Thursday, November 21, 2024
Homeસમાચારએસ.આઈ.ઓ ઑફ ઇન્ડિયાએ મણિપુર સરકારને સાઈકલોનગ્રસ્ત શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને મદદ કરવા...

એસ.આઈ.ઓ ઑફ ઇન્ડિયાએ મણિપુર સરકારને સાઈકલોનગ્રસ્ત શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને મદદ કરવા વિનંતી કરી

એસ.આઈ.ઓ ઓફ ઇન્ડિયા ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાબીદ શાફી એ તાજેતરમાં થયેલ કુદરાતી આપત્તિ ઉપર દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે “તે ખૂબ જ દુઃખદાયક છે કે હજુ પણ વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને કોઈ સરકારી સહાય આપવામાં આવી નથી.”

સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે ૧૮ વિદ્યાર્થીઓ,૧૦ શિક્ષકો, ૧ ગેટકીપર સહિત ૨૯ લોકો ઘાયલ થયા છે જેમાંથી ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને ઇન્ફાલ ના એક મોટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દિવસના અંત સુધીમાં, પ્રારંભિક એક્સ-રે અને અન્ય તપાસ અહેવાલો પછી 3 લોકોને રજા આપવામાં આવી હતી. એક વિદ્યાર્થી હજુ પણ આઈસીયુમાં છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે ” રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની ભૂમિકા સારી રીતે જાણીતી છે. આ કુદરતી આપત્તિ પછી , વિદ્યાલયની ઇમારત સંપૂર્ણપણે તુટી ગઈ છે. જેના કારણે વ્યવસ્થાતંત્ર પાસે ૪૫ દિવસ સુધી રજા જાહેર કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહેલ નથી. આ સમયગાળા દરમિયાન, વિદ્યાલય ભવનનું પુનર્નિર્માણ ખૂબ જરૂરી છે જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરી શકાય. ”

લબિદ શફીએ વિદ્યાર્થીભવનના નિર્માણ માટે અને તબીબી ખાતરી આપવા માટે સરકારને વિનંતી કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments