથા પ્રચલિત છુટાછેડા બિન ન્યાયિક ઠેરવી શકાશે (હિંદુ પર્સનલ લોમાંથી પ્રતિપાદિત સ્વરૃપ). પરંતુ તેનાથી ઉલ્ટું જેમકે મહિલા કાનૂની કર્મશીલ Flavia Agnesએ જે મુદ્દા ઉઠાવ્યા છે જેમકે સમાન સિવિલ કાયદો લાગુ થતાં હિંદુ અવિભક્ત કુટુંબનો આપોઆપ કાયદાકીય લોપ થશે, જેનાથી ફકત હિંદુઓને જ ફાયદો થાય છે અને બધાને લૈગિંક ન્યાય આપતો ભારતીય વારસા કાનૂન ૧૯૨૫, જે હાલ ફકત ખ્રિસ્તીઓ અને પારસીઓને જ લાગુ પડે છે તે સર્વને લાગુ પડશે.
મુસ્લિમોને ફટકારવાની લાઠીઃ
આ સંદર્ભે મુસ્લિમ પર્સનલ લો આધુનિક જ છે. હિંદુ કાનુન કે જેમાં કુટુંબની પ્રાકૃતિક વ્યવસ્થા “સંયુક્ત” ધારેલી છે તેનાથી વિપરીત વ્યક્તિગત મિલ્કતનો અધિકાર મુસ્લિમ પર્સનલ લોમાં ૧૯૩૦થી નિહિત છે. ૧૯૩૦-૧૯૪૦ના દસકામાં હિંદુ કાનુનને પછાત ગણવામાં આવતા હતા જેમકે તે પછીના ગાળામાં મુસ્લિમ કાનુનને પછાત ગણવામાં આવે છે. અને એટલા જ માટે આધુનિક દુનિયામાં વ્યક્તિગત મિલ્કતના હક્કો સારૃ હિંદુ કાયદાને ‘પછાત’ ગણી સુધારાની જરૃર જણાઈ.
વધુમાં હિંદુ પવિત્ર લગ્ન બંધનની સામે મુસ્લિમોનો ‘લગ્નનો કરાર છુટાછેડા’ની પરિસ્થિતિમાં સ્ત્રીને વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે, કારણ કે બધા જ લગ્નો નાગરિક કરાર ગણવામાં આવે છે. ‘મહેર’નો કાનુન જે હિંદુ સ્ત્રીને પ્રાપ્ત નથી, તે મુસ્લિમ પર્સનલ લોમાં પતિના કુટુંબ તરફથી અપાતો પત્નિનો પોતાનો વિશિષ્ટ મિલ્કતનો અધિકાર છે અને છુટાછેડાની પરિસ્થિતિમાં તેનો જ અબાધિત અધિકાર રહે છે. જેનાથી તેને સુરક્ષા મળી રહે છે જે હિંદુ સ્ત્રીઓને પ્રાપ્ત નથી.
આ પરિસ્થિતિમાં સમાન સિવિલ કાનુન ‘મહેર’ની વ્યવસ્થાને સર્વ માટે ફરજીયાત કરશે અને દહેજના દુષણને તિલાંજલિ આપશે.
દરેક વ્યક્તિને એ ખબર છે કે “સમાન સિવિલ કાનુન”ને લૈગિંક ન્યાય સાથે કોઈ જ સંબંધ નથી અને તેથી જ આ હકીકત છે કે આ બધા જ નર્યા મુર્ખામીભર્યા સુચનો વિચારોથી જ નથી સ્ફૂરતા પરંતુ આનો સીધો જ સંબંધ હિંદુ રાષ્ટ્રવાદી એજન્ડા જેમાં ગૌમાંસ પ્રતિબંધ અને અયોધ્યા રામ મંદિર જેવા મુદ્દા સાથે છે. સમાન સિવીલ કોડ મુસલમાનોને સીધા દોર કરવા અને (જો તેમને ભાન ન હોય તો) એ શિખવાડવા સારૃ છે કે તેઓ અહીં બીજા દરજ્જાના નાગરિક છે અને તેઓ રાષ્ટ્રીય કોમ (હિંદુઓ)ની દયા પર નિર્ભર છે જેમકે એમ.એસ ગોલવાલકરે ઉદ્ઘોષિત કરેલ છે.
સ્ત્રી-પુરૃષના જાતિગત ન્યાયનો સાચો મુદ્દોઃ
તો ચાલો આપણે પ્રશ્ન જુદી રીતે ઉઠાવીએ. સમાન સિવીલ કોડ ન હોવાથી કોને નુકસાન છે? શું તે હિંદુત્વવાદીની સમજ મુજબ બહુપત્નીત્વ અને ત્રણ તલાકથી પીડિત મુસ્લિમ બાનુ છે?
પરંતુ દસકાઓથી મહિલા કાનુનવિદોએ ઘરેલુ હિંસા કાનુન ૨૦૦૫ તેમજ છુટાછેડાની સામે અધિકારોનું રક્ષણ કાનુન ૧૯૮૬ જે ધાર્મિક ભેદભાવ વગર સર્વે નાગરિકોને પ્રાપ્ત છે. આ બન્નેનો મુસ્લિમ બાનુ સારૃ પણ બહુપત્નીત્વ તથા ત્રણ તલાકની સમસ્યાના ભાગ રૃપે જીવન નિર્વાહ તથા બાળકોનો કબ્જો અને વૈવાહિક ઘર સંબંધે અસંખ્ય મહિલાઓના કેસમાં ઉપયોગ કરેલ છે. વધુમાં મહિલા કાનુન વિદોએ શમીમ આરા વિરુદ્ધ યુ.પી. સરકાર (૨૦૦૨)ના ચુકાદાનો પણ તેઓના ત્રણ તલાક અમાન્ય હોવા બાબત સહારો લીધેલ છે.
તદ્ઉપરાંત બહુપત્નીત્વ ફકત મુસ્લિમોમાં જ પ્રચલિત છે તેવું નથી. હિંદુ પુરૃષો પણ બહુપત્નીત્વવાદી છે. પરંતુ હિંદુ કાનુનમાં તે કાયદાથી પ્રતિબંધિત છે, તેથી પછીની પત્નીઓને કોઈ કાનુની આધાર પ્રાપ્ત નથી અને કાયદા હેઠળ સુરક્ષા પણ પ્રાપ્ત નથી. આથી વિપરિત શરીઆ કાનુન મુજબ પછીની પત્નીઓને અધિકાર છે અને પતિ તે માટે જવાબદાર છે. જો આપણે લૈગિંક ન્યાય (Gender Justice)ના મુલ્યોને અને નહીં કે પ્રચલિત એક પત્નીત્વને મહત્ત્વનો મુદ્દો માનીએ છે, તો આપણે વિચારવું પડશે કે પિત્તૃસત્તાક લગ્ન સંસ્થામાં પત્નીઓને સંરક્ષણ કેવી રીતે પુરૃં પાડશું વારૃ. “પત્નિઓ” વિભક્ત જાતિઓના ફરજિયાત લગ્ન સંબંધ દ્વારા ઉત્પાદિત છે જેનો આધાર જાતીય (Sexual) શ્રમ વિભાજન છે. આ સંસ્થાનો ટકવાનો આધાર જ ફળદ્રુપ અને પુનઃફળદ્રુપ સ્ત્રી શ્રમ છે. અને બધી જ મહિલાઓ વિશિષ્ટ રીતે ફકત ‘પત્નિ’ તરીકે જ કેળવેલ છે.
આ રીતે જ્યારે આ શ્રમમાં લગ્ન નિષ્ફળ જાય છે અને પિત્તૃસતાક વચનપૂર્ણતા પુરી નથી થતી તો સામાન્ય રીતે બધી સ્ત્રીઓ બિનઉત્પાદક શ્રમિકની શ્રેણીમાં ધકેલાઈ જાય છે. અથવા તો લગ્નની સાંકળમાં બંધાયેલા રહી બાળકો પૂરા પાડવા સારૃ પુરુષને ફરી લગ્ન કરી જે કાનુની કે ગેરકાનુની હોય, બધું તેનાથી શોષિત પત્નિઓ અને બાળકોના આશરે મુકી દે છે, જેની કોઈ જવાબદારી તે ઉઠાવતો નથી. જો કાનૂન સુધારણનો હેતુ લૈગિંક ન્યાય જ હોય તો વિજાતિય, પિત્તૃસત્તાક ફરજિયાત લગ્નની તાકાત અને કેન્દ્રીયતાને ધ્યાને રાખી તે મહિલાઓને જે નુકસાન કરી શકે છે તેનું આકલન કરી તેની સામે તેની ભરપાઈ થઈ શકે તે ખાસ ધ્યાને લેવાનું રહેશે. આનો સીધો અર્થ બહુપત્નીત્વનો સ્વીકાર કે જે કોમોમાં સામાન્ય રીતે પ્રચલિત છે તે હકીકત અને સર્વે મહિલાઓનું આ સંબંધોમાં સંરક્ષણ.
આ સંદર્ભે, સુપ્રિમ કોર્ટ બીજી પત્નીના હક્કોનો, હિંદુ લગ્નમાં પણ કરેલ સ્વીકાર, એક પત્નીત્વના હિંદુ કાનુની ધારાને તો માોળો કરે છે પરંતુ સ્ત્રી સશક્તિ કરણ પણ કરે છે. આ વિવાદમાં ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન જે મહત્ત્વનો અવાજ છે, તેના એક સર્વે મુજબ ૯૦ ટકાથી વધુ મુસ્લિમ બાનુઓ ત્રણ તલાક અને બહુપત્નીત્વને મુસ્લિમ પર્સનલ લોમાંથી પ્રતિબંધિત કરવાના પક્ષમાં છે. જે માંગણી છે તે સમાન સિવીલ કોડના પક્ષમાં નથી પણ મુસ્લિમ પર્સનલ લોના અંદર જ સુધારણાની વાત છે. આ રીત એટલા માટે પણ કે સમાન સિવીલ કોડનું સ્વરૃપ શું હશે જ્યારે કે તે હિંદુત્વવાદીઓની રાડારાડમાં સંભળાય છે જેઓના મતે લઘુમતિ અને મહિલાઓ બન્નેને બલિ બનાવી શકાય છે.
ભારત ભરમાં જે ફકત એક યુનિફોર્મ કોડ અમલમાં છે તે પોર્ટુગીઝ સીવીલ પ્રોસીજર કોડ (૧૯૩૯) ગોવાનો છે. જે ન તો સમાન (uniform) છે ન તો લૈંગિક ન્યાયી (Gender Just) લગ્ન સંબંધે કેથોલીક તથા અન્ય ધર્મોના જુદા જુદા કાનુન છે. અને જો લગ્ન ચર્ચમાં થાય તો ચર્ચના કાનુન લાગુ પડે છે જે થકી ઉદાહરણ તરીકે એક તરફી વિચ્છેદની અનુમતિ છે જો બેમાંથી એક પક્ષ તરફથી માગંણી થાય તો.
ગોવાના હિંદુઓના રિવાજો અને પદ્ધતિઓમાં મર્યાદિત બહુપત્નીત્વ પણ અધિકૃત છે. ગોવાના સિવીલ કોડનું હકારાત્મક પાસુ તેનો પ્રજા મિલકત ધારો (community property law) છે જે પતિ-પત્નિ બન્નેને મિલ્કતના ૫૦ ટકાનો વારસાધિકાર લગ્ન સમયે જ આપે છે. તેમ છતાં પણ વ્યવહારમાં આને લગ્ન સંબંધી તાકાતને અનુલક્ષી કોરાણે મુકાય છે. અને અભ્યાસ દર્શાવે છે કે આની કોઈ જ અસર ઘરેલુ હિંસાના બનાવોમાં નથી પડતી. આમ સ્પષ્ટ રીતે જો લૈંગિક ન્યાયને પ્રાધાન્ય નહીં આપીએ તો સમાનતા તેમજ તેની ઢીલ બન્ને પિત્તૃસતાક તથા બહુમતીવાદની માનસિકતાને પ્રોત્સાહન આપશે.
આ સમાન સિવિલ કોડના વિવાદના મૂળમાં સાયરાબાનો છે જેને પોસ્ટ થકી તલાક મળેલ છે. તેના ધારાશાસ્ત્રીઓએ ઉપર ચર્ચિત ત્રણે પ્રાપ્ત આયામો, ઘરેલુ હિંસા સામે સ્ત્રીનું સંરક્ષણ કાનુન ૨૦૦૫, મુસ્લિમ મહિલા છુટાછેડાના અધિકાર સંરક્ષણ કાનુન ૧૯૮૬ અથવા તો શમીમ આરા વિરુદ્ધ યુપી સરકાર (૨૦૦૨) ચુકાદાને અવગણી PIL થકી વરિષ્ઠ અદાલતમાં ત્રણ તલાક મૂળભૂત અધિકારનો ભંગ છે. તે મતલબની દાદ માંગેલ છે. શ્રીમતી બાનો હવે માધ્યમો (media)ને કેન્દ્રસ્થાને રહી મુસ્લિમ સમાજની પિત્તુસત્તાક માનસિકતાની ટીકા કરી રહી છે.
એક રાષ્ટ્રીય અખબારના તાજા સાક્ષાત્કારમાં બહુ જ અચંબિત પ્રશ્ન ‘ભારત માતા કી જય’ બાબતે સાયરાબાનોનો આ જવાબ કે “મુસલમાનોએ ‘ભારત માતા કી જય’ કહેવું જોઈએ એમ હું માનું છું “- પરિસ્થિતિની દિશા દર્શાવે છે.
શું આ પ્રશ્ન શ્રીમતી બાનોના અંગત ન્યાયની લડાઈમાં અસ્થાને છે? પિત્તૃસતાક સમાજ સામે એક સ્ત્રીની લડતમાં ફરજીયાત ‘ભારત માતા કી જય’ના સુત્રોચ્ચારનો સંદર્ભ શું છે? પ્રશ્ન બિલ્કુલ પણ અસ્થાને નથી; પરંતુ તે સાક્ષાત્કાર (Interview)ના કેન્દ્ર સ્થાને છે. ફકત આ જ આપણને સમાન સિવિલ કોડની પાછળ શું છે તે ચેતવવા પુરતું છે. *
(લેખક એક મહિલા વિદ્વાન છે અને JNU નવી દિલ્હીમાં પ્રોફેસર છે.)
સાભારઃ ધ હિન્દુ ૧૫ જુલાઈ ૨૦૧૬