Saturday, December 21, 2024
Homeમનોમથંનઆતંકવાદ અને આતંકવાદી ઘટનાઓ

આતંકવાદ અને આતંકવાદી ઘટનાઓ

૧૩મી નવેમ્બરની સાંજે પેરીસ શહેર ઘણઘણી ઉઠયું દુર્ઘટનાએ ૧૨૯ લોકોનો જીવ લઇ લીધો. ચાર્લિ હેબ્દો પર કરવામાં આવેલ હુમલાની યાદ પેરીસવાસીઓના માનસપટલથી ભુંસાઇ નહતી. ત્યાં જ બીજો ખતરનાક હુમલો. અત્યંત ધૃણાસ્પદ, નિંદનિય અને ક્રુર હુમલો. સીરીયામાં કાર્યરત ISISએ હુમલાની જવાબદારી સ્વિકારી છે. ISIS પર ફ્રાંસ દ્વારા હુમલાઓ ચાલુ હોવાથી આ હુમલો પ્રતિક્રિયા સ્વરૃપે હોઇ શકે. તુર્કીમાં યોજાયેલ જી-૨૦ સંમેલનમાં જ્યાં તમામ દેશો હુમલાની નિંદ કરી રહ્યા હતા અને ISIS ને વખોડવાની વાતો ચાલતી હતી ત્યાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વિવાદનો મધપુડો છંછેડતા જણાવ્યું કે ISISને ૪૦ દેશો મદદ કરી રહ્યા છે. તેમણે ૪૦ દેશોનું લીસ્ટ તો નથી આપ્યું પરંતુ તેમનું નિવેદન તાર્કિક જરૃર લાગે છે ISISને હુમલાઓ કરવા માટે જરૂરી શસ્ત્રો કોણ પહોંચાડી રહ્યું છે? ISIS બશરૃલઅસદના સૈન્ય સામે ઉભું થયું હોવાથી તેઓ પ્રશિક્ષિત સૈનિકો તો નથી તો તેમને આધુનિક હથિયારોંને ચલાવવાની ટ્રેનિંગ કોણ આપી રહ્યું છે? આ બાબતો શંકા જન્માવે છે કે ISIS કેટલાંક ‘મોટા’ દેશોના ઇશારે કામ કરી રહ્યું હોય!!! બીજો ખ્યાલ આ પણ છે કે ફ્રાન્સે આ હુમલો પોતે કરાવ્યુ હોય કારણ કે સીરીયામાંથી જે લાખો લોકોનું યુરોપ તરફ સ્થળાંતર થયું છે તે મહ્દઅંશે બે દેશોમાં થયું છે. એક જર્મની અને બીજું ફ્રાન્સ. આ સ્થળાંતરને રોકવા માટે આ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હોય. આ પ્લાન પાછળ બીજો છુપો હેતુ આ પણ હોય શકે કે ફ્રાન્સમાં મુસ્લિમોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. તેથી ત્યાંના મુસ્લિમોને ભયના ઓથાર હેઠળ લાવવામાં આવેે. હુમલા પછી પેરીસમાં ઘણી જગ્યાએ રેડ પાડવામાં આવી અને કોમ્બિંગ કરવામાં આવ્યું. પરીણામે ત્યાંના મુસ્લિમ રહીશોને ચોક્કસ હાલાકી ભોગવવી પડી રહી છે.આ બાબત તેમને માનસિક રીતે આઘાત પહોંચાડી શકે છે.

ત્રીજી શંકા એમ પણ સેવવામાં આવી રહી છે કે પેલેસ્ટાઈનનો રાજ્ય તરીકેનો સ્વિકાર કર્યા બદલ ઇઝરાઈલે ધમકી ઉચ્ચારી હતી કે ફ્રાન્સને આ સ્વીકારની કિંમત ચુકવવી પડશે. આ ધમકીના અનુસંધાનમાં આ હુમલો થયો હોય તો નવાઇ નહીં. હુમલા પાછળ ગમે તેનો હાથ હોય પણ મરનારા તો માણસો જ હતા!!! દરેક વ્યક્તિને જીવવાનો હક છે પછી તે પેરીસનો હોય,સીરીયાનો હોય, પેલેસ્ટાઈનનો હોય,અફઘાનિસ્તાનનો હોય કે ગમે ત્યાંનો હોય.

આતંકવાદીના હુમલાઓ જોઇએ તો ૨૧મીં સદીની શરૃઆતથી અત્યાર સુધી એટલે કે ૧૫ વર્ષના સમયગાળા દરમ્યાન સેંકડો થઇ ગયા, આ હુમલામાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ૨૦૦૧માં અમેરીકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલ હુમલાએ અમેરીકા સહિત તમામ દેશોને ચોંકાવી દિધા, જવાબી કાર્યાવાહી સ્વરૃપે અમેરીકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને પુરા દેશ પર કબ્જો જમાવી લીધો. અમેરીકામાં થયેલ હુમલો ખરેખર ઓસામા બિન લાદેને કર્યો હતો કે પછીહુમલો અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવા માટેનો ઘડી કાઢેલો કિમિયો હતો એક જગજાહેર છે.

બીજા વિશ્વયુધ્ધ પછી સમગ્ર દુનિયાના તમામ દેશોએ શાંતિ અને સલામતિની વાત કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે સમજુતીઓ થઇ. આમ કોઇ પણ દેશ બીજા દેશ પર પોતાનું પ્રભુત્વ લાકડીના જોરે જમાવી શકે તે શક્યતા લગભગ નહિંવત થઇ ગઇ હતી. તેથી અમેરીકા અને રશીયા જે ટેકનોલોજી,શસ્ત્રો અને આર્થિક રીતે એક-બીજાના પ્રતિસ્પર્ધિ છે તેમની વચ્ચે વર્ષો સુધી કોલ્ડ વોર ચાલ્યું. પરંતુ યુધ્ધની પરિસ્થિતિ ન સર્જાઈ. છેવટે બંનેમાં સુપર પાવર બનવાની ઇચ્છા ઠેરનીઠેર રહી. રશીયાની અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવાની ઇચ્છા પુર્ણ ન થઇ શકી તેની પાછળ અમેરીકાની ચાવીરૃપ ભૂમિકા હતી પરંતુ અમેરીકાએ આતંકવાદને અટકાવવાના નામે અફઘાનિસ્તાન અને ઇરાકમાં ‘આતંક’ સર્જી કબ્જો જમાવવામાં સફળતા મેળવી લીધી.

આતંકવાદી ઘટનાઓ કે જેમાં મીડીયાએ ખૂબ ઉહાપોહ મચાવ્યો હોય ,તેમાં મરનારા લોકોની સંખ્યા ૫૦૦૦થી વધારે નથી પરંત જ્યારે અમેરીકાએ અફઘાનિસ્તાન પર અને ઇરાક પર જે હુમલાઓ કર્યા તેમાં મરનાર લોકોની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ લાખ છે જેની ન્યાયિક મીડીયાએ જ ખાસ નોંધ લીધી છે.જેવી રીતે મીડીયા આતંકી હુમલાઓમાં માર્યા ગયેલા લોકો માટે આક્રંદ કરતું જોવા મળે છે તેવો આક્રંદ અફઘાનિસ્તાન માટે નથી, ઇરાક માટે નથી, પેલેસ્ટાઈન માટે નથી જ્યાં હજારોની સંખ્યામાં માસુમોને આતંકવાદના નામે મારી નાંખવામાં આવ્યા. ઇજિપ્ત માટે નથી જ્યાં લોકશાહીનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી અને લોકશાહી ઢબે ચુંટાયલે લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા. અહીં આત્મઘાતી હુમલાઓમાં માર્યાં ગયેલા લોકો માટે જેટલી સહાનુભૂતિ દાખવવામાં આવે છે, તેટલી સહાનુભૂતિ દરેક નિર્દોષ માટે હોવી જોઇએ. મિડીયાએ ચાર્લિ હેબ્દો પર થયેલ હુમલાને વખોડયું. નિઃશંકપડે વખોડવું જોઇએ.પુરંતુ જ્યારે તેઓ મુહમ્મદ સલ્લ.નું ચિત્ર બનાવીને તેમનો મજાક ઉડાવે છે ત્યારે મિડીયા તેમની આ હરકતને કેમ વખોડતુ નથી?

મુહમ્મદ સલ્લ. પ્રત્યે મુસ્લિમો જેટલો પ્રેમ અને આદરભાવ ધરાવે છે તેટલો આદરભાવ અને પ્રેમ દુનિયાના કોઇ પણ ધર્મના લોકો તેમના ધર્મગુરૃ પ્રત્યે રાખતા નથી તો તેમને મુસ્લિમોની ભાવના અને શ્રધ્ધાને ઠેસ પહોંચાડવાનો હક કયાંથી પ્રાપ્ત થઇ ગયો અને તે સમય મિડીયા કેમ ચૂપ થઇ જાય છે? મિડીયાની આ ભેદભાવપુર્ણનિતીને કારણે લોકોમાં મુસ્લિમો પ્રત્યે ઝેર ઘોળવામાં આવ્યું છે, આ લખતા મન દુખી છે પરંતુ આ હકીકત છે. મિડીયાએ આતંકવાદને વેગ આપ્યો છે લોકોમાં કોમી વેમનસ્ય ઉભું કર્યું છે. લોકોમાં મુસ્લિમોની એવી છબી ઉપસાવવામાં આવી છે કે જાણે મુસ્લિમો ખુબ જ ક્રૂર, ધર્માંધ, ઝનૂની અને અભણ હોય છે. આમ મિડીયાએ પોતે એક આતંકવાદીની ભુમિકા ભજવીને લોકોમાં મુસ્લિમો પ્રત્યે આતંકને જન્મ આપ્યો છે.

દુનિયાના ઠેકેદારોએ ઇસ્લામ અને મુસ્લિમોને એક દુશ્મન તરીકે ચિતર્યા છે કે જેથી દુનિયાને મુસ્લિમોનો ડર બતાવીને તેમનો વિશ્વાસ જીતી શકાય અને ઇસ્લામને વધતો અટકાવી શકાય. પરંતુ ઇસ્લામ એ પ્રેમ, શાંતિ અને કરૃણાંનો ધર્મ છે, તે સિમિત ના રહી શકે તે તો વિસ્તરવા માટે આવ્યો છે. આ ધર્મ લોકોના હૃદયમાં સ્થાન બનાવે છે. કારણકે આ ધર્મ પ્રાકૃતિક ધર્મ છે. અમેરીકાએ ઓસામાના નામે ઇસ્લામને ખૂબ બદનામ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ૨૦૦૧ પછી અમેરીકામાં ઇસ્લામ અંગીકાર કરનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. ઘણા સમયથી ફ્રાન્સમાં પણ ઇસ્લામને રોકવાનો પ્રયાસ થઇ રહ્યો છે, ભુતકાળમાં સાર્કોઝીએ પરદા પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરીણામ શું આવ્યું,સ્ત્રીઓ પડદામાં પોતાને વધારે સુરક્ષિત અનુભવે છે અને તેથી જ ઇસ્લામ અંગીકાર કરે છે અને પડદામાં રહેવાને પસંદ કરે છે. દુનિયા ઇસ્લામને બદનામ કરવાના અને ખતમ કરવાના જે કાવત્રા કરી રહી છે તેને બંધ કરવા જોઇએ અને ઇસ્લામને સાચા હૃદયથી સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments