અા વર્ષે ૪થી એપ્રિલ જ્યારેઔ મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી બન્યા તો સૌએ રાજ્યની પહેલી મહિલા મુખ્યમંત્રી તરીકે તેમનું સ્વાગત કર્યું હતું.૧૨મી જુલાઇએ મહેબૂબા સરકારના ૧૦૦ દિવસ પુરા થાય છે. પરિસ્થિતિ તો ઉત્સવ મનાવવા જેવી નથી પણ ૧૦૦માં દિવસે મહેબૂબાને પોતાની ખુર્સીથી સંદેશ આપવો પડે છે. મુખ્યમંત્રી રવિવાર પછી લોકો વચ્ચે ગયા નથી. ઇન્ડિયન એક્પપ્રેસ લખ્યું છે કે મહેબુબાએ પોતના મંત્રીઓને આદેશ આપ્યો છે કે તેઓ લોકો વચ્ચે જાય. દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લામાં જ્યારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ ઉપર ઉચ્ચ કક્ષાની મીટીંગ થઇ ત્યારે મહેબૂબા મુફ્તી હાજર ન હતા. વિરોધ પક્ષના નેતા ઉમર અબ્દુલ્લાહએ પ્રશ્ન પણ ઉઠાવ્યો કે આ મીટીંગમાં કાશ્મીરનું કોઇ પ્રતિનિધિત્વ જ નથી. મુખ્યમંત્રી વિડિયો કોન્ફરન્સથી પણ મીટીંગમાં ભાગ લઇ શક્યો હોત. કાશ્મીર માટે મીટીંગ થઇ રહી હોય અને કાશ્મીરનો જ કોઇ પ્રતિનિ એમાં હાજર ન હોય તો રાજ્યમાં આનો શું સંકેત ગયો હશે. વડાપ્રધાને પણ આ બાબતમાં કોઇ ટ્વીટ કર્યું નથી. અને કોઇ નિવેદન પણ આપ્યું નથી. મીટીંગ પછી પી.એમ.ઓમાં મંત્રીશ્રી જીતેન્દ્રસિંહે નિવેદન આપ્યું કે વડાપ્રધાનશ્રી કાશ્મીરની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને રાજ્યને શક્ય હોય એટલી મદદ કરવામાં આવશે.વડાપ્રધાને કાશ્મીરની પરિસથિતિની સમીક્ષા કરી અને આ બાબતમાં અમને માર્ગદર્શન આપ્યું. અમન અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. અને પરિસ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. શું આ નિવેદન જનતા માટે પુરતું છે?
વિરોધ પ્રદર્શન દરમ્યાન હિંસામાં માર્યા ગયા લોકો માટે કોઇ શબ્દ નથી. સમાચાર મુજબ વડાપ્રધાને મીડીયા ઉપર નારાજગી વ્યક્ત કરી છે કે આતંકવાદી બુરહાનને હીરો તરીકે કેમ જાહેર કરવામાં આવ્યો છે. શું મીડીયા કવરેજના લીધે આ સમસ્યા ઉત્પન્ન થઇ કે ખીણમાં લોકો મીડીયાની વિરૃધ્ધ પણ ગયા? શું આ ભવિષ્યમાં આવનારી રાજકીય લાઇનનો સંકેત છે? શું નારાજી આ વાતને લીધે તો નથીકે બુરહાનના જનાઝામાં હજારો લોકોને કોેની પરવાનગીથી શામેલ કરવામાં આવ્યા? વડાપ્રધાન કાશ્મીરને સમજે છે, કારણ કે ૭મી નવેબ્મર ૨૦૧૫ના દિવસે શેરે કાશ્મીર સ્ટેડિયમમાં તેમણે આવું જ કઇંક કહ્યું હતું. મને દુનિયામાં કાશ્મીર ઉપર કોઇની સલાહની જરૃર નથી. અટલજીના ત્રણ મંત્રો છે અને આ આગળ વધવા માટે પુરતા છે. કાશ્મીર વગર હિન્દુસ્તાન અધુરુ છે.
જમ્મુ કાશમીરમાં પી.ડી.પી., બીજેપીની સરકાર છે. રાજ્યના સ્વસ્થય મંત્રી બાલી પણ બી.જે.પી.ના છે. મોટી સંખ્યામાં ઘાયલો દવાખાનામાં દાખલ છે. અમારી પાસે એની ચેક્કસ અને પાકી માહિતી નથી કે આરોગ્ય મંત્રશ્રીએ દવાખાનાની મુલાકાત લીધી છે કે નહિં. શ્રી નગરના મિસ્ટર મહારાજા હરિસિધ્ધ દવાખાનામાં સૌથી વધારે ઘાયલો દાખલ છે. ત્યાં કોઇ પણ મંત્રી ગયા નથી. એનાથી શું સંદેશ મોકલાઇ રહ્યો છે.
કાશ્મીરમાં જ્યારે ઘોડાપુર આવ્યું હતું ત્યારે વડાપ્રધાને દીવાળીની રાત્રી ત્યાં જ રોકાયા હતા. ૭ નવેમ્બર ૨૦૧૫ની સભામાં વડાપ્રધાને કહ્યું હતું કે શું જમ્મુ કાશ્મીરની જનતાને એ તમામ હક્કો મળવા જોઇએ કે નહિ જે ભારતના બીજા બધા નાગરીકોને મળે છે. અહિંયા જ તેઓએ ૮૦૦૦ કરોડનું પેકેજ આપવાનું વચન આપ્યું હતું તે કેટલું પુરૃં થયું છે? વડાપ્રધાને કહ્યું હતું કે જે રાજ્યે પરવેઝ રસુલ જેવો ક્રિકેટર આપ્યો છે તેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ કેમ થઇ શક્તી નથી? સામાન્ય રીતે પહેલા દિલ્હીનો મીડીયા પણ મિલીટન્ટ લખતો હતો, પણ ઘણા વર્ષોથી ટેેરરિસ્ટ ક્રિકેટથી દૂર રહેનારા આપના એંકરને ખબર નથી કે બી.સી.સી.આઇ. કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય મેચ કરાવવા માટે શું પ્રયત્ન કરી રહી છે. શું આ બધી બાબતો ડાઇલોગ સ્થાપિત કરવામાં મદદરૃપ થઇ શકી હોત??
૧લી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ જમ્મુમાં વડાપ્રધાનની એક સભા થઇ હતી. એનું નામ લલકાર રેલી આપવામાં આવ્યું હતું એ સમયનું ભાષણ વડાપ્રધાન મોદીની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. જમ્મુમાં તેઓએ કાશ્મીરની આઝાદીની માંગ અને ભાગલાવાદી રાજકારણને એક નવી જ દિશા આપી હતી. વડાપ્રધાનના હોદ્દાના ઉમેદવાર તરીકે તેઓએ કહ્યું હતું કે, “આ સેપ્રેટ સેપ્રેટના નામ ઉપર સેપ્રેટીઝમને ઉત્તેજન આપવામાં આવ્યું છે, ભાગલાવાદી નીતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ભાગલાવાદી પરિબળોને પ્રોત્સાહન (ફરોગ) આપવામાં આવ્યું છે, ભાઇઓ અને બહેનો કેટલું સારૃ હોત કે જ્યારે સેપ્રેટ સ્ટેટ બનાવવાને બદેલ સુપર સ્ટેટ બનાવવાના સ્વપનો જોવામાં આવ્યા હોત. તમે લોકો જ બતાવો કે તમને સેપ્રેટ સ્ટેટ જોઇએ કે સુપર સ્ટેટ?”
એક રીતે વડાપ્રધાને સેપ્રેટ સ્ટેટની વાત રદ કરી કરી નાખી પણ શું સુપર સ્ટેટ બનાવવાની દિશામાં તેમની અથવા તો મહેબૂબાની સરકાર પોતના વચનો ઉપર ખરી ઉતરી રહી છે. લોકો તેે મંુઝવણમાં છે કે આટલી મોટી સંખ્યામાં બુરહાનના જનાઝામાં લોકો કેવી રીતે આવી ગયા. દિલ્લીની વાત ચીતમાં પ્રશ્નો પહેલાથી નક્કી છે. સમજવાની જગ્યાએ પોતપોતાની સમજ થોપવાનો પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યાંના લોકોની ફરિયાદ દરેક પ્રકારના સંરક્ષણ બટાલિયન માટે છે. અહીંના લોકોને માત્ર સંરક્ષણ બટાલિયનોની અવાજ સંભળાવે છે. આ એક તફાવત છે આ એક દીવાલ છે કે આપ કાયમ એની પેલી બાજુ જોઇને વાત કરો છો, આ બાજુ નહિં.
ખાડીમાં કરફ્યુની વીરાની ઘણુ બધું કહી રહી છે. બુધવાર સુધી કર્ફયું છે. લોકશાહીને જીવંત અને જવાબદાર બનાવવાની બાંયધરી આપવાવાળા સોશ્યલ મીડીયા આતંકવાદનું ધ્વજવાહક અને કાનૂન વ્યવસ્થામાં રૃકાવટ કહીને બંધ કરી દેવામાં આવ્યો છે. આ પ્રશ્ન તો પુછવો જ પડશે કે કેમ ભણેલા ગણેલા અને સમૃધ્ધ કુટુંબના યુવાનો આતંકવાદના માર્ગ ઉપર જઇ રહ્યા છે? કોઇએ કહ્યું કે સિક્યુરીટી ફોર્સીસનો અત્યાચાર તેમને એ પ્રત્યેક ઘરમાં મળશે જ્યાંથી કોઇ વિદ્રહ બન્યો હોય. તેમ છતાં યુવાનો કહે છે કે અમે યુનિફાર્મ જોઇને મોટા થઇએ છીએ. અમારા માનસ પર એક ખાસ પ્રકારનો પ્રભાવ હોય છે. કોઇ અમને સમજતા કેમ નથી.
ન્યુઝીલેન્ડે કાશ્મીરી મીડીયા અને દિલ્હી મીડીયાના કેટલાક અંશોમાં થયેલ રિપોર્ટીંગનો તુલ્નાત્મક અભ્યાસ કર્યો છે. તેને આ ફરક જોવા મળ્યો છે કે દિલ્હી મીડીયા પાસે પોલીસ અને સિક્યુરીટી ફોર્સીસ તરફદારી વધુ છે. અને કાશ્મીરી મીડીયામાં લોકોની તરફદારી વધુ છે. દિલ્હી મીડીયામાં મરનારા લોકોની માત્ર એક સંખ્યા છે. જ્યારે કાશ્મીરી મીડીયામાં મૃત્યુ પામનાર લોકોની માત્ર સંખ્યા જ નથી નામ પણ છે. એક સમસ્યા શબ્દની પણ છે. કાશ્મીરી મીડીયા મિલીટન્ટ શબ્દનો ઉપયોગ કરે છે જ્યારે દિલ્હીનો મીડીયા સીધે સીધું ટેરેરીસ્ટ લખે છે. એટલે કે આતંવાદી લખવા લાગ્યો છે.
૨૦૧૧માં જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે સ્પેશીયલ સ્કોલરશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૨૦૦ કરોડની આ યોજના હેઠળ દર વર્ષે પાંચ હજર વિદ્યાર્થીઓને ભારતના તમામ કોલેજોમાં પ્રવેશ આપવાનો હતો. જેથી કરીને ખીણના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ધારામાં જોડાઇ શકે. છેલ્લે બે વર્ષથી આ સ્કોલરશીપની ડિમાન્ડ ઘટવા લાગી છે. વિદ્યાર્થીઓએ આના કેટલાક કારણો બતાવ્યા છે. પેહલી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે જીવન પ્રકાશ શર્માએ હિન્દુસ્તાન ટાઇમ્સમાં આ સ્કીમ ઉપર એક રિપોર્ટ પ્રકાશિત કરી હતી. પ્રધાનમંત્રીના નામ ઉપર ચાલનારી આ સ્કિમમાં વિદ્યાર્થીઓને એવી કોલેજોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કે જ્યાં ધરતી ઉપર કોલેજનું અસ્તિત્વ જ ન હતું. કેટલીક વાર ફંડ સમયસર ના આવવાના કારણે કોલેજોએ વિદ્યર્થીઓને કાઢી મુક્યા હતા. અને કેટલીક કોલેજોને ખબર જ ન હતી કે આ સ્કોલરશીપનું મહત્વ શું છે? ૨૦૧૫-૧૬ના સેશનમાં ૩૭૪૨ વિદ્યાર્થીઓને આખા દેશની કોલેજોમાં નોમીનેશન માટે મોકલવામાં આવ્યો. આમાંથી ૧૨૦૦ વિદ્યાર્થીઓએ ઓફર સ્વિકારી પણ ઘણા બધાએ પ્રવેશ લીધો નથી. લગભગ ૭૦ ટકા વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ લીધી નથી.
જો પ્રધાનમંત્રીના નામથી ચાલનારી એટલી મહત્વની યોજનાની આ દશા છે તે અમો કઇ વાત-ચીતની આશામાં બેઠા છીએ. આ યોજના હેઠળ ભારતની કોલેજોમાં અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓને એમના રૃમમાંથી બહાર કાઢીને પુછવામાં આવે કે તેઓ કયું માંસ ખાઇ રહ્યો છે? તો શું દશા થશે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશનને એની દરકાર રાખવાની હતી. આ સ્કીમને મોનીટર કરવા માટે ઘણા મંત્રીઓની એક કમીટી બનાવવામાં આવી છે. માનવ સંસાધન વિકાસના સેક્રેટરી આના વડા હોય છે.
કાશ્મીરમાં સાક્ષરતાનો દર ૬૮.૭૪ ટકા છે મહિલાઓની સાક્ષરતાની બાબતમાં જમ્મુ કશમીર ત્રીસમાં ક્રમે છે. વ્યક્તિદીઠ આવકની બાબતમાં ૨૫માંં ક્રમે છે. બેરોજગારીનો દર ૫.૩ ટકા છે. જ્યારે ભારતનો સરેરાશ ૨.૬ ટકા છે.
આપણને કાશ્મીરનો સુંદર પર્વત જ દેખાય છે. ત્યાંની ગરીબી અને બેરોજગારી દેખાતી નથી. પરિસ્થિતિ જવાબદાર છે તો ત્યાંની સરકાર રાજ્ય સરકાર શું કરી રહી છે? તેમ છતાં જુનિયર રિસર્ચ ફેલોશીપ હેઠળ ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચમાં શામેલ થનાર કાશ્મીરના વિદ્યાર્થીઓ ખૂબ સારૃ કરે છે. આ ઓલ ઇન્ડિયા પરીક્ષામાં કાશ્મીરના વિદ્યાર્થીઓ ટોપના ૫૦ વિદ્યાર્થીઓમાં હોય છે. મને પણ આશ્ચર્ય થયું કે કાશ્મીરના વિદ્યાર્થીઓ વેટરનરી અને એગ્રીકલ્ચર સાઇન્સનું શિક્ષણ કેમ મેળવી રહ્યા છે. તો એક વિદ્યાર્થીઓએ બતાવ્યૂ કે રાજ્યમાં ૧૦૦૦ થી વધુ વેટરનીરી ગ્રેજ્યુએટ બોરજગાર છે. આ જ વર્ષે ૨, જુલાઇના રોજ જમ્મુમાં બેરોજગાર વેટરનરી ડોક્ટરોએ પ્રેસ ક્લબની સામે દેખાવ કર્યો હતો કે સરકાર નિમણુકો કેમ કરતી નથી. મુફ્તી મુહમ્મદ સઇદ સાહેબે મુખ્ય પ્રધાન તરીકે વચન આપ્યું હતું. કે નોકરી આપવામાં આવશે પણ સરકારે ફક્ત ૨૪ પોસ્ટ માટે વેકેન્સી (જાહેરાત) આપી છે. રાજ્યમાં ૨૪૪૫ વેટરનરી સેન્ટર્સ છે અને તેમાં ૬૦૦ જ ડોક્ટરો છે. જ્યારે રાજ્યમાં પશુઓની સંખ્યા ઘણીબધી છે. કરોડોમાં છે.
કાશ્મીર ઉપર જ્યારે પણ વાત થાય છે તે કાશ્મીરથી નથી થતી. બધા કાશ્મીરને લઇને પોતપોતાની વાત કરવા લાગે છે. પોતપોતાના પર્વતો ચઢવા લાગે છે. *
સાભાર : રવીશ કુમાર http://naisadak.org/kashmir-ke-awaam-ki-shikayatein-kitni-waajib/