આરક્ષણ નીતિને નિરર્થક બનાવવા માટેના સરકારના સ્વાર્થી નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠન SIOના રાષ્ટ્રીય અધ્યક્ષ લબીદ શાફીએ રાષ્ટ્ર વ્યાપી પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
- મંગળવારે લોકસભામાં બંધારણીય સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું.
- જે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક ધોરણે નબળા સવર્ણો માટે 10 ટકા આરક્ષણ નિશ્ચિત કરશે.
- આરક્ષિત કુલ સીટોનો ક્વોટા ૫૯ ટકા કરી નાખવામાં આવશે.
આજે SIOના રાષ્ટ્રીય અધ્યક્ષ લબીદ શાફીએ સરકાર દ્વારા રોજગાર અને શૈક્ષણિક પ્રવેશમાં આર્થિક રીતે નબળા વર્ગને આરક્ષણ આપવા વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનનું આહવાન કર્યું છે. શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક આધારે નબળા વર્ગ માટે ૧૦ ટકા આરક્ષણ સુનિશ્ચિત કરવા માટે મંગળવારે લોકસભામાં બંધારણીય સંશોધન બીલ પસાર કરવામાં આવ્યું. જે પછી આરક્ષિત સીટોની ટકાવારી ૫૯ ટકા થઈ જશે.
લબીદ શાફી એ કહ્યું કે બંધારણની આરક્ષણ યોજના એ વર્ગો માટે સામાજિક ન્યાયને નિશ્ચિત કરે છે, જેમની સાથે ઐતિહાસિક રૂપે ભેદભાવ થયો અને જેમણે ભૂતકાળમાં બહિષ્કારનો સામનો કર્યો. આરક્ષણનો ક્યારેય પણ આર્થિક સુધારા માટે ઉપયોગ કરવામાં નથી આવ્યો અને ન તે આ દેશમાં રોજગાર અને તેના અવસરોના અકાળને નાબૂદ કરી શકે છે. આર્થિક રૂપથી નબળા સવર્ણો માટે આરક્ષણ નિશ્ચિત કરવું સત્તાધારી પાર્ટીનો સ્વાર્થી અને અવસરવાદી નિર્ણય છે. સરકાર અર્થવ્યવસ્થાને સંચાલિત કરવા અને દેશના યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી છે. આ આર્થિક મુશ્કેલીનો સામનો કરવાના બદલે સરકાર સામાન્ય ચૂંટણી પહેલા આર્થિક રૂપે નબળા સવર્ણો માટે આરક્ષણ લાવીને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માંગે છે.
લબીદ શાફીએ આ નિર્ણયને ચૂંટણીના માહોલમાં મતો માટે લેવામાં આવેલ એક ખતરનાક રાજનૈતિક નિર્ણય જણાવ્યો, જે બંધારણની સામાજિક ન્યાયની યોજનાને બરબાદ કરી નાખશે.
લબીદ શાફીએ દેશના છાત્રો અને યુવાઓને આ નબળી સરકારના આ સ્વાર્થી નિર્ણય વિરુદ્ધ ઊભા થવાનું આહવાન કર્યું છે. જે પોતાની નિષ્ક્રિયતાઓને છુપાવવા માટે બંધારણના પાયા અને આત્મા સાથે છેડછાડ કરી રહી છે.