ઉત્તર પ્રદેશમાં કોરોનાથી થયેલ મોતને છુપાવવા માટે યોગી આદિત્યનાથની સરકારે તમામ ખેલ અપનાવી લીધાં. જો કે, યોગી સરકારને આમાં કોઈ પણ જાતની સફળતા મળી નથી. કોરોનાથી થયેલ મૃત્યુઓ બાદ ગંગા નદીમાં મડદાઓને વહાવવાને લઈને ટ્વીટ કરવાવાળા પૂર્વ આઇએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહ પર યોગી સરકારે રાજદ્રોહના 7 કેસ લગાવી દીધા છે.
કોરોનાની દ્વિતીય લહેરમાં દેશમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થયું. કોરોનાની લહેરે હજુ ઉત્તર પ્રદેશને પોતાની ચપેટમાં લેવાનું શરૂ કર્યું હતું કે રાજ્ય સરકારની મુખ્ય વ્યક્તિ જ કોરોનાની ચપેટમાં આવી ગયા. યોગી આદિત્યનાથ કોરોનાથી સંક્રમિત થઈને સીએમ હાઉસમાં આઇસોલેટેડ થઈ ગયાં. તે પોતે કોરોનાથી લડવા લાગ્યાં. તેમનાં કોરોના સંક્રમિત હોવાને લીધે રાજ્ય સરકારને ચલાવવાની તમામ જવાબદારી તેમના અધિકારીઓ પર આવી ગઈ. તેમની સરકારના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા અને તેની પત્ની પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતાં.
બીજા ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને અન્ય મંત્રી કોરોનાના ડરના લીધે ભૂમિગત થઈ ગયા. યોગી આદિત્યનાથના ખાસમખાસ એ.સી.એસ. હોમ અવનિશ અવસ્થી અને નવનીત સહગલ સરકાર ને ચલાવતાં રહ્યા. કોરોના કાળમાં હોસ્પિટલોમાં દવાઓની અછત, બેડની અછત, ઓક્સિજનની અછત, વેન્ટિલેટરની અછત અને એમ્બ્યુલન્સની અછતથી મહામારી આઉટ ઓફ કંટ્રોલ બની ગઈ. લોકો કોરોનાથી મૃત્યુ પામવા લાગ્યાં. કોરોનાએ ભયાનક રૂપ ધારણ કરી લીધું. પતિએ પત્ની, પત્નીએ પતિ, માતાએ પુત્ર, પુત્રએ માતા, પિતાએ પુત્ર, પુત્રએ પિતા, બહેને ભાઈ, ભાઈએ બહેન, પુત્રીએ માતા અને માતાએ પુત્રીને કોરોનામાં ખોઈ નાખ્યાં. કોરોનાએ લોકોનાં હૃદયને વિચલિત કર્યા અને લોકો તૂટી ગયા.
કોરોના કાળમાં આગ્રામાં એક પત્ની તેના પતિનું જીવન બચાવવા માટે તેના મુંહથી તેનાં પતિને શ્વાસ આપતી નજરે આવી, પરંતુ તે તેના પતિને બચાવી ન શકી. ઓક્સિજનની અછતના લીધે તેની મોત થઈ ગઈ. ફૈઝાબાદમાં એક પુત્રી તેની માતાને બચાવવા માટે એમ્બ્યુલન્સની રાહ જોતી રહી, પરંતુ એમ્બ્યુલન્સ ન મળી અને તેની માતાની મોત થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કાર્યક્ષેત્ર વારાણસીમાં એક માતાને એમ્બ્યુલન્સ ન મળી અને માતા તેના પુત્રનું શબ એક ઈ-રિક્ષા પર જમીન પર ઘસડતી લઈ ગઈ. જોનપુરમાં એક વૃદ્ધ વ્યક્તિ તેની પત્નીની લાશ સાઇકલની વચ્ચે રાખીને પગપાળા ચાલવા માટે મજબૂર થયો.
કોરોના કાળની આ ઘટનાઓથી લોકોનાં હૃદયોને ઝટકા લાગ્યાં. કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ જવાનાં લીધે લોકોની મોટી સંખ્યામાં મોત થઈ. સરકાર સંપૂર્ણ રીતે કોરોનાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી. યોગી આદિત્યનાથ જ્યારે કોરોનાથી મુક્ત થઈને બહાર નીકળ્યા, ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. મોટી સંખ્યામાં કોરોનાથી લોકો મરી રહ્યાં હતાં. સરકારી દાવા મુજબ યોગી આદિત્યનાથે કોરોનાને કાબૂમાં કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દવાઓ, બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સ આ બધાંની અછતના લીધે યોગી સરકાર આ મહામારીને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ. યોગી આદિત્યનાથ કશું જ ન કરી શક્યાં. કોરોનાનાં લીધે મોટી સંખ્યામાં મોત થઈ.
કોરોનાથી થયેલ મોતના લીધે મૃતકોના અગ્નિ સંસ્કાર માટે સ્મશાન ઘાટમાં પણ જગ્યાની અછત થઈ ગઈ. રાજધાની લખનઉમાં ગોમતી નદીના તટ પર અગ્નિ સંસ્કાર કરવા માટે મૃતકોના પરિવારોને પ્રતીક્ષા કરવી પડી હતી. મૃતકોની સંખ્યા વધવાથી સરકારની ખૂબ આલોચના થવા લાગી. આના લીધે યોગી આદિત્યનાથની સરકાર વિચલિત થઈ ગઈ. રાજ્ય સરકારે તરત જ ગોમતી નદીના સ્મશાન ઘાટને પતરા દ્વારા ઢંકાવી દીધું, જેનાથી લોકોને ગોમતી નદીનાં સ્મશાન ઘાટમાં બળતી ચિતાઓ ન દેખાય.
કોરોનાનાં મૃતકોના અંતિમ સંસ્કાર માટે જ્યારે તેમનાં પરિવારોને જગ્યા ન મળી તો તેમણે રોડ અને પાર્કના કિનારે મડદાને બાળીને અંતિમ સંસ્કાર કર્યા. આ પ્રકારનો બનાવ ગાઝિયાબાદમાં થયો. કોરોનાથી લોકોના મરવા ઉપરાંત મૃતકોની સંખ્યા છુપાવવા માટે યોગી સરકારે સંખ્યાને ઓછી કરીને બતાવવામાં આવી. પરંતુ રાજધાની લખનઉ અને યોગી આદિત્યનાથનો જિલ્લો ગોરખપુરમાં નગર નિગમ દ્વારા જારી કરેલા મૃતકોના મરણ પ્રમાણપત્રની વધુ સંખ્યાથી યોગી સરકારના દાવાની પોલ છતી થઈ ગઈ અને યોગી સરકાર કઠઘરામાં ઉભી રહી ગઈ. આ રીતે યોગી સરકાર દ્વારા કોરોનાથી થયેલા મૃત્યુ આંકને છુપાવવા માટે અપનાવવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા.
કોરોના કાળમાં અસંખ્ય મોત થઈ છે. આનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે મૃતકોના અગ્નિ સંસ્કાર માટે જગ્યા ઓછી પડી ગઈ અને લાકડાઓની અછત થઈ ગઈ હતી, ત્યારે મૃતકોના પરિવારોએ કોરોના મૃતકોને ગંગા નદીમાં વહાવવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ ગંગા નદીમાં લાશોના તરવાના સમાચાર આવવા લાગ્યાં. ઉન્નાવ, કાનપુર, રાયબરેલી, બલિયા જિલ્લાથી લઈને બિહારના બક્સર જિલ્લામાં વહીને ગંગા નદીમાં મડદાઓના વહેવા અને તરવાના મામલાઓ સામે આવ્યા. આના પર ખૂબ જ દેકારો થયો તો કેન્દ્ર સરકારે ગંગા નદીમાં મડદાઓને વહાવવા પર રોક લગાવવા માટે કહ્યું. ત્યાર બાદ યોગી સરકારે ગંગા નદીમાં મડદાઓને વહાવવાથી રોકવાનું કામ કર્યું.
યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આ સંબંધમાં યુપીમાં પોલીસને મડદાઓને ગંગા નદીમાં વહાવવાથી રોકવા માટે કહ્યું અને ગંગા નદીમાં 24 કલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. યોગી આદિત્યનાથની સરકાર દ્વારા આ પ્રકારના આદેશો જારી કર્યા બાદ આર્થિક રૂપે નબળાં થઈ ગયેલા લોકોએ તેમના પરિવારનાં મૃતકોને ગંગા નદીના તટ પર દફનાવવાનુ શરું કરી દીધું. પરંતુ ઊડતી હવાઓએ દફન કરેલા મડદાઓ ઉપર પડેલી રામનામી ચુંદડીઓને સામે લાવી દીધી, જેનાથી ફરી એક વાર યોગી સરકારની ભારે આલોચના થઈ સાથે મોદી સરકારની પણ આલોચના થઈ. આનાથી કેન્દ્ર સરકાર અને યોગી સરકાર ફક્ત વિચલિત જ નથી થઈ બલ્કે ભયભીત પણ થઈ ગઈ. આની પર સામાન્ય જનતાનાં ક્રોધથી બચવા માટે યોગી સરકારે દફન કરેલા મડદાઓ પરથી રામનામી ચૂંદડીઓને હટાવી નાંખી. આવું કરીને સરકારે દફન કરેલા મડદાઓનાં સ્થાનને નાબૂદ કરવાનું કામ કર્યું છે. ગંગા નદીના તટ પર ઉન્નાવ, રાયબરેલી અને અલાહાબાદમાં ઘણા મડદાઓ દફન કરવામાં આવ્યા છે.
યોગી આદિત્યનાથની સરકારને નિષ્ફળ બનાવવામાં તેમના પોતાના જ અધિકારીઓએ અગત્યની ભૂમિકા અદા કરી છે. યોગી આદિત્યનાથ સરકાર પર હમેશાં આ આરોપ લગાવવામાં આવે છે કે તે અધિકારીઓની ચંડાળ ચોકડીમાં ઘેરાયેલા છે અને અધિકારીઓનાં ઈશારાઓ પર આખ બંધ કરીને કામ કરે છે. આ અધિકારીઓમાં પંચાયતી રાજ વિભાગના અપર મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહની પણ મહત્વની ભૂમિકા છે. તેમણે કોરોનાના મૃતકોને અગ્નિ સંસ્કાર માટે નવા ચૂંટાયેલા ગ્રામ પ્રધાનોને 5000 રૂપિયા ગ્રામ પંચાયતને પ્રત્યેક મૃતકના અગ્નિ સંસ્કાર માટે આપવાનો આદેશ કર્યો. પરંતુ નવા ચૂંટાયેલા ગ્રામ પ્રધાનોની ન તો શપથવિધિ થઈ હતી અને ન નવા પ્રધાનો દ્વારા બેંક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. આવામાં તે મૃતકોના અગ્નિ સંસ્કાર પર 5000 રૂપિયા ક્યાંથી ખર્ચી શકતા. જ્યારે ગ્રામ પંચાયતના પ્રધાનોએ શપથ ગ્રહણ નહોતા કર્યા અને તેમનું બેંક ખાતું નહોતું ખૂલ્યું તો મનોજ કુમાર સિંહે આ પ્રકારનો અડધો અધૂરો આદેશ શા માટે જારી કર્યો.
મનોજ કુમાર સિંહે આ પ્રકારનો આદેશ શા માટે જારી કર્યો તેની તપાસ થવી જોઈએ. નહિંતર આ માનવામાં આવશે કે યોગી આદિત્યનાથ પોતે ઉત્તર પ્રદેશની જનતાને મૂર્ખ બનાવવા માટે આ પ્રકારનો આદેશ જારી કરાવ્યો હતો. જો આ પ્રકારનો અડધો અધૂરો આદેશ જારી કરવામાં ન આવતો તો આર્થિક રૂપે નબળાં થયેલાં લોકોને તેમના મૃત પરિજનોને અગ્નિ સંસ્કાર માટે રાજ્ય સરકાર તરફથી 5000 રૂપિયાની સહાય મળતી અને લોકો મૃતકનું અગ્નિ સંસ્કાર કરતાં, જેનાથી ગંગા નદીમાં ન મડદા વહેતા અને ન જ ગંગા નદીનાં તટ પર લોકોના મડદાને દફનાવતાં.
હિન્દુત્વનો ઢંઢેરો પીટવા વાળી યોગી સરકારે કોરોના કાળમાં કોરોના મૃતકોનુ સમ્માન કર્યું નથી. ફકત પોતાની ઈજ્જત બચાવવાનાં પ્રયાસમાં લાગી રહ્યાં. આર્થિક રૂપે નબળાં થયેલા લોકોની મદદ સુદ્ધાં પણ કરી નથી. લોકોએ કઈ રીતે વ્યવસ્થા કરીને તેમના મૃત પરિજનોના અંતિમ સંસ્કાર કર્યા છે, એ તો લોકોની આત્મા જ જાણે છે.
સરકારે પોતાની ઈજ્જત બચાવવા માટે દફનાવવામાં આવેલા મડદાઓ ઉપર રામનામી ચુંદડીઓ સુદ્ધાં હટાવી દીધી. જો ચુંદડીઓને મડદા પરથી હટાવી જ હતી તો સરકારે તે મડદાઓને સમ્માનપૂર્વક એ મડદાઓનું અંતિમ સંસ્કાર કરવું જોઈતું હતું. પરંતુ સરકારે આવું ન કર્યું. દફન થયેલા લોકોને અંતિમ સંસ્કારનું સમ્માન પણ પ્રાપ્ત થયું નહિ. કોરોના કાળની આ કડવી વાસ્તવિકતાને લોકો ક્યારેય પણ ભૂલી શકશે નહિ.
કોરોનાથી થયેલી મોત બાદ ગંગા નદીમાં મડદાઓનાં વહાવવા પર ટ્વીટ કરવાવાળા પૂર્વ આઇએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહની ઉપર રાજદ્રોહના 7 કેસ દાખલ કર્યા. આ મામલો યુપી પોલીસે નોંધ્યો છે. 3 મામલા ઉન્નાવ જિલ્લામાં, 3 મામલા રાજધાની લખનઉમાં અને એક મામલો બલિયા જિલ્લાની પોલીસે નોંધ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે સૂર્ય પ્રતાપ સિંહની ધરપકડ ન કરવા માટે સ્ટે આપ્યો છે, પરંતુ આ બધું હોવા છતાં ઉન્નાવ જિલ્લાની પોલીસે રાજધાની લખનઉની પોલીસને સાથે લઈને તેમના લખનઉ સ્થિત આવાસ પર છાપા માર્યા અને તેમનાથી પૂછતાછ કરી. સૂર્ય પ્રતાપ સિંહનું કહેવાનું છે કે સરકારના ઈશારા પર મને હેરાન કરવામાં આવી રહ્યો છે.