નવી દિલ્હીઃ ઔરંગાબાદમાં યોજાઈ ગયેલ એસ.આઈ.ઓ.ના સ્ટેટ પ્રતિનિધિઓના રાષ્ટ્રીય સંમેલનમાં રમીસ ઈકેને સત્ર ૨૦૨૩-૨૪ માટે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. રમીસ કેરળના કોઝિકોડ જિલ્લાના કુટ્ટિયાડીના વતની છે. તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં એમ.એ. કર્યું છે. તેઓ હાલમાં જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાં પોલિટિકલ સાયન્સમાં પીએચડી કરી રહ્યા છે. રમીસે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધી SIO કેરળની ઝોનલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય તરીકે સેવા આપી હતી અને એક વર્ષ માટે તેના ઓનલાઈન મેગેઝિન કેમ્પસ અલાઈવનું સંપાદન કર્યું હતું. તેમની વર્તમાન જવાબદારી પહેલા તેઓ ૨૦૧૯-૨૦ ટર્મમાં SIO દિલ્હીના કેમ્પસ સેક્રેટરી હતા. HCUમાં, તેઓ દલિત વિદ્વાન રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યા બાદ કેમ્પસમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા વિદ્યાર્થીઓ માટે ન્યાય અને સુરક્ષાની માગણી કરતી વિદ્યાર્થી ચળવળમાં મોખરે હતા. જામિયામાં તે CAA-NRC વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનારા વિદ્યાર્થી નેતાઓમાંના એક હતા.
આ જ સંમેલનમાં એસઆઈઓની રાષ્ટ્રીય સલાહકાર સમિતિની નિમણૂક પણ કરવામાં આવી, જેમાં મુબશ્શિર ફારૂકી (મહારાષ્ટ્ર સાઉથ), ઉબેદુર્રહમાન નૌફલ (દિલ્હી), તહુર અહમદ (બિહાર), અબ્દુલ હફીઝ (તેલંગાણા), શુજાઉદ્દીન ફહદ (દિલ્હી), મુહમ્મદ સઈદ ટીકે (કેરળ), અહમદ રિઝવાન (તમિલનાડુ), અનુસુર્રહમાન એ. (કેરળ), સુલ્તાન હુસૈન (ત્રિપુરા), ડાનિયલ અકરમ (બિહાર), ઇમરુલ કૈશ (દિલ્હી), ઓસામા અકરમ (તેલંગાણા), અદીઉલ હસન (કર્નાટક), એસ.કે. ઇમરાન હુસૈન (પશ્ચિમ બંગાળ), તલ્હા મન્નાન (તેલંગાણા), ફિરાસત મુલ્લા ફસીહ (કર્નાટક), અબ્દુલ વહીદ ચુલ્લીપરા (કેરળ), અહમદ ખુઝૈમા (દિલ્હી), ફૈઝ (તમિલનાડુ) નો સમાવેશ થાય છે.
સત્ર ૨૦૨૩-૨૪ માટે નવ નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષે રાષ્ટ્રીય સલાહકાર સમિતિની એક હંગામી બેઠકમાં સંગઠનના મહાસચિવ તરીકે સલમાન ખાન (મહારાષ્ટ્ર સાઉથ)ની નિમણુક કરી હતી. સાથે જ સંયુકત સચિવ તરીકે અનીસુર્રહમાન (કેરળ), અબ્દુલ્લાહ ફૈઝ (તેલંગાણા), એસ.કે.ઇમરાન હુસૈન (પશ્ચિમબંગાળ), રોશન મોહિયુદ્દીન (આધ્રપ્રદેશ), ઉબેદુર્રહમાન નૌફલ (દિલ્હી), શેખ મુનવ્વર હુસૈન (ગુજરાત) અને સુલ્તાન હુસૈન (ત્રીપુરા) ની પણ નિમણુક થઈ છે. અલ્લાહથી દુઆ છે કે આ સહુને જવાબદારી અદા કરવા સ્થિરતા આપે.