• એજાઝ ઝકા સૈયદ (અનુ. ઉસ્માન ખાન)
આ દિવસોમાં મારા એકલા રહેવાનો લાભ મને એ મળ્યો કે મેં ટીવી જોવાનું બંધ કરી દીધું છે.તેમાં મારા કેટલાય કલાકો ખરચાઈ જતા.આની અવેજીમાં મેં કોઈ સારૂં કામ કરવાનું વિચાર્યું, જેમકે પુસ્તકોનું વાંચન અને થોડાક સમય સહેલ વગેરે.પરંતુ તમારા પૈકીના મોટા ભાગના એ વાતનો સ્વીકાર કરશે કે ટીવીની મોહક દુનિયા ત્યાગવાનું એટલું સહેલું નથી .આનું કારણ એ છે કે હવે એ આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની ગયો છે.
હું મોટા ભાગે ભારતીય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક નિહાળું છું.ક્યારેક પાકિસ્તાની નાટકો પણ જોઈ લઉં છું.આ ઉપરાંત ‘મેડમેન’ અને ‘ગેમ ઓફ થરોન્સ’ પણ મારી નબળાઈ છે.એ તમને એવી જાદૂઈ દુનિયામાં લઈ જાય છે જે જાદૂઈ તો છે પરંતુ અમુક હદે વિશ્વસનીય પણ છે.
આ દરમ્યાન હું ક્યારેક સ્ટાર વર્લ્ડ અને તેના કેટલાક કાર્યક્રમો જેવા કે ‘૨૪’ અને ‘હોમલેન્ડ’ વગેરે પણ જોઈ લઉં છું જેમાં કેફર સધરલેન્ડ અને કલેર ડેનિસે લડાયક કમાન્ડરની મુખ્ય ભૂમિકા ભજવી છે.તેઓ અમેરિકા અને બાકીની દુનિયાનું રક્ષણ કરે છે.છેલ્લા કેટલાય વરસોથી હોલીવુડમાં બનતી ફિલ્મોના કાયમી થીમની જેમ પ્રાઇમ ટાઇમના આ બે અંગ્રેજી નાટકોમાં પણ અમેરિકા દ્વારા ત્રાસવાદ વિરુધ્ધ લડવામાં આવતા સતત યુધ્ધનો પ્રભાવ ઝીલાયો છે.દરેક એપિસોડમાં આ યુધ્ધ વધુ ને વધુ ભીષણ બને છે, અને આ નાટકોના બહાદુર લડાયક હીરો પોતાના જીવના જોખમે એ આરબ અને મુસ્લિમ દુશ્મનોનો મુકાબલો કરે છે જે અમેરિકા જેવા નિર્દોષ દેશ તથા અન્ય સ્વતંત્ર દેશોને પોતાના વેરની અગ્નિમાં બરબાદ કરવા કૃતનિશ્ચયી છે.આ નાટકોના પ્લોટ લગભગ એક જેવા અને ફિલ્મી ઢબના હોય છે, જેમાં સસ્પેન્સ નથી હોતું અને આગળ તેનો અંત શું આવશે એની કલ્પના કરી શકાતી હોય છે.એમાં આરબો અને મુસ્લિમોને એ જ બીબાઢાળ શૈલીમાં અત્યંત ઝનૂની અને મારકાપ કરનારા તરીકે દર્શાવવામાં આવે છે, જેમના જીવનનું એક માત્ર લક્ષ્ય પશ્ચિમ સાથે વેરની વસૂલાત અને પોતાને સમગ્ર વિશ્વના મુકાબલે ચડિયાતા અને શક્તિશાળી બનાવવાનો હોય છે. નાટકોના શાનદાર પ્રોડક્શન અને હોલીવુડના નિષ્ણાત ભેજાઓ દ્વારા રજૂ કરાનારી સર્વશ્રેષ્ઠ શૈલીના કારણે દર્શકો આ નાટકોને રસપૂર્વક નીહાળે છે.તેઓ દર અઠવાડિયે આતૂરતાપૂર્વક આ નાટકોની રાહ જુએ છે.બોલીવુડની પ્રખ્યાત હીરોઇન અને ભૂતપૂપર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપડા પણ કવોન્ટીકો નાટક દ્વારા આ ટીમની સભ્ય બની ગઈ છે.આમાં તે એલેક્ષ પેરિશની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે વર્જીનિયાના ક્વોન્ટીકો બેઝ-મથક- ઉપર તાલીમ લેનાર એક બુધ્ધિશાળી એફ.બી.આઈ. એજન્ટ છે.ક્વોન્ટીકો વિષે બહુ વિચારવાની જરૂર નથી. એનો કેન્દ્રીય વિષય એ જ ઇસ્લામી ત્રાસવાદનો મુકાબલો છે.
પ્રશ્ન એ છે કે અમેરિકા અને એના સાથીદારો ઉપર ઇસ્લામી ત્રાસવાદનું ભૂત શા માટે આટલું છવાઈ ગયું છે? તમે એ દલીલ કરી શકો છો કે એ તો એક એવી દુનિયાનું પ્રતિબિંબ માત્ર રજૂ કરે છે જે દાઇશ અને એના જેવા સંગઠનોના ઝનૂનીઓ અને એમના કરતૂકોથી ભરેલી છે.અને જેનું તાજું દ્રશ્ય પેરિસ અને બ્રસેલ્સ જેવા શહેરોમાં જોવા મળી ચૂક્યું છે. ચોક્કસપણે એ હકીકતનો ઇન્કાર શક્ય નથી કે અંતિમવાદી હિંસા વર્તમાન સુસભ્ય દુનિયા સમક્ષ એક મહ¥વના જોખમ તરીકે બહાર આવ્યું છે. પરંતુ માનવતાના અસ્તિત્વ સામે આ જ એક માત્ર જોખમ નથી. એવી બીજી અનેક સમસ્યાઓ છે જે એના સ્વરૂપ અને પરિણામોની દ્રષ્ટિએ એ જોખમ કરતાં પણ વધુ ભયંકર છે, જેનો ભય અંતિમવાદીઓ તરફથી છે.
દા.ત. ન્યુકલિયર હોલોકાસ્ટનું જોખમ જે સમગ્ર દુનિયાના માથે તલવારની જેમ ઝબૂંંબી રહ્યું છે.અમેરિકા અને એના નાટોના મિત્ર દેશો અને રશિયા તથા ચીન તેના આણ્વિક શસ્રો સાથે વિનાશના મુખ પર બેઠાં છે.આમાંનો દરેક દેશ પોતાના અણુશસ્ત્રો સાથે આપણા વર્તમાન વિશ્વનો અનેક વાર વિનાશ કરવાની ક્ષમતા ધરાવે છે.અમે આમાં પછીથી આવેલ ખેલાડીઓ જેમકે ઇઝરાયલ,,ભારત,પાકિસ્તાન અને ઉત્તર કોરિયાનો ઉલ્લલેખ નથી કરી રહ્યાં જેની તાકાત અને વિનાશક શક્તિ ઓછી નથી.
અહીં અમારો હેતુ દાઇશ અને અલકાયદા જેવા ત્રાસવાદી જૂથોના જોખમની તીવ્રતા ઓછી કરી દેખાડવાનો નથી જેમના તમામ કામો હકીકતમાં ઇસ્લામની વિરૂદ્ધ છે .વળી તેઓ સૌથી વધુ નુકસાન ઇસ્લામ અને મુસલમાનોને જ પહોંચાડી રહ્યાં છે. પરંતુ ૯/૧૧ પછીથી અત્યાર સુધી અર્થાત્ બ્રસેલ્સમાં થયેલ તાજેતરના બોંબ ધડાકામાં આ ત્રાસવાદીઓની કાર્યવાહીઓમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા કેટલાક હજાર કરતાં વધુ નથી. બીજી બાજુ અમેરિકા દ્વારા કરાયેલ અણુ હુમલામાં હીરોશીમા અને નાગાસાકીના હજારો નિર્દોષ માનવીઓના મૃત્યુ થયા હતાં.
અણુ શસ્ત્રોનો અંત અને તેના બિનપ્રસારની આ હાસ્યપ્રદ સંધિઓ પછી પણ આ વિશ્વ સત્તાઓના હાથમાં આ વિનાશક શસ્ત્રોની મોજૂદગી એક એવું જોખમ છે જેનો અંદાજ પણ કાઢી શકાતો નથી. આ જોખમની એ ત્રાસવાદીઓના જોખમ સાથે કોઈ સરખામણી નથી કરી શકાતી,કારણકે આમની વચ્ચે પ્રમાણની દૃષ્ટિએ કોઈ સામ્ય નથી.આમ છતાં અત્યારે અણુબોંબ દ્વારા સમગ્ર વિશ્વને નેસ્તનાબૂદ કરવાની ધમકી આપનારા બદમાશો અને એકબીજાના લશ્કરી મથકોને લક્ષ્ય બનાવવા અને સાર્વત્રિક વિનાશના શસ્ત્રો એકઠા કરનાઓ સામે વાંધો લેનાર કોઈ નથી.આપરિસ્થિતિ શીત યુધ્ધના સમયથી ચાલતી આવતી હતી.સેમ્યુઅલ હટિંગ્ટનની દલીલ મુજબ સોવિયેત સંઘ અને સામ્યવાદના અંત પછી પશ્ચિમ સામે માત્ર એક જ જોખમ બાકી છે અને એ ઇસ્લામ છે.
માનવતાના અસ્તિત્વ માટે બીજું એક જોખમ જેની હોલીવુડના ફળદ્રુપ ભેજાબાજાએ મહદ્ અંશે અવગણના કરી દીધી છે એ ગ્લોબલ વો‹મગ છે.તેમણે એ બાબત તરફથી પોતાની આંખો સદંતર બંધ કરી લીધી છે કે ઔદ્યોગિક જગત તરફથી માનવ સંસાધનોના નિર્દયી શોષણના કારણે સમગ્ર માનવતા કઈ રીતે પોતાના અંત તરફ વધી રહી છે.પૃથ્વીના ગોળા ઉપર અત્યંત ઝડપથી વધતું તાપમાન, સમુદ્રની સપાટીમાં વધારો,બન્ને ધ્રુવોના બરફનું ઓગળવું અને વૈશ્વિક કક્ષાએ ૠતુઓના ક્રમમાં બગાડ જેવી તમામ હકીકતો એ બાબતનો સંકેત છે કે આપણો સમય નજીક આવી ચૂક્યો છે.પરંતુ આમાંનું કોઈ પણ જોખમ એ લોકો માટે કોઈ મહ¥વ ધરાવતું નથી જણાતું જેમના શિરે દુનિયાના રક્ષણની જવાબદારી મૂકવામાં આવી છે. આના કરતાં વધુ મહત્ત્વની વાત એ છે કે આ અંતિમવાદીઓ તરફથી જે કંઈ તોફાન અને વિનાશની પ્રવૃત્તિઓ થઈ રહી છે તે એ ખૂનામરકી અને લૂંટફાટની સરખામણીએ કાંઈ જ નથી જે પાશ્ચાત્ય દેશોના યુધ્ધો અને દખલગીરીના કારણે મધ્યપૂર્વ અને બાકીની મુસ્લિમ દુનિયામાં મચાવવામાં આવી છે.
માત્ર ઇરાકના યુધ્ધમાં દસ લાખ કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા.આના પરિણામે ઇરાક એવો દેશ બની ગયો છે જે આજ સુધી બુશ એન્ડ કંપની દ્વારા એનાયત થયેલ આઝાદી અને માનવમુક્તિના પરિણામે બેભાન છે.બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઇસ્લામી ત્રાસવાદના નામે અમેરિકા દ્વારા થતા સતત પ્રચાર અને ભય તથા બેચેની છતાં અમેરિકાની ભૂમિ ઉપર ૯/૧૧ પછીથી આજ સુધી કોઈ મોટો આતંકવાદી હુમલો નથી થયો.વળી ઉસામા બિન લાદેનની અલકાયદાનો લગભગ સફાયો થઈ ગયો છે.
જો કે હકીકત તો એ છે કે જો આ બાબતે કોઈને સાંત્વન આપવું જ હોય અને કોઈના આંસૂ લૂંછવા જ હોય તો ઇરાક, સીરિયા, યમન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને એટલે સુધી કે સાઉદી આરબ અને તુર્કસ્તાન જેવા દેશોના લૂંછવા જોઈએ .આ દેશોમાં આ અંતિમવાદીઓના હાથે દરરોજ રક્તપાત,માનવ જીવોની બરબાદી થતી રહે છે. આમ છતાં ૨૪, હોમલેન્ડ, કવોન્ટીકો અને તેની યુરોપિયન અને ભારતીય આવૃત્તિઓ દ્વારા રૂપેરી પરદા અને ટીવી ઉપર સર્જવામાં આવતી વૈકલ્પિક દુનિયામાં હંમેશાં મુસ્લિમોને જ આક્રમણખોર અને ખલનાયક-વિલન-તરીકે ચીતરવામાં આવે છે. એમના વૃત્તાંત-narrative- અને વાર્તાઓની અસરો દૂર કરવા માટે અથવા એમાં સંતુલન સ્થાપવા માટેના કોઈ પ્રયત્નો નથી થઈ રહ્યાં.અને તેમના દ્વારા પણ એકતરફી રીતે હિંસાપૂર્ણ મુસ્લિમ પાત્રોની રજૂઆત માટેના પ્રેરકો અને કારણો જાણવા અને સમજવા માટેના કોઈ પ્રયત્નો નથી થઈ રહ્યાં, જેમને સામાન્યતઃ ખૂનખાર અને બિહામણા મુસ્લિમોની ઠેકડી ઉડાવતા લાંબી દાઢી વાળા પાત્રો સ્વરૂપે દેખાડવામાં આવે છે.આ પાત્રો હંમેશાં નફરતનો ઝેર ઓકતા દર્શાવવામાં આવે છે. હોલીવુડની આ જ ખુશનુમા પ્રણાલિકાનું અનુસરણ કરી ભારતના બોલીવુડે પણ હાલના કેટલાક વર્ષોમાં આ જ પ્રકારની ફિલ્મો જાહેરમાં પ્રદર્શિત કરી છે.ભારતીય સિનેમા માટે તો આ કલ્પિત જોખમ ઘણી જ નજીકનો અને સરહદ પારનો જ છે. દરેક સારી કલા ચોક્કસપણે યથાર્થ જીવનથી પ્રભાવિત થતી હોય છે અને કુદરતી પરિસ્થિતિ પણ આ જ છે કે ફિલ્મી વાર્તાઓ વાસ્તવિક જીવનનું પ્રતિબિંબ પાડતી હોય. પરંતુ આજે પણ કહેવાતી વાસ્તવિકતા છે એ અત્યંત ભયંકર રીતે મારીમચડી નાખવામાં આવી છે, અને તેમાં ભૂંડી રીતે ઉમેરો કરી સતત એક વિશિષ્ટ ધર્મ અને સંપ્રદાયને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે. જા પશ્ચિમ અને બીજા વિસ્તારોમાં ઇસ્લામોફોબિયા એક ગંભીર સમસ્યા રૂપે બહાર આવી હોય તો એનો શ્રેય ૨૪,હોમલેન્ડ અને વોર ઓન ટેરર જેવા હોલીવુડ સ્ટાઇલના નાટકો અને ફિલ્મોને જાય છે.
આરબો અને મુસ્લિમોના રેખાચિત્રો-સ્કેચ-બનાવવાનો ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલો હોલીવુડનો ઇતિહાસ.અને આ કોઈ નવી વાત નથી. જા કે હાલના દિવસોમાં આમાં ઘણો વધારો થઈ ગયો છે. આનું કારણ એ છે કે દરેક વ્યક્તિ ઇસ્લામી ત્રાસવાદના મુકાબલા માટેના આ યુધ્ધમાં ઝંપલાવવાની તમન્ના રાખે છે.
પ્રશ્ન એ છે કે ત્રાસવાદ સામે લડાઈનું નામ લઈ આટલા વિશાળ પાયે થનાર ખોટા ચિત્રણ અને સમગ્ર કોમને બદનામ કરવાના પ્રયત્નોનો મુકાબલો આપણે કઈ રીતે કરીએ?આના વિનાશક પરિણામોની જાણકારી હોવા છતાં આવા ખોટા ચિત્રણનો ભોગ બનેલ લોકોએ પોતે આ વૃત્તિ-વલણ-નો મુકાબલો કરવાની બહુ ઓછી કોશિશ કરી છે. આખી દુનિયામાં ૫૬ મુસ્લિમ દેશો છે અને મુસ્લિમ જગત પાસે માનવ અને નાણાંકીય સંસાધનોની કોઈ અછત પણ નથી. આમ છતાં આ મહ¥વના મોરચાની શા માટે ભૂંડી રીતે અવગણના કરવામાં આવી એ સમજાતું નથી.વર્તમાન દુનિયામાં ખ્યાલો,વિચારો અને દિલ અને દિમાગના સ્તરે થનારા યુધ્ધો પણ વાસ્તવિક રણમેદાનમાં લડાતાં યુધ્ધો જેટલું જ મહ¥વ ધરાવે છે.આપણી વ્યક્તિઓ અને સમુદાયો આ રીતે મૌન ધારણ કરી તમાશો જોનાર બની બેસી રહી શકતાં નથી અને એ પણ એવા સંજોગોમાં કે જ્યારે તેમને દર અઠવાડિયે લોહીની તરસી કોમ બનાવીને દુનિયા સમક્ષ દર્શાવવામાં આવી રહી હોય. •
(એજાઝ ઝકા સૈયદ એવોર્ડ મેળવેલ પત્રકાર અને તંત્રી છે.)
લેખકના વિચારોથી સંગઠન અથવા સંપાદકમંડળનું સહમત હોવું જરૂરી નથી.