Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસઈતિહાસને આ બધું યાદ રહેશે...

ઈતિહાસને આ બધું યાદ રહેશે…

૯ નવેમ્બર ર૦૧૯ના દિવસે જ્યારે દેશની સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિના વિવાદનો ચુકાદો સંભળાવ્યો તો તે કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો હતો, એ રીતે કે અદાલતે ગુનેગારોના ગુનાનો અંગૂલિનિર્દેશ પણ કર્યો હતો અને પરોક્ષ રીતે સ્વીકાર્યું પણ હતું કે મિલકત ઉપર હક્ક મુસ્લિમ પક્ષનો જ બને છે. અદાલતે હિંસા અને તોડફોડની પણ નિંદા કરી હતી, પરંતુ તેમ છતાં અંતિમ ચુકાદો તો ગુનેગારોના પક્ષમાં જ સંભળાવ્યો. મુસ્લિમ પક્ષને સદ્‌ભાવના અંતર્ગત કયાંક દૂર જમીનનો એક ટુકડો આપી દેવામાં આવ્યો. આ દિલચશ્પ ચુકાદાના ઉપરાંત આ ચુકાદના અમુક બીજા અચરજ પમાડતા પાસાઓ પણ છે. જેનાથી જાહેર થાય છે કે આ એકતરફી કામ અચાનક નહોતુંં કરવામાં આવ્યું, બલ્કે તેના પાછળ સમગ્ર સરકારીતંત્ર, પૂરેપૂરું રાજકારણ હતું, જેણે અદાલતને પણ અગાઉથી વિશ્વાસમાં લઈ લીધી હતી. કેસ ચીફ જસ્ટીસની બેંચ પર હતો અને ચીફ જસ્ટીસે અગાઉથી જ નક્કી કરી લીધું હતું કે, ચુકાદો સંભળાવી દીધા પછી શું કરવાનું છે ? જેથી ચુકાદો સંભળાવીને ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ પોતાની બેંચના ચારે સાથીઓને હોટલ તાજ માનસિંઘ લઈ ગયા જ્યાં શાનદાર ડીનરની સંપૂર્ણ વ્યવસ્થા હતી. ચીફ જસ્ટીસ પોતે કહે છે કે, ‘અમે લોકોએ ચાઈનીઝ ખાવાનાની મજા લૂંટી અને ન્યાયાધીશોની પસંદની વ્હીસ્કી પણ એકબીજાને પીવડાવી.’

દેખીતું છે કે ખાસ પ્રકારનું ડીનર કંઈ અચાનક તો તૈયાર નહીં જ થયું હોય તેના માટે ઘણા દિવસ અગાઉ આયોજન થયું શે અને ઓર્ડર આપવામાં આવ્યો હશે, એ વિશ્વાસ સાથે કે કોર્ટનો ચુકાદો એ જ હશે જે આ ડીનરનું કારણ બનશે. આનાથી પહેલાં થયું એ હતું કે આંતરિક સુરક્ષાના અધિકારીઓએ અપેક્ષિત ચુકાદાના સંદર્ભે મુસલમાનોને વિશ્વાસમાં લેવા હેતુ મુસલમાનોના આગેવાનો અને હિન્દુ નેતાઓની મીટિંગ બોલાવી હતી. મકસદ ચુકાદો આવ્યા પછી શાંતિ અને સલામતી અને કાયદો વ્યવસ્થા યથાવત રાખવાની હતી. આ મીટિંગ આમ જ બોલાવવામાં નહોતી આવી. બલ્કે સુરક્ષા અધીકારીઓને ખબર હતી કે ચુકાદો શું આવવાનો છે. તેનાથી અહીં માત્ર એ ભૂલ થઈ કે તેઓ સમજી રહ્યા હતા કે ચુકાદો દસ નવેમ્બરની સવારે આવવાનો છે, પરંતુ ન્યાયાધીશોએ ચુકાદો નવ નવેમ્બરના દિવસે પ્રથમ સમયમાં જ સંભળાવી દીધો અને સરકારી અધીકારીએ પોતાની મીટિંગ પણ નવ નવેમ્બરે જ રાખી હતી. જેથી લોકો મીટિંગ માટે ભેગા થયા તો ચુકાદો આવી ચૂકયો હતો. પરંતુ જેમ કે જાણકાર વર્તુળો જાણે છે કે આ મીટિંગમાં મોટાભાગના આમંત્રિતો હાજર રહ્યા હતા. મુસ્લિમ આગેવાનોએ યોગ્ય વર્તનની સાબિતી આપી. અમુકે ચુકાદા પર અમુક ટીકાઓ કરી પણ તેનમની વાત સાંભળવામાં ન આવી. મીટિંગ સુમેળભર્યા વાતાવરણમાં પૂરી થઈ. અલબત્ત અમુક મુસ્લિમ આગેવાનોનો એહસાસ હતો કે આ મીટિંગમાં હાજર રહેવાની જરૂર ન હતી. જ્યારે હાજર રહ્યા હતા તો ચુકાદા પર વાતચીત થવી જાેઈતી હતી.

રંજન ગોગોઈએ નવ નવેમ્બરના ડીનરનો ઉલ્લેખ પોતાના સ્મરણોના પુસ્તક ‘જસ્ટીસ ફોર ધ જજ’માં કર્યો છે. પુસ્તકમાં બીજી પણ ઘણી બધી વાતો જજના ચુકાદાઓ અને વ્યક્તિગત પ્રસંગો સંબંધે પણ કહેવામાં આવી છે. જેમ કે રાજ્યસભાના મેમ્બર તરીકે તેમની નિયુક્તિ પર લખ્યું છે કે, ‘‘નિયુક્તિ રાષ્ટ્રપતિએ કરી હતી. એટલે કોઈ ઈન્કાર કે સંકોચનો પ્રશ્ન જ ઊભો થતો નથી.’’ જાણે કે નિવૃત્ત ચીફ જસ્ટીસ મહાશયન જાણતા જ નથી કે તમામ નિયુક્તિઓ વડાપ્રધાન કાર્યાલયથી જ થાય છે ! વડાપ્રધાનની મરજી વગર કંઈ જ થતું નથી. જ્યાં સુધી બાબરી મસ્જિદ કેસનો પ્રશ્ન છે કે નવ નવેમ્બરની મીટિંગમાં મુસલમાનો ચોખ્ખા મનથી સામેલ થયા હતા. આસપાસના બનાવોથી પણ વાકેફ હતા. ચુકાદાનો આ અંદાજાે પણ ન હતો. પરંતુ આવી કોઈ વાત કરવાનો ત્યાં મૌકો ન હતો. એટલા માટે ખામૌશી સાથે પાછા આવી ગયા. બાબરી મસ્જિદ બાબતે ધરાર અન્યાય થયો છે આનો એહસાસ તમામ મુસલમાનોને છે. આના ઉપર જેઓ ઉત્સવ મનાવી રહ્યા છે તેઓ ખોટા છે. રંજન ગોગોઈનું ડીનર પણ ખોટું હતું. બાબરી મસ્જિદના સંબંધે જે જુલ્મ થયો છે, મુસલમાનોની આસ્થા-અકીદો છે કે તે ગમે તે દિવસે યોગ્ય થઈને જ રહેશે. ઈતિહાસને આ બધું જરૂર જરૂર યાદ રહેશે..


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments