તારીખ 16 ફેબ્રુઆરી 2025 રવિવારના રોજ વિજાપુર મુકામે વિદ્યાર્થીઓ તથા નવયુવાનો માટેનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રારંભિક પ્રવચનમાં ઉમરભાઈ વહોરા જેઓ જમાતે ઈસ્લામી હિન્દ વિજાપુર એકમના પ્રમુખ છે, તેઓએ વિદ્યાર્થીઓ તથા નવ યુવાનોના સંગઠનની અને તેમને ઈસ્લામિક મૂલ્યોથી જોડી આજના ડિજિટલ યુગમાં કઈ રીતે પ્રોત્સાહિત કરી આગળ વધારી શકાય તેની ભૂમિકા સમજાવી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય હેઠળ જનાબ મકબુલ અનારવાલા આઇપીએસ, રિટાયર્ડ આઈજીપી ગુજરાત, જેઓ હાલમાં સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર SBF સંસ્થાના ચેરમેન છે, તેઓએ સુંદર વક્તવ્ય આપ્યું. કુદરતી તેમજ માનવસર્જિત વિવિધ આપદા સમયે બચાવ તથા રાહત કામગીરી કઈ રીતે થઈ શકે તે બાબતે વિડિયો ક્લિપ તથા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે તેઓએ સમજ આપી. વોલેન્ટિયર કઈ રીતે તૈયાર કરવામાં આવે છે અને કેવી વિશિષ્ટ ટ્રેનીંગ તેઓને આપવામાં આવે છે તેનો ચિતાર પણ આપ્યો. તેમને નવ યુવાનોને આ તાલીમ મેળવવા સારુ આ સંસ્થાના સ્વયંસેવક બનવા આહવાન કર્યું.
કેરિયર ગાઈડન્સ વિષયના તજજ્ઞ પ્રોફેસર ડોક્ટર બિલાલ શેઠ જેઓ સિદ્ધપુર ડેન્ટલ કોલેજમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમને વિદ્યાર્થીઓને કયા કયા ક્ષેત્રમાં તકો પડેલી છે અને વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી કઈ રીતે પસંદ કરવી તે બાબતે સુંદર સમજ આપી. તેમને ઘણા ઉદાહરણ આપી ને સમજાવ્યું કે પોતાની ક્ષમતાઓને અને લાયકાતને ઓછી આંકવા ને બદલે વિશાળ દ્રષ્ટિકોણ અપનાવી કેરિયરની પસંદગી કરવી જોઈએ અને હિંમતથી આગળ વધવું જોઈએ. શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓને તેઓ સતત દિશા સૂચન કરતા રહે છે અને ઘણા વિદ્યાર્થીઓએ વિવિધ સ્કોલરશીપ તેમના માર્ગદર્શન હેઠળ મેળવેલ છે. ઘણી બંધ થઈ ગયેલ શાળાઓ તથા હોસ્પિટલો તેમને સુંદર રીતે ચલાવી બંને ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે.
ત્યારબાદ એન્જિનિયર ઈબ્રાહીમ શેઠ જે સ્ટુડન્ટ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા ગુજરાત ના સેક્રેટરી છે તેમજ મોડાસા રેડિયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે, તેઓએ સ્ટુડન્ટ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન SIOની વિસ્તૃત ઓળખ આપી. છેલ્લા 42 વર્ષથી એસ.આઈ.ઓ વિદ્યાર્થીઓ તથા નવ યુવાનોનું ઘડતર ઈસ્લામિક મૂલ્યો પ્રમાણે કરી આપણા રાષ્ટ્ર ઘડતરમાં અમૂલ્ય ફાળો આપેલ છે અને તે કઈ રીતે વિદ્યાર્થીઓ તથા નવ યુવાનોને નીતિમત્તાના આચરણ સાથે દેશના ઉત્તમ નાગરિક બનાવે છે તેનો ચિતાર આપેલ. તેઓએ sio ની રચના વિજાપુરમાં કરી તેમાં વિદ્યાર્થીઓ અને નવયુવાનોને જોડાવા આહવાન કર્યું હતું.
છેલ્લે ડોક્ટર સાકીબ મલિક જે ઓર્થોપેડિક સર્જન છે અને મોડાસા મુકામે પોતાની હોસ્પિટલ ચલાવી રહ્યા છે, તેઓએ યુથ મુવમેન્ટ માટે સુરે હદીદ તથા કહફ ના કુરાનના ઉદાહરણ સાથે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. નવયુવાનોને પોતાની આવડત અને શક્તિઓ વિકસાવવા સારુ સંગઠિત થઈ ઇસ્લામની રોશનીમાં કામ કરવાનું આહવાન કર્યું.
કાર્યક્રમનું સુંદર સંચાલન એન્જિનિયર યુસુફભાઈ વ્હોરા એ કર્યું હતું. કાર્યક્રમમાં 25 જેટલા નવયુવાનો તથા વિદ્યાર્થીઓ અને 7 બહેનો જોડાયેલ હતા. ઝોહરની નમાજ અને ભોજન બાદ વિદ્યાર્થી તથા નવ યુવાનોના સમૂહને પોતાની પ્રવૃત્તિને કઈ રીતે આગળ વધાવવી તેનું માર્ગદર્શન આપ્યું અને સર્વ સંમતિથી ઝુબેર વોહરા ને કન્વીનર તથા એન્જિનિયરિંગના વિદ્યાર્થી અરહાન મન્સૂરીને કો કન્વીનર નિયુક્ત કર્યા. દર સપ્તાહે આ વિદ્યાર્થી તથા નવ યુવાનો નિયમિત મીટીંગ કરી સ્થાનિક કાર્યને આગળ ધપાવશે તેવું નક્કી કરવામાં આવ્યું.