વિદ્યાર્થી સંગઠન એસઆઈઓએ જારી કર્યું ઘોષણાપત્ર
લખનઉ:
વિદ્યાર્થીઓ તથા યુવાનો સમાજનો એક મહત્વપૂર્ણ અંગ છે. આજે પડકારભર્યા સમયમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેની આપણા સમાજ પર ખરાબ અસર પડી રહી છે. ઉત્તર પ્રદેશમાં આવનારા દિવસોમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન “યુપી” (એસઆઈઓ)એ યુપી પ્રેસ ક્લબમાં વિદ્યાર્થી ઘોષણા પાત્ર જારી કર્યું. જે વિદ્યાર્થી સમુદાયની સમસ્યાઓ અને માંગોને રેખાંકિત કરે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોનાં વિચાર તથા તેમની પ્રાથમિકતાઓને તેમનાં એજન્ડામાં શામેલ કરવામાં આવ્યાં છે. આ ઘોષણાપત્ર વિદ્યાર્થી તથા યુવાનોની સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા પરિચર્ચા કરીને તથા વ્યાપક અધ્યયન બાદ ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ તેમજ યુવાનો સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને પ્રાથમિકતા આપતાં તૈયાર કરવામાં આવ્યું છે. ઘોષણાપત્રમાં કેટલીક માંગો અને ભલામણો શામેલ છે. વિદ્યાર્થી ઘોષણાપત્રને સંગઠનના નેશનલ સેક્રેટરી તહુર અનવરે જારી કર્યું. તેમણે આ અવસર પર કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે તમામ રાજનૈતિક દળો અમારા અનુરોધ પર સકારાત્મક પ્રતિક્રિયા આપશે અને તેમનું ઘોષણાપત્ર તૈયાર કરવા સમયે અમારી મંગોને ધ્યાનમાં રાખશે. તેમણે કહ્યું કે અમે જે માંગોને આ ઘોષણાપત્રમાં શામેલ કરી છે, તેમાં મુખ્યત્વે શિક્ષણ, કોવિડ મહામારી બાદ રાહત પેકેજ, રોજગાર અને અન્ય યુવાનોની સમસ્યાઓ, સ્વાસ્થ્ય અને કલ્યાણ, માનવાધિકાર, ટેક્નિકલ, પર્યાવરણ, સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધતાને પ્રોત્સાહન આપવા સંબંધિત છે. અમને આશા છે કે આ વૈચારિક ચિંતન પ્રક્રિયા એક જીવંત લોકતાંત્રિક પ્રક્રિયાનું ઉદાહરણ બનશે અને આ નિશ્ચિત કરશે કે વિદ્યાર્થીઓ અને વિશેષ રૂપે શિક્ષણનો મુદ્દો એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેને આ ચુંટણી એજન્ડામાં શામેલ કરવો જોઈએ. આની નજીક શિક્ષણ અને રોજગાર તેમજ માનવાધિકાર જેવાં વગેરે મુદ્દાઓ પણ આ ચુંટણીમાં ચર્ચાનો વિષય બનવા જોઈએ.
મુખ્ય માંગો નીચે મુજબ છે :
• સમાજની આવશ્યકતા અનુરૂપ જુદા જુદા શિક્ષણ આયોગની ભલામણો અનુસાર શિક્ષણ પર ખર્ચ કરવા માટે જીડીપીના 8% સુધી વધારવામાં આવે.
• રાજ્યમાં મેડિકલ કોલેજોમાં યુપીની સરકારી શાળાઓ અને સરકારી સહાય પ્રાપ્ત શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટો અનામત હોવી જોઈએ.
• વર્તમાન સમયમાં સંભલ જીલ્લામાં કોઈ પણ પ્રકારની રાજ્ય કે કેન્દ્રીય યુનિવર્સિટી નથી. જેના લીધે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પલાયન કરવા મજબૂર છે. અમે સંભલ જીલ્લામાં એક યુનિવર્સિટીની સ્થાપનાની માંગ કરીએ છીએ.
• મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટીને નેશનલ કમિશન ફોર માઈનોરિટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા લઘુમતી દરજ્જો મળ્યો છે. તેને તમામ રાજનૈતિક હુમલાઓથી બચાવવી જોઈએ અને વિદ્યાર્થીઓના હિતો ધ્યાનમાં રાખીને કાર્યવાહી થવી જોઈએ.
• રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં અરબી, ઉર્દૂ તેમજ ઇસ્લામિક સ્ટડીઝ માટે વિભાગો તથા પર્યાપ્ત સીટો હોવી જોઈએ.
• મદ્રેસા શિક્ષણને એક વૈધ સ્નાતક ડિગ્રીના રૂપના માન્યતા આપવી જોઈએ. આ અભ્યાસક્રમોના આધાર પર એમ.એ. અભ્યાસક્રમ શરૂ કરવો જોઈએ.
• જસ્ટિસ રંગનાથ મિશ્રા આયોગની ભલામણોને લાગુ કરવી જોઈએ.
• વિદ્યાર્થીઓની વચ્ચે લોકતાંત્રિક મૂલ્યો અને ભાવનાઓને બનાવી રાખવા માટે યુનિવર્સિટીઓ તેમજ ડિગ્રી કોલેજોમાં વિદ્યાર્થીસંઘ ચુંટણીને ફરી શરૂ કરવી જોઈએ.
• શાળાના મૂળભૂત પાયાને સુધારવાની આવશ્યકતા છે. કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ રૂમ અને લાઈબ્રેરીઓની સાથે આધુનિક સુવિધાઓને સરકારી શાળાઓમાં ઉપલબ્ધ કરાવવી જોઇએ.
• કરાર આધારિત ભરતીમાં કપાત કરીને કાયમી નિયુક્તિઓને એ રીતે નિશ્ચિત કરવામાં આવે કે કાયમી નિયુક્તિ એક શૈક્ષણિક વર્ષથી વધુ સમય માટે માન્ય રહે.
• તમાકુ તેમજ નશાકારક દવાઓનાં દુરુપયોગના કાયદાઓ કડકાઈથી લાગુ કરવામાં આવે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે.
• સરકારને હાઈકોર્ટના જજોની દેખરેખમાં એક એવા કમિશનની રચના કરવી જોઈએ જે કોવિડ મહામારીની દ્વિતીય લહેરમાં થયેલી વાસ્તવિક મૃત્યુઓની તપાસ કરે અને ક્યાં ક્યાં સરકાર દ્વારા ભૂલો થઈ તેનું આંકલન કરે.
• શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવોને રોકવા માટે રોહિત એક્ટ લાગુ કરવામાં આવે.
આ પ્રેસ કોન્ફરન્સમાં લખનઉ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. અયાઝ અહમદ ઇસ્લાહી, ઝૂબૈર માલિક ફલાહી, એસઆઈઓ યુપી સેન્ટ્રલ હનાં અધ્યક્ષ રાફે ઇસ્લામ, પશ્ચિમ યુપી અધ્યક્ષ નદીમ ખાન, પૂર્વ યુપી અધ્યક્ષ અહમદ વાસિફ, એસઆઈઓ એએમયુ નાં અધ્યક્ષ મોહમ્મદ ઝેદ વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.