Friday, November 22, 2024
Homeઓપન સ્પેસરવીશ કુમારને મળ્યો પ્રથમ કુલદીપ નૈયર પત્રકારત્વ એવોર્ડ

રવીશ કુમારને મળ્યો પ્રથમ કુલદીપ નૈયર પત્રકારત્વ એવોર્ડ

પ્રખર પત્રકારત્વ માટે ઓળખાતા NDTVના પત્રકાર રવીશ કુમારને પ્રથમ કુલદીપ નૈયર પત્રકારત્વ એવોડથી સન્માનિત કરવામાં આવ્યું. આ એવોર્ડ તેમને ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં ગાંધી શાંતિ સંસ્થા દ્વારા આયોજીત સન્માન સમારંભમાં આપવામાં આવ્યું. આ એવોર્ડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કુલદીપ નૈયરે પોતે પોતાના હસ્તેથી આપ્યો. આ અવસરે રવીશ કુમારે પોતાની આગવી શૈલીમાં રાજનીતિ અને પત્રકારત્વના નિમ્ન સ્તર અને શક્યતાઓ ઉપર વિચારો વ્યક્ત કર્યા. કાર્યક્રમમમાં ઘણા વરિષ્ઠ પત્રકારો, સામાજિક કાર્યકરો, બુદ્ધિજીવીઓ અને સાહિત્યકારો વિગેરે ઉપસ્થિત હતા. તેમનું સંપૂર્ણ પ્રવચન લેખિત સ્વરૃપમાં અત્રે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

રવીશ કુમારનું પ્રવચન
સમગ્ર દુનિયામાં જે રીતે રાજકીય સમયને અપમાન સાથે જોવામાં આવી રહ્યું છે, તે સમય હું પોતાને સન્માનિત હોતો જોઈ તે ઘડિયાળને જોવા જેવું છે, જે અત્યારે પણ ટિક-ટિક કરે છે. દાયકાઓ પહેલા ટિક-ટિક કરવાવાળી ઘડિયાળ શાંત થઈ ગઈ છે. આપણે આહટથી સમયને ઓળખવાનું છોડી દીધું છે. એટલા માટે ખબર નથી પડતી કે ક્યારે કયો સમય બાજુમાં આવીને બેસી ગયો છે. આપણા સૌને પરિક્ષાના એવા ખંડમાં બેસાડી દેવામાં આવ્યા છે, જ્યાં ફ્લાઇંગ સ્કવોડનો ગ્રુપ ધાડ પાડતો રહે છે. આ એહસાસ કરાવા માટે કે આપણી વચ્ચે કોઈ તો ચોર હશે, ક્યારેક તો કોઈ ચોરી કરતો પકડાશે, વારંવાર ખિસ્સાની ઝડતી લેવામાં આવી રહી છે. શાંતિથી પોતાના હિસાબે લખવા-બોલવા વાળાઓની પાછળ ફ્લાઇંગ સ્કવોડ  છોડી દેવામાં આવ્યું છે. જ્યારે પણ કોઈ ફ્લાઇંગ સ્કવોડ આવે છે, ખંડમાં નવેસરથી ફરી તે જ ભય ફેલાઈ જાય છે. ક્યાંક ચોરી ન કરવા પર તે જ ચોરીના અપરાધમાં કોઈ પકડી ન લે. આ ફ્લાઇંગ સ્કવોડ જેટલા ચોરોને નથી પકડયા, તેનાથી વધારે ચોરી ન કરનારાને ભયભિત કરી દીધા છે. અસલ ડિગ્રી વિરુદ્ધ નકલી ડિગ્રીના આ યુગમાં થર્ડ ડિગ્રી નવા-નવા રૃપોમાં ફરી આવી રહી છે. આ યુગનો થાણેદાર છે ન્યૂઝ એન્કર. તે દરરોજ જાહેરમાં એવા લોકોને ધીબે છે જે તેની સમક્ષ જુદુ બોલે છે. આ હાલતમાં વિપક્ષી હોવું અપરાધ છે. વિકલ્પ હોવું અપરાધ છે. વાસ્તવિક હોવું દુરૃચાર છે. સત્ય હોવું પાપ છે. ટીવીએ પહેલા આપણી સાંજને લોકઅપમાં નાંખ્યુ, હવે તો દિવસભર થાણું ચાલુ જ હોય છે. તમે લોકોએ એવોર્ડ માટે ન્યૂઝ એંકરને પસંદ કર્યા છે, આથી જણાય  છે કે દુનિયામાં અત્યારે પણ એવા લોકો છે જે બચેલા છે, જે એક બીજા પરાજય માટે ખતરો ઉઠાવી શકે છે. તેઓ બચેલા રહે તે એક ભ્રમ પણ હોઈ શકે છે. તો પણ હું આપ સૌનો આભારી છું.
આભાર ગાંધી શાંતિ ફાઉન્ડેશન! આ એવોર્ડમાં પત્રકારનો પરસેવો છે. પોતાના વ્યવસાયના મોટા લોકોથી કાંઇ પણ મળી જાય એ બક્ષિસ છે. સમજો કે દુઆ કબૂલ થઈ છે. આપણે સૌ કુલદીપ નૈયર સાહબનો માન કરીએ છીએ. કરોડો લોકોએ આપના લખાણને વાંચ્યુ છે. આપે તે સરહદ ઉપર જઈને મીણબત્તીઓ પ્રગટાવી છે, જેના નામ ઉપર અત્યારના જમાનામાં નફરતની નવી-નવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મોહબ્બતની વાત જ કેટલા લોકો કરે છે, મને તો શંકા છે કે આ જમાનામાં લોકો મોહબ્બત પણ કરે છે? અમે ક્યારેય સવારે ઉઠીને સૂર્યને નથી જોતાં. વોટ્સએપ ખોલીને મોકલવામાં આવેલા ‘ગુડમોર્નિંગ’ના સંદેશને અવશ્ય જોતા હોઈએ છીએ. ટુંક સમયમાં દુનિયા માની લેશે કે સૂર્ય વોટ્સએપ ઉપર ઉગે છે. આપણે ટુંક સમયમાં જ ‘ગેલીલિયો’ને ફરીથી ઘેરવા જઈ રહ્યા છીએ. આ વખતે તમે તેનો જીવંત પ્રસારણ જોશો.
અનુપમ મિશ્ર આપણી વચ્ચે નથી. આપણે આ સત્યનો સામનો એવી જ રીતે કરી લીધો છે, જેવી રીતે આ સમાજે તેમના ન હોવાનો સામનો તેમના જીવનમાં જ કરી લીધો હતો. કદાચ આ એવાર્ડ હું તેમની સામે લેત, કદાચ તેમના હસ્તે લેત. જ્યારે પણ કોઈ સ્વચ્છ હવા શરીરને સ્પર્શે છે. ક્યાંક પાણીની તરંગ દેખાય છે. મને અનુપમ મિશ્રની યાદ આવે છે. તે આપણા માટે એક એવી ભાષા બચાવીને ગયા છે, જેના આધારે આપણે ઘણું બધુ બચાવી શકીએ છીએ. તેના માટે જરૂરી છે કે આપણે ફરીથી પોતાની જાતને સ્વચ્છ કરીએ. આપણી અંદરની નિર્મળતા ઘણા પ્રકારની મલિતનાઓથી ધર્બાઈ ચુકી છે. અનુપમ મિશ્રની જેમ ભાષા અને વિચારોનું થોડુક સંપાદન કરવું જોઈએ. પોતાના ઉપર લાગેલી ધૂળના સ્તરોને ખંખેર્યા વિના આપણે ફરીથી ઉભા થઈ શકીશું નહીં.
આ યુગ શક્યતાઓ શોધવાનો છે. આપણે દરેક વખતે આ શોધમાં છીએ કે કઇ કઈ શક્યતાઓ બાકી છે અને કોણ છે જેણે આ બાકી શક્યતાઓને બચાવીને રાખેલ છે. એવા લોકો વચ્ચેની શક્યતાઓ હવે કાતરની જેમ કાપવા લાગી છે. આપણા સૌની શક્યતાઓ એકલી પડતી જઈ રહી છે. આપણે ક્યાં સુધી બચી શકીશું, તેની ચિંતા સતાવી રહી છે. જ્યાં સુધી બચેલા છીએ તેને માણી લેવાનો સ્વાદ ભૂલી ગયા છીએ. જોશ અને જનૂન ફરીથી ઉત્પન્ન કરવાની જરૃર છે. પ્રશ્નોને ધાર આપીએ, તેનાથી પુછીએ જેના ભરોસે અમો પોતાની દુનિયામાં રાચી રહ્યા હતા તે દળોએ અમોને દગો આપ્યો છે. તેનાથી પણ પુછીએ જેનો કોઈ ભરોસો નથી. આપણા સમાજથી સંવાદ લુપ્ત થઈ ચુક્યો છે. સમાજ પરિવર્તન માટે રાજનૈતિક દળોને જ ઓળખે છે. તેને ખબર છે કે સત્તા જેની પાસે છે સમાજને પરિવર્તિત કરવાની ખતરનાક અથવા સુંદર રમત તે જ કરી શકે છે.  આ માટે જનતા રાજનૈતિક દળો સાથે મોટુ જોખમ લે છે. તે અવિરત જોખમ ઉઠાવતી રહી છે. દરેક વખતે હારે છે, પરંતુ આગલી વખતે પણ કોઈ મોટા રાજનૈતિક દળ ઉપર દાવ લગાવે છે.
વીતેલા દશકોમાં રાજનૈતિક દળોને છોડી અથવા છેટા થઈ અલગ-અલગ દિશાઓમાં કાર્ય કરવાવાળા લોકોના બહાર આવવાથી રાજનીતિનું પતન થયુ છે. તેઓને લાગ્યું કે સમાજ રાજનીતિથી બદલાશે નહીં. રાજકીય દળોમાં એવા લોકોના રહેવાથી રાજનીતિનું નૈતિક બળ નિમ્ન થતુ રહ્યું છે. રાજકીય દળોમાં ફરીથી સદાચારી લોકોના પ્રવેશનું આંદોલન થવું જોઈએ. પોતાના આંતરવિરોધીઓને બાકાત રાખો. પાછલા ત્રીસ-ચાળીસ વર્ષોથી તેઓને ખૂબ જોયા છે. વામપંથી હોય, ગાંધીવાદી હોય, આંબેડકરવાદી હોય અથવા સમાજવાદી, દરેક વિચારધારાઓથી લોકોએ મૂળ દળોને ત્યાગી દીધા છે. તે લોકોના નિકળી જવાથી મુખ્યધારામાં રાજકારણમાં વૈકલ્પિક રાજકારણ અશક્ત થયો છે. ફરીથી તે દળો તરફ પાછા ફરીએ અને સંગઠન ઉપર કબ્જો કરીએ. જુની વાતોને ભૂલી જઈએ. નવી વાતો માટે પ્રયાસ કરીએ. આપણે સૌ એક એવા માનવ સંસાધન છીએ, જેની અંદર અત્યારે પણ રાજનીતિને શ્રેષ્ઠ બનાવવાની શક્યતાઓ છે. આપ સૌની ઘણી જરૃર છે. પોતાની કાર્યક્ષમતા અને કાયરતાને સમજવાની આ એક ઉત્તમ તક છે. સમય જ્યારે ઘણો ક્રૂર થઈ ગયો છે, તે જ સમયે પોતાની સમીક્ષા  ખૂબજ સખત અને ઈમાનદારીથી કરવી જોઈએ.
પત્રકારત્વ માટે એવોર્ડ મળી રહ્યો છે. મને આ વાત બતાવતા ઘણો આનંદ થાય છે કે આજે પત્રકારત્વમાં કોઈ સંકટ નથી. રાજધાનીથી લઈને જીલ્લા આવૃત્તિઓના સંપાદક દળ વિશેષની વૈચારિક આંધીમાં વહીને ઘણો પ્રસન્ન છું. આપણે તેઓને ઇચ્છીએ તેટલા ખરાબ કહીએ પરંતુ આપણે આ સમજવું પડશે કે તેઓ અત્યંત ખુશ છે. પત્રકાર હોવાની સાર્થકતાથી હવે તેમનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે. પચાસ-સાઇઠ વર્ષોથી પત્રકારત્વ વિદ્યાલય સત્તામાં વિલીન હોવા માટે પ્રયાસરત્ હતા. હોટલ, માલ, ખાણ અને બધા પ્રકારના લાઈસેન્સ લીધા પછી પણ તેઓ સંતુષ્ટ થઈ શકતા ન હતા. તેઓની અતૃપ્ત આત્મા તડપતી રહી. હવે જઈને પ્રસારણ માધ્યમોને સંતુષ્ટી પ્રાપ્ત થઈ છે. સત્તામાં વિલીન થવાની તેઓની ઇચ્છા પૂર્ણ થઈ છે.
ભારતનું પત્રકારત્વ અથવા પત્રકારત્વના વિદ્યાલય આજના સમયે પ્રસન્નતાના સ્વર્ણકાળમાં પ્રવેશી ચુક્યા છે. ક્યારેક તેઓ સ્વર્ગની સીડી શોધી લાવ્યા પરંતુ હવે તેઓને અહીં ધરતી પર જ સ્વર્ગ મળી ગયું છે. સીડીની જરૃર નથી. સત્તા જ સ્વર્ગ છે. આપને વિશ્વાસ ન હોય તો આપ કોઇ પણ સમાચારપત્ર અથવા ન્યૂઝ ચેનલ જોઈ લો. કોઈ એક રાજકીય એજેન્ડા પ્રતિ સ્નેહ અને વિશ્વાસ જોઈ આપનો મન ગદગદ થઈ જશે. દશકોથી નિરાશ થઇ પસાર થઈ રહેલા એવા પત્રકારોની ખુશીને સમજશો ત્યારે જ આપને પોતાની તકલીફ ઓછી દેખાશે. સૂટેડ-બૂટેડ એંકર પોતાની સ્વતંત્રતા ગુમાવીને આટલા હેંડસમ ક્યારેય દેખાયા નથી. મહિલા એંકર સરકારની તરફેણમાં આટલી સુંદર ક્યારે દેખાઈ નથી. જાણે કે પત્રકાર પણ સરકાર છે.
જો આપને સંઘર્ષ કરવું છે તો સમાચાર પત્રો અને ટીવી ચેનલો સામે કરો. પત્રકારત્વને બચાવવાની લહાયમાં ફસાયેલા રહેવાની જીદ છોડી દો. પત્રકાર જ બચવા માંગતો નથી. જે થોડા ઘણા બચેલા છે તેઓને નિષ્કાશિત કરવું ખુબજ સહેલું છે. વ્યક્તિગત રીતે પત્રકારના બચી રહેવાથી શું થશે? સંસ્થાઓનું સાંપ્રદાયિકરણ થઈ ગયું છે. ભારતનું પત્રકારત્વ સાંપ્રદાયિકરણ ફેલાવી રહ્યું છે. તે રકત પીપાસુ છે. તેને સમય મળતા એક દિવસ રક્તપાત કરશે. આજે તેના પ્રયત્નો સફળ થતા દેખાતા નથી, પરંતુ જુઓ તો ખરા પત્રકારત્વ કેટલા ધમપછાડા કરી રહ્યું છે. આ માટે સમાજને પત્રકારત્વના ભયસ્થાનો વિશે  માર્ગદર્શન આપવું જોઈએ. ન્યૂઝ ચેનલ અને સમાચાર પત્રો રાજકીય દળોની નવી શાખાઓ છે. એંકર કોઈ રાજકીય દળમાં તેના મહાસચિવથી વધારે પ્રભાવશાળી છે. જ્યાં સુધી કોઈ આ નવા રાજકીય દળોથી લડશે નહીં, ત્યાં સુધી રાજકીય વિકલ્પો પુરા પાડી શકશે નહીં. જનતાની માનસિકતા પણ એવી થઈ ગઈ છે કે તેઓ કહેવા લાગે છે કે તમે પ્રશ્ન કેમ પુછો છો? કાળું પ્રવાહી ફેંકનારા પ્રવકતા બની ગયા છે અને શાહીથી લખનારા પ્રોપેગન્ડા કરી રહ્યા છે. પત્રકારત્વનું વર્તમાન પ્રોપેગન્ડાનું વર્તમાન છે.
આ વર્તમાનમાં તે પત્રકારોને આપણે કેમ ભુલી શકીએ, જે શક્યતાઓને બચાવવામાં લાગેલ છે. ભલે જ તેમની શક્યતાઓ સમાપ્ત થઈ જાય પરંતુ આવનાર સમયમાં બીજાઓ માટે ઘણો ઉપકાર કરશે. જ્યારે પણ સત્તાની ખુશામતખોરીથી ઉબી જઈને અથવા દગો ખાયેલા પત્રકારોની ઉંઘ ઉડશે, એવા પત્રકારોની બચાવેલી શક્યતાઓ જ તેમનો સહારો બનશે. એટલા માટે શક્ય હદે પોતાની શક્યતાઓને બચાવી રાખો. પોતાના સમયને આશા અને નિરાશાના ચશ્માથી જોશો નહીં. જામ તે પાટા  ઉપર છે જેના પર રેલગાડીનું એન્જીન બિલકુલ સામે છે. ભાગી જવા અથવા બચવાનું કોઈ માર્ગ નથી. આશા અને નિરાશા બન્ને નકામા છે. પોતાને કામમાં લિપ્ત કરી દેવાનો સમય છે. સમય ઓછો છે અને તેની ગતી તિવ્ર છે.

/

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments