સોમવારે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (SIO)ના પ્રતિનિધિ મંડળે દારંગ જીલ્લામાં આસામ પોલીસ દ્વારા માર્યા ગયેલા મોઇનુલ હક અને શેખ ફરીદના પરિવારો સાથે મુલાકાત કરી અને સંવેદના વ્યક્ત કરી.
સંગઠને ઘોષણા કરી કે તે મોઈનુલ હકના ત્રણેય બાળકોના સંપૂર્ણ અભ્યાસનો ખર્ચ ઉઠાવશે. પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (SIO)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સલમાન અહમદે કહ્યું કે ત્રણેય બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવો અમારા માટે સૌભાગ્ય છે. અમે જ્યારે તેમના પરિવારના લોકો સાથે વાત કરી તો તે લોકોએ અમારા પ્રસ્તાવને સ્વીકાર કર્યો. અમે તેમની માટે શ્રેષ્ઠ અને સુખદ જીવનની કામના કરીને છીએ અને એ લોકો માટે સખત સજાની માંગ કરી છીએ જેમણે આ તકલીફમાં તેમને ધકેલ્યા.
મોઈનુલ હકના ઉત્તરાધિકારીઓમા તેમના માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકો છે, બે દિકરા મુકદિસ (13 વર્ષ) અને મુકદ્દસ અલી (4 વર્ષ) અને એક દિકરી મંઝૂર બેગમ (9 વર્ષ).
પ્રતિનિધિ મંડળે જિલ્લાના સિપઝાર વિસ્તારની પણ મુલાકાત લીધી, જ્યાં વ્યવસ્થા તંત્ર દ્વારા 800 પરિવારોને ઘરવિહોણા કરી દેવામાં આવ્યા હતાં. પ્રતિનિધિ મંડળના સભ્યોએ ઘણા પરિવારો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કર્યો.
સલમાન અહમદે આ પણ કહ્યું કે એ વિસ્તાર જ્યાં વિસ્થાપિત પરિવારોને વસાવવામાં આવી રહ્યા છે તે પૂરગ્રસ્ત વિસ્તાર છે, નદીનો બેસિન અને ટાપુ વિસ્તાર છે અને ત્યાં સુધી સડક પણ નથી. તેમને ટીનની છત નીચે તાત્કાલિક આશ્રયમાં રાખવામાં આવ્યા છે. તેમને પાણી, ભોજન અને મેડિકલ સારવાર જેવી મૂળભૂત સુવિધાઓની અત્યંત જરૂરિયાત છે. સરકાર તાત્કાલિક તેમની વચ્ચે રાહત કાર્ય કરે.
સામાજિક સંગઠનોએ આસામના મુખ્યમંત્રીની સામે પોલીસ અત્યાચાર અને ઘરોમાંથી બેદખલ કરેલા પરિવારોનો મામલો ઉઠાવ્યો .
રવિવારે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (SIO), જમાતે ઈસ્લામી હિંદ અને જમિયતુલ ઉલ્મા-એ-હિંદના સામૂહિક પ્રતિનિધિ મંડળે આસામનાં મુખ્યમંત્રી ડો. હેમંત વિશ્વા શર્મા અને દારંગ જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર પ્રભાતી થાઉસીન સાથે મુલાકાત કરી વિસ્તૃત ચર્ચા કરી અને દારંગમાં પોલીસ અત્યાચાર અને ઘરમાંથી બેદખલ કરવાનો મામલો ઉઠાવ્યો.
પ્રતિનિધિ મંડળે ઘરવિહોણા મુસ્લિમો પર અત્યાચારમાં શામેલ પોલીસ કર્મચારીઓને સજા આપવા અને તેમના દ્વારા માર્યા ગયેલા ઘાયલ લોકોને વળતર આપવાની વાત કરી. અમે મુખ્યમંત્રી ને એ તરફ પણ ધ્યાન દોરાવ્યુ કે ઘરવિહોણા લોકોને વ્યવસ્થા તંત્ર દ્વારા ફરી વસાવવામાં આવે.
મુખ્યમંત્રીએ ભરોસો આપ્યો છે કે તેમની મદદ કરવામાં આવશે અને પ્રતિનિધિ મંડળને કહ્યું કે તે સિપઝારની મુલાકાત લે જ્યાં ઘરવિહોણા લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, તેમની જરૂરિયાતોની તસ્દી લે અને જણાવે કે તાત્કાલિક શું કરી શકાય છે. તેમણે સંગઠનને મદદ કાર્ય શરૂ કરવાની અપીલ કરી અને ભરોસો આપ્યો છે કે સરકાર આ કાર્યમાં તેમની ભરપૂર મદદ કરશે. સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (SIO) અને અન્ય સંગઠનોના પરસ્પર સહયોગથી ખૂબ જ જલ્દી આગળ એક યોજના તૈયાર કરવામાં આવશે.