સુદર્શન ન્યૂઝના ચેરમેન તથા એડિટર ઈન ચીફ સુરેશ ચૌહાણકે તેના કાર્યક્રમ બિન્દાસ બોલમાં પેલેસ્ટાઈનના ઇસ્યૂ પર ચર્ચા કરતાં, તેનાં ન્યૂઝ ચેનલ પર મસ્જિદે નબવી, મસ્જિદે હરમ (મક્કા શરીફ) તથા મસ્જિદે નબવીના ગુંબદ-એ-ખજરા પર મિસાઈલ છોડતાં દેખાડ્યું અને સતત અપમાન કરીને મુસલમાનોની આસ્થા પર હુમલો કર્યો છે.
આના વિરુદ્ધ લબ્બૈક ફાઉન્ડેશન તરફથી આજે અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનમાં “સુદર્શન ન્યૂઝ”ના ચેરમેન તથા એડિટર ઈન ચીફ સુરેશ ચૌહાણકે અને તેના કાર્યક્રમમાં ભાગ લેનારાઓની સામે FIR કરવા માટે એક અરજી આપવામાં આવી છે. તેની સાથે અમદાવાદના પોલીસ કમિશ્નર ગુજરાતના ડીજીપી અને સાયબર સેલમાં પણ અરજી કરવામાં આવી છે.
લબ્બૈક ફાઉન્ડેશનના પ્રમુખ નબીઉલ્લાહ પઠાને કહ્યું હતું કે, જો આ વખતે અમારી FIR નહિ નોંધાય તો અમે કોર્ટનો સહારો પણ લેશું. ઈન્શા અલ્લાહ.”
FIRની આ કાર્યવાહીમાં લબ્બૈક ફાઉન્ડેશનના પ્રમુખ જનાબ નબીઉલ્લાહ પઠાણ અને જમાઅતે ઇસ્લામી હિંદ, અમદાવાદ પૂર્વના પ્રમુખ વાસિફ હુસૈન અને બંને સંગઠનોના સભ્યો હાજર રહ્યાં હતાં.