Friday, November 22, 2024
Homeસમાચારઆસિફ ઇકબાલની ધરપકડ પાયાવિહોણી, મનસ્વી અને બંધારણીય મૂલ્યો પર હુમલો છે; ગૃહ...

આસિફ ઇકબાલની ધરપકડ પાયાવિહોણી, મનસ્વી અને બંધારણીય મૂલ્યો પર હુમલો છે; ગૃહ મંત્રાલયે બધા રાજકીય કેદીઓને ત્વરિત છૂટા કરવા જ જોઇએ – લબીદ શાફી

CAA-NRC વિરોધી વિરોધ પ્રદર્શનમાં સક્રિય નેતા અને SIO ના સભ્ય જામિયા મીલીયા ઇસ્લામિયાના વિદ્યાર્થી આસિફ ઇકબાલની મનઘડત આરોપોમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. જામિયાના વિદ્યાર્થીઓ અને સીએએ વિરોધી અન્ય કાર્યકરોની ધરપકડના સિલસિલામાં આસિફ નવીનતમ કડી છે જેમને લોકડાઉન દરમિયાન ધરપકડ કરવામાં આવેલ છે. અગાઉની બધી ધરપકડોની જેમ તેની ધરપકડને યોગ્ય ઠેરવવા પોલીસે કોઈ ઠોસ પુરાવા રજૂ કર્યા નથી.

એ પણ યાદ રાખવું જોઇએ કે દિલ્હી પોલીસ દ્વારા આસિફની અવારનવાર પજવણી કરવામાં આવી છે અને ગયા વર્ષે ડિસેમ્બરમાં સીએએ વિરોધી વિરોધ પ્રદર્શન શરૂ થયું ત્યારથી છેલ્લા પાંચ મહિનામાં ઘણી વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા મળ્યા ન હોવા છતાં, પોલીસે તેને લોકડાઉન સમયગાળા સહિતના વિવિધ સમયે વારંવાર પૂછપરછ કરી પજવણી કરી છે, અને અંતે તેની ધરપકડ કરી છે.

તેમનો એક માત્ર ગુનો, સરકારને સવાલ કરવા અને બંધારણીય અધિકારનો ઉપયોગ કરી ભારતના મુક્ત નાગરિક તરીકેનો દરજ્જો પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરવા તે છે. આ તે જ ગુનો છે જેના માટે મીરાન હૈદર, સફૂરા જર્ગર અને બીજા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હાલની આ સંકટભરી રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી દરમિયાન જ્યારે આપણા તમામ સામૂહિક પ્રયાસો કોવિડ -૧૯ સામે લડવાની તરફેણમાં હોવા જોઈએ અને આપણા ગરીબ અને સૌથી વધુ ભોગ બનેલા નાગરિકો માટે ગંભીર તાળાબંધીની પીડાને હળવી કરવાના હોવા જોઇએ, ત્યારે દિલ્હી પોલીસ લોકતાંત્રિક અવાજોને ચૂપ કરવાના એજન્ડાને આગળ ધપાવી રહી છે. આ ધરપકડોનો એકમાત્ર ઉદ્દેશ્ય આ સરકાર અને તેમના પક્ષપાતિય એજન્ડા પર સવાલ ઉઠાવનારા તમામના દિલમાં ડર બેસાડવાનો છે અને લોકડાઉન હટાવ્યા પછી દેશભરમાં સમાન નાગરિકતા માટેનું આંદોલન ફરીથી ચાલુ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

SIO ના રાષ્ટ્રીય અધ્યક્ષ લબીદ શાફીએ જણાવ્યું કે, અમે આસિફ ઇકબાલ તેમજ તે દરેક લોકોની સાથે દ્રઢતાપૂર્વક ઊભા છે જેઓને પોતાના મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા છે, જેમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે અને જેમની ધરપકડ કરવામાં આવી છે. આસિફ અને અન્ય તમામ વિદ્યાર્થીઓ અને કાર્યકરોને ફક્ત તેમની ધરપકડ ખોટી હોવાના કારણે જ નહિ પરંતુ તેમની સતત અટકાયત બંધારણીય મૂલ્યો પર ધબ્બા સમાન હોવાને લીધે તુરંત જ તેમને મૂક્ત કરવા જોઇએ. વર્તમાન કટોકટી એ બંધારણ અને અધિકારોની જાળવણી માટે એક કસોટી સમાન છે. જેમાં દેશને ખરું ઉતરવું અત્યંત આવશ્યક છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments