ઔરાક મેં હૈ ગવહરો મોતી કે ખઝીને,
અલ્ફાઝ મેં વો હુશ્ને બયાં છોડ ગયે હે
મુલાયમ સ્વભાવ, અનુરાગી મન, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સત્પ્રકૃતિ એ એક આદમીનું અસલી ઘરેણું છે. અને તેના દ્વારા જ તે વ્યક્તિ દરેક પ્રકારની શિખામણ, બોધવચન, કેળવણી અને તાલીમ અને ઉપદેશ કબુલી શકે છે ફૂલોની પાંખડીઓ પરોઢના મંદર-મદપવનની લહરીઓથી પણ હલી ઉઠે છે, પરંતુ સ્થૂળ વૃક્ષોને સુસવાટા મારતી તેજ હવાના મોતીપણ હલાવી શકતા નથી આંખની જ્યોતિના કિરણો અરીસાની અંદર દાખલ થઇને પસાર થઇ જાય છે પરંતુ પર્વતોમાં લોખંડી તીરો પણ ખૂંપી શકતા નથી બરાબર આજ સિધ્ધાંત મનુષ્યોમા પણ કાર્યરત છે, એક મૃદુ સ્વભાવવાળો, કોમળ હૃદયી, સત્પ્રકૃતિનો માણસ દરેક સદુપદેશનો સરળતાથી સ્વીકાર કરી લે છે, પરંતુ પાષણ હૃદયયી, જડ માનસિકતા ધારક મનુષ્ય ઉપર મોટા મોટા ચમત્કારો પણ અસર નથી પહોંચાડતા. આ શ્રેણીના થોડાક ઉદાહરણો દરેક જગ્યાએ જોવા મળી શકે છે પંરતુ ઇસ્લામના આરંભિક કાળનો ઇતિહાસ આવાજ પ્રકારના ઉદાહરણોથી ભરપૂર છે કાફિરોમાં ઘણા બધા નિષ્ઠુરને જુલ્મીઓના નામોથી આપણે જાણકાર છીએ. જેમણે હજારો પ્રયત્નો પછી પણ ખુદાએ જુલજલાલના સામે માથુ ઝુકવ્યુ નથી. પરતુ સહાબાએ કિરામ રદિ.એ. કુઆર્ન મજીદની આયતો, રસુલુલ્લાહ (સલ્લ)નાં અખ્લાક અને સંસ્કાર, આપ સલ્લ.ના ઉપદેશો અને શિખામણો, રૃપ સ્વરૃપ , ઇસ્લામી દાવતનું શિક્ષણ, બોધદાયક વચનો અને બયાનો , ચમત્કારો તથા નિશાનીઓ, સારાંશ કે દરેક અસરકારક ચીજની અસરનો સ્વીકાર કર્યો અને ખુશી-ખુશી સ્વેચ્છાએ ઇમાનના આગોશમાં દાખલ થઇ ગયા. (અબ્દુસ્સલામ નદવી રહ.)
જન્મ અને શૈક્ષણિક યાત્રા મૌલાના અબ્દુસ્સલામા નદવી ૧૬ ફેબ્રુઆરી, ૧૮૮૩ના રોજ આઝમગઢ જીલ્લાના અલાઉદ્દીન પટ્ટીંગામમા પેદા થયા. નજીકમાં એક પણ સારો મદરસો ન હોવાથી તેમના વાલિદ સાહેબે ઘર ઉપર એક જ એક ફારસીના આલિમની વ્યવસ્થા કરી , જે અબ્દુસ્સલામ અનેતેમના સદકામાં આજુબાજુના બીજા બાળકોને પણ પઢાવવા આવતા હતા. નાની ઉંમરમાં જ શાદી કરી દેવામાં આવી પરંતુ નાની આયુમાં કરવામા આવેલી શાદી તેમની શૈક્ષણિક યાત્રામાં રૃકાવટ બનવાના બદલે પ્રગતિનુ માધ્યમ સાબિત થઇ તેમના સસરા એક પ્રખ્યાત આલિમે દીન હતા. એટલે મૌલાના અબ્દુસસ્લામે સાસરીમાં જ રહીને બે વર્ષ સુધી આપના સસરા પાસે બેસીને ફારસીનું ઇલ્મ પ્રાપ્ત કર્યું તેના પછી અરબીનુ ઇલ્મ પ્રાપ્ત કરવા માટે તે આપના બનેવી પાસે કાનપુર ગયા. જ્યાં તેમણે મિશન કોલેજ, કાનપુરના પ્રોફેસર મૌલાના બક્ષ લહરાવી દ્વારા અરબીની પ્રાથમિકથી લઇને ઉચ્ચ કિતાબો સબક લઇને પઢી, તદુપરાંત પણ અસંખ્ય ઉસ્તાદો અને મદ્રસાથી ફારીગ થયેલ વિદ્યાર્થીઓ પાસેથી લાભ પ્રાપ્ત કર્યો.
જ્યારે તેમના બનેવી કાનપૂરથી આગ્રામાં સ્થળાંતરિત થયાં, તો અબ્દુસ્સલામ પણ આગ્રા આવી ગયા એ જુદાજુદા મૌલાનાઓના ઘેર જઇને લાભ ઉઠાવતા રહ્યા. તેના પછી તેમના બનેવી અલીગઢ ચાલ્યા ગયા પરંતુ મૌલાના અબ્દુસ્સલામ વતનમાં પાછા આવ્યા. વતનમાં પાછા આવ્યા બાદ પણ કોઇ સારા મદ્રસાની શોધમાં લાગેલા રહ્યા અને ગાઝીપુર જીલ્લામાં રહેવા લાગ્યા અને શિબ્લી ફકિયહ અને મૌલવી લાલમોહંમદ જેવા ઉસ્તાદોથી દર્સ લેતા રહ્યા, મૌલાના અબ્દુસ્સલામ જ (જે એ સમયે ખાસ્સા (૨૩) વર્ષના નવયુવાન હતા) ની શૈક્ષણિક કારકિર્દીનીં સૌથી નિરાલી વાત એ હતી કે અત્યાર સુધી તેમણે કાયદેસ રીતે કોઇ મદ્રસામા દાખલ થઇને કોઇ સનદ પ્રાપ્ત કરી નહોતી. પરંતુ ગાઝીપુરના નિવાસ પછી ૧૯૦૬માં તે નદવતુલ ઉલ્લેમાં લખનવ માં પાંચમી કક્ષામાં દાખલ થયા અને ૧૯૦૯માં સનદ ફરાગત પ્રાપ્ત કરી. મૌલાના અબ્દુસ્સલામ નદવી ઇલ્મના પિપાસુ હતા. સંપૂર્ણ સમય કિતાબોમા ડુબેલા રહેતા, ક્યારેક લેખો લખવામાં વ્યસ્ત રહેતા, ટુંકમાં અભ્યાસકાળ દરમયાન જ ઇલ્મ પાછળ ફના થઇને રહ્યા હતા. મૌલાના અબ્દુસ સલામ બીજા વિદ્યાર્થીઓની બિનજવાબદાર ચળવળોથી પોતાનીજાતને ગંભીરતાપૂર્વક અળગી રાખતા હતા અને મુખ્યત્વે એકલા જ વિચાર-મનનમાં ડુબેલા જોવામાં આવતા હતા. અલ્લામાં શિબ્લીનોમાનીની પ્રતિભા પારખુ દ્રષ્ટિએ શરૃઆતથી જ મૌલાના અબ્દુસ્સલામને પારખી લીધા હતા કે આ રજકણ એક ને એક દિવસે સૂર્ય બનીને ઇલ્મના આકાશમાં પૂર્ણ કક્ષાએ ઝળહળશે.
કાર્યક્ષેત્રઃ નદવતુલ ઉલેમાથી ફરાગતના થોડા જ મહિના પછી માર્ચ -૧૯૧૦મા તેમને રિસાલાએ નદવાના સબ એડીટર તરીકે નિમવામાં આવ્યા. જુલાઇ -૧૯૧૧ સુધી તે આ જવાબદારીને ખુબ જ સારી રીતે અદા કરતા રહ્યા. આ દરમ્યાન તેમણે સળગતા પ્રશ્ન પર વિશાળ સામગ્રી વાંચકો સમક્ષ ભેટ ધરી.૧૯૧૦માં જ તે નદવામા અરબીના શિક્ષક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા જ્યારે કોઇ સામાજીક, ચકમક, સ્વભાવનો મતભેદ અને અન્ય કારણોસર અલ્લામાં શિબ્લીએ નદવતુલ ઉલ્માના ટ્રસ્ટીપદેથી અને સદારતના હોદ્દાપરથી રાજીનામુ આપી દીધુ તો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન માટે હડતાળ ઉપર ઉતરી આવ્યા. મૌલાના અબ્દુસ્સલામ નદવી આ વિરોધ પ્રદર્શન અને હડતાળના પ્રાણવાયુ સમાન રહ્યા હતા. તેમના ઉસ્તાદ શિબ્લીલ નોઅમાનીએ જ્યારે સીરતુન્નબી લખવાનું બીડુ ઉઠાવ્યું તો મૌલાના અબ્દુસ્સલામ ને જ પોતાના મદદનીશ તરીકે પસંદ કર્યા અને તેમના પાસેથી સામગ્રીની પ્રાપ્તી માટે મદદ લેવા લાગ્યા. ૧૯૧૪થી લઇને અલ્લામાં શિબ્લીની વફાત સુધી મૌલાના અબ્દુસ્સલામ નદવી સામગ્રી પુરી પાડવાની સંશોધન, શોધ ખોળ અને જાંચ તપાસના કાર્ય એ પોતાની જાતને નીચોવીને અદા કરતા રહ્યા.
૧૯૧૪માં આશરે સાડા પાંચ મહિના મૌલાના અબ્દુસ્સલામે મૌલાના આઝાદ સાથે અલ-હિલાલમાં પણકામ કર્યું . અને આ થોડા સમયમાં જ આપે અલ -હિલાલ માટે અવિસ્મરણિય સેવાઓ અર્પણ કરી. મૌલાનાના વધુ પ્રમાણમાં લેખો અલ-હિલાલની પોલીસી પ્રમાણે નામ વગર જ પ્રકાશિત થતા રહ્યા. નવેમ્બર માસમાં જ્યારે બંગાળ ગર્વમેન્ટે હિલાલ પર પ્રતિબંધ લગાવી દીધો,તો મૌલાના અબ્દુસ્સલામની કેટલાય લેકો હજુ પ્રકાશિત થવાના બાકી હતા તે પાછળથી મોલાના આઝાદે અલ-બલાગમાં નામ વગર પ્રકાશિત કર્યા હતા. મૌલાના અબ્દુસ્સલામની નમ્રતા, ત્યાગ, નિસ્પૃહતા કીર્તિ કે નામનાથી ધુણા જ કહો કે તેમણે આના માટે વિરોધનો એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો.
અલ્લામા શિબ્લીની વફાત પછી જ્યારે તેમણે દર્ર્શાવેલા નકશા પ્રમાણે તેમના શિષ્યોએ દારૃલ મુસન્નિફીનના માળખામં રંગ પૂરવાનુ શરૃ કર્યું, તો મૌલાના અબ્દુસ્સલામને પણ આમંત્રણ આપવામાં આવ્યુ. મૌલાના અબ્દુસ્સલામ ૧૫ ડિસેમ્બર, ૧૯૧૪ના રોજ આઝમગઢ આવીને દારૃલ મુસન્નિફીનના સભ્ય બની ગયા અને અંતિમ સુધી દારૃલ મુસન્નિફીનને પોતાની સેવાઓ વકફ કરી.
રચનાઓ આપના ઉસ્તાદ અલ્લામાં શિબ્લીની માફક મૌલાના અબ્દુસ્સલામ પણ ઊચ્ચ કોટિના સાહિત્યકાર હતા. ગમે તેવા શુષ્કથી શુષ્ક વિષયને પણ પોતાની કલમ દ્વારા ખુમારીથી ભરપૂર બનાવી દેવાની કળામાં માહીર હતા. આપની કલમના જાદુથી તેમણે ઇતિહાસ ફિલોસોફી, શાયરી, ફિકહ, અકાઇદ, કુઆર્ન, હદીસ જેવા વિવિધ ક્ષેત્રોના વિષયો ઉપર હાથ અજમાવ્યો. તેમના અનુવાદો- દ્રષ્ટાંત તરીકે ઇન્કીલાબુલ ઉમમ, ફિતરતે નિસ્વાની , ફુકરાએ ઇસ્લામ, તારીખ ફિકાહે ઇસ્લામી અને ઇબ્ને ખુલ્દુન વાંચવાથી મુળ રચનાનું અનુમાન થાય છે તેમની પ્રકાશિત થયેલ રચનાઓમા શીરતે ઉમર બિન અબ્દુલ અઝીઝ (૧૯૧૯) ઉસ્વએ સહાબા (બે જિલ્દ), ઉસ્વે સહાબિયાત , ઇબ્ને યમીન, તારીખુલ હરમૈન શરીફૈન, શઆરૃલ હિન્દ (બેજિલ્દ) (૧૯૨૫) અત્તરબિયતુલ ઇસ્તેક લાલિયહ (૧૯૨૯) ફિલ ઇસ્લામ, તારીખ અખ્લાકે ઇસ્લામી ભાગ-૧ (૧૯૩૯), અકબાલ કામિલ (૧૯૪૮) ઇમામ રાઝા (૧૯૫૦) અને હુકમાએ ઇસ્લામ (બે જિલ્દ) ૧૯૫૬) વગેરે સામેલ છે.
સીરતન્નબી લખવામાં મૌલાના અબ્દુસ્સલામ નદવીએ આપના ઉસ્તાદ અલ્લામા શિબ્લીને અને તેમના અવસાન પછી સૈયદ સુલેમાન નદવીને પણ મદદ કરી.
આશ્ચર્ય અને અફસોસ જનક બાબત છે કે આ ગર્વપાત્ર આલિમે દીન અને સાહિત્યકારની અસંખ્ય કિતાબો આજ પર્યન્ત પ્રકાશિત થઇ શકી નથી, જેમા તારીખુલ , તન્કીદ, શઆરૃલ , અરબ , તારીખુલ, અખ્લાકે ઇસ્લામી-ભાગ-૨, દલાઇલુલ્ ફુરકાન, એંજાઝુલ કુરઆન અને એક કારઆમદ મજમૂઆએ હદીસની જરૂરત સામેલ છે.
પરલોક યાત્રા (આખેરતની સફર): મૌલાના અબ્દુસ્સલામ નદવી નવયુવાનીના જમાનામાં શાયરીથી પણ સંબંધ ધરાવતા હતા. જો કે આપ મિતભાષી હતા પરંતુ સુખનવરોમા ગણના થતી હતી જીવનપર્યંત ફના ફિલ ઇલ્મ બની રહ્યા. આપની રીસર્ચ અને સ્કોલશીપથી આપે નિત્ય નવા વિષયો પર પુસ્તકો અને લેખોનો ઢેર લગાવી દીધો. દારૃલ મુસન્નિફીનની નિસ્વાર્થ સેવા કરી .૧૯૧૪થી લઇને જિંદગીના અંત સુદી તેની સાથે જોડાયેલા રહ્યા અને અહી જ ૩-૪ ઓકટોબર, ૧૯૫૬ ની વચ્ચેની રાત્રે પોતાનો પ્રાણ અલ્લાહની હજુરમાં પેશ કરી દીધો.મર્હુમને ખિરાજે અકીદત પેશ કરવા માટે સૌથી સહેલો અને વધારે અસરદાયક ઇલાજ તેમને તે ક્રેડીટ અર્પણ કરવાનો છે, જેના તે ખરેખર પાત્ર (યોગ્ય)હતા, પરંતુ તેના અભિલાષી નહતો. અલ્હિલાલ અને અલ્-બલાગ તેમના નનામા લેખોનો એક સમૂહ તત્કાલ પ્રકાશિત કરવો જોઇએ. સાથે જ તેમની અપ્રકાશિત રચનાઓ જે દારૃલ મુસન્નિફીનમાં ફકત ઉધઇના જ કામમાં આવી રહી છે, તેનુ તત્કાળ સંપાદન થવુ જોઇએ. જેથી જ્ઞાન પિપાસુઓ તેનાથી ફાયદો પ્રાપ્ત કરી શકે. /