એક હતો ચુન્નુ અને એક હતો મુન્નુ. બંને ભાઈ-ભાઈ હતા.
એક વખત બંને ફરવા નીકળ્યા. ચાલતાં ચાલતાં ઘરથી બહુ દૂર નીકળી ગયા. અચાનક સડકના કિનારે એક કવર પડેલું જોયું. બંને કવર તરફ વધ્યા અને તેને ઉઠાવી લીધા. પછી જોયું તો ખબર પડી કે તેમાં તો દસ-દસ રૃપિયાની નોટોની થપ્પી હતી. બંને બહુ ખુશ થયા. ચુન્નુએ એ થપ્પી/બંડલ ખિસ્સામાં મૂકી દીધું.
નોટોની એ થપ્પી ખિસ્સામાં મૂકીને આગળ વધ્યા તો જોયું કે એક છોકરો તેમને જોઈ રહ્યો છે. જોતો જ જઈ રહ્યો છે. પછી એ છોકરો તેમની તરફ વધ્યો. હવે ચુન્ન-મુન્નુ સમજયા કે કદાચ એ છોકરાએ નોટોની થપ્પીવાળું કવર ઉઠાવતાં જોઈ લીધાદ હશે. જો તેણે આવીને પકડી લીધા તો ઝૂંટવી લેશે. બસ આ વિચારીને ચુન્નુ-મુન્નુ ભાગવા લાગ્યા.
એ છોકરાએ તેમને નાસતા જોયા તો એ સમજયો કે કદાચ આ ચોર છે. બસ એ બૂમ પાડવા લાગ્યોઃ પકડો-પકડો, ચોર ચોર.’ આ અવાજ સાંભળીને કેટલાક લોકો ચુન્નુ-મુન્નુને પકડવા દોડવા લાગ્યા. બધા ચોર-ચોર પોકારી રહ્યા હતા. ચુન્નુ-મુન્નુ ઝડપભેર ભાગી રહ્યા હતા. રસ્તામાં બે પોલીસવાળા ઉભા હતા. તેમને ‘ચોર-ચોર’ની બૂમો સાંભળી અને બે છોકરાઓને નાસતા જોયા અને તેમની પાછળ એક ભીડને આવતી જોઈ તો તેઓ પણ ચુન્નુ-મુન્નુને પકડવા દોડયા અને અંતે ચુન્નુ-મુન્નુ પકડાઈ ગયા.
‘અમે ચોર નથી. રસ્તામાં આ કવર પડેલો જોયો તો અમે તે ઉઠાવી લીધો હતો. બસ આ લોકો અમારી પાછળ દોડયા, અને અમેય ભાગ્યા. હવે અહીં તમોએ પકડી લીધા.
ચુન્નુ-મુન્નુએ આમ કહેતા એ કવર પોલીસવાળાઓને થમાવી દીધો. પોલીસવાળાઓ પાસે આટલીવારમાં ભીડ એકત્ર થઈ ગઈ. એક પોલીસવાળાએ એ કવર ખોલ્યું. તેમાંથી નોટોના બદલે કાગળના સફેદ ટુકડા નીકળ્યા. એ બધા એક સરખા હતા. એ સૌમાં આ વાત લખતી હતીઃ
વ્હાલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે રસ્તામાં પડેલી વસ્તુઓ ઉઠાવવાથી અટકાવ્યા છે. આથી જે વ્યક્તિ વ્હાલા નબી સલ્લ્લાહુ અલૈહિ વસલ્લમને અલ્લાહના રસૂલના માનતી હોય તેણે પડેલી વસ્તુ ઉઠાવવી ન જોઈએ. નહિતર તે દુનિયા અને આખિરત બંનેની જગ્યાએ નુકસાનમાં રહેશે.
પોલીસવાળાઓએ આ વાત લોકોને વાંચી સંભળાવી. ચુન્નુ-મુન્નુએ પણ આ વાત સાંભળી. બંને દિલમાં કહેવા લાગ્યાઃ સત્ય ફરમાવ્યું છે વ્હાલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે. અમે આજે આ ભૂલ કરી. આજે જ અપમાનિત થયા. હવે આખિરતમાં પણ અલ્લાહતઆલા પણ નારાજ થશે. આ વિચાર આવતાં જ બંનેએ મનમાં ને મનમાં તૌબા કરી. ત્યાંથી પોતાના ઘરે આવ્યા અને એ પછી કયારેય આવી ભૂલ ન કરી.