આઝાદી,
ખૂબ જ પ્રેમાળ નામ
દરેક ઈચ્છે છે
પરંતુ ફક્ત પોતાના માટે
વ્યક્તિ ઇચ્છે છે કે હું સ્વતંત્ર રહું અને લોકો મારા ગુલામ રહે,
સરકાર ઈચ્છે છે કે તે સ્વતંત્ર રહે અને જનતા તેના તાબે રહે.
જો તમે વિચારશો તો સ્વતંત્રતાની આ જીદ જ જે વ્યક્તિને લોકોથી આઝાદ તો કરાવી દે છે પરંતુ આ જ નિરંકુશ આઝાદી છે જે વ્યક્તિ, સમૂહ અને સરકારને બીજાઓને પોતાના ગુલામ બનાવવા માટે પ્રેરે છે.
મહત્ત્વની વાત આ છે કે વર્તમાન વ્યક્તિની ચિંતા એક નિરંકુશ સ્વતંત્રતાને પોકારી રહી છે, જેનું પરિણામ આ છે કે દરેક સ્વતંત્ર વ્યક્તિ પોતાના તાબા હેઠળના લોકોને ગુલામ બનાવવામાં લાગ્યા છે, અને પોતાને ખુદા સમજી બેઠા છે. પરંતુ આ આઝાદીને જો કોઈના તાબે કરી દેવામાં આવે તો આઝાદીને રચનાત્મક દિશા આપી શકાય છે. ઇસ્લામે ફક્ત એક કલમામાં વ્યક્તિની સ્વતંત્રતાને નિયમન કરી નાખી. ઈસ્લામે લા ઇલાહાના અવાજ સાથે જ્યાં ઈન્સાનોને દુનિયાના દરેક બુતથી સ્વતંત્ર કરવામાં આવ્યા છે, ત્યાં જ ઈલ્લલ્લાહના અવાજ સાથે તેમની સ્વતંત્રતાને રચનાત્મક દિશા દેખાડી. અને દુનિયામાં આ સ્વતંત્રતાની કલ્પનાની સાથે કઈ રીતે રહેવામાં આવે તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કલમાનો બીજો ભાગ મુહમ્મદુર્રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)માં રાખી દીધો.
સ્વતંત્રતાનું અસલ રહસ્ય આ કલમામાં છુપાયેલ છે, આવો! આવી સ્વતંત્રતાનો પ્રયત્ન કરીએ અને આવી સ્વતંત્રતા તરફ લોકોને આમંત્રિત કરીએ.