હાલમાં દેશની પરિસ્થિતી ખૂબ જ સંવેદનશીલ બની ગયેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મણિપુર, રાજસ્થાન અને છત્તીસગઢની હ્રદયદ્રાવક ઘટનાઓ ઉપર સંપૂર્ણ કાબૂ નથી મેળવી શકી ત્યાંજ નૂહ (હરિયાણા) અને ગુરુગ્રામમાં જે ઘટનાઓ બનીતેમજ ગઈ કાલે ચાલુ ટ્રેનમાં જેજઘન્ય ઘટના ઘટી, તે સમગ્ર ભારતીય સમાજને માટે ખુબજ ચિંતાજનક બાબત છે. તેના કારણે આખા ભારતીય સમાજના માનસમાં ચિંતા અને વિષાદનું વાતાવરણ ઊભું થયું છે. મીડિયા અને કેટલાંક સંગઠનો દ્વારા આક્ષેપો પ્રત્યાક્ષેપોને કારણે પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સેવાઇ રહી છે.
આજના વાતાવરણમાં સર્વે ધર્મ, સંપ્રદાય અને સમાજોદરમ્યાન શાંતિ, પ્રેમ, અને ભાઇચારાની તાતી જરૂર છે.આપણું સૌભાગ્ય છે કે આપણાં ગુજરાતમાંશાંતિ છે. આપણાં પ્રિય ગુજરાત રાજ્યની શાંતિપ્રિય છબીને કલંકિત ન થવા દઈએ પ્રેમ, અને શાંતિનો પ્રચાર કરીએ. ધાર્મિક મહાનુભાવોએ પોતાની જવાબદારીના ભાગરૂપે શાંતિ માટે પ્રજાજોગ અપીલ કરવાની જરૂર જણાય છે.
ધાર્મિક સૌહાર્દ મંચ ગુજરાતના પ્રજાજનોનેહ્રદય પૂર્વક અપીલ કરે છે કેઆવા સમયમાં રસ્તાઓ ઉપર ઉતરી પરિસ્થિતીને વણસાવવી યોગ્ય નથી. અત્યારે જરૂર છે કે બધા સમાજના વ્યક્તિઓ ધૈર્યપૂર્વક વર્તે પ્રેમ અને સહયોગનું વાતાવરણ નિર્મિત થાયતેવા પ્રયત્નો કરીએ. જેથી આપણાં રાજ્યની શાંતિ જળવાઈ રહે. ઈશ્વર આપણી મદદ કરે.
· માનનીય જયેશ બારોટ – ગાયત્રી પરિવાર, ગુજરાત
· માનનીય નિસાર અન્સારી સાહેબ –જમીયતે ઉલેમાએ હિંદ, ગુજરાત
· માનનીય આચાર્ય ઉમા શંકર આર્ય, આર્ય સમાજ, સૂરત
· માનનીય બિશપ સિલવાન્સ ક્રિશ્ચન
· માનનીય રેવરન્ડ હેમંત પરમાર
· માનનીય ડો. એર્વડ ખુસરૂ ઘડિયાલી, પારસી પ્રિસ્ટ, અગિયારી, અમદાવાદ
· માનનીય મુફ્તી રિઝવાન સાહેબ, ઓલ ઈન્ડિયા મીલ્લી કાઉન્સિલ, ગુજરાત
· માનનીય મહંત ભરત સોલંકી
· માનનીય ભીખા ભાઈ અમીન, બૌધ્ધ
· માનનીય રણજીત સિંઘ વાસુ, ગુરુદ્વારા ગોવિંદ ધામ
· માનનીય અવિવ દિવાકર, યહૂદી સંપ્રદાય, મેગન અબ્રાહમ સિનેગોગ
· માનનીય શકીલ એહમદ રાજપૂત, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત