Friday, November 22, 2024
Homeકેમ્પસ વોઇસપરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?

પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?

જ્યારે તમે ચંદ્રને આંબવાનું લક્ષ્ય રાખશો તો શક્ય છે કે લક્ષ્ય સુધી ન પહોંચી શકો, પરંતુ તમારું લક્ષ્ય એક ચોક્કસ ઊંચાઈ સુધી જરૂર પહોંચશે. (હસન અલ બન્ના રહ.)

એક મહત્ત્વ વાત હંમેશાં યાદ રાખવી કે તમારે પરીક્ષા અથવા કોઈ પણ વસ્તુનો ડર રાખવો જાઇએ નહીં બલ્કે ફક્ત અલ્લાહનો જ ડર હોવો જાઈએ. અને હકારાત્મક વલણ રાખો… “હા”… “હું ચોક્કસપણે  અંતિમ પરીક્ષામાં ઉત્તમ ગુણ લાવીશ ઇન્શાહઅલ્લાહ.” અલ્લાહ તેની સાથે જ હોય છે જે સકારાત્મક વલણ રાખતો હોય છે. અને હંમેશાં યાદ રાખવું કે  વિજેતા પાસે ન તો ચાર આંખો અને બે દિમાગ હોય છે, તેના પાસે તો સકારાત્મક વલણ (Positive attitude) અને આયોજન (Planning) હોય છે.

પરીક્ષામાં તમારી સફળતાનો આધારઃ
• તમે તમારા વિષયને કેવી રીતે વાંચો અને સમજા છો.
• તમે તમારા વિષયનું પુનરાવર્તન અને યાદ કેવી રીતે રાખો છો.

વિષય સંબંધિત વાંચન અને સમજ કેવી રીતે ઊભી કરવી?
• મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબોનો પહેલાથી લીસ્ટ બનાવી લેવું.
• વારંવાર પૂછાતા પ્રશ્નો માટે જે તે વિષયના શિક્ષકોની મદદ લેવી.
• કોઈ પણ એક જ માર્ગદર્શિકા (Guide) કસોટીપત્ર પર આધાર રાખીને વાંચન કરવું નહીં.

અસરકારક પુનરાવર્તન અને યાદ કેવી રીતે રાખવું?
• શક્ય હોય તેટલી વખત દરેક સવાલ-જવાબનું પુનરાવર્તન કરવું.
• દરેક વિષયને તેના પાઠ પ્રમાણે આયોજન કરી પૂરતો સમય ફાળવો.
• ગણિત અન ભૌતિક શાસ્ત્ર જેવા વિષયોના સૂત્રો તેમજ દાખલાઓના સિદ્ધાંતોને પહેલેથી યાદ કરી લેવા અને શક્ય હોય તો તેની અલગથી નોટ બનાવી લેવી.
• દરેક વિષયનું અવશ્યપણે ઓછામાં ઓછું બે વાર પુનરાવર્તન કરવું.
• મહત્ત્વ અને સારાંશ સભર મુદ્દાઓ તેમજ હકીકતો અને માહિતીને યાદ રાખવા માર્કર પેનનો ઉપયોગ કરવો.
• તારણો અને માહિતીને યાદ રાખવા Mnemonic (નેમોનિક) ભાષાનો ઉપયોગ પણ કરી શકાય છે.
દા.ત. સામનતા (અરબ સાગરને મળતી નદીઓ) સાઃ સાબરમતી, મઃ મહી, નઃ નર્મદા, તાઃ તાપી
• સમૂહવાંચન દ્વારા પણ અસરકારક અભ્યાસ થઈ શકે છે.
• સમયાંતરે તૈયાર કરેલ અભ્યાસનું વિહંગાવલોકન કરતા રહેવું.

ટાઇમ-ટેબલ (Time Table)
• રોજિંદા વાંચન માટે સમયનું આયોજન કરો.
• રોજિંદા વાંચનનું આયોજન ફરજ નમાઝને ધ્યાનમાં રાખીને કરવું.
• દિવસામાં એક વાર વિરામ લો, જેના માટે સૌથી અનુકૂળ સમય અસર-મગરીબની વચ્ચેનો હોઈ શકે.
• હળવાશની પળોના સમયે દરરોજ નાની નાની નોંધ બનાવવાનું નિત્યક્રમ રાખો. દા.ત. મધ્યાહ્‌ન ભોજન અથવા રાત્રિ ભોજન સમયે.

પરીક્ષાનો દિવસઃ
• રાત્રીના છેલ્લા ભાગમાં ઊઠી તહજ્જુદની પાબંદી કરો. જરૂર પૂરતું પુનરાવર્તન કરવું.
• પરીક્ષામાં જતાં પહેલા બે રક્‌અત નફિલ અવશ્ય પઢીને જાઓ અને સારા પરિણામની દુઆ પણ કરો.
• પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જવું.
• પરીક્ષા કેન્દ્રમાં જતાં પહેલાં જરૂરિયાતની દરેક વસ્તુઓ ચકાસી લેવીઃ- હોલ ટિકિટ,ઘડિયાળ, પેન, પેન્સિલ , ફુટપટ્ટી વગેરે…
• અલ્લાહ પર તવક્કલ રાખી અને હકારાત્મક વલણ સાથે પરીક્ષાની શરૂઆત કરો.
• અસરકારક રીતે સમયનું આયોજન કરો.

પરીક્ષા દરમિયાન કરવાની વસ્તુઓઃ
• સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી.
• જવાબ લખતા પહેલાં સંપૂર્ણ પ્રશ્નપત્રને વાંચી લેવું. તમને જે સરળ લાગતું હોય તેવા સવાલોને પહેલાં લેવા, દરેક સવાલના જવાબ આપવા અવશ્ય પ્રયત્ન કરવો, ઉત્તરવહીને પરીક્ષકને જમા કરાવતા પહેલાં દરેક બાબતની ચકાસણી કરી લેવી.
• યાદ રાખો પરીક્ષા આપતી વખતે તમારી રજૂઆત એ સારા ગુણ મેળવવા એક મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમાં સારા અક્ષર, લખાણમાં સ્પષ્ટતા, રજૂઆતની કળા, ભાષા, સ્વચ્છ અને સુઘડ આકૃતિઓ, યોગ્ય મુદ્દાઓ અને સ્વચ્છ ઉત્તરવહી દરેક વસ્તુ ખૂબ જ મહત્ત્વનો ધરાવે છે.

દુઆઃ
• રબ્બી યસ્સિર વલા તુઅસ્સિર વતમ્મિમબિલખૈર.
• રબ્બી શ્‌રહલી સદરી વયસ્સિરલી અમરી વહલુલ ઉક્દતમ મિલ્લિસાની.
• રબ્બિઝિ્ઝદની ઇલ્મા.

પરીક્ષા પછીઃ
• ઘર ગયા પછી આપેલ પરીક્ષાની નોટ્‌સ ચેક ન કરવી.
• પરીક્ષા આપ્યા બાદ બિનજરૂરી સરખામણી કરવી નહીં. જે બિનજરૂરી તણાવનું કારણ બની શકે છે.
• બીજા દિવસની તૈયારીમાં તમને તે વિચલિત કરી શકે છે.
• બોર્ડની પરીક્ષા બાદ કરિયર પ્લાનિંગ માટે જે તે એક્સપર્ટની મુલાકાત અવશ્ય લેવી.
• રસ ધરાવતા વિષયોને શોધતા રહો, તેમજ તમને જે વિષય પર સારી પકડ છે તે સંલગ્ન વિષયમાં કરિયર પ્લાનિંગ કરો.

“કારકિર્દી પ્લાનિંગ માટે નજીકની એસ.આઈ.ઓ. ઓફિસની અવશ્ય મુલાકાત લો.”

વ્હાલા મિત્રો ,

પરીક્ષામાં સફળતા મેળવવા અને સારા માર્ક મેળવવા આપે નિયમિત વાંચન કરવું પડશે, સખત પરિશ્રમ કરવો પડશે અને સતત અભ્યાસ કરવો પડશે. પરંતુ શું આપે આ પણ વિચાર્યું છે કે દુનિયા-આખિરતની સફળતા માટે શું કરવું જોઈએ. સ્ટૂડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા, SIOને UNESCO દ્વારા દુનિયાની સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી સંગઠન તરીકે ઓળખ મળેલ  છે. એસ આઈ ઓ તમને આ સંઘર્ષમાં જોડાવા આહ્‌વાન કરે છે અને દુનિયા તથા આખિરતની સફળતા માટે નિમંત્રે છે. યાદ રાખો મિત્રો, કોઈપણ વસ્તુ ટીમ, સંગઠન કે સહયોગ વગર શક્ય નથી.

એસ.આઈ.ઓ (SIO )નો ધ્યેય:

SIO વિદ્યાર્થીઓના જીવનને દ્રઢીભૂત કરી નૈતિકતાના ઉચ્ચસ્તરે લઈ જઈ બૂરાઈઓ સામે લડવા પ્રતિબદ્ધ કરેછે. SIO સૌ વિદ્યાર્થીઓને આ ચળવળમાં જોડાવવા આહ્‌વાન કરે છે જેથી તેઓ નૈતિકતાના મશાલચી બને. શૈક્ષણિક સંસ્થાઓ નૈતિક વાતાવરણ અને સુંદર શૈક્ષણિક પદ્ધતિથી સુશોભિત બને તે સારૂ આ સંસ્થા સંઘર્ષ કરે છે. આ સંસ્થા વિદ્યાર્થીઓના બુદ્ધિધનને સાહસિક અને પ્રાકૃતિક રીતે એવી રીતે ઘડવા માગે છે કે જેથી સમાજને તેનો સીધો ફાયદો થાય. ટૂંકમાં વિદ્યાર્થીગણ જે સમાજનો ખૂબ જ મહ¥વનો હિસ્સો છે તેના સારૂ સત્યના પ્રસારને જ પ્રાધાન્ય આપવું તે આ સંસ્થાની સૌથી ટોચ ની પસંદગી છે. –•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments