અર્થતંત્ર કોઈ પણ દેશ કે સમાજની કરોડ-રજ્જુ છે. તેથી ઉદ્યોગસાહસિકતા કોઈપણ આર્થિક વ્યવસ્થાનું મહત્ત્વ અંગ છે. સામાજિક કે સામુદાયિક આર્થિક ઉન્નતિમાં પણ વિવિધ સ્તરે સાહસિકતા મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉદ્યોગસાહસિકતાથી એક તરફ સ્વરોજગાર મળે છે, તો બીજી તરફ નોકરીઓ ઉત્પન્ન કરવાના અવકાશ પણ વધે છે. વર્તમાન પરિસ્થિતિમાં રોજગારની તકો ઊભી કરવા તથા જાગૃતિ કેળવવા માટે માર્ગદર્શનની અત્યંત જરૂર છે. મુહમ્મદ સ.અ.વ.એ પણ સહાબાએકિરામ રદિ.ને સ્વ-રોજગાર માટે પ્રોત્સાહન આપ્યું હતું. આશા છે આ સમિટ યુવાનો માટે આશિર્વાદ રૂપ સાબિત થશે.
ઉદ્યોગસાહસિકતા શિબિર (Entrepreneurship Summit) કેમ?
ઉદ્યોગસાહસિકતા એટલે (નવા અને અનન્ય વિચારો પર આધારિત વ્યક્તિગત વ્યવસાય) દ્વારા સ્વતંત્રતા અને સ્વનિર્ભરતા, મહેનત અને જોખમ ઉઠાવવાની ભાવના બળવત્તર બને છે. આવી વ્યક્તિઓ જ્યાં બીજાના આધીન રહેવાથી સુરક્ષિત રહે છે ત્યાં બીજાઓ માટે ભલાઈનું માધ્યમ પણ બને છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ પણ સહાબા રદિ. દરમ્યાન આ પ્રકારના વલણને ઉત્તેજન આપ્યું હતું.
ભણેલા નવયુવાનો અને વિવિધ આધુનિક શિક્ષણ-જ્ઞાન અને કળાના નિપૂણ વિદ્યાર્થીઓ માત્ર નોકરી શોધવાના બદલે નવા વ્યવસાયિક સંસ્થાનો અને તેનાથી સંબંધિત સેવાઓ આપવા તત્પર થાય તો તેઓ,
(1) સ્વયં નિર્ભરતા
(2) બીજા લોકો માટે રોજગારની ઉપલબ્ધી
(3) દેશ અને સમાજની આર્થિક મજબૂતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
આવા નવયુવાનો પોતાની અસરોનું બહોળું વર્તુળ ધરાવે છે. સામાજિક અને રાજકીય દબાણ ઉત્પન્ન કરી શકે છે અને ઇસ્લામ તેમજ દેશના હકારાત્મક નિર્માણ માટે સાધન-સંસાધનો ઉપલબ્ધ કરાવી શકે છે. ભારત સરકારના વિવિધ ખાતાઓ અને ઉમ્મતની ઘણી સંસ્થાઓ આ સંબંધે જરૂરી જાણકારી, યોગ્યતાઓનું વળતર, કળા, કૌશલ્ય બાબતે સલાહ, માર્ગદર્શન અને જરૂરી સાધનો પૂરા પાડે છે, જેનાથી ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ.
કાર્યક્રમની વિશિષ્ટ્તાઓ (Program Highlights)
- ઉદ્યોગસાહસિકતાઃ હેતુ, ઉદ્દેશ્ય અને પદ્ધતિઓ
- ઉદ્યોગસાહસિકતા માટે પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.નો અભિગમ
- સ્ટાર્ટ અપઃ પરિણામ અને પડકારો
- વિકાસશીલ વિચાર માટે માર્ગદર્શન
- ઉદ્યોગસાહસિક સ્પર્ધાત્મક વિચારો અને શિક્ષણ પ્રણાલી
- ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓના પડકારો
- ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ માટે સરકારની નીતિઓ
આયોજક ઃ
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત
સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત
/
વોટ્સએપ અથવા વેબસાઇટથી નોંધણી કરાવવા માટે
+91 99740 36700
http://www.yuvasaathi.com/ew18/
નોંધણી ફી- રૂ. 200/-