બંગાળ અને બિહારમાં તાજેતરની હિંસાએ સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો, પરંતુ આ દરમ્યાન એક ઘણા સારા સમાચાર સોશ્યલ્ મીડિયા ઉપર વાયલર થયો છે કે, બંગાળમાં હિંસા દરમ્યાન ત્યાંના એક ઈમામની આ ઘટના છે. પશ્ચિમ બંગાળના આસનસાલમાં રામનવમી દરમ્યાન થયેલી હિંસામાં ટોળાએ એક ઇમામના ૧૬ વર્ષીય બાળકનું અપહરણ કરી લીધું, પછી તેનું શું થયું તેની કોઈને પણ જાણ નથી. બીજા દિવસે તે બાળકનું શવ મળી આવ્યું. પોતાના બાળકના મોત પછી તેના પિતાએ ભારતના લોકોને જે સંદેશ આપ્યો એ સમગ્ર દેશ માટે દીવાદાંડી સમાન છે. તેમણે આ ઘટનાને સાંપ્રદાયિક રંગ ન આપવા અને દેશમાં શાંતિ જાળવવા માટેની અપીલ કરી. આ પીડાદાયક અકસ્માતમાંથી પસાર થયા બાદ, તેમણે મીડિયાને કહ્યું હતું કે, હું દેશ અને સમાજમાં શાંતિ ઇચ્છું છું. મારો પુત્ર તો હવે ગયો, હું નથી ઇચ્છતો કે કોઈ અન્ય પરિવારને તેના પુત્રને ગુમાવવો પડે, હું નથી ઇચ્છતો કે હવે કોઈ બીજા ઘરને બાળી દેવામાં આવે. તેમણે વધુંમાં કહ્યું કે જા મારી અપીલ માનવામાં નહીં આવે તો હું આ મસ્જિદ અને વિસ્તાર છોડી ચાલ્યો જઈશ.
મૌલવી રશીદે કહ્યું કે જા તમે મારાથી પ્રેમ કરો છો તો આંગળી પણ ચીંધશો નહીં. હું છેલ્લા ત્રીસ વર્ષથી ઇમામ છું, મારા માટે જરૂરી છે કે હું લોકોને સત્ય સંદેશ સુધી પહોંચાડું. તેમણે કહ્યું કે ઇસ્લામ શાંતિપ્રિય ધર્મ છે, ઇસ્લામ કહે છે પોતે મુશ્કેલી સહન કરી લો પરંતુ બીજાને મુશ્કેલીમાં ન મૂકો. આપણા આસનસાલમાં લોકો શાંતિથી રહેવા ઇચ્છે છે અને હું ઇસ્લામનો પૈગામ આપવા માંગું છું.. મને આ ઘટના પછી જે સબ્ર મળ્યો એ અલ્લાહ તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે, અલ્લાહે મને શક્તિ આપી કે હું મારી પીડા સહન કરી શકું. આપણા દેશમાં અમન-શાંતિ રહે, હુલ્લડો ન થાય અને આપણા કોઈ ભાઇને પણ દુઃખ તકલીફ સહન ન કરવી પડે.