Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસવધતી જતી વૈશ્વિક સાંપ્રદાયિકતાનો સામનો આવશ્યક

વધતી જતી વૈશ્વિક સાંપ્રદાયિકતાનો સામનો આવશ્યક

દુનિયાના બધા ક્ષેત્રો અને ધર્મોની જેમ ભારતમાંથી પણ મોટી સંખ્યામાં હિંદુઓ બીજા દેશોમાં જતા રહ્યા છે. તેનું એક મોટું કારણ એ છે ત્યાં ખાસ કરીને પશ્ચિમી દેશોમાં રોજગારના શ્રેષ્ઠ અવસરોની ઉપલબ્ધતા અને અપેક્ષા મુજબનું ઊંચું જીવનધોરણ. દુનિયાના લગભગ બધા દેશોમાં ભારતીય મૂળનાં હિંદુ નિવાસી છે. વિકસિત દેશો જેમ કે ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા, પ્રવાસી ભારતીયોને ખૂબ જ ફાવે છે. જે ભારતીયો પશ્ચિમી દેશોમાં વસી રહ્યા છે, તે ત્યાંની સંસ્કૃતિ અને સભ્યતામાં અમુક હદ સુધી તો ભળી ગયા છે, પરંતુ તે પોતાના પૂર્વગ્રહથી મુક્ત નથી થઈ રહ્યાં. તે પોતાની ભારતીયતાની ઉજવણીઓ મનાવવા માટે સમારોહ આયોજિત કરે છે. એમના ધર્મ આધારિત ઘણા સંગઠનો પણ છે.

અમેરિકામાં પણ મોટી સંખ્યામાં ભારતીય હિંદુઓ રહે છે. ત્યાંના પ્રવાસી હિંદુઓના એક વિભાગે હાલમાં શિકાગોમાં વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું આયોજન કર્યું, જેમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અમુક અપ્રવાસી ભારતીય જેને સામાન્ય ભાષામાં NRI કહીએ છીએ, તે માને છે કે સંઘ પરિવાર જ હિંદુઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંઘને હિંદુઓનું પ્રતિનિધિ સંગઠન તરીકે માનવું પોતાનામાં આશ્ચર્યજનક છે. કેમ કે તે હિંદુ ધર્મ નહીં બલ્કે તેના બ્રાહ્મણવાદી સંસ્કરણનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશના મોટાભાગના હિંદુઓએ મહાત્મા ગાંધીને પોતાના નાયક સ્વીકાર કર્યા અને સ્વતંત્રતા સંગ્રામમાં આગળ વધીને ભાગ લીધો. તેનાથી વિપરીત, આરએસએસ જેનો એજન્ડા હિંદુ રાષ્ટ્રની સ્થાપના છે, તેણે પોતાને સ્વતંત્રતા સંગ્રામથી સુરક્ષિત રીતે દૂર રાખ્યા હતા. વર્લ્ડ હિંદુ કોંગ્રેસના આયોજનકર્તાઓને કદાચ એ ખબર હશે કે વીસમી સદીના મહાનતમ હિંદુ મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા જે વ્યક્તિએ કરી હતી તે આરએસએસની હિંદુ રાષ્ટ્રના વિચારધારા પ્રતિ પૂર્ણ નિષ્ઠા રાખતો હતો.

જે કંઈ પણ હોય, વર્લ્ડ હિંદુ કોંગ્રેસને સંબોધિત કરતાં મોહન ભાગવતે ઘણી એવી વાતો કરી જે અન્ય ધર્મો અને અન્ય વિચારધારાઓમાં શ્રદ્ધા રાખનારા ભારતીયોના પ્રતિ ભયંકર અપમાનજનક હતી. હિંદુઓની એકતા પર ભાર આપતાં ભાગવત કહે છે, “જા સિંહ એકલો હશે તો જંગલી કૂતરા પણ તેની ઉપર હુમલો કરી તેને પરાજીત કરી દે છે.” અમુક વ્યÂક્તઓનું એવું માનવું છે કે આરએસએસ પ્રમુખની આ ટિપ્પણી સંઘના એ વિચારધારાનું સ્પષ્ટીકરણ હતું કે મુÂસ્લમ હુમલાખોરોએ દેશ ઉપર હુમલા કર્યા અને તેની છાપ અહીં મૂકી ગયા અને તે પણ ખ્રિસ્તી મિશનરીઓ દેશના નિર્ધન વિસ્તારમાં જઈને હિંદુઓને ખ્રિસ્તી બનાવવામાં લાગી ગયા છે. તેણે ખેતીને નુકસાન પહોંચાડનારા કીટો અને તેને નાશ કરનારા કીટનાશકોની પણ ચર્ચા કરી. સંભવિત રીતે તેના માટે ભારતના ધાર્મિક અલ્પસંખ્યક કીટ છે.

ભારતીય ઇતિહાસની પોતાની સમજ અને વિચારધારાને અભિવ્યક્ત કરતાં તેણે કહ્યું, “આપણે હજારો વર્ષોથી દુઃખ અને કષ્ટ કેમ ભોગવી રહ્યાં છીએ? આપણી પાસે બધું છે, આપણે બધું જાણીએ છીએ. આપણે એ જ્ઞાનને ખોઈ નાખ્યું જે આપણી પાસે હતું. આપણે એક સાથે મળીને કામ કરવું બંધ કરી દીધું.”
તેમના ભાષણ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા દેશના રાજ પક્ષોએ તેમની ટિપ્પણી અને વિચારો પર રોષ વ્યક્ત કર્યો. એનસીપીના નવાબ મલિકે કહ્યું, “ભાજપ અને આરએસએસની વિચારધારા હિંદુ વિરોધી છે અને સંઘ જ જાતિવાદની રાજનીતિ કરે છે. જા તે હિંદુઓને જાતિના આધાર પર વિભાજિત કરવાનું બંધ કરી દે તો હિંદુઓની સાથે સાથે અન્ય ધર્મોના લોકો પણ સિંહ બની જશે.” કોંગ્રેસના સચિન સાવંતે કહ્યું, “આરએસએસની વિચારધારા હિંદુ વિરોધી છે. આરએસએસ નીચી જાતિઓ અને અન્ય ધર્મોના પ્રતિ પોતાના દ્વેષ માટે જાણીતો છે. આ શર્મનાક છે કે આરએસએસ પ્રમુખે અન્ય ધર્મો વિશે નિશ્ચિતપણે અશોભનીય ટિપ્પણીઓ કરી.”

ભારીપા બહુજન મહાસંઘના પ્રકાશ આંબેડકર એ કહ્યું કે, “ભાગવતે દેશના વિપક્ષી દળોને કૂતરા કહ્યું. હું ભાગવતની આવી માનસિકતાની ભયંકર નિંદા કરૂં છું. તેને કોઈ અધિકાર નથી કે તે વિપક્ષોને આવી રીતના અપમાનજનક વિશ્લેષણોથી સંબોધિત કરે.”

એ દિલચસ્પ છે કે વર્લ્ડ હિંદુ કોંગ્રેસના આયોજન સ્થળ પર લાગેલા પોસ્ટર, બેનર વગર કોઈ લાગલપેટ આરએસએસના એજન્ડાને પ્રતિબિંબિત કરી રહ્યા હતા. લવ-જેહાદ સંબંધિત એક પોસ્ટરમાં મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરના વિવાહને લવ જેહાદ બતાડવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં પૂછ્યું હતું કે શું સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરને મુસલમાન બનાવવા માટે મજબૂર કરશે? અને તે પણ પૂછ્યું કે તેમણે તેના બાળકને એક અરબી નામ (તૈમૂર) કેમ આપ્યું? પોસ્ટરોથી એ સ્પષ્ટ હતું કે હિંદુ કોંગ્રેસના આયોજનકર્તા એમ માને છે કે આંતર જાતીય લગ્ન હિંદુઓનો અંત કરી નાખશે. આયોજનકર્તાઓની માનસિકતા વિશુદ્ધ પિતૃપ્રધાન હતી. વર્લ્ડ હિંદુ કોંગ્રેસના આ દાવાને અને ઘોષણાઓને અમેરિકામાં રહેનારાં પ્રગતિશીલ હિંદુઓએ પડકાર ફેંક્યો.
આભાર – નિહારીકા રવિયા ભારતીય મૂળના લોકોએ એક પ્રેસ વિજ્ઞાપન બહાર પાડીને કહ્યું કે “આરએસએસની રાજનીતિ હિંદુ શ્રેષ્ઠતાવાદી વિચારધારાથી પ્રેરિત છે અને તે ભારતમાં લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતા અને તેના માનવાધિકારોને કચડવા માંગે છે.” શિકાગોના ‘સાઉથ એશિયન ફોર જસ્ટિસ’ સંગઠનના યુવા કાર્યકર્તાઓએ સૂત્ર બુલંદ કર્યું છેઃ “આરએસએસ પાછા જાઓ, અમારા શહેરમાં તમારા માટે કોઈ સ્થાન નથી.” અને “હિંદુ ફાસીવાદને રોકો.” આ પ્રદર્શનકારોની સંમેલનમા ભાગ લેવા આવેલા દર્શકોથી ઝડપ પણ થઈ.
જે હોય તે પણ વર્લ્ડ હિંદુ કોંગ્રેસ જેવા સંગઠન, અમેરિકામાં હિંદુઓની ઓળખ સંકટનો લાભ ઉઠાવવા ઇચ્છે છે. જે હિંદુ અમેરિકા ગયા છે એમના ત્યાં પહોંચ્યા પછી એક સાંસ્કૃતિક શોક લાગ્યો. એમને એ જાઈને આશ્ચર્ય થયું કે ત્યાં સામાજિક અને લૈંગિક અસમાનતાને કોઈ સ્થાન નથી. એમણે જાયું કે મહિલાઓ ત્યાં નિર્ણય લેવામાં સ્વતંત્ર છે. આ બધું એમની માનસિકતાથી મેળ ન હોતું ખાતું. આ તે લોકો છે જેઓ પોતાની માતૃભૂમિથી જાડાઈ રહેવા તો ઇચ્છતા હતા, પરંતુ ધનની લાલસાના કારણે તેઓ અમેરિકા છોડી નથી શકતા. આ લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે કેમ કે તે જાતિગત અને લૈંગિક અસમાનતાના આદિ છે, જે અમેરિકામાં નથી. આરએસએસ તેના માટે મલમનું કામ કરે છે. તે ભારતના ભૂતકાળની સ્તુતિ કરી અહીંયા વ્યાપેલી સામાજિક અને લૈંગિક અસમાનતાને ઢાંકવા માંગે છે. આરએસએસ માર્કો હિંદુત્વ એમને એ ઓળખાણ આપે છે, જેનાથી તે મૂળભૂત મૂલ્યોને સુરક્ષિત રાખીને પૈસા કમાવી શકે છે. તેથી હિંદુઓના આ વિભાગ માટે આરએસએસ હિંદુ ધર્મનો પર્યાયવાચી છે.
આ રણનીતિનો પ્રયોગ કરીને અમેરિકામાં વિશ્વ હિંદુ પરિષદ અને એના જેવા બીજા અન્ય સંગઠનોએ પોતાની ડાળો જમાવી. ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં અપ્રવાસી ભારતીય ભાજપના પ્રચાર માટે ભારત આવે છે. સંઘ પરિવાર અને ભાજપને તે લોકો ખુલ્લે હાથે આર્થિક સહાયતા પણ ઉપલબ્ધ કરાવે છે. આરએસએસ હેઠળ ગઠિત એક સંસ્થા હિંદુ સ્વયં સેવક સંઘ અમેરિકામાં હજારો શાખાઓ ચલાવે છે.

આરએસએસ પ્રમુખે જે કંઈ પણ કહ્યું તું તે નિશ્ચિંત રૂપથી ભારતની ધાર્મિક લઘુમતીને નીચા દેખાડવાના પ્રયાસો હતા. આપણે ફક્ત એ આશા રાખી શકીએ છીએ કે અમેરિકામાં સક્રિય ‘સાઉથ એશિયન્સ ફોર જસ્ટિસ’ જેવા પ્રગતિશીલ સંગઠન ધર્મનિરપેક્ષ મૂલ્યોને પ્રોત્સાહન આપતા રહીશું અને આરએસએસની વિઘટનકારી વિચારો વિરુદ્ધ દઢતાપૂર્વક સામનો કરીશું, જેને સંઘ ભારતની સરહદોથી હજારો માઈલ દૂર ફેલાવવા ઇચ્છે છે. •

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments