ડો. કાસિમ રસૂલ ઇલ્યાસ
આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ વિભિન્ન ધર્મોના માનનારાઓ, વિભિન્ન ભાષાઓના બોલનારાઓ અને જુદી જુદી સંસ્કૃતિઓ ધરાવતા લોકોનો દેશ છે. વિશ્વના તમામ મોટા ધર્મોના માનનારા લોકો આ દેશમાં રહે છે. ચાહે તે ખ્રિસ્તી ધર્મના માનનારા હોય, હિન્દૂ ધર્મમાં કે પછી ઇસ્લામ, બૌદ્ધ, શીખ કે પારસી ધર્મના માનનારા હોય. આ લોકો જુદી જુદી ભાષાઓ બોલે છે અને આપણા દેશના જુદા જુદા પ્રદેશોમાં રહે છે.
દેશમાં લગભગ ૧૭૦૦ ભાષાઓ એવી છે જે લોકોની માત્ર ભાષાઓ છે અને લગભગ ૬ હજારથી ૭ હજારની વચ્ચે જાતિઓ છે, જેમનાથી સંબંધ ધરાવનારા લોકો આપણા આ દેશમાં રહે છે, તો દેખીતી વાત છે કે આપણો સમાજ એક બહુધાર્મિક, બહુભાષીય અને બહુસાંસ્કૃતિક સમાજ છે, અને તમામ સમાજાેના લોકો સૈકાઓથી એક સાથે રહેતા આવ્યા છે.
કોઈ પણ દેશનો વિકાસ તથા સમૃદ્ધિ આ વાત ઉપર આધાર રાખે છે કે તે દેશમાં રહેતા તમામ લોકોની વચ્ચે પરસ્પર ભાઈચારો હોય ,સૌહાર્દ હોય અને એકબીજાની સાથે સહિષ્ણુતા તથા સાથે રહેવાની ભાવના જાેવા મળતી હોય. આપણા દેશની આ જ ખૂબી સમગ્ર વિશ્વમાં આપણને વિશિષ્ટતા અર્પે છે. આનાથી આપણું એક અનોખું ચરિત્ર વિશ્વ સમક્ષ ઊભરી આવે છે, કે આટલા બધા ધર્મો અને આટલી બધી ભાષાઓ બોલનારા લોકો એક દેશમાં પરસ્પર સૌહાર્દ તથા સદ્ભાવ સાથે હળીમળીને સાથે રહે છે. પરંતુ હવે એવું લાગે છે કે આપણા દેશમાં કેટલાક પરિબળો એવા છે કે જેઓ આ સદ્ભાવનાને ખતમ કરવા ચાહે છે.
વિચારવા લાયક વાત આ છે કે કોઈ પણ લોકતાંત્રિક દેશ વિષે સામાન્ય રીતે આ કહેવામાં આવે છે કે તે દેશનું મીડિયા ત્યાંની શાસનવ્યવસ્થામાં એક મુખ્ય અંગ હોય છે. લોકતંત્રને વ્યવસ્થિતરૂપે ચલાવવા તથા નેતાઓ માટે બંધારણીય સંસ્થાઓનું ઉત્તરદાયિત્ત્વ નક્કી કરવામાં મીડિયાની એક મહત્વની તથા બુનયાદી ભૂમિકા હોય છે. આ જ રીતે મીડિયાની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા જનમત બનાવવા – કેળવવામાં હોય છે. આપણે જાેઈએ છીએ કે મીડિયા જે તરફ લોકોની દિશા વાળી દે છે, સામાન્ય રીતે લોકો એ જ દિશામાં ચાલી નીકળે છે. વર્તમાન સમયમાં મીડિયાનો વ્યાપ ખૂબ જ બહોળો થઈ ગયો છે. તેની પહોંચ સમાજના દરેક વર્ગ સુધી થઈ ગઈ છે.
પ્રિન્ટ મીડિયાની પહોંચ એક સીમિત વર્તુળ કે ફકત ભણેલા-ગણેલા શિક્ષિત લોકો સુધી જ સીમિત હતી. પરંતુ જ્યારથી ઇલેકટ્રોનિક મીડિયા તથા વિશેષરૂપે આનાથી પણ આગળ વધીને સોશ્યલ મીડિયાના ક્ષેત્રે આપણે પ્રવેશ કર્યો છે, ત્યારે આપણે જાેઈએ છીએ કે મીડિયાની ભૂમિકા સમાજમાં એક મહત્ત્વપૂર્ણ હૈસિયતનું રૂપ લઈ ચૂકી છે. આજે મીડિયા સમાજના દરેક વર્ગને પ્રભાવિત કરી રહ્યું છે, અને તે જે દિશામાં લોકોને નાંખવા ચાહે છે લોકો એ જ દિશામાં ચાલી નીકળે છે.
આવા વાતાવરણમાં જ્યારે કે આપણા દેશ માટે સદ્ભભાવના એક બુનિયાદી જરૂરત છે, મીડિયાની ભૂમિકા ખૂબ જ વધી જાય છે. મહત્ત્વપૂર્ણ પ્રશ્ન આ છે કે દેશમાં શાંતિ તથા સૌહાર્દ વધારવા અને આપણા સામાજિક તાણા-વાણાને મજબૂત કરવામાં વાસ્તવમાં મીડિયાની ભૂમિકા શું છે? આ સંબંધમાં મીડિયાના સકારાત્મક પક્ષ પર વાત થવી જાેઈએ. શાંતિ તથા સૌહાર્દ માટે કામ કરનારાઓને પણ મીડિયામાં ઉચિત સ્થાન મળવું જાેઈએ. આ સત્ય છે કે મીડિયાની પોતાની સમસ્યાઓ અને આવશ્યકતાઓ છે. મીડિયા સામે ટીઆરપી અને રીડરશીપનો મુદ્દો છે, પરંતુ તેણે આ પણ જાેવું પડશે કે આ ટીઆરપી કે રીડરશીપ તે ક્યા ભોગે હાંસલ કરી રહ્યો છે? સમાજને વિભાજિત કરીને, તેને વેર-વિખેર કરીને કે પછી છિન્ન-ભિન્નતા પેદા કરીને કે પછી સમાજને જાેડીને?
આથી સમાજમાં જાે આપણે પરસ્પર શાંતિ અને સૌહાર્દ પેદા કરવો હોય, અશાંતિને ખતમ કરવી હોય અને માનવતાને વધારવી હોય તે સૌ પ્રથમ આપણે મીડિયાની ભૂમિકાને પારિભાષિત કરવી ખૂબજ જરૂરી છે. આ સંબંધે મીડિયાએ પોતાની આ જવાબદારી અનુભવવી જાેઈએ કે સમાજના તાણા-વાણાને મજબૂત કરવા અને સમાજમાં શાંતિ તથા સૌહાર્દને વધારવામાં તેની જે ભૂમિકા હોવી જાેઈએ તેના પર જ તેણે ધ્યાન આપવું જાેઈએ.
–•–