રિફાહ અમદાવાદ યુનિટે 17 ઓક્ટોબર, 2021 રવિવારના રોજ હોટેલ પ્રાઈડ ખાતે તેની દ્વિતીય નેટવર્કિંગ યુનિટનું આયોજન કર્યું હતું. 80 થી વધુ સહભાગીઓએ તેમના વ્યવસાયોની રજૂઆત કરી હતી અને ખાસ નેટવર્કિંગ સત્રમાં લોકોએ એકબીજા સાથે વાતચીત પણ કરી હતી. હર્ટી માર્ટના વજીરઅલી મોમિન અને ફ્લોબીઝ એક્સપોર્ટ્સના તારિક અન્સારીએ અનુક્રમે નેટવર્કિંગ અને નિકાસ પર રજૂઆત કરી હતી. આ ઇવેન્ટને જર્મન ટીએમટી દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો અને જર્મન ટીએમટી ગ્રુપના ઝિયાઉલ ઇરાકીને સીએ સૈયુમ ખાને રિફાહ ગુજરાત વતી સન્માનિત કર્યા હતા. નિકો ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ અને ઇનોવેટિવ એન્જિનિયર્સ દ્વારા રજિસ્ટ્રેશન કીટ પ્રાયોજિત કરવામાં આવી હતી. રિફાહ અમદાવાદના ઉમર મણિયાર અને અલ્તાફ મન્સુરીએ સત્રનું આયોજન કર્યું હતું અને 28 મી નવેમ્બર 2021ના રોજ વડોદરા ખાતે આગામી નેટવર્કિંગ ઇવેન્ટ અને 13 જાન્યુઆરી 2022ના રોજ અમદાવાદમાં એક ગાલા સમિટની જાહેરાત કરી હતી.
રિફાહ ચેમ્બર ઓફ કોમર્સની દ્વિતીય નેટવર્કિંગ મીટ યોજાઈ
RELATED ARTICLES