Saturday, July 27, 2024
Homeસમાચારતોકતે વાવાઝોડા‌થી પ્રભાવિત વિસ્તારોમાં સર્વે : લોકોને જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું

તોકતે વાવાઝોડા‌થી પ્રભાવિત વિસ્તારોમાં સર્વે : લોકોને જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું

જમાઅત એ ઇસ્લામી હિન્દ,જૂનાગઢ દ્વારા તોકતે વાવાઝોડામાં પ્રભાવિત થયેલા વિસ્તારની સતત છેલ્લા ત્રણ દિવસથી મુલાકાતે છીએ. તા. 20, 21 મે ના રોજ અમારી ટીમે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગામોનો સર્વે કર્યો, જેમાં બગસરા, ચલાલા, સાવરકુંડલા, વિજપડી, રાજુલા, જાફરાબાદ, ઉના તેમજ અન્ય બીજાં કેટલાક ગામોની મુલાકાત કરવામાં આવી. હાલમાં ત્યાંનાં લોકો ખૂબ હેરાન પરેશાન છે. લાઈટ ન હોવાને લીધે ઘણી બધી સમસ્યાઓ પેદા થઇ છે. જાફરાબાદમાં બે મૃત્યું થયાં છે અને એક ડેડબોડી મળી આવી. તેની દફન વિધી કરવામાં આવી. હાલમાં પીવાનાં પાણીની સમસ્યા મહદ અંશે પુરી થવા આવી છે. જે કાચા મકાનો છે તેમના નળીયા, પતરા ઉડી ગયા છે, લાઈટના થાંભલાઓ તૂટી ગયા છે, 40 થી 50 કિલોમીટરના આખા વિસ્તારમાં અંધાર પટ છવાઈ ગયું છે.

આ વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને અનાજ, મીણબત્તી, માચીસ તેમજ લોટનું વિતરણ પણ કરવામાં આવ્યું.

હજુ ઘણાં ગામોમાં તારાજીના સમાચાર મળી રહ્યાં છે, ઈન્શા અલ્લાહ આવનારા દિવસોમાં તે ગામોમાં જઈ સાચી હકીકત આપની સમક્ષ મુકીશું.

જમાઅતે ઇસ્લામી હિન્દ,
શાહીન હેલ્થ સોસાયટી,
ચિત્તાખાના ચોક,
રઝવી બજાર, જૂનાગઢ

અલતાફ શેખ
9913953977
આરીફભાઈ ચાવીવાળા
8849678104


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments