Thursday, September 12, 2024
Homeમનોમથંનમૌલાના કલીમ સિદ્દીકીની ધર્માંતરણ કાયદા અંતર્ગત ધરપકડ એક અન્યાયી પગલું

મૌલાના કલીમ સિદ્દીકીની ધર્માંતરણ કાયદા અંતર્ગત ધરપકડ એક અન્યાયી પગલું

દેશમાં વધતી જતી લઘુમતી વિરોધી પ્રવૃત્તિઓને કારણે પ્રબુદ્ધ સમાજ ચિંતિત અને વ્યથિત બન્યો છે. દેશનો કોઈને કોઈ ખુણો સતત મુસ્લિમોના અત્યાચારનો સાક્ષી બને છે. ક્યારેક ચોરીની આશંકાએ તો ક્યારેક માંસની શંકાએ, ક્યારેક ચૂડી જીહાદના નામે, તો ક્યારેક નારકોટિક્સ જીહાદના નામે. મોબ્લીન્ચિંગ, ખોટા કેસમાં ફસાવી, સાક્ષી બનાવી કે કસ્ટોડિયલ ડેથ થકી તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

મોબલિંન્ચિંગ એક ક્રૂર અને અસામાજિક તત્વો દ્વારા અંજામ આપવામાં આવતી ઘટના છે જે હવે સામાન્ય બની ગઈ છે. મુસ્લિમોની માનસિકતા મોબલિંન્ચિંગ જેવી ઘટનાઓ એક સામાન્ય ઘટના થઈ જાય તે રીતે અંજામ આપવામાં આવી રહી છે. મોબ મોબલિંન્ચિંગ કરનારી ભીડમાંથી કોઈ તેનો વીડિયો ઉતારે છે અને તેને ફેલાવી દે છે. દરરોજ બનતી અસામાન્ય ઘટના ધીરે ધીરે સામાન્ય થવા લાગે છે. લોકો નવાઈ, અચરજ, ગુસ્સો કે પ્રતિકાર કરવાની ક્ષમતા ખોઇ બેસે છે.

મીડિયા દ્વારા આવી ઘટનાઓને એ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે જાણે ભીડે પરિસ્થિતિવશ ઉચિત કર્યું હોય! પોલીસતંત્ર મોટાભાગના કિસ્સામાં જેની લિંચિંગ કરવામાં આવી હોય તેની ઉપર જ કેસ બનાવે છે અને લિંચિંગની ઘટના પ્રતિકાર સ્વરૂપે બની હોય તે રીતે સ્ટોરી બનાવવામાં આવે છે. કોર્ટ દ્વારા પણ ભીડ પર કોઈ મોટો ચાર્જ કે કેસ લાગતો નથી. તેથી ભીડ કોઈપણ પ્રકારની સખત સજાથી બચી જાય છે. કાર્યવાહી માત્ર કાગળ પર જ રહી જાય છે. તમામ લોકો શંકાના લાભે છૂટી જાય છે. ભારતમાં ભીડ દ્વારા લોકોને માર મારવાનો “ટ્રેન્ડ” થઈ ગયો છે જેમાં મુસ્લિમો અને દલિતો ખરાબ રીતે નિશાન બની રહ્યા છે.

તાજેતરમાં ધર્માંતરણ વિરોધી કાયદા અંતર્ગત કેટલીક ધરપકડ કરવામાં આવી છે. સૌપ્રથમ મૌલાના ઉમર ગૌતમ અને જહાંગીર ખાનની ધરપકડ કરવામાં આવી. તેમની ઉપર ધર્માંતરણ કરવાનો આરોપ છે. હાલમાં મૌલાના કલીમ સિદ્દિકીની ધરપકડ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત છે કે સંવિધાનમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની, તેનો પ્રચાર-પ્રસાર કરવાની અને ગમે તે ધર્મ અપનાવવાની છૂટછાટ હોવા છતાં ધર્માંતરણ વિરોધી કાયદો બની ગયો જે સંવિધાનની મુળભુત આત્માની વિરુદ્ધ છે. મૌલાનાને મળતા નાણાંકીય ફાળા અને લોકોની ઇસ્લામ ફેલાવવા બાબતે પૂછપરછ અર્થે 10 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. આ ધરપકડ સંવિધાન વિરોધી છે અને ઇસ્લામોફોબિયાનું પ્રતિબિંબ છે.

કેટલાક વર્ષોથી મુસ્લિમોમાં ઇસ્લામને સમજવા તથા ફેલાવવા બાબતે જાગૃતિ આવી છે આ જાગૃતિ હિંદુ રાષ્ટ્ર બનાવવા ની ચળવળ માટે કાંટારૂપ હોઇ ફાસીવાદી વિચારસરણી ધરાવતી કેન્દ્ર સરકારને આંખમાં ખૂંચે છે. કેન્દ્ર સરકાર તન-મન-ધનથી આરએસએસને વરેલી છે. બીજેપી આરએસએસની રાજકીય શાખા હોઇ આરએસએસના એજન્ડા પર કામ કરવું તેની ફરજ છે. હિન્દૂ રાષ્ટ્ર બનાવવા માટે સૌથી મોટો અવરોધ સંવિધાન પોતે છે અને બીજો અવરોધ છે ઇસ્લામની સમાનતાની વાત. ઇસ્લામ તમામ લોકોને સમાન ગણે છે તેમના હક્કો અને અધિકારો તેમની જાત રંગ કે નસલ આધારિત નથી હોતા આ નિયમ મનુસ્મૃતિ ને લાગુ કરવા સામે સૌથી મોટો પડકાર છે. તેથી ઇસ્લામના પૈગામને લોકો સુધી પહોંચતો અટકાવવા સરકાર આવા કાયદાઓ બનાવી રહી છે.

મુસ્લિમોને નૈતિક રીતે ભાંગી નાખવા ભીડતંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જ્યારે તેમના ધર્મને લોકો સુધી પહોંચાડવાની તેમની સ્વતંત્રતાને કાયદા દ્વારા અટકાવવામાં આવી રહી છે.

પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઈસ્લામ ધર્મ સ્વયં પ્રસારનું લક્ષણ ધરાવે છે. આખા વિશ્વમાં તેને માનનારા તેને પ્રસારી રહ્યા છે. આ ક્રમ અટકવાનો નથી. આ કામને જેટલું અટકાવવામાં આવશે તેટલી જ ઝડપથી સ્પ્રિંગની જેમ તે ઉછળીને ફેલાશે.

આ લોકો પોતાના મોઢાની ફૂંકો વડે અલ્લાહના પ્રકાશ (નૂર)ને ઓલવવા માગે છે, અને અલ્લાહનો ર્નિણય એ છે કે તે પોતાના પ્રકાશને સંપૂર્ણપણે ફેલાવીને રહેશે ચાહે ઇન્કાર કરનારાઓને આ કેટલુંય અપ્રિય હોય. (સૂરઃ સફ્ફ-8)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments