ઇજિપ્તની ચૂંટાયેલી લોકશાહી સરકારના વિરુદ્ધ લશ્કરી બળવા અને પ્રમુખ ડૉક્ટર મુહમ્મદ મુરસીને જેલમાં બંધ કર્યા પછી એક લાંબા સમય સુધી તેમના સાથે કોઈની પણ કોઈ જાતની મુલાકાત નહોતી થઈ શકી. આ લાંબી મુદ્દત પછી પ્રમુખ, ડૉક્ટર મુહમ્મદ મુરસીના પુત્ર ઉસામા મુહમ્મદ મુરસી તે પહેલા ભાગ્યશાળી વ્યક્તિ છે જેમને કોર્ટ રૂમમાં પ્રમુખ મુહમ્મદ મુરસીથી સીધી મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સમયે ‘કબ્ઝતુલ રઈસ’ નામ વેબપેજએ ઉસામા મુહમ્મદ મુરસીનો ખાસ ઇન્ટરવ્યુ લીધો હતો. સંપૂર્ણ ઇન્ટરવ્યુ ‘ઇખ્વાન વેબ’ના આભર સહ અત્રે પ્રસ્તુત છે.
પ્રશ્નઃ પ્રમુખ ડો. મુહમ્મદ મુરસી સાથે અન્યાય પૂર્ણ રીતે મૃત્યદંડના ફેંસલા પછી પ્રથમ મુલાકાત કેવી રહી?
ઉસામા મુહમ્મદ મુરસીઃ પ્રમુખ મુહમ્મદ મુરસી ઉપર થોપવામાં આવેલ ન્યાયનું અપમાન કરનાર જેલના મુકદ્માની કાર્યવાહીના પ્રથમ સેશન પછી હું કોર્ટ રૃમમાં તેમના સાથે મળ્યો. આ મુલાકાત ૧૫ મિનિટની રહી. તેમણે સસ્મિત ચહેરે મારી સાથે હાથ મેળવ્યા. બૌદ્ધિક રીતે અને માનસિક રીતે તેઓ બિલ્કુલ પ્રસન્ન ચિત્ત છે. તે આજે પણ સંપૂર્ણ આશાવાદી છે. તે વિશ્વાસ ધરાવે છે જેમકે તેમણે મને કહ્યું પણ ક્રાન્તિના માધ્યમથી તે માર્ગો સમતલ બની રહ્યા છે, જે પહેલા નહોતા થયાં અને દેશની જનતા પર હવે સ્પષ્ટ થઈ ચુક્યું છે કે ક્રાન્તિ અને દેશની સુખાકારીનો દુશ્મન કોણ છે?
પ્રશ્નઃ મૃત્યુદંડના ફેંસલાને મુફ્તીએ આઝમથી મંજૂરી મેળવવા માટે તેમની પાસે મોકલવાના જજના ફેંસલા પર પ્રમુખ મુહમ્મદ મુરસીનો પ્રતિભાવ શું હતો?
ઉસામા મુહમ્મદ મુરસીઃ પ્રમુખે મને કહ્યું, “ન હું આ ફેંસલાથી ભયભીત છું કે ન કોઈ બીજા ફેંસલાથી કે ન મૃત્યુદંડથી. આપણોે આ ફેંસલા અને સજાઓ તરફ કાન ધરવા જોઈએ નહીં. લશ્કરી બળવા દરમ્યાન બીકણ સૈનિકોએ સંતાઈ-સંતાઈને ગોળીબાર કરીને લશ્કરી બળવાનો વિરોધ કરનાર નિર્દોષ નાગરિકોને શહીદ કરી દીધા હતા. મારા માટે અને તે તમામ આઝાદીના ચાહકો અને વતન પ્રેમીઓ માટે જે મિસરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સક્રિય છે આ મૃત્યુદંડ એ શહાદતને યથાર્ય ઠેરવે છે.”
પ્રશ્નઃ શું તે ફાંસીથી ભયભીત નથી? આપે આ સિલસિલામાં પ્રજાની ઊંડી ચિંતાથી તેમને વાકેફ નથી કર્યા?
ઉસામા મુહમ્મદ મુરસીઃ પ્રમુખે મને સંપૂર્ણ વિશ્વાસપૂર્વક જણાવ્યું કે, “હું જરાપણ ભયભીત નથી. મને વિશ્વાસ છે કે જનક્રાન્તિ તે લોકો (જનરલ સીસી એન્ડ ગ્રુપ)ને સ્વચ્છ રીતે મુકદમો ચલાવવા માટે વિવિશ કરશે. હું મિસરના તમામ વતનપ્રેમી પુરુષો અને સન્નારીઓથી વાયદો કરૃં છું કે હું લશ્કરી બળવાનો સામનો કરવા અને તેને રદ કરવામાં કદાપિ નાહિમ્મતનું પ્રદર્શન નહીં કરૃં. પરંતુ આવી જ પ્રબળ હિમ્મત અને અડગતાનું પ્રદર્શન કરીશ, જેનું પ્રદર્શન મિસરની ગલીઓમાં હજારો બહાદુરો, ક્રાન્તિવીરો કરી રહ્યા છે. હું બળવાને રદ કરવા માટે ભવિષ્યમાં પણ સંકલ્પ અને હિંમત સાથે સૈદ્ધાંતિક રીતે પ્રભાવપૂર્વક આવી જ રીતે અડગ રહીશ, જેવી રીતે અત્યાર સુધી રહ્યો છું.”
પ્રશ્નઃ પ્રમુખ મુહમ્મદ મુરસીની નજરમાં (લશ્કરી બળવાનો) શું ઉકેલ છે?
ઉસામા મુહમ્મદ મુરસીઃ પ્રમુખના મત પ્રમાણે ઉકેલ એ જ છે કે લોક ક્રાંતિ પીછે હઠ કર્યા વગર પોતાની મંઝિલ તરફ અવિરત પણે ચાલતી રહે. તેમણે વધુમાં કહ્યું કે, “લશ્કરી બળવાના બંડખોરો આમ જનતાની ઇચ્છાઓનું ખૂન કરીને ક્રાંતિ પર પ્રતિબંધ લગાવવા માગે છે. પરંતુ હું સૌને કહીશ કે જરાપણ ડર અને ભય વગર ક્રાંતિને તેની મંઝિલ સુધી લઈ જાય.”
પ્રશ્નઃ પરંતુ લશ્કરી શાસનમાં ક્રાંતિના પ્રદર્શનકારીની હત્યાઓનો સિલસિલો સતત ચાલુ જ છે?
ઉસામા મુહમ્મદ મુરસીઃ પ્રમુખ મુરસી લશ્કરી કાર્યવાહીમાં માર્યા ગયેલા તમામ શહીદોના પરિવારજનોથી પોતાની તીવ્ર દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને તે તમામ પિડિતો અને વંચિતોને (તેમના બલિદાન માટે) સલામ પેશ કરે છે. પ્રમુખ મુરસીએ વધુમાં મને કહ્યું, “શહીદોનું લોહી રંગ લાવીને રહેશે અને જનતાને તેમના હક્કો મળશે. લશ્કરી બળવો હતાશ અને નિષ્ફળતા તરફ જઈ રહ્યો છે. ક્રાંતિની સ્વતંત્રતાની માગ અને તેના હેતુઓ દ્વારા બળવો ભૂંડી રીતે પરાજીત થઈને રહેશે.”
પ્રશ્નઃ આ ગેરકાનૂની મૃત્યુદંડની જાહેરાતે ઘણા લોકોએ પ્રમુખ મુહમ્મદ મુરસીને ટેકો જાહેર કરવાના નિર્ણયથી માહિતગાર કર્યા?
ઉસામા મુહમ્મદ મુરસીઃ મેં પ્રમુખ મુહમ્મદ મુરસીને પ્રજાની લશ્કરી બળવા પર ટીકાઓ અને (પ્રમુખ મુહમ્મદ મુરસી) પ્રત્યે હમદર્દીની લાગણીઓથી વાકેફ કર્યા. તે એ તમામ લોકોનો શુક્રિયા અદા કરે છે જેઓ તેમને અને મિસરના પીડિતોને સાથ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, “લોકક્રાંતિની શક્તિ અને બહાદુરીથી તેમને શક્તિ પણ પ્રાપ્ત થાય છે અને મક્કમતા, હિમ્મત પણ મળે છે. જ્યાં સુધી ક્રાંતિ પોતાની નિશ્ચિત મંઝિલ સુધી નહીં પહોંચશે અને ક્રાંતિના હેતુઓ અને માંગો પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તે અડગ રહેશે.”
પ્રશ્નઃ પરિવર્તિત સામાન્ય લોકોના જજોના (પ્રમુખ મુહમ્મદ મુરસી પ્રત્યે) અયોગ્ય આચરણ ઉપર એ સીસી (લશ્કરી શાસકે) શાસકના વ્યવહારથી દુખિત હૃદય છે?
ઉસામા મુહમ્મદ મુરસીઃ પ્રમુખ ડોક્ટર મુહમ્મદ મુરસીએ મને કહ્યું કે, “તે જજ સાહેબો, જેઓ મને (મુકદમાની સુનાવણી દરમ્યાન) જેલના સળિયાઓ પાછળ રાખવા માટે આગ્રહ રાખે છે કે જેથી હું મારા કેસની તમામ વિગતો સાંભળી ન શકું. હકીકતમાં તેઓ મારો સામનો કરવાથી ડરે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “હું એવા કોઈ પણ ખોટા અને અયોગ્ય વર્તનનો પ્રત્યુત્તર નહીં આપુ, જેનાથી બંડખોરોની નાલાયકી પ્રગટ થતી હોય. આ બધા બિલકુલ તેમના લીડર (એ સીસી)ના જેવા જ છે.”
પ્રશ્નઃ મિસરની જનતા માટે પ્રમુખ મુરસીનો શો સંદેશ છે?
ઉસામા મુહમ્મદ મુરસીઃ પ્રથમ તેમણે મને સાધારણ જનતા વિશે પુછયું. પછી તેમની હાલત અને તેમની સખત અજમાઈશો વિશે પુછયું, મે તેમને જણાવ્યું કે પરિસ્થિતિ કેટલી બધી અવર્ણનીય છે. તેમણે કહ્યું, “ચિંતા ન કરો. પરિર્તન તમામ હાલતને સારી બનાવી દેશે.”
પ્રશ્નઃ ક્રાંતિકારી વીર બહાદુરો, પીડિતો અને શહીદોના પરિવારો માટે તેમના શો સંદેશ છે?
ઉસામા મુહમ્મદ મુરસીઃ તેમણએ કહ્યું છે કે, “સૌને કહો કે પરિવર્તન જ સર્વોત્તમ ઇલાજ છે. પરિવર્તન માટે ક્રાંતિ જ એક માર્ગ છે. બળવો પરાજય ઉપર પરાજય તરફ વધી રહ્યો છે. આ વધારે સમય સુધી નહીં ટકી શકે અમને શહીદોના ખૂનનું ફળ પ્રાપ્ત થઈને જ રહેશે. (અમારા પૈકી) ન કોઈ એ ફળની ઉપેક્ષા કરે અને ન જ હિંમત હારી બેસી જાય.”
પ્રશ્નઃ પ્રમુખ મુહમ્મદ મુરસી સંબંધિત કોઈ વાત મિસરની આમ જનતાને કહેવા આપ ઇચ્છો છો?
ઉસામા મુહમ્મદ મુરસીઃ પ્રમુખ મુહમ્મદ મુરસી અત્યારે પહેલાં કરતાં પણ વધારે મજબૂત છે. તેમને સંપૂર્ણ આશા છે કે બળવાના મુકાબલામાં લોક ચળવળનો વિજય થશે જ. તે મિસરની આમ પ્રજાને ક્રાંતિને મંઝિલ સુધી પહોંચાડવા માટે દરખાસ્ત કરે છે. તે હજુ પણ સંપૂર્ણ આશાવાદી છે. *