(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ : ૧ * આયતો : ૧૯)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧. (હે પયગંબર !) પોતાના સર્વોચ્ચ રબ (પ્રભુ-પાલનહાર)ના નામની તસ્બીહ (ગુણગાન) કરો
૨. જેણે પેદા કર્યા અને તનાસુબ (સંતુલન, પ્રમાણ) સ્થાપ્યંુ,
૩. જેણે ભાગ્ય બનાવ્યું, પછી માર્ગ દેખાડયો,
૪. જેણે વનસ્પતિઓ ઉગાડી
૫. પછી તેને કાળો કચરો બનાવી દીધી.
૬. અમે તમને પઢાવી દઈશું, પછી તમે ભૂલશો નહીં
૭. સિવાય તેના જે અલ્લાહ ઇચ્છે, તે જાહેરને પણ જાણે છે અને જે કંઈ છૂપાયેલું છે તેને પણ.
૮. અને અમે તમને સરળ પદ્ધતિની સુવિધા આપીએ છીએ,
૯. તેથી તમે ઉપદેશ આપો જો ઉપદેશ લાભદાયક હોય.
૧૦. જે વ્યક્તિ ડરે છે તે ઉપદેશ સ્વીકારી લેશે,
૧૧. અને તેનાથી બચશે તે અત્યંત દુર્ભાગી
૧૨. જે મોટા અગ્નિમાં જશે,
૧૩. પછી ન તેમાં મરશે, ન જીવશે.
૧૪. સફળ થઈ ગયો તે જેણે પવિત્રતા અપનાવી
૧૫. અને પોતાના રબ (પ્રભુ)નું નામ યાદ કર્યું, પછી નમાઝ પઢી.
૧૬. પરંતુ તમે લોકો દુનિયા (આલોક)ના જીવનને પ્રાથમિકતા આપો છો,
૧૭. જો કે આખિરત (પરલોક) વધુ સારી છે અને બાકી રહેનારી છે.
૧૮. આ જ વાત અગાઉ આવેલ પુસ્તિકાઓમાં પણ કહેવામાં આવી હતી,
૧૯. ઇબ્રાહીમ અને મૂસાની પુસ્તિકાઓમાં.