દિલ્હીમાં હુલ્લડના સંદર્ભમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ સૈયદ અમીનુલ હસને કહ્યું કે, સરકારને અપેક્ષા ન હતી કે સીએએનો આ સ્તરે વિરોધ થશે. આ સરકારે સીએએ પહેલાં લાવેલા તમામ વટહુકમો અને કાયદાઓમાં સમગ્ર રાષ્ટ્ર શાંત રહ્યો હતો. પરંતુ આખો દેશ સીએએના વિરોધમાં એક થઈ ગયો કારણ કે તેનો મુદ્દો દેશના દરેક નાગરિક સાથે સંબંધિત છે, કોઈ ખાસ સમુદાય સાથે નહીં. દેશનો દરેક નાગરિક સીએએ વિરુદ્ધના ધરણામાં સામેલ છે.
પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા, દિલ્હી ખાતે યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સૈયદ અમીનુલ હસને કહ્યું કે, મુંબઈ હાઈકોર્ટના ઔરંગાબાદ બેંચે અને દિલ્હીની અદાલતે પણ કહ્યું કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો એ સૌનો અધિકાર છે. સૈયદ હસને વધુમાં કહ્યું કે તે ફાસીવાદી માનસિકતા છે કે તેમને મતભેદ પસંદ નથી. વિરોધનો અંત લાવવા તેઓએ ગેરકાયદેસર રીતે હંગામો કરાવ્યો. પોલીસને પણ ધરણાસ્થળ ખાલી કરાવવાનો વિચાર મળી ગયો. મૂળભૂત રીતે, વિરોધ કરવાનો અધિકાર ગેરકાયદેસર રીતે નાબૂદ કરવામાં આવ્યો છે.
સૈયદ અમીનુલ હસને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ સંદર્ભમાં નવ લોકોની ટીમ મોડી રાત્રે પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી. ત્યાંની પોલીસે તે ટીમને દિલ્હી પોલીસ કમિશ્નરને મળવા ન દીધી. લગભગ રાતના અઢી વાગ્યે આ ટીમ પોલીસ કમિશ્નરના નિવાસસ્થાને પહોંચી હતી. આ ટીમે તેમની સામે શંકા વ્યક્ત કરી હતી કે ત્રણથી ચાર દિવસ સુધી તોફાનોને કાબૂમાં ન કરી શકવાથી સંકેત મળે છે કે પોલીસને તેમની ફરજ બજાવવાથી અટકાવવામાં આવી રહી છે. પોલીસ સાથે તોફાનીઓ લાકડીઓ અને સળિયા લઈને પોલીસની સામે જઇ રહ્યા છે અને પોલીસ મૌન ઊભી રહે છે. તેમણે એક સવાલ ઉઠાવ્યો કે જો પોલીસનો ભય લોકોના હૃદયમાંથી નીકળી જાય તો પછી તેને સભ્ય સમાજ કેવી રીતે કહી શકાય?