Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપન્યાયના ધ્વજવાહક બનો

ન્યાયના ધ્વજવાહક બનો

વર્તમાન યુગે ભૌતિક રીતે જે પ્રગતિ કરી છે તેનું એક પાસું શિક્ષણ, સામાન્ય બની રહ્યું છે.અજ્ઞાનતા અને અશિક્ષિતપણુ ખત્મ થઇ રહ્યું છે. કેટલાક દેશોમાંતો શિક્ષણની ટકાવારી સો ટકા સુધી પહોંચી ગઇ છે. સ્વયં આપણા દેશમાં પણ શિક્ષણની ટકાવારી તેજ ગતી થી વધી રહી છે.તેની સાથે આજની દુનિયા પણ નૈતિકતાયુક્ત, સુસભ્ય અને કાયદાપ્રિય હોવાનો દાવો કરે છે. અહીં વિચાર અને આચરણની સ્વતંત્રતા સમાનતા સંતુલન અને ન્યાય અને માનવ  અધિકારની ચર્ચા પણ થાય છે. આ અધિકારોને સ્વિકારવામાં આવે છે. તેમ છતા તમે દુનિયામાં જ્યાં જાઓ ત્યાં આ અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે ને આ હક્કો ખોટી રીતે પાયમાલ થઇ રહ્યા છે. દરેક જગ્યાએ અત્યાચાર અને અન્યાયની બોલબાલા છે. નિર્ર્બળો ઉપર જુલ્મ થઇ રહ્યો છે અને આ નહીં ભુલતા કે દુનિયામાં જુલ્મ કમજોરો ઉપર જ થઇ રહ્યો છે અને થઇ ચુક્યો છે. લઘુમતિઓ પર, ગરીબો અને વંચિતો ઉપર નિર્દોષ બાળકો અને સ્ત્રીઓ ઉપર જુલ્મ થઇ રહ્યો છે.

તેમના અધિકારો પાયમાલ થઇ રહ્યાં છે.અને તેમનું શક્ય બધી રીતે શોષણ થઇ રહ્યું છે. આપણા જ દેશમાં જોઇ લો કેટલા નિર્દોષો છે જે જેલના સળિયા પાછળ આતંકવાદના ખોટા આરોપમાં બંધ છે તેમને તેમની નિર્દોષતા સાબિત કરવામાં વર્ષો વીતી જાય છે. કમજોર લોકો અને વર્ગો જુલ્મની સામે આવાજ ઉઠાવે છે તો પણ તેમને વાચા નથી મળતી. તે મરૃપ્રદેશની આવાજ બનીને રહી જાય છે અને બહુ જ મુશ્કેલીથી સંભળાય છે.તેઓ ન્યાય ઇચ્છે છે. પરંતુ ન્યાય પ્રાપ્ત કરી શક્તા નથી.તાકતવર વર્ગો કમજોર લોકોને તેમના અધિકારો આપવા તૈયાર નથી.લોકોની જેમ કોમોની સ્વતંત્રતાની પણ ઘોષણા કરવામાં આવે છે.પરંતુ તેમને સ્વતંત્રતાપુર્વક  તેમના મામલામાં નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવતો નથી.

પ્રશ્ન ઉભો થાય છે કે આખરે કેમ દુનિયામાં દરેક જગ્યાએ જુલ્મના વાદળો છવાયલા છે. તેનો જવાબ આ છે કે માનવ વાસ્તિવિક્તાનો અનાદર કરી ચુક્યો છે. આ સૃષ્ટિનો એક સર્જનહાર અને પાલનહાર છે તથા મનુષ્ય તેનું જ સર્જન છે. એક સમય આવશે ફરજીયાત આવશે જ્યારે તેને તેના માલિક સામે જઇને તેના કર્મોનો હિસાબ આપવો પડશે.તે તેના કર્મોની સજા કે ઇનામ મેળવી ને જ રહેશે.સત્ય આ છે કે આપણો સર્જનહાર જુલ્મને ખુબ નાપસંદ કરે છે. અને તેને લાંબા સમય સુધી સહન કરતો નથી. જે કોમોએ જુલ્મનો માર્ગ અપનાવ્યો. અમુક સમયમાં જ સૃષ્ટિના સર્જકના પ્રકોપની નિશાન બની. કુઆર્ન આ જ પ્રકારની કેટલીક કોમોનો દાખલો આપીને કહે છે, “અને જ્યારે તારો રબ (પ્રભુ) કોઇ અત્યાચારી વસ્તીને પકડમાં લે છે તો પછી તેની પકડ આવી જ હોય છે, સાચું તો એ છે કે તેની પકડ ઘણી સખત અને પીડાકારી હોય છે.” (સૂરઃહૂદ – ૧૦૨)

વ્યવ્હારીક પ્રશ્ન આ છે કે દુનિયામાંથી આ જુલ્મ અને અત્યાચાર કઇ રીતે નાબૂદ થાય. અને ન્યાય તથા શાંતિ કઇ રીતે સ્થાપિત થાય? અલ્લાહ તઆલાએ આ મુસ્લિમ સમુદાયને શીખ આપી કે આ સંવેદનશીલ જવાબદારી તે અદા કરે. ફરમાવ્યું “હે લોકો જેઓ ઇમાન લાવ્યા છો, અલ્લાહના માટે મજબુતી થી ઉભા થઇ જાઓ, તેની ખુશી અને પ્રસન્નતા માટે તેના આજ્ઞાકારી બનવા માટે શુહદા-એ બિલ્કિસ્ત (ઇન્સાફ અને ન્યાયની સાક્ષી આપનારા બનીને ઉભા થઇ જાઓ)યાદ રાખો ક્યારે કોઇ ઘટના હરીફ કોમ સાથે પણ થઇ શકે પરંતુ કોઇની દુશ્મની તમને આટલી હદે વિચલિત ના કરી દે કે તમે ન્યાયનું પાલવ છોડી દો. આવું ન થાય કે જુલ્મ અને અન્યાય તમારા ચારીત્રને ડાગદાર બનાવી દે. ન્યાય કરો આ સંયમ અને ઇશભયથી વધારે નજીક છે.તમે સંયમ અને ઇશપરાયણતાનો માર્ગ અપનાવ્યો છે તેની જ તરફ દુનિયાને આમંત્રિત કરો. ઇશભયની અપેક્ષા આ છે કે તમે દરેક સ્થિતીમાં ન્યાય પર અડગ રહો. અલ્લાહનો ભય રાખો તમારુ દરેક કાર્ય તેની નજરથી છુપાયલું નથી.તે જોઇ રહ્યો છે કે તમે ન્યાયના સાક્ષી બનો છો કે પછી તમારી વાણી વ્યવહારથી અન્યાયને મજબુતી મળી રહી છે. એક બીજી જગ્યા ઇમાનવાળાઓને સલાહ આપવામાં આવી  છે.”

કુનુ કવ્વામિના બિલ્કીસ્ત (અદલ અને ઇન્સાફ પર મજબુતીથી અડગ રહો) તમારુ આ કાર્ય હંગામી કે સમય પૂરતું નથી પરંતુ સતત અને હંમેશા માટે છે. ન્યાય અને ઇન્સાફ તમારી ઓળખ બની જાય. શુહદાલિલ્લાહ તમારી સાક્ષી અને ગવાહી માત્ર અલ્લાહની પ્રસન્નતા અને ખુશી માટે હોય. તેમાં બીજો કોઇ ધ્યેય શામેલ ન હોય ન્યાય અને ઇન્સાફ માટે અડગ ઉભા રહવું કોઇ સરળ કાર્ય નથી. તેમાં ક્યારેક વ્યક્તિગત નુક્શાન વેઠવું પડે છે અને ક્યારે તેનામાં માતા-પિતા અને સગા વ્હાલાઓ પણ આવી શકે છે. તમારુ પદ આ છે કે તમે દરેક અરમાનથી ઉપર જઇને ન્યાયની સાક્ષી આપો.

ઘટના કોઇ તાકતવરની હોય તો તેની તાકાતના ભયથી અથવા ગરીબીની હોય તો તે ગરીબી પર દયા ખાવી ઇન્સાફ નથી. અલ્લાહ તમારાથી વધું તેમની સાથે મામલો કરશે…. મનેચ્છા ઇન્સાફના માર્ગની મોટી અડચણ છે. યાદ રાખો તેની વફાદારી તમને ઇન્સાફ કરવાથી દુર ન કરે.

“હે લોકો, જેઓ ઇમાન લાવ્યા છો ! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનાર બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરૂદ્ધ અસર સ્વયં તમારા ઉપર અથવા તમારા માતા-પિતા અને સગાઓ ઉપર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે, આથી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરીને ન્યાય કરવાથી ચૂકો નહીં અને જો તમે પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઇ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે.” (સૂરઃનિસા-૧૩૫)

આ સલાહ ઇમાનવાળાઓને કરવામાં આવી કે તેઓ ન્યાય અને ઇન્સાફ કરે દૃઢ રીતે ઉભા થાય, તેમાં પોતાનાઓ અને બીજાઓ વચ્ચે કોઇ ભેદ ન કરે. ઇન્સાફ માટે દરેક સ્વાર્થ અને અને સંબંધને ત્યાગ કરવા માટે તૈયાર રહે. આ માર્ગની કોઇ પણ પરીક્ષાથી તેમના ડગ હચમચે નહીં.આ સન્માનનું સંબોધન કોઇ વ્યક્તિ કે વર્ગ વિશેષથી નથી બલ્કે સમગ્ર ઇમાનવાળાઓ થી છે કે તેઓ બધા મળી એક બીજાના સહકારથી  આ પવિત્ર હેતુને પુર્ણ કરે.

પરંતુ અફસોસ માનવીય ઇતિહાસની આનાથી મોટી  ભૂલ કે કમજોરી શું હશે કે આ સમાજ પોતાની જવાબદારીને ભુલી ગઇ છે.  પરીણામે દુનિયાની કોમોમાં કોઇ કોમ અવી નથી જે વ્યક્તિગત, વર્ગીય, કોમી અથવા રાજનૈતિક સ્વાર્થથી ઉપર જઇને માત્ર અલ્લાહની પ્રસન્નતા માટે ઇન્સાફની સ્થાપનાની જવાબદારી અદા કરે અને તેના માટે દરેક પ્રકારના નુક્સાન વેઠવા તૈયાર હોય. પ્રશ્ન થાય છે કે પછી જુલ્મનો અને ન્યાયની સ્થાપના થાય કઇ રીતે?

આશ્ચર્યચકિત છે આ પ્રકાશમાન સુર્ય અને ચંદ્ર આ ઝિલમિલ કરતા તારાઓ આશ્ચાર્ય  સાથે જોઇ રહ્યા છે. આ પૃથ્વીરૃપી ગ્રહ તેની સમગ્ર વસ્તુઓ સહીત પ્રશ્ન કરી રહ્યા છે કે જે સમુદાયને ન્યાય અને ઇન્સાફની સ્થાપના કરવા અને જુલ્મ તથા અન્યાયને ખત્મ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તે આ જવાબદારીથી બેદરકાર કેમ છે?

જે સમુદાયને કહેવામાં આવ્યું હતું કે ન્યાય અને ઇન્સાફની સ્થાપના માટે અને તેની સાક્ષી આપવા કમર કસે તેઓ જ સ્વંય પોતાનામા ઇન્સાફની ઇચ્છુક છે. તે બીજાઓને પોતાની પીડાની કથા સંભળાવી ઇન્સાફની ફરીયાદ કરી રહી છે.તેને તેના ઉપર થયેલ અન્યાયનો ગમ લાગી ગયો છે અને તેને જ દુર કરવા માટે મથી રહ્યો છે તેને એ જુલ્મ દેખાતુ નથી જે સામાન્ય માનવ પર થઇ રહ્યા છે. તેની ઓળખ આ બની ગઇ છે કે જે પોતાના  માટે લડે છે. તેને આ વાતની જરાય ચિંતા નથી દુનિયામાં સામાન્ય જનના અધિકારો પાયમાલ થઇ રહ્યા છે.

આ ઉમ્મત જે કરોડોની સંખ્યામાં છે ન્યાય અને ઇન્સાફ માટે ઉભી થઇ જાય અને દરેક ભય અને ખતરા તથા લોભ લાલચથી મોહતાજ ન રહીને ઇન્સાફની સાક્ષી આપવા લાગે આ ઉદ્દેશ્ય માટે તેની અંદર એક બીજાની મદદની ભાવના જન્મે તથા તેઓ ઇન્સાફ પ્રાપ્તિ માટે એકજુટ અને કતારબધ્ધ થઇ જાય તો મને વિશ્વાસ છે દુનિયાનો નક્શો બદલાઇ જશે ઉમ્મત જ્યાં સત્તા પર હોય ત્યાં કોઇ ભેદ-ભાવ વગર દરેક પીડિતને ઇન્સાફ આપે તો તે દુનિયા માટે નમુનારૃપ બની જશે. જ્યા સત્તા તેની પાસે નથી ત્યાં તેને જોઇએ કે ઇન્સાફની સ્થાપના કાજે સંઘર્ષ કરે. માત્ર પોતાના માટે ઇન્સાફની માંગણી ન કરે બલ્કે જે વ્યક્તિ પર જુલ્મ થાય અને જે પણ ન્યાયથી વંચિત હોય તેની હિમાયતમાં આગળ આવે તો આશા છે ઉમ્મત તથા જુલ્મના વિરોધમાં હજારો પુકારો આ જ દુનિયામાં ઉંચી થવા લાગશે અને ત્યારબાદ કોઇ નિર્બળ વ્યક્તિ કે વર્ગને જુલ્મનો નિશાન બનાવવો સરળ નહી રહે. દુનિયા આ જ ડગની રાહ જોઇ રહી છે.

કાંપતા હૈ દિલ તેરા અંદેશ-એ તુફાન સે ક્યા
નાખુદા તુ, બહરતુ, કશ્તી ભી તુ ,સાહીલ ભી તુ *

(લેખક જમાઅતે ઇસ્લામી હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments