Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપતથ્યો એ વાતની પુષ્ટિ કરતા નથી કે અધિકાંશ મુસલમાનો દેશના વિભાજનના પક્ષમાં...

તથ્યો એ વાતની પુષ્ટિ કરતા નથી કે અધિકાંશ મુસલમાનો દેશના વિભાજનના પક્ષમાં હતા !

દેશના તમામ ધર્મોના લોકોએ ખભેખભા મેળવીને, સંપીને બ્રિટિશ સામ્રાજ્ય સામે આઝાદીની લડાઈ લડી. વર્ષો સુધી હિંદુ-મુસ્લિમ એકતા બની રહી. છેવટે લાંબા સંઘર્ષ પછી બ્રિટિશરોએ દેશ છોડવો પડ્યો. તેમણે હિંદુ-મુસ્લિમ એકતાને તોડવા ઘણા કાવાદાવા કર્યા, જેની વિગતો ઇતિહાસનો અભ્યાસ કરતાં જાણવા મળી શકે છે. કોંગ્રેસના બેનર હેઠળ મુસલમાનો અને હિંદુઓ સાથે મળીને સ્વતંત્રતા-સંગ્રામને આગળ ધપાવી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસમાં રહેલા બંને સમુદાયોના કેટલાક નેતાઓને પોત-પોતાના સમુદાયોને બરાબર ન્યાય નથી મળી રહ્યો એવું લાગ્યા કરતું હતું. આ લાગણી આમ તો સ્વાભાવિક હતી, પરંતુ ૧૯૦૫માં બ્રિટિશ ઇન્ડિયા ગવર્નમેન્ટે બંગાળના ભાગલા કરીને દેશના બંને મોટા સમુદાયોમાં કોમી લગાણીના બીજ વાવી દીધા, જે છેવટે ધીમે-ધીમે એક-બીજા પ્રત્યે અવિશ્વાસના સિંચનથી ફૂલ્યું-ફાલ્યું અને તેના ફળરૂપે દેશને વિભાજનનો સામનો કરવો પડ્યો.

સૌપ્રથમ ૧૯૦૬માં ‘મુસ્લિમ લીગ’ની સ્થાપના આગાખાન-૩ના અધ્યક્ષ-સ્થાને થઈ. તેના પાછળનો મૂળ હેતુ દેશના મુસલમાનોના સમાન અધિકારોની રક્ષા તથા ધાર્મિક સ્વતંત્રતાનો હતો તેમજ દેશમાં અન્ય ધર્મોના લોકોની સાથે મુસલમાનો પણ શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ કરી શકે તેને વિશ્વસનીય બનાવવાનો હતો. તેથી તેમણે બ્રિટિશ ઇન્ડિયા ગવર્નમેન્ટ સામે પોતાના રાજકીય અધિકારોની બાંહેધરી માટે મુસલમાનો માટે સેપરેટ ઇલેક્ટોરલની માંગણી કરી, જે અનુસાર ૧૯૦૯માં બ્રિટિશ-ઇન્ડિઆ ગવર્નમેન્ટે ‘Morley-Minto reforms of 1909’ અન્વયે સેપરેટ મુસ્લિમ ઇલેક્ટોરલ સુધારા પર અમલ કરવાનું શરૂ કર્યું. ઇતિહાસ બતાવે છે કે ૧૯૪૦માં લાહોરમાં લીગના અધિવેશન સુધી લીગે ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’ની માંગણી કરી ન હતી.

આ જાેઈને હિંદુઓમાં પણ હિંદુઓના હિતોના અવાજને વાચા આપવા માટે કોઈ સંગઠન હોવું જાેઈએ એવી લાગણી બળવત્તર બની. ૧૯૦૯માં આર્ય સમાજના નેતાઓ લાલા લજપતરાય, લાલચંદ અને શાદીલાલે ‘પંજાબ હિંદુ સભા’ની સ્થાપના કરી. મદન મોહન માલવિયા ૧૯૦૯માં લાહેરમાં મળેલ પ્રથમ સેશનમાં અધ્યક્ષ-સ્થાને રહ્યા. તે વખતે સભાએ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ સાંપ્રદાયિક સંગઠન નથી, બલ્કે એવું સાર્વજનિક સંગઠન છે જે દેશના તમામ હિંદુઓના હિંતોના રક્ષણ માટે છે. ઓક્ટોબર ૧૯૦૯માં પંજાબ પ્રોવિન્શીઅલ હિંદુ અધિવેશન યોજાયું, જેમાં પહેલી વાર સાર્વજનિક રૂપે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટીકા કરવામાં આવી કે તે હિંદુઓના હિતોની રક્ષા કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે, અને એ સભામાં નેતાઓ દ્વારા પહેલી વાર એક અલગ ‘હિંદુ રાષ્ટ્ર’ના પ્રસ્તાવ પર ભાર મૂકવામાં આવ્યો, અને કહેવામાં આવ્યું કે એ રાષ્ટ્રમાં મુસલમાનોને કોઈ અધિકારો મળવા ન જાેઈએ. પંજાબમાં આવી પાંચ સભાઓ યોજવામાં આવી. (Bapu, Prabhu (2013). Hindu Mahasabha in Colonial North India, 1915-1930. Routledge. pp. 17-20) પછીના કેટલાક વર્ષોમાં દેશના પંજાબ સહિત યુનાઈટેડ પ્રોવિન્સીસ, બિહાર, બંગાલ, સેન્ટ્રલ પ્રોવિન્સીસ, બેરાર અને બોમ્બે પ્રેસિડેન્સી વગેરેમાં પ્રાદેશિક સ્તરે હિંદુ સભાઓની સ્થાપના કરવામાં આવી. (Jaffrelot, Christophe (2011), Religion, Caste, and Politics in India. C Hurst & Co. ISBN 978-1849041386) વાસ્તવમાં પંજાબમાંથી ઊભી થયેલ આ હલચલ ‘અખિલ ભારતીય હિંદુ મહાસભા’ની સ્થાપનાનું પૂર્વ-ચિહ્ન હતું. હિંદુઓ અને મુસલમાનો તરફથી પોત-પોતાના હિંતોને લઈને ઉઠતા અવાજને ધ્યાનમાં રાખીને અંગ્રેજાેને તક મળી ગઈ. ૧૯૧૦માં કોંગ્રેસના અલ્હાબાદ અધિવેશન વખતે ‘અખિલ ભારતીય હિંદુ મહાસભા’ની સ્થાપનાનું એક આપૈચારિક પગલું લેવામાં આવ્યું હતું અને લાલા બૈજનાથના અધ્યક્ષ-સ્થાને તેના બંધારણની રૂપરેખા તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી, પણ તે કામ કોઈ કારણસર આગળ ન વધ્યું. અંતે ૧૯૧૩માં અંબાલા અધિવેશનમાં પંજાબ હિંદુ સભાએ ‘અખિલ ભારતીય હિંદુ મહાસભા’ની રચનાનો એક પ્રસ્તાવ પાસ કર્યો, અને એવું નક્કી કરવામાં આવ્યું કે ૧૯૧૫માં યોજાનાર હરિદ્વારના કુંભ મેળા પ્રસંગે સમગ્ર દેશમાંથી હિંદુ નેતાઓને આમંત્રિત કરવામાં આવશે. તે પછી ૧૯૧૫માં ‘અખિલ ભારતીય હિંદુ મહાસભા’ની સ્થાપનાની તૈયારી-રૂપે હરિદ્વાર ખાતે ૧૩ ફેબ્રુઆરીએ, લખનઉમાં ૧૭ ફેબ્રુઆરીએ અને દિલ્હીમાં ૨૭ ફેબ્રુઆરીએ જુદા-જુદા સત્રો બોલાવવામાં આવ્યા. ત્યારબાદ એપ્રિલ ૧૯૧૫માં ‘સર્વદેશક (અખિલ ભારતીય) હિંદુ સભા’ની હરિદ્વારમાં કુંભ મેળામાં જુદા-જુદા પ્રાદેશિક નાના-મોટા હિંદુ સંગઠનોના અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન તરીકે સ્થાપના કરવામાં આવી, જેમાં ગાંધીજી અને સ્વામી શ્રદ્ધાનંદ પણ હાજર રહ્યા. (Bapu, Prabhu (2013). Hindu Mahasabha in Colonial North India, 1915-1930. Routledge. pp. 17-20)

આ સંક્ષિપ્ત વિગત હતી, દેશના બે મોટા ધાર્મિક સમુદાયો વચ્ચે કોમી લાગણીઓને પાંગરવાની. ઇતિહાસ વિભિન્ન દલીલોથી ભરેલો પડ્યો છે. તેમ છતાં એવું લાગ્યા વગર રહેતું નથી કે છેક છેલ્લે સુધી બંને સમુદાયોમાંથી બહુમતી લોકો દેશનું વિભાજન ઇચ્છતા ન હતા.

પરંતુ દેશની આઝાદીના સાત-સાત દાયકાથી એક વાત નિરંતર વહેતી રાખવામાં આવી છે કે દેશના વિભાજન માટે મુસલમાના જવાબદાર છે. આ વાતને નિરંતર આઝાદી પછી અત્યાર સુધી કેટલાક સાંપ્રદાયિક લોકો દોહરાવી રહ્યા છે અને દેશવાસીઓના માનસને ભરમાવી રહ્યા છે, અને પ્રસંગોપાત મુસલમાનોને કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પાકિસ્તાન ચાલ્યા જવું જાેઈએ. આ ઇતિહાસનો વિષય છે, ઇતિહાસ પણ કંઈ દૂરનો નથી, હજુ હમણા સાત દાયકા વીત્યા છે. આના વિશે ઘણું લખાયું છે, અસંખ્ય પુસ્તકો હાથવગે છે, કશું જ છૂપું રહી શકે એમ નથી. સ્વાભાવિક આના વિશે મતભેદો હોઈ શકે છે, પણ એ માત્ર મતભેદ અને વિચારભેદની સીમા સુધી રહે એ જ સારું છે. આનો હેતુ અભ્યાસનો અને સાચી હકીકતો સુધી પહોંચવાનો પણ હોઈ શકે છે, પરંતુ લોકોને ભ્રમણામાં નાખીને દેશના એક મોટા ધાર્મિક સમુદાયને સાત દાયકા પછી વિભાજનના દોષી ઠેરવવામાં આવે, અને તેના દ્વારા બંને સમુદાયો વચ્ચે વૈમનસ્યની ભાવનાઓને ભડકાવવામાં આવે અને તેના થકી રાજકીય હિતોને સાધવાનો પ્રયાસ કરવામાં આવે એદેશના હિતમાં નથી. યાદ રહે કે અહીં રહી ગયેલા મુસલમાનો મજબૂરીથી નહીં, બલ્કે તેમણે નવા બનેલા દેશ પાકિસ્તાનના બદલે ભારતમાં રહેવાનું પ્રસંદ કર્યું છે એટલા માટે તેઓ અહીં છે.

હવે આવો જાેઈએ તથ્યોને. તથ્યો દર્શાવે છે કે દેશના બહુમતી મુસલમાનો એવું ઇચ્છતા ન હતા કે દેશનું વિભાજન થાય.

દેશના વિભાજન માટે મુસલમાનોને દોષી ઠેરવનારાઓ પુરાવારૂપે ૧૯૪૬માં યોજાયેલા પ્રોવિન્શીઅલ ઇલેક્શનના આંકડાઓનો ઉલ્લેખ કરે છે, જેમાં મુસ્લિમ લીગને ૬ મિલિયન મુસ્લિમ મતોમાંથી ૪.૫ મિલિયન મતો મળ્યા હતા. આનાથી તેઓ એવું સાબિત કરે છે કે દેશના ૭૫% મુસલમાનોએ મુસ્લિમ લીગ અને ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’ને મત આપ્યો. આ દાવો એ મહત્ત્વપૂર્ણ તથ્ય પર નિર્ભર કરે છે કે આ ૧૯૪૬ની ચૂંટણીમાં ૧૯૩૫ ના બ્રિટિશ-ઇન્ડિઆ ગવર્નમેન્ટ એક્ટની છઠ્ઠી અનુસૂચિના આધારે એક સીમિત મતાધિકાર હતો. આનો અર્થ એ છે કે માત્ર અમુક પ્રતિશત વયસ્ક લોકો જ, જેમના પાસે ધન-સંપત્તિ છે તેઓ જ મત આપવાનો અધિકાર ધરાવે છે. મતલબ એ છે કે કુલ મુસ્લિમ આબાદીના કેવળ ૩% લોકો જ સેન્ટ્રલ એસેમ્બલી માટે મતદાન કરી શકતા હતા અને મુસ્લિમ આબાદીના કેવળ ૧૩% લોકો પ્રોવિન્શીઅલ એસેમ્બલીઓ માટે મતદાન કરી શકતા હતા. આનો અર્થ એ થયો કે ૧૨૦ મિલિયન વયસ્ક આબાદીમાંથી માત્ર ૩૦ મિલિયન લોકો જ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકતા હતા. તદનુસાર, એ એક ભ્રામક ખ્યાલ છે કે ૧૯૪૬ની પ્રોવિન્શીઅલ ઇલેક્શનમાં મુસલમાનોમાંથી ૭૫% લોકોએ મુસ્લિમ લીગને મત આપ્યો અને એ રીતે દેશના મુસલમાનોમાંથી એક મોટી સંખ્યાએ મુસ્લિમ લીગનું સમર્થન કર્યું અને એ જ ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’નુ ં કારણ બન્યું. હવે જા ેએમ માની પણ લેવામાં આવે કે ૧૯૪૬ના પ્રોવિન્શીઅલ ઇલેક્શનમાં આ રીતે મુસલમાનોએ મુસ્લિમ લીગને મત આપ્યા હતા, તો તેમાં બધી રીતે એમ માનવાને પણ કોઈ કારણ નથી કે મુસ્લિમ લીગને મત આપવાનો એક માત્ર અર્થ તેમણે કોઈ ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’ને સમર્થન આપ્યું. દુનિયાની કોઈ પણ ચૂંટણી હોય, એ સ્વાભાવિક છે કે ચૂંટણીઓમાં નીતિઓ ઉપરાંત બીજા ઘણા મુદ્દાઓ પણ કામ કરતા હોય છે. ૧૯૪૬ની ચૂંટણીના પરિણામો આપણને માત્ર એ સચ્ચાઈ દર્શાવે છે કે આશરે ૧૦% જેટલી મર્યાદિત મતાધિકાર ધરાવતી મુસ્લિમ આબાદીએ મુસ્લીમ લીગને મત આપ્યો હતો, પણ તેનાથી એ કેવી રીતે સાબિત થઈ શકે છે કે મુસ્લિમ લીગને મત આપનાર એ બધા લોકો ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’ના સમર્થકો હતા. વધુમાં, આ ચૂંટણીના પરિણામો એ પણ તો દર્શાવે છે કે મુસ્લિમ આબાદીના કુલ મર્યાદિત મતાધીકાર ધરાવતા વયસ્ક મતદાતાઓમાંથી ૪% લોકોએ સ્પષ્ટરૂપે મુસ્લિમ લીગને મત આપ્યો ન હતો, એટલે કે તેમણે એ રીતે ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’ને સમર્થન આપ્યું ન હતું.

આમાં મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે ૮૬% મુસ્લિમ આબાદીને તો મત આપવાનો અધિકાર જ ન હતો. એ રીતે આપણને એમ માની લેવાનો પણ અધિકાર નથી કે જાે આ બધાને મત આપવાનો અધિકાર હોત, તો તેઓ પણ ઉપર મુજબના પ્રમાણમાં મત આપીને ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’નું સમર્થન કરતા. જાે કદાચ એવું થતું પણ, તોય માત્ર એમ અનુમાન લગાવી શકાય છે કે ૭૫% મુસલમાનોએ મુસ્લિમ લીગને મત આપ્યો, નહિં કે ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’નું સમર્થન કર્યું. કોઈ પક્ષને મત આપવાના કારણો એક સરખા ક્યારેય હોતા નથી, અને તે વખતે અનેક પ્રકારના મુદ્દાઓ લોકોમાં ચર્ચિત હતા. આ વાસ્તવિકતાને સ્વીકારવાનું એક મજબૂત કારણ એ છે કે ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’ની માંગણી મુસ્લિમ લીગના ભદ્ર વર્ગના લોકો કરી રહ્યા હતા, સામાન્ય મુસલમાનોનો તેના સાથે કોઈ પ્રત્યક્ષપરોક્ષ સંબંધ ન હતો. આ ભદ્ર વર્ગના મુસલમાનોને જ મત આપવાનો અધિકાર હતો અને જાે ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’ની માંગણી સ્વીકારાઈ જાય તો તેમને જ રાજકીય, આર્થિક અને લાભો પ્રાપ્ત થવાની બધી સંભાવનાઓ હતી. આ એવી સચ્ચાઈ હતી જેને બ્રિટિશરો સારી રીતે સમજતા હતા. આ હકીકતને દર્શાવતાં તા. ૨૦ નવેમ્બર, ૧૯૪૫ના પત્રમાં વાઈસરોય લાૅર્ડ વેવલ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લાૅર્ડ પેથિક લોરેન્સને પત્રમાં લખે છે કે, ‘‘સંપૂર્ણ પુખ્ત વસ્તી અથવા મતાધિકાર ધરાવતી સંપૂર્ણ વસ્તીને જાે મત આપવા દેવામાં આવે તો જિન્નાને તેની તરફેણમાં પરિણામ પ્રાપ્ત થવાની કોઈ સંભાવના નથી.’’

અસરકારક સીમિત મતાધિકાર (Limited Frenchise in Effect)નો મતલબ એ છે કે માત્ર એવા જ લોકોને મત આપવાનો અધિકાર, જેઓ ધન-સંપત્તિ ધરાવતા હતા, પૈસાવાળા હતા અને શૈક્ષણિક પ્રોફેશનલ્સ હતા. બધા જ ધર્મોના સામાન્ય લોકોને મત આપવાનો કોઈ અધિકાર ન હતો. આમ, બધા સમુદાયોની મોટી વસ્તી મતાધિકારતથી તદ્દન વંચિત હતી. ‘લિમિટેડ ફ્રેન્ચાઈઝ ઇન ઇફેક્ટ’ એટલે અસરકારક ચુનંદા, અભિજાત અને ભદ્ર લોકોનો વર્ગ, નહેરૂ અને જિન્ના જેવા, જેનું નિર્માણ બ્રિટિશરોએ કર્યું હતું, જેમણે ભાગ્યે જ બ્રિટિશરો સામે દેશના સામાન્ય લોકોને પણ મતાધિકાર હોવો જાેઈએ એવી માંગણી કરી હશે ! આવી સિસ્ટમ હતી તે વખતે જ્યારે દેશ આઝાદીની અંતિમ ચરણોની લડાઈ લડી રહ્યો હતો. એ કોઈ અકસ્માત નથી કે નહેરૂ અને જિન્નાહ, અને ક્રોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેના અગ્રણી નેતાઓ કડકડાટ અંગ્રેજી બોલતા ધનિક વકીલો, જમીનદારો, સદ્ધર વેપારીઓ તથા રાજાઓ અને રાજકુમારો હતા, જેઓ બ્રિટિશરો સામે આઝાદીની જંગ લડી રહ્યા હતા. વર્ણનોમાં ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના ભારતીય મુસલમાનોની ઘણી વાતો મળશે, જેમાં પૂર્વના રાજાઓ અને રાજકુમારો હતા, ધનવાનો અને જમીનદારો હતા, જેઓ પાકિસ્તાનમાં સરકારમાં, લશ્કરમાં, કોર્પોરેટ ક્ષેત્રમાં વરિષ્ઠ હોદ્દાઓ પર રહ્યા, જેમણે આઝાદીના છેલ્લા વર્ષોમાં ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’ના સૂરમાં ભરપૂર સૂર પુરાવ્યો હતો. એમ કહી શકાય કે આવા ‘Carpet-baggar’ (જમીની સંબંધ વિનાના રાજકીય ઉમેદવારો)એ પોતાના ‘પગ’થી મત આપ્યો અને પાકિસ્તાનને પસંદ કર્યું.

વધુમાં, એવું પણ બન્યું કે હિંદુઓની જેમ, સરહદો પર રહેતા મુસલમાનો મોટી સંખ્યામાં નર-સંહારથી બચવા આત્મ-રક્ષણ માટે મજબૂરીથી પંજાબ અને બંગાળમાંથી ક્રમશઃ પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન ચાલ્યા ગયા. આ બધું કંઈ પસંદગીથી અને મરજીથી થયું હતું એવું કોણ માની લેશે ? જેઓ એ દાવો કરે છે કે ‘અલગ મુસ્લિમ રાષ્ટ્ર’ (પાકિસ્તાન)ને ભારતના મુસલમાનોનું બહોળું સમર્થન પ્રાપ્ત હતું તેમણે એક નજર એ પ્રોવિન્શીઅલ્સ, જેમ કે યુનાઈટેડ પ્રોવિન્સ, સેન્ટ્રલ પોવિન્સ, બોમ્બે, બિહાર વગેરેને પણ જાેવાજાેઈએ, જેમનું વિભાજન કરવામાં આવ્યું ન હતું, અને વિભાજન પછીની હિંસાથી મોટાભાગે એ પ્રોવિન્સીસ સુરક્ષિત હતા. જાે ખરેખર પાકિસ્તાનને ભારતના મુસલમાનોનું આંધળું અને મોટું સમર્થન પ્રાપ્ત હતું, તો આવા પ્રોવિન્શીઅલ્સમાંથી મોટા પ્રમાણમાં હિજરત થવી જાેઈતી હતી, જ્યારે કે હિજરતના એવા કોઈ પુરાવાઓ મળતા નથી. વસ્તી-ગણતરીના આંકડાઓ બતાવે છે કે મુસ્લિમ આબાદી ૧૯૪૧ અને ૧૯૫૧ની વસ્તી-ગણતરી વચ્ચે એકથી બે ટકા જેટલી જ ઓછી થઈ હતી. એ પછી પણ જાે તમે એમ માનતા હોવ કે એ બધા લોકો પાકિસ્તાન જતા રહ્યા, તો એ એક આંખે દેખી ભૂલ છે અને લોકોને ખોટી રીતે ભ્રમિત કરવાની ચેષ્ટા છે. આપણે જાેઈએ છીએ કે અવિભાજિત પ્રોવિન્શીઅલ્સમાં મુસલમાનો એ જ પ્રદેશોમાં રહ્યા.

એ જ રીતે, મુસ્લિમ મતદાઓની જેમ, ક્રોંગ્રેસ અને નહેરૂને મત આપનારાઓમાં પૈસાદાર અને પ્રભાવશાળી હિંદુઓ પણ હતા. આઝાદી દરમ્યાન, આઝાદી વખતે અને આઝાદી પછી આજ પર્યંત કોંગ્રેસ અધિકારિક રૂપે એવો દાવો કરી રહી છે કે ભારતના બહુમતી મુસલમાનો દેશ પ્રત્યે વફાદાર રહ્યા છે. આપણે એ નથી જાણતા કે આમાં હકીકત કેટલી છે, કેમ કે તેને માપવાનું કોઈ પ્રમાણ નથી. જાે કે એ સંભવ છે કે કેટલાક લોકો અથવા ઘણા લોકોએ એવું અનુભવ્યું હોય કે વ્યવહારિક રીતે કે તર્કપૂર્ણ કારણોસર ભારતમાં રહેવું મુસલમાનો માટે વધારે ઉત્તમ અને હિતાવહ હતું. જનમતના પ્રતિનિધિ સર્વેક્ષણના અભાવમાં આપણે એવા લોકો વિશે કોઈ દાવો કરવાની સ્થિતિમાં નથી, જેમને મત આપવાનો અધિકાર જ ન હતો. એ જ રીતે નહેરૂ પણ એક ભદ્ર વર્ગના નેતા હતા, જેમણે ગ્રાસરૂટ લેવલે ભાગ્યે જ સમર્થન માંગ્યું હતું. જે રીતે આપણા પાસે એ જાણવાનો કોઈ રસ્તો નથી કે જાે સાર્વજનિક મતાધિકાર હોત તો કોઈ અન્ય નેતા કે કોઈ અન્ય રાજકીય પક્ષ પ્રભાવશાળીને બનીને ઊભરી આવ્યો હોત, એ જ રીતે આપણા પાસે એ જાણવાનો કોઈ રસ્તો નથી કે જાે લોકતાંત્રિક મતાધિકારની સિસ્ટમ હોત તો અન્ય જમીની રાજકીય પક્ષો પણ ઊભરી આવ્યા હોત અને તેમણે પોતાની નીતિઓ અને શૈલીઓના આધારે મુસ્લિમ મતો પર અધિકાર જમાવ્યો હોત. જે લોકો એ દલીલ કરે છે, જે સાચી પણ છે કે ૧૯૪૭ પહેલા નહેરૂના નેતૃત્વ હેઠળનો કોંગ્રેસ પક્ષ ભદ્ર વર્ગના કાર્યરત લોકોનો પક્ષ હતો. આ જ તર્ક જિન્ના અને મુસ્લિમ લીગને પણ લાગુ પડે છે, પણ તેઓ આ વાત સ્વીકારવાનો ઇન્કાર કરે છે. શું આ વિચારોમાં અને મત-નિર્ધારણમાં વિસંવાદિતા નથી ? તમે એમ નથી કહી શકતા કે ‘નહેરૂ’ ભદ્ર વર્ગના નેતા હતા અને કોંગ્રેસ ભદ્ર વર્ગના કાર્યકરોનો પક્ષ હતો, પણ જિન્ના ગ્રાસ-રૂટ લેવલના નેતા હતા અને મુસ્લિમ લીગ સામાન્ય મુસલમાનોનો પક્ષ હતો. આ સરાસર ખોટું અને ભ્રમિત કરવાની વાત છે. •


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments