Monday, November 25, 2024
Homeકેમ્પસ વોઇસતમારી ડિગ્રી કેવી રીતે અસરકારક બનાવશો

તમારી ડિગ્રી કેવી રીતે અસરકારક બનાવશો

શિક્ષણ, જાણકારી, જ્ઞાન એ આપણા જીવનના મહત્વપૂર્ણ ભાગો છે. આજના યુગમાં વિદ્યાર્થીઓ ફકત લાભદાયી કેરિયર પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ સખત પરિશ્રમ કરીને ભણે છે. કેટલાક પરસ્પર ચર્ચા અને ગોષ્ટિ દ્વારા તો કેટલાક બીજી રીતે. પરંતુ તમને કઈ રીતે સારી નોકરી મળશે??? જો તમે ફકત તમારી ડિગ્રી પર નિર્ભર હશો, તો પછી તમારા જેવા ઘણાં છે, જેમની પાસે તમારા જેવી ડિગ્રી છે!!! તમે કઇ રીતે વિશેષ નોકરી માટે યોગ્ય ઉમેદવાર ગણાશો? તમારે તમારા ઇન્ટરવ્યુ લેનાર સાથે સહમત થવું પડશે.

જો તમે ખૂબ સારી પ્રખ્યાત કાલેજમાં અભ્યાસ કર્યો હોય, અને તમે વિચારો કે મારા માટે નોકરી અનામત છે, તો પછી અત્યારે જ તમારી વિચારસરણી બદલી નાખો. કારણકે તમે એકલા એ તે પ્રખ્યાત કોલેજમાં અભ્યાસ નથી કર્યો. તમારા પોતાના મિત્રો જ તમારા હરીફ (પ્રતિસ્પર્ધી) છે. તે લોકોએ પણ સમાન કોલેજમાંથી જ્ઞાન મેળવ્યું છે. સમાન શિક્ષકો પાસેથી, સમાન જ્ઞાનાલય (લાયબ્રેરી) વાપરીને. તમને કઇ વસ્તુ ‘જુદો તારવશે’ બનાવશે? તમારૃં વ્યક્તિત્વ જુદું કઇ રીતે બનશે?તમારે એકલા બહાર આવવું પડશે, તમારી પાસે કંઇક હોવું જોઈએ જે બીજાથી અલગ હોય.!!!.

હું માનું છું કે દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે. તે બધા પાસે એકસરખું મગજ છે. તેમની પાસે પણ એક દિવસમાં સરખા પ્રમાણમાં સમય હોય છે અને સરખો સૂર્ય પ્રકાશ. ફકત તફાવત એટલો જ છે કે તેમાંના કેટલાક ભૌતિક-વિદો છે અને આ સાધનો ફકત અમુક અંશે જ મદદ કરે છે.

જો તમે વિવિધ લોકોના ઉદાહરણ જોશો જેમકે, એ.પી.જે. અબ્દુલ કમાલ, ડૉ. બી.આર. આંબેડકર અને બીજા ઘણા બધા. તે બધાએ તેમની ડિગ્રીને મુલ્યવાન બનાવી અને પોતાની ગરીબી દૂર કરી. હું તમને અસરકારક ડિગ્રી મેળવવા માટેના થોડા સંકેતો આપું છું.

તમારા શૈક્ષણિક અભ્યાસ સિવાય બીજા આનુષંગિક અભ્યાસ કરશો તો, તમારૃં વ્યક્તિત્વ વધુ વિકસિત બનશે. નીચે મુજબના ઘણા બધા અભ્યાસક્રમો છે જે તમારા કરિયરમાં ઉપયોગી નીવડશે.

નાગરિક સેવાઓ (Civil Services)

 તમે આઇ.એ.એસ., આઇ.પી.એસ. વગેરે પરીક્ષાની તૈયારી કરી શકો છો. જેથી તમે વિવિધ શાખાઓની વિવિધ માહિતિઓના જાણકાર બનશો. જો કદાચ તમે પરિક્ષા ઉત્તિર્ણ ન કરી શકો પરંતુ તમારી પાસે વિવિધ શાખાઓનું ઘણું જ્ઞાન હશે. જેથી કરી તમે સમાજમાં એક સન્માનિત અને જવાબદાર નાગરિક બની શકશો. આ જ્ઞાન તમને નોકરી મેળવવામાં પણ મદદરૃપ થશે.

સંચાલકીય અભ્યાક્રમો (Management courses)

 વ્યવસાયિક લોકો દ્વારા યુવાઓ માટે ખાસ પ્રકારના વિવિધ મેનેજમેન્ટના અભ્યાસક્રમો પર્યાપ્ત છે. તમે તમારી લાયકાત અને તમારા રસ મુજબ તમારા અભ્યાસક્રમની સાથે-સાથે મેનેજમેન્ટનો કોઇ પણ કોર્સ કરી શકો છો. મેનેજમેન્ટ અભ્યાસક્રમો તમારી જીંદગી તબદીલ કરશે અને તમને ઉદ્યોગજગતમાં ટકી રહેવા મદદરૃપ સાબિત થશે.

કોમ્પ્યુટર અને આઇ.ટી. અભ્યાસક્રમો

          આ કોર્સ તમને કોમ્પ્યુટરની શાખામાં જ્ઞાન મેળવવામાં મદદરૃપ થશે. આજના આધુનિક યુગમાં એવું કહેવાય છે કે “કોમ્પ્યુટર વિનાનું જગત તે પાણી વિનાની માછલી જેવું છે.” કોમ્પ્યુટર શાખાના વિવિધ કોર્સ તમારા વ્યક્તિત્વનો વિકાસ કરે છે અને આ કોર્સ સાચા અર્થમાં તમારી ડિગ્રીને મુલ્યવાન બનાવે છે.

        જ્ઞાન પ્રાપ્ત કરો જેટલું તમે કરી શકો. તે માટે તમે પુસ્તકો, મેગેઝીન્સ, સમાચારપત્રો વગેરેનો ઉપયોગ કરી શકો છો. જેની મદદથી તમે તમારી વિદ્યાશાખાનું જ્ઞાન મેળવી શકો છો. તે ઉપરાંત દુનિયામાં થતી ખબરો વિશે પણ માહિતગાર બની શકશો. વિવિધ વ્યક્તિઓની જીવનકથા વાંચો જેથી તમે વિવિધ પરિસ્થિતિમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકશો. જે તમને દરેક વસ્તુ સમય પ્રમાણે કરવા પ્રોત્સાહિત કરશે.

આ બધી વસ્તુઓ તમારા વ્યક્તિત્વને સંપૂર્ણપણે રૃપાંતરિત કરી દેશે. જે આપણા દેશ અને સમાજ માટે ગર્વ સમાન હશે.

સાભાર – http://www.passionatewriters.org

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments