અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧. તમને લોકોને વધુને વધુ અને એકબીજાથી વધીને દુનિયા પ્રાપ્ત કરવાની ધુને ગફલતમાં નાખી રાખ્યા છે,
૨. ત્યાં સુધી કે (આ જ ચિંતામાં) તમે કબરોના કિનારા સુધી પહોંચી જાઓ છો.
૩. કદાપિ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે.
૪. પછી (સાંભળી લો કે) કદાપિ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે.
૫. કદાપિ નહીં, જો તમે વિશ્વસનીય જ્ઞાાનના રૃપે (આ વર્તનના અંજામને) જાણતા હોત (તો તમારું આ વર્તન ન હોત).
૬. તમે જહન્નમ (નર્ક) જોઈને રહેશો,
૭. પછી (સાંભળી લો કે) તમે વિશ્વાસની સાથે તેને જોઈ લેશો.
૮. પછી જરૃર તે દિવસે તમારા પાસેથી આ કૃપાઓ વિષે જવાબ માગવામાં આવશે.