એસ.આઈ.ઓ. દ્વારા આયોજીત ત્રણ દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશમાં વડગામ વિધાનસભાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના ભાષણમાં ભાજપ અને હિન્દુત્વવાદી શક્તિઓને લલકારીને કહ્યું કે તેમનો એજન્ડો બની રહેલી દલિત-મુસ્લિમ એકતાને ખતમ કરી શકતો નથી.
મેવાણીએ વધુમાં કહ્યું કે મોદી અને ભાજપ ૨૦૧૯ પછી સમાપ્ત થઈ જશે, તે માટે આજે આપણને બિયોંડ મોદી ભારત માટે વિચાર કરવો જોઈએ.
મેવાણીએ પોતાના વિરુદ્ધ ચાલી રહેલા કાવતરાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે કેવી રીતે વોટ્સએપ ગ્રુપ ઉપર ગુજરાત પોલીસના બે વરિષ્ઠ અધિકારે મારા નકલી એન્કાઉન્ટરની પ્લાનિંગ કરી રહ્યા છે. શરમજનક વાત આ છે કે તે ગ્રુપમાં એક ડઝનથી વધુ વરિષ્ઠ પત્રકારો પણ સામેલ છે.
આજના લોકશાહી ભારતમાં કોઈ પણ પ્રકારે જનતાના પ્રતિનિધિ વિરુદ્ધ વોટ્સએપ જેવા પલ્બિક પ્લેટફોર્મ ઉપર કાવતરૃં ઘડવું અનેક પ્રશ્નો ઊભો કરે છે. બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું આ કામ સમગ્ર ગુજરાત વહીવટી તંત્રની વિશ્વસનીયતા ઉપર કલંક છે, જેના વિરુદ્ધ ગુજરાત વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે એકશન લેવું જોઈએ.
છેલ્લે જિગ્નેશ મેવાણીએ તેમના ચૂંટણી પ્રચારમાં સાથે જોડાયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને સાથે જ એસ.આઈ.ઓ.ના નેતૃત્વને પણ આ અખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશન માટે શુભકામનાઓ અર્પણ કરી.