… ડૉ. સદફ અકબર
તંદુરસ્ત જીવન એક ભેટ છે અને આપણે ક્યારેય પણ નથી ઇચ્છતા કે આ સુંદર ભેટને વિવિધ રોગોને હવાલે કરી દઈએ. આજે આપણા શરીરના ભાગો દાખલા રૃપે કિડની, દિલ, ફેફસાં, લીવર, પેટ વિગેરે દુરસ્ત સ્થિતિમાં પોતાની ફરજો અદા કરી રહ્યા છે પરંતુ આ હંમેશાં એવા તંદુરસ્ત અને દુરસ્ત સ્થિતિમાં સ્વસ્થ અને સક્રિય નહીં રહે. સારું સ્વાસ્થ્ય ફકત સારા ખોરાકનું જ નામ નથી બલ્કે એમાં સાચા અને હકારાત્મક સ્વસ્થ દિમાગ, સ્વસ્થ વ્યક્તિત્વ અને સ્વસ્થ જીવનશૈલી પણ સામેલ છે અને આ બધી વસ્તુઓને જાળવી રાખવા અને સંતુલનમાં રાખવા માટે ‘સ્વ-ઉપચાર’ અથવા પોતાની કાળજી રાખવી અત્યંત જરૂરી છે. સ્વ-ઉપચારથી મુરાદ છે કે આપણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી કેવી રીતે વિવિધ રોગોથી બચી શકીએ. આમાં સ્વચ્છતા, સંતુલિત આહાર, જીવનશૈલી, પર્યાવરણીય અને આર્થિક પરિસ્થિતિઓ વિ. સામેલ છે. પોતાની કાળજી રાખવાનો અમલ એક વ્યક્તિથી અને બીજી વ્યક્તિ વચ્ચે વિવિધ હોઈ શકે છે. પરંતુ અમુક વાતો અથવા મુદ્દા એવા છે જે સામાન્ય રીતે સ્વ-કારકિર્દીની શ્રેણીમાં આવે છે. આ રીતે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખી અને એક સ્વસ્થ જીવનશૈલીને અપનાવી સારું જીવન જીવી શકાય છે.
આંતરરાષ્ટ્રીય સેલ્ફ કેરિયર ફાઉન્ડેશને એક ફ્રેમવર્ક ડિઝાઈન કરેલ છે જેમાં સેલ્ફ કેરિયરને વિવિધ સાત સ્તંભોના નામથી બતાવ્યા છે. એટલે આપણે આ સાત સિદ્ધાંતો ઉપર અનુસરણ કરી એક તંદુરસ્ત જીવન વિતાવી શકીએ છીએ. લોકોમાં શારીરિક અને દિમાગી હાલતના સંદર્ભમાં એટલી હદ સુધી સ્વ-જાગરૃકતા હોવી જોઈએ કે પોતાની દિમાગી અને શારીરિક પરિસ્થિતિમાં કોઈ પણ બદલાવને મેહસુસ કરી શકે.
શારીરિક પ્રવૃત્તિઓ એટલે વોકીંગ, સાયકલિંગ અથવા કોઈ પણ એવી રમતમાં પોતાને સામેલ કરવા જરૂરી છે જેમાં શારીરિક તંદુરસ્તી, ફિટનેસ અને સ્વભાવ ઉપર પ્રત્યક્ષ રીતે અસર પડે. વ્યાયામ માટે કોઈ સમય જરૃર કાઢવો જોઈએ. ચળવળ જીવનનું બીજું નામ છે અને સંશોધનથી આ વાત સાબિત થઈ ચૂકી છે કે દરરોજ વ્યાયામ કરવાથી આપણા શરીરમાં ખૂબ હકારાત્મક અસરો ઉપજે છે જેનાથી લાંબા જીવન તરફ આગળ વધવા, વિવિધ રોગોથી બચાવ, વજનમાં ઘટાડો વિગેરે સામેલ છે. પોતાના જીવનમાં ગતિને વધારો અને નજીકના સ્થળો ઉપર ગાડીથી આવવા-જવાને બદલે પગપાળાને પ્રાધાન્ય આપો, આ જ રીતે લિફ્ટના ઉપયોગ કરવા કરતા સીડીઓથી આવવા-જવાનો પ્રયત્ન કરો કે શરીરના વિવિધ હસ્તાંતરણને ઉપયોગમાં લાવીને વ્યાયામ કરો જેમાં વિવિધ રમતો અથવા વ્યાયામ વિગેરેથી મદદ મળી શકે છે.
લોકોમાં તંદુરસ્ત અને સંતુલિત આહારના ઉપયોગ માટે જાગરૃકતા હોવી જોઈએ કે જે આહાર લઈ રહ્યા છે તે સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે. પોતાના ખોરાકમાં તળેલા આહારો દા.ત. ફાસ્ટ ફૂડ, ચિપ્સ, બિસ્કિટ વિગેરેનો ઉપયોગ ઓછામાં ઓછો રાખવો જોઈએ. કેમકે આ ખાવાથી ન ફકત જાડાપણું અને હૃદયના રોગો તરફ શરીર વધે છે બલ્કે આ ખાવાથી એક કેમિકલ Acrylamids તેમાં રહેલ કેન્સરનું કારણ બની શકે છે.
શાકભાજી અને ફળોનો ઉપયોગ પણ વધારે કરો અને લીલા રંગના ખોરાકને વધારે પ્રાધાન્ય આપો. જે ફળ અને શાકભાજી લીલા અને ઘેરા રંગના હોય છે તેમાં Anti Oxidant પર્યાપ્ત માત્રામાં મૌજૂદ હોય છે અને આ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, કેમકે આ આપણા શરીરથી ફ્રી રેડિકલ્ઝને ભગાવે છે જે આપણા શરીરના કોષો માટે નુકસાનકારક હોય છે. તેથી પોતાના ખોરાકમાં વિવિધ રંગોના આહારની વસ્તુઓનો ઉપયોગ કરો જેમાં સફેદ (કેળા, મશરૃમ) પીળો (પાઈનેપલ, પપૈયા, કેરી), ઓરેન્જ (કેનો, પપૈયા), લાલ (એપલ, સ્ટ્રોબેરી, ટામેટા), લીલા (જામફળ, કાકડી, સલાડ) વિગેરે સામેલ અવશ્ય કરો.
દિવસના વિવિધ સમયમાં ટૂંકા અંતરોમાં ખાવાને નિયમિત બનાવો. સૂચિને અપનાવીને આપણી એનર્જીને દિવસના વિવિધ સમયમાં વિભાજિત કરી શકીએ છીએ. તે સમયે ખાવું જ્યારે ભૂખનો એહસાસ થાય અને થોડી ભૂખ બાકી રાખી રોકાઈ જાવ. આ જરૂરી નથી કે દરેક વ્યક્તિના ખોરાકનો સમય એક જેવો હોય પરંતુ પોતાના શરીરની સાંભળો અને જરૂરત મુજબ તેને ખોરાક પૂરો પાડો અને અતિ ભાવનાશીલ ખોરાકથી પરેજી રાખો જે આપણી અસલ ભૂખ નથી હોતી. બલ્કે આપણે તે સમયે ખાઇએ કે જ્યારે આપણે ડિપ્રેશન, સુખ અથવા દુઃખની હાલતમાં હોઈએ છીએ. ભાવુક સ્થિતિમાં ખાવાથી શરીર ક્યારેય દુઃખ કે સુખનો એહસાસ નથી કરતુ બલ્કે કસમયે ખાવા-પીવાથી આપણા શરીરમાં નકારાત્મક અસરો ઉત્પન્ન થાય છે. તેનાથી બચવું જોઈએ.
આ ફરજિયાત છે કે લોકોમાં પોતાને વિવિધ રોગો અને અકસ્માતોથી બચાવવાનો એહસાસ મૌજૂદ હોય કે કેવી રીતે આપણે નાની-મોટી વાતો ઉપર અનુસરણ કરી કોઈ મોટી દુર્ઘટનાથી સુરક્ષિત રહી શકીએ. દા.ત. ગાડી ચલાવતા પહેલાં સીટ-બેલ્ટ બાંધી અથવા મોટર-સાયકલ ઉપર બેસતા પહેલા હેલ્મેટ પહેરી લેવા કે કોઈ મોટી દુર્ઘટનાથી બચી શકીએ છીએ. આના સિવાય ધુમ્રપાન છોડીને ફેફસાંના કેન્સર જેવા હાનિકારક રોગોથી બચી શકાય છે. દર મહિને નિયમિત રીતે તબીબી તપાસ કરાવવી જોઈએ જેનાથી રોગના સમયસર નિદાન દ્વારા સારવાર થઈ શકે. પોતાના ઘર અથવા ઑફિસમાં સ્વચ્છતા જાળવતાં વિવિધ રોગોથી બચવાની સાથે પર્યાવરણીય પ્રદૂષણને પણ ઓછું કરી રહ્યા હોઇએ છીએ. અને સાથે વિવિધ રોગો દા.ત. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કોલેરા જેવા ચેપી રોગોથી પણ સુરક્ષિત રહી શકીએ છીએ.
સેલ્ફ કેરિયરના સ્તંભોમાં સંપૂર્ણ ઊંઘ ફરજિયાત અને મૂળભૂત સ્તંભ છે. કદાચ આ વાત તમારા જ્ઞાનમાં હોય કે જ્યારે આપણી ઊંઘ સંપૂર્ણ નહીં હોય અથવા આપણા શરીરને આરામની જરૂરત હોય ત્યારે આપણે વધારે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ અને જે વધારે ‘જંક ફૂડ’ના સ્વરૃપમાં હોય છે, તેથી આપણને એક સંપૂર્ણ અને ભરપૂર ઊંઘ લેવી જોઈએ કેમકે ઊંઘના અભાવથી ટૂંક સમયમાં જ વૃદ્ધાવસ્થા તરફ વધી રહ્યા હોઈએ છીએ. આપણે ક્યારેય આવો વિચાર નથી કરતા, તો પછી ભરપૂર ઊંઘ લો અને યુવાન રહો.
પાણીનો વધારે ઉપયોગ પણ તંદુરસ્ત શરીર માટે અત્યંત જરૂરી છે. આપણામાંથી ઘણાં લોકો પાણીનો એટલો ઉપયોગ નથી કરતા જેટલાની જરૃર હોય છે. આપણું શરીર ૬૦ ટકા અથવા આનાથી પણ વધારે પાણી ઉપર આધારિત હોય છે. પાણી જોકે આપણા શરીરમાંથી પેશાબ, પરસેવા અને શ્વસન ક્રિયા દ્વારા સતત નીકળતું રહે છે, તો આપણા માટે પાણીની માત્રાને શરીરમાં બાકી રાખવી અત્યંત જરૂરી હોય છે. આના સિવાય પાણીના વધુ ઉપયોગથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. પાણીનો કેટલો ઉપયોગ આપણા શરીર માટે જરૂરી છે તેનો આધાર ભેજ, આપણી શારીરિક કાર્યપદ્ધતિ અને આપણા વજન ઉપર હોય છે. પરંતુ સામાન્ય રીતે દરરોજ ઓછામાં ઓછું ૮-૧૦ ગ્લાસ પાણી લેવું જરૂરી હોય છે. આપણા શરીરમાં પાણી ઓછું થઈ જાય તો તેનો અંદાજ પેશાબના રંગથી લગાવી શકાય છે. પાણી ઓછું થઈ જવાથી પેશાબનો રંગ વધારે પીળો હોય છે અને તેના સિવાય હોઠ પણ સૂકાઈ જાય છે.
આ બધી બાબતોની સાથે માનસિક રીતે પણ તંદુરસ્ત રહેવું જરૂરી છે અને તેના માટે હંમેશાં નકારાત્મક વર્તનવાળા લોકો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાના પ્રયત્ન કરો અને પોતાના આસપાસ અને પોતાની અંદરના વ્યક્તિત્વને હકારાત્મક શૈલીમાં ઉજાગર કરો. /