Thursday, October 10, 2024
Homeઓપન સ્પેસસંયુક્ત રાષ્ટ્ર સંઘ જ્યાં સુધી વીટો પાવર જેવી અસમાન જોગવાઈ નાબૂદ ન...

સંયુક્ત રાષ્ટ્ર સંઘ જ્યાં સુધી વીટો પાવર જેવી અસમાન જોગવાઈ નાબૂદ ન કરે ત્યાં સુધી તેમાંથી સામૂહિક હિજરતની ઝૂંબેશ શરૂ કરવી જાેઈએ

“શું એ બાબત વિચિત્ર નથી કે લોકશાહીપૂજક દુનિયાની સર્વોચ્ચ સંસ્થાનું સંચાલન ૫ દેશોના એક નાનકડા જૂથ દ્વારા કરવામાં આવે? હવે સમય પાકી ગયો છે કે વિશ્વના દેશો સલામતી અને વિકાસ સહિત તમામ બાબતોમાં પોતાના માટે પણ સમાન હક્કોની માંગણી કરે. મુસ્લિમ દેશોમાં જાે સહેજપણ આદર કે સ્વમાનની ભાવના બાકી રહી ગઈ હોય તો તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાંથી સામૂહિક હિજરતની ઝૂંબેશ શરૂ કરવી જાેઈએ. અને જાે તેઓ આમ ન કરી શકતાં હોય તો પછી આ પાંચ મહાસત્તાઓ અથવા તેમની કઠપુતળીઓના હાથે થતાં વારંવાર વિનાશ માટે તૈયારી રાખવી જાેઈએ”

– ડૉ. જાવેદ જમીલ

સમગ્ર વિશ્વ ગાઝામાં માનવતાને અશ્રુ સારતાં જાેઈ રહ્યું છે પણ કોઈનામાં પણ એટલી હિંમત નથી કે તે આમાં હસ્તક્ષેપ કરી શકે. પુરૂષો અને સ્ત્રીઓ વૃદ્ધો અને યુવાનો તથા બાળકોની કત્લેઆમ કરવામાં આવી રહી છે. તેમ છતાં વિશ્વની આ સૌથી મોટી સંસ્થા કોઈ પગલાં લઈ શકતી નથી.

આમ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘને વિશ્વના રાષ્ટ્રોની સંસ્થા ભાગ્યે જ કહી શકાય. આમ છતાં કોઈને આમાં હસ્તક્ષેપ કરવાની હિંમત નથી. આ તો માત્ર પાંચ મહાસત્તાઓની સંસ્થા છે જેમના સંયુક્ત ટેકા વિના કાંઈ પણ થઈ શકતુ નથી, પછી ભલેને બાકીના સભ્યો કોઈક મુદ્દા અંગે સંમતિ ધરાવતા હોવ. વીટો પાવર ધરાવતી આ પાંચ મહાસત્તાઓ દુનિયામાં ગમે તે કરી શકે છે, ગમે તેટલી સંખ્યામાં લોકોની હત્યા કરી શકે છે અથવા એ કોઈ પણ રાષ્ટ્રનું રક્ષણ કરી શકે છે જે કત્લેઆમમાં સંડોવાયેલ હોય, શરત બસ એટલી કે તે આ પાંચ પૈકી કોઈ એકની પણ વૈશ્વિક યોજના કે ઇરાદાઓ માટે અનુકૂળ હોય.

ગાઝામાં જે કાંઈ થઈ રહ્યું છે એ નિર્દોષ લોકોની કત્લેઆમ છે પરંતુ રાષ્ટ્ર સંઘ યુદ્ધ વિરામ માટે પણ જણાવી શકતું નથી કારણ કે આ પાંચ પૈકીના એકને આમાં કોઈ રસ નથી. એનો રસ માત્ર એક ત્રાસવાદી રાજ્યના હિતોનું રક્ષણ કરવામાં છે જે આત્મરક્ષણના નામે લોકોનું કતલ કરી રહ્યું છે. પોતાની ચૂંટણી ઝૂંબેશ દરમિયાન બહોળા પ્રમાણમાં વૈશ્વિક પસંદગી પામનારા બીડને એ પુરવાર કરી બતાવ્યું છે કે અમેરિકાન પ્રમુખ સૌ પ્રથમ અમેરિકાના પ્રમુખ છે અને પછી જ બીજા કાંઈ છે. આમાં બુશ, ઓબામા, ટ્રમ્પ કે બીડેન વચ્ચે કોઈ ફેર નથી. પેલેસ્ટાઈનના પ્રશ્નની જ્યારે વાત આવે અથવા તો મુસ્લિમ દુનિયાના વધુ મહત્ત્વના મુદ્દાઓની વાત આવે તો અસમાન રીતે વર્તવાની તેમની વૃત્તિ રહે છે. આથી બીડેનને ઇઝરાયલના આત્મ રક્ષણનો હક્ક તો દેખાય છે પરંતુ પેલેસ્ટાઇનિયનોની આત્મરક્ષાનો હક્ક દેખાતો નથી. પેલેસ્ટાઈનના રોકેટોના કારણે ઊભા થતાં જાેખમને તો તેઓ જાેઈ શકે છે. જેના પરિણામે માત્ર ૧૦ ઇઝરાયલીઓના મૃત્યુ પામ્યા છે અને લેશમાત્ર નુકસાન થયું છે પરંતુ તેમને ઇઝરાયલનું જાેખમ કે ધમકી દેખાતા નથી જેના કારણે ૨૨૦ ફલસ્તીનીઓના મૃત્યુ થયાં છે જે પૈકી ૫૦ કરતાં વધુ બાળકો છે અને ડઝનબંધ ઇમારતોનું નુકસાન થયું છે.

આ કૃત્યુ માટે ઇઝરાયલને સજા કરવાની વાત તો દૂર રહી જેણે ૭૦ વર્ષ કરતાં વધુ વર્ષોથી પેલેસ્ટાઈનના પ્રદેશ ઉપર બળપૂર્વક કબ્જાે કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ તો યુદ્ધ વિરામનો અનુરોધ કરતાં એક ઠરાવ પણ પસાર કરી શકતું નથી. તો પછી વીટો નહીં ધરાવતા રાષ્ટ્રોએ આ બિનઅસરકારક સંસ્થાના સભ્ય તરીકે ચાલુ રહેવાની શી જરૂર? એને તત્કાળ છોડી કેમ ન દે? અને મુસ્લિમ રાષ્ટ્રો આ બાબતે નેતૃત્વ શા માટે ન લે. આ હેતુ માટે એમણે સમાન વિચાર ધરાવતાં રાષ્ટ્રો સાથે મળીને સામૂહિક હિજરત કરવી જાેઈએ અને આ હિજરત ત્યાં સુધી ચાલુ રહેવી જાેઈએ ત્યાં સુધી સંયુક્ત રાષ્ટ્રસંઘ આ પાંચ દેશોની વીટો સત્તા દૂર ન કરી દે.


ડો. જાવેદ જમીલ યેનેપોમા યુનિવર્સિટી, મેંગ્લોરમાં ઇસ્લામિક સ્ટડીઝના ચેરમેન છે. તેઓ એક ઇસ્લામી વિચારક અને લેખક પણ છે. તેમણે 20 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક “A Systematic Study of the Hoily Quran”નો આમાં સમાવેશ થાય છે. તેમના અન્ય પુસ્તકોમાં “Justice Imprisoned”. “Economics First or Health First?”, “Muslim Vision of Secular India: Destination & Road-map”, “Qur’anic Paradigms of Sciences & Society” (First Vol: Health), “Muslims Most Civilised, Yet Not Enough”, “The Devil of Economic Fundamentalism”, “The Killer Sex”, “Islam means Peace” and “Rediscovering the Universe” એમનું ઇમેલ સરનામું doctorforu123@yahoo.com છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments