Friday, October 18, 2024
Homeબાળજગતએક ‘મા’ની વાર્તા ઈમાન હોય તો એવું...

એક ‘મા’ની વાર્તા ઈમાન હોય તો એવું…

ફિરઔનના શાસનકાળ દરમિયાન મિસરમાં અત્યાચારોનું પ્રમાણ વધતું જતું હતું.  ફિરઔન કિબ્તી (મિસરી) લોકોને માન આપતો હતો, જ્યારે બનીઇસ્રાઈલને નિમ્ન અને અપમાનિત જાતિ માનતો હતો. ઇસ્રાઈલીઓની શક્તિને ઘટાડવા માટે તે નવા નવા ષડ્‌યંત્રો કરતો રહેતો. એક રાતે ફિરઔને સ્વપ્નમાં જોયું કે તેના રાજ્યનું પતન થશે. જ્યોતિષીઓએ તેના સ્વપ્નની વ્યાખ્યા કરી કે, આમાં એક ઇસ્રાઈલી બાળક મહત્ત્વની ભૂમિકા ભજવશે. આથી તેણે ઇસ્રાઈલી કુટુંબોમાં જન્મતા જ બાળકોને મારી નાખવાનો આદેશ આપ્યો. દીકરીઓને જીવંત રાખવાનો હેતુ તેમને દાસી બનાવીને ઇસ્રાઈલી જાતિનું અપમાન કરવાનો હતો. એક તરફ ફિરઔન આવી યોજનાઓ બનાવી રહ્યો હતો, તો બીજી તરફ અલ્લાહ તેની નિષ્ફળતા માટેના માર્ગો તૈયાર કરી રહ્યો હતો. અલ્લાહની શક્તિ સામે કોઈ ટકી શકતું નથી. આવા જ અશાંત સમયમાં હઝરત મૂસા અ.સ.નો જન્મ થયો.

અન્ય માતાઓની જેમ તેમને પણ પોતાના નવજાત બાળક પર પ્રેમ હતો અને તે ન’હોતી ઇચ્છતી કે ફિરઔનના જાસૂસોને કોઈ રીતે તેની ખબર પડે. અલ્લાહ તઆલાએ તેમને દિલની શાંતિ આપી કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોતાનું દૂધ પીવડાવો, અને જો કોઈ ખતરો લાગે તો તરત જ એક સંદૂકમાં દીકરાને મૂકીને ‘દરિયાએ નીલ’માં નાખી દો. આ વિદાય પર દુઃખ ન કરો, તે ચોક્કસ તમારી પાસે પાછો આવશે. તે પોતાના સમયનો પયગંબર હશે. થોડો સમય એમ જ વીતી ગયો. તેમને હંમેશાં ડર લાગતો હતો કે ક્યાંક ફિરઔનના જાસૂસોને તેની ખબર ન લાગી જાય. તેમનો ડર બેબુનિયાદ પણ ન હતો. આ વાત બહાર આવે તે પહેલાં જ એક દિવસ શાંતિથી તેમને સંદૂકમાં મૂકીને અલ્લાહના નામ પર ‘દરિયાએ નીલ’ને સોંપી દીધા. સંદૂક વહેણ સાથે પોતાની સફર પૂરી કરતી આગળ વધતી રહી. તેમની બહેન દૂરથી જ આની પર નજર રાખતી હતી કે ક્યાંક કોઈને શંકા ન જાય. આ નદી ફિરઔનના મહેલની નજીકથી પસાર થતી હતી. તેના પરિવારના કેટલાક લોકો ફરવા નીકળ્યા હતા અને તેમની નજર કિનારે લગાવેલી સંદૂક પર પડી. તેઓ તેને લઈને ફિરઔનની પત્ની હઝરત આસિયા રદિ. પાસે પહોંચ્યા.

જેવી સંદૂક ખોલવામાં આવી તો તેમાં એક ખૂબ જ સુંદર બાળકને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હઝરત આસિયા રદિ.એ પોતાના પતિને કહ્યું કે, “આ બાળક તારી અને મારી આંખોનું તારણ છે. તેને જોઈને મન ખૂબ પ્રસન્ન થઈ ગયું છે. તેને મારી ના નાંખો, કદાચ મોટો થઈને તે આપણને કામ આવી શકે અથવા આપણે તેને પોતાનો દીકરો બનાવી શકીએ.” તેમને એ જાણ ન હતી કે તેમના હાથે જ ફિરઔનની સલ્તનતનો નાશ થશે. બીજી તરફ, હઝરત મૂસા અ.સ.ની માતા ખૂબ જ ચિંતિત હતી. તેમણે પોતાની દીકરીને બાળકની શોધખોળ કરવા માટે મહેલમાં મોકલી. ત્યાં તેમને પોતાનો ભાઈ મળ્યો. સમસ્યા એ હતી કે તે કોઈ પણ સ્ત્રીનું દૂધ  પીતો ન હતો. આ તકનો લાભ લઈને, તેમની બહેને સલાહ આપી કે તે એક એવી સ્ત્રીને ઓળખે છે જેનું દૂધ તે ચોક્કસ પીશે. તેથી તે સ્ત્રીને બોલાવવામાં આવી અને તેને બાળકને દૂધ પીવડાવવાની જવાબદારી સોંપવામાં આવી. આ રીતે ફિરઔનના ઘરમાં હઝરત મૂસા અ.સ.નું પાલન-પોષણ થયું અને અલ્લાહ તઆલાની યોજના અનુસાર તેમની સલ્તનતનો નાશ પણ તેમના હાથે જ થયો. કહેવાય છે કે જેને અલ્લાહ તઆલા બચાવવા ઇચ્છે તેને કોણ મારી શકે!! •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments