ઇતિહાસમાં સફળ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બહુ જૂજ છે. એમાંય હઝરત મુહમ્મદ ﷺનો વ્યક્તિત્વ સૌથી બુલંદ છે. મિત્રો અને અનુયાયીઓ જેના ગુણગાન કરે એમાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે પરંતુ વિરોધીઓ , બૌધ્ધિકો, તટસ્થ વિદ્વાનો પણ આપના ચરિત્ર અને આપે સર્જેલ સંપૂર્ણ અને સકારાત્મક ક્રાંતિને સ્વીકાર કરતા હોય તો તે નાની વાત નથી. હઝરત મુહમ્મદ ﷺની જિંદગીના દરેક પાસાંને અલ્લાહે સંરક્ષિત કર્યા જેથી કયામત સુધી લોકો માટે આદર્શ બની રહે.આપ ﷺએ ઘરેલુ જીવન, વેપાર, રાજકીય નેતૃત્વ, દોસ્તી-દુશ્મનીનું વલણ, સૈનિક શૌર્ય, દયા, ન્યાય, દરેક બાબતમાં સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડ્યું. આપનો સંદેશ કોઈ સમય, જાતિ, પ્રદેશ કે વર્ગ પૂરતા મર્યાદિત ન’હોતા. આપે ટૂંકા ગાળામાં તે સમાજને ઈમાન, ન્યાય, એકતા, વિજ્ઞાન-સંસ્કૃતિ વગેરેમાં વિશ્વનું નેતૃત્વ આપનાર બનાવ્યો. વિશ્વની મહાન વિભૂતિઓએ આપના વિશે જે વિચારો રજૂ કર્યા છે અહીં તેની ઝાંખી આપવામાં આવી રહી છે.
“મુહમ્મદ ﷺનો સંદેશ એના ઉદ્દાત લક્ષ્યની દિશામાં તાજા અને શુદ્ધ તથા પારદર્શક ઝરણાની જેમ વહી રહ્યો છે.” (Johann von Goethe વિખ્યાત જર્મન લેખક અને મુત્સદ્દી)
“હું તો હમેશથી મુહમ્મદ ﷺના ધર્મનો ઉચ્ચ આદર કરૂં છું. અને એનું કારણ એની આશ્ચર્યજનક જીવન-શક્તિ છે. આ એક માત્ર ધર્મ છે જે મને મારા અસ્તિત્વના પરિવર્તનશીલ તબક્કાને આત્મસાત કરવાની ક્ષમતા ધરાવે છે. અને તેથી એ દરેક યુગ માટે આકર્ષણ ધરાવે છે. મેં એ વિભૂતિનો- એ અદ્ભુત માનવનો અભ્યાસ કર્યો છે. અને મારા અભિપ્રાય મુજબ તો તેઓ માનવતાના તારણહાર તરીકે ઓળખાવવા જાેઈએ”. (જ્યોર્જ બર્નાર્ડ શો, આપણા યુગના એક નામાંકિત વિચારક The Genuine Islam)
“મુહમ્મદ ﷺ ઉપર જે ગ્રંથ અવતરિત થયો તે અનુપમ છે એટલે કે એ એના પ્રકારનો એક જ ગ્રંથ છે. એણે માનવતાના હૃદય ઉપર ભૂંસી ન શકાય એવી છાપ મૂકી છે. એની તોલે કોઈ નથી આવી શકતું. “ એની મહિમા અને ગૌરવને કોઈ આંબી શકે નહીં..કુઆર્ને માનવ વિચારને નવા પરિમાણો ,આશ્ચર્ય જનક સુધારાઓ અને વિસ્મયકારક સફળતા આપ્યા છે.” (Rev. B. Margoliouth – A Biography of Mohammad)
“મુહમ્મદ ﷺ સાહેબે માનવ સભ્યતાને લુપ્ત થવાથી બચાવી.” (J.H. Denison – Emotions As The Basis Of Civilization)
“તમામ યુગોમાં જે નેતાઓએ સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે એમાં હું મુહમ્મદ ﷺને ઈસુ ખ્રિસ્ત કરતાં આગળ મૂકું! છું.” (James Gavin – Speeches of a U.S. Army General)
“Pasteur અને Salk પ્રથમ અર્થમાં નેતાઓ છે. ગાંધી અને કોન્ફયુસિયસ એક બાજુ અને એલેક્ઝાન્ડર,સીઝર, અને હિટલર કદાચ બીજા કે ત્રીજા અર્થમાં નેતાઓ છે. ઈસુ અને બુદ્ધ ત્રીજી શ્રેણીમાં આવે છે. કદાચ સર્વકાલીન મહાન નેતા મુહમ્મદ ﷺ હતા, જેમણે ત્રણેય કાર્યોને જાેડ્યા. થોડા અંશે, મૂસાએ પણ એવું જ કર્યું.” (Jules Masserman – Professor of History, Chicago University)
“વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી નેતાઓની યાદીમાં મુહમ્મદ ﷺને મોખરે મૂકવાની મારી પસંદગીથી મારા વાચકોને આશ્ચર્ય થશે અને બીજાઓ કદાચ આ બાબતે પ્રશ્નો પણ ઊભા કરે. પરંતુ તેઓ ઇતિહાસમાં એવી એક માત્ર વ્યક્તિ હતા જેઓ સેક્યુલર અને ધાર્મિક બન્ને ક્ષેત્રે અત્યંત સફળ રહ્યા હતાં. શક્ય છે કે ઈસુ ખ્રિસ્ત અને સેન્ટ પોલ બન્ને ભેગા મળી જેટલો પ્રભાવ ખ્રિસ્તીધર્મ ઉપર ધરાવે છે એના કરતાં વધુ પ્રભાવ મુહમ્મદ ﷺ ઇસ્લામ ધર્મ ઉપર ધરાવતા હતાં. આના કારણે હું મુહમ્મદ ﷺને માનવ ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવ શાળી એકલ વ્યક્તિ તરીકે હકદાર ઠેરવું છું.” (Michael Hart in ‘The 100,A Ranking of the Most Influential Persons in History, ’New York,1978)
“મુહમ્મદ ﷺના અતિ ઉચ્ચ વ્યકતિત્વ એ સમગ્ર માનવ જાત ઉપર પોતાની તેજસ્વી અને અવિલોપ્ય છાપ મૂકી છે.” “મુહમ્મદ ﷺએ વ્યક્તિ છે જેમણે માનવ જાત ઉપર સૌથી મોટો પ્રભાવ પાડ્યો છે્,” (John William Draper, M.D. LL.D.- A History of the Intellectual Development of Europe,London ,1875 )
“હું આશા રાખું છું કે એ સમય બહુ દૂર નથી જ્યારે હું તમામ દેશોના શાણા અને શિક્ષિત લોકોને એક કરી કુઆર્નના એક માત્ર સાચા અને માનવજાતને સુખ ભણી દોરનારા સિદ્ધાંતો ઉપર આધારિત એક સમાન રાજ્યતંત્રની સ્થાપના કરી શકીશ.” (Napoleon Bonaparte)
“તમામ ધાર્મિક વિભૂતિઓ પૈકી મુહમ્મદ ﷺ સૌથી વધુ સફળ હતા.” (Encyclopedia Britanica,4th and 11 th editions)
થોમસ કાર્લાઇલ એ વાતથી દંગ રહી ગયા હતા કે કઈ રીતે એક વ્યક્તિ એકલા હાથે રખડતા બદ્યુઓ, યુદ્ધ કરતા કબીલાઓને એક કરી બે દાયકા કરતા ઓછા સમયમાં સૌથી શક્તિશાળી સભ્ય કોમમાં પરિવર્તિત કરી દીધાં.નેપોલિયન અને ગાંધી પણ આ વ્યક્તિએ ચૌદસો વર્ષ પહેલાં આણેલ સમાનતાના સ્વપ્નો જાેતાં થાકતા ન હતાં” (Thomas Carlyle , Heroes and Hero Worship પ્રખ્યાત પુસ્તકના લેખક)
“જે વ્યક્તિ માનવજાતના લાખો કરોડો લોકોના હૃદય પર નિર્વિવાદ કબ્જાે ધરાવે છે. એવી સૌથી સારી વ્યક્તિ વિશે હું જાણવા માગતો હતો. મને એ વાતની પ્રતીતિ થઈ ગઈ કે એ દિવસોમાં એ તલવાર ન હતી જેણે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું પરંતુ એમની મક્કમ સાદગી ,પયગંબર સાહેબની પોતાની જાતને ઘસી નાખવાની વૃત્તિ અને પોતાના વચન-પ્રતિજ્ઞાના પાલન માટેની અત્યધિક કાળજી,પોતાના મિત્રો અને અનુયાયીઓ પ્રત્યે તીવ્ર સમર્પણ,એમની નિર્ભિકતા અને નીડરતા, ખુદામાં તથા પોતાના મિશનમાં સંપૂર્ણ શ્રદ્ધા એવી બાબતો હતી જે બીજી તમામ વસ્તુઓને વહાવી લઈ ગઈ અને દરેક અડચણ /અવરોધ ઉપર વિજય મેળવ્યો્ જ્યારે મેં આપ સાહેબના જીવનચરિત્ર-સીરતનો બીજાે ભાગ બંધ કર્યો ત્યારે મને એ બાબતનો અફસોસ થયો કે એક મહાન વિભૂતિના જીવન વિષે વાંચવા મારી પાસે આનાથી વધુ સામગ્રી ન હતી્.હુ એમનો જેમ વધુ અભ્યાસ કરું છું એના ઉપરથી મને જાણવા મળે છે કે ઇસ્લામની શક્તિ કે તાકાત તલવાર માં રહેલ નથી. “મુહમ્મદ ﷺની સુભાષિતો માત્ર મુસ્લિમો માટે જ નહીં બલ્કે સમગ્ર માનવ જાત માટે શાણપણનો ભંડાર છે.” (મહાત્મા ગાંધીએ યંગ ઇન્ડિયા ,૧૯૨૪મા પ્રકાશિત કરેલ નિવેદન)
“આ ગ્રહના રહીશ મારા મિત્રો એ આદર્શ પયગંબરને શોધે છે જેણે સાતમી સદીમાં તમને સંપૂર્ણ સફળતાનો માર્ગ દર્શાવ્યો છે.” (Lewis Mumford, Transformation of Man)
“મુહમ્મદ ﷺના જીવનની સૌથી મોટી સફળતા શુદ્ધ નૈતિક શક્તિ દ્વારા પ્રભાવિત હતી.” (Edward Gibbon and Simon Oakley in ‘History of the Saracen Empire,’ London, 1870)
“તેઓ એક સાથે સીઝર અને પોપ હતા, પણ પોપના દાવા વગર પોપ હતા અને સીઝરના લશ્કર વગર સીઝર હતા – કોઈ અંગરક્ષક વગર, કોઈ મહેલ વગર. જાે કોઈ એક વ્યક્તિ વિશે એવું કહેવાનો અધિકાર હોય કે તે સાચા ઈશ્વરીય સિદ્ધાંતથી શાસન કરતો હતો, તો તે મુહમ્મદ ﷺ હતા.” (Reverend B. Smith)
“મુહમ્મદ ﷺના ધર્મે તમામ પ્રવર્તમાન સિદ્ધાંતોમાં સુધારો કર્યો અને આરબોને તે સમયની મહાસત્તાઓથી આગળ લાવ્યા.” (Dr. Marcus Dods – Mohammad, Buddha and Christ)
“પૃથ્વી પર ઈશ્વરનો રાજ્ય! માનવીય ભાઈચારાના સૌથી મોટા પ્રણેતા તરીકે સેવા આપતા ઈશ્વરના સંદેશવાહક એટલે મુહમ્મદ ﷺના રૂપમાં પૃથ્વી પર તેમના વાઇસરોય.” (Prof. Philip K. Hitti, famous Orientalist)
“મુહમ્મદ ﷺ દયાના આત્મા હતા, અને તેમનો પ્રભાવ તેમની આસપાસના લોકો દ્વારા અનુભવાયો અને ક્યારેય ભૂલાયો નહીં.” (Diwan Chand Sharma – The Prophets of the East, 1935)
“મુહમ્મદ ﷺ ના ઉત્કૃષ્ટ વ્યક્તિત્વે સમગ્ર માનવજાત પર તેજસ્વી અને અમીટ છાપ છોડી છે.” “એ માણસ જેણે તમામ માનવજાત પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો – મુહમ્મદ ﷺ.” ( John William Draper, M.D. LLD. – A History of the Intellectual Development of Europe, London 1875)