Sunday, December 22, 2024
Homeસમાચારફ્રેટર્નિટી મુવમેન્ટે કરી અખિલ ભારતીય 'નાગરિક આત્મસમ્માન યાત્રા'ની ઘોષણા

ફ્રેટર્નિટી મુવમેન્ટે કરી અખિલ ભારતીય ‘નાગરિક આત્મસમ્માન યાત્રા’ની ઘોષણા

દેશમાં એક નવો નાગરિકત્વ કાયદો લાવવામાં આવ્યો છે જે ધર્મના નામે લોકોમાં ભેદભાવ પેદા કરી રહ્યો છે. બંધારણીય વિરોધી કાયદાની વિરુદ્ધ ફ્રેટર્નિટી મુવમેન્ટ દ્વારા દેશવ્યાપી અભિયાન ‘નાગરીક આત્મ-સન્માન યાત્રા’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાગરિકત્વ કાયદો સીએએ વિરુદ્ધ ફ્રેટર્નિટી મુવમેન્ટ દ્વારા દેશવ્યાપી અભિયાન ‘સિટીઝન આત્મ-સન્માન યાત્રા’ કાઢવામાં આવી રહી છે, જેની 20 ફેબ્રુઆરીએ ઔપચારિક જાહેરાત દિલ્હીના પ્રેસ ક્લબ ખાતે કરવામાં આવી હતી.

ફ્રેટર્નિટી મુવમેન્ટનું માનવું છે કે ભારતની સૌથી મોટી સુંદરતા એ તેની વિવિધતા છે અને વિવિધતાના આ સુંદર વારસાને આપણાથી છીનવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેશમાં એક નવો નાગરિકત્વ કાયદો લાવવામાં આવ્યો છે જે ધર્મના નામે લોકોમાં ભેદભાવ પેદા કરી રહ્યો છે. બંધારણીય વિરોધી કાયદાની વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન ‘નાગરીક આત્મ-સન્માન યાત્રા’ ચલાવવા ફ્રેટર્નિટી મુવમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પ્રેસ વાર્તા અને પ્રોગ્રામમાં જામિયા મીલીયા ઇસ્લામિયા, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિતની અન્ય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએએ અને અન્ય સામાજિક મુદ્દાઓ પર કાર્યરત સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરોએ સીએએ કાયદા અને બંધારણીય કટોકટીની ચર્ચા કરી અને નવા નાગરિકત્વ કાયદાને બંધારણ વિરોધી ગણાવ્યો.

ગુરુવારે બપોરે 3 વાગ્યે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ફ્રેટર્નિટી મુવમેન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ અંસાર અબુબકર, હૈદરાબાદ સ્થિત સામાજિક કાર્યકર લઈક અહેમદ ખાન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીસંઘ પ્રમુખ અબ્દુલ્લા અઝ્ઝામ, યુએએચના ખાલીદ સૈફી, ક્વિલ ફાઉન્ડેશનના સંશોધનકાર ફવાઝ શાહીન, વિશાલ પ્રસાદ, જામિયાના વિદ્યાર્થી, કાસિમ, આસિફ તન્હા, કેરળના આઈ સિફવા, આસામની હસીના અહમદ, જામિયાની વિદ્યાર્થીની જમીલા ફીરદૌસ વગેરે ઉપસ્થિત રહ્યા અને તેમના મંતવ્યો વ્યક્ત કર્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments