Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસમાનવ અને સૃષ્ટિ

માનવ અને સૃષ્ટિ

(૧)

સુબ્હ ખુરશીદે દરખ્શાં કો જા દેખા મૈંને
બઝ્મે મ્‌આમૂરહએ હસ્તીસે યહ પૂછા મૈંને
પરતવે મહેર કે દમસે હૈ ઉજાલા તેરા
સીમ સૈયાલ હૈ પાની તેરે દરિયાઓં કા
મહેરને નૂરકા ઝેવર તુઝે પહનાયા હૈ
તેરી મહફિલકો ઇસી શમ્‌અને ચમકાયા હૈ
ગુલ વ ગુલઝાર તેરે ખુલ્દકી તસ્વીરે હૈં
યહ સભી સૂરહ વશ્શમ્સ કી તફસીરેં હૈં
સુર્ખ પોશાક હૈ ફૂલોં કી દરખ્તોં કી હરી
તેરી મહફલિમેં કોઈ સબ્ઝ, કોઈ લાલ પરી
હૈ તેરે ખૈમાગરદોં કી તલાઈ ઝાલર
બદલિયાં લાલ સી આતી હૈં ઉફક પર જા નઝર
કયા ભલી લગતી હૈ આંખોં કો શફક કી લાલી
મય ગુલરંગ ખુમે શામ મેં તૂને ડાલી
રુતબા બડા હૈ તેરા હૈ બડા, શાન બડી હૈ તેરી
પરદએ નૂરમેં મસ્તૂર હૈ હર રાય તેરી
સુબ્હ ઇક ગીત સરાપા હૈ તિરી સતવત કા
ઝૈરે ખુરશીદ નિશાં તક ભી નહીં ઝુલ્મતકા
મૈંભી આબાદ હૂં ઇસ નૂરકી બસ્તીમેં મગર
જલ ગયા ફિર મિરી તકદીર કા અખ્તર ક્યૂંકર
નૂરસે દૂર હૂં ઝુલ્મતમેં ગિરફતાર હૂં મૈં
ક્યૂં સિયહ રોઝ, સિયહ બખ્ત, સિયાકાર હૂં મૈં

શબ્દાર્થ :- મ્‌આમૂરહએ હસ્તી = જીવનની વસ્તીમાં અર્થાત્‌ દુનિયા, પરતવે મહેર = સૂર્યનો અજવાળો, સીમે સૈયાલ = વહેતી ચાંદી, ખુલ્દ = સ્વર્ગ/ જન્નત, સૂરહ વશ્શમ્સ = કુઆર્નની એક સૂરહ (પ્રકરણ) જેનો પ્રારંભ વશ્શમ્સથી થાય છે, ખુમ = દારૂ ભરવાનો ઘડો કે માટલો, સતવત = રૂઆબ, ઝુલ્મત = અંધકાર, અંધારૂં, અખ્તર = તારો, સિયહ = સિયાહનું ટુંકું રૂપ, કાળું

ભાવાર્થ :

આ કવિતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો જણાય  છે કે ડા. ઇકબાલે આમાં સૌ પ્રથમવાર “ખુદી” (પોતાની જાત, હું પણું, પોતાની ઓળખ, પોતાની વાસ્તવિકતાની જાણ)નો ઉલ્લેખ અપ્રત્યક્ષ રીતે કર્યા છે અને આ જ ફિલસૂફી આગળ જઈને એમના કાવ્યચિંતન મૂળભૂત કેન્દ્ર બની.

કવિતાના પ્રથમ શે’રમાં ઇકબાલ કહે છે કે ચળકતા સૂર્યને જ્યારે સવારે મેં જાયું તો આ સૃષ્ટિ વિશે ચિંતન કર્યું કે આમાં મારી પોતાની જાત પણ અસ્તિત્વ ધરાવે છે અને જે અજવાળું છે એ સૂર્યપ્રકાશને લીધે છે, અને ધરતી ઉપરની ચાંદી જેવો નદીઓનો પાણી પણ આને લીધે જ છે. આ સૂર્ય જ છે જેણે તને નૂર (પ્રકાશ)નું આભૂષણ પહેરાયું છે અને આ સૂર્યનું અસ્તિત્વ તારી સભામાં એક શમ્‌અ (મીણબત્તી)ની જેમ છે, જેના પ્રકાશની દરેક વસ્તુ ચમકતી દેખાય છે. હે સૃષ્ટિ! આ તારા પાલવમાં જે ફૂલો અને ઉદ્યાનો છે એ સ્વર્ગનું પરિદૃશ્ય રજૂ કરે છે. એવું લાગે છે જાણે આ બધું કુઆર્ન કરીમની સૂરઃ (પ્રકરણ) વશ્શમ્સનું વિવેચન હોય! ઉપરોકત વર્ણવેલ  બાગો/ ઉદ્યાનોમાં જે ફૂલો અને વૃક્ષો મોજૂદ છે, એમનો પોશાક લાલ અને લીલા રંગનું લાગે છે, બિલકુલ એવી જ રીતે જાણે તારી સભામાં કોઈ સુંદર પરી જેણે લાલ પોષાક અને લીલાં પોષાક ધારણ કર્યા હોય એવું લાગે છે.

હે દુનિયા, તારૂં જે આકાશ છે એ એક એવા તંબુની જેમ છે જેની આપપાસ સોનેરી ઝાલરો લટકેલી હોય અને ક્ષિતિજ ઉપર જે લાલાશ ભરી વાદળીઓ છે એમની સાથે સાંજની લાલાશ પણ બહુ સુંદર લાગે છે. હે દુનિયા, તારો રૂતબો અને તારી પ્રતિષ્ઠા ઊંચી છે. તેથી તારા પાલવમાં જે કાંઈ વસ્તુઓ ઉપસ્થિત છે એ પ્રકાશના પડદામાં છુપાયેલી છે. સવારને જાઈએ તો જણાય છે કે આ પણ તારી મહાનતાના ગીતો ગાય છે. અને જ્યાં સુધી સૂર્યનો સંબંધ છે તો એના પરિદૃશ્યમાં અંધકારનો વિચાર પણ નથી કરી શકાતો. તારી આ પ્રકાશભરી વસ્તીનો હું પણ રહેવાસી છું પરંતુ આનું શું કારણ છે કે મારા ભાગ્યનો તારો પ્રકાશથી વંચિત છે? તારા આ પ્રકાશથી દૂર હોવા છતાં મારૂં અસ્તિત્વ અંધકાર કોટડીના એક કેદી જેવો છે તેથી હું તને પૂછું છું કે શું કારણ છે કે હું જ તારા પાલવમાં રહેવા છતાંય દુર્ભાગ્યનો શિકાર છું?

(૨)

મૈં યહ કરતા થા કિ આવાઝ કહીં સે આઈ
બામએ ગરદૂં સે યા સહને ઝમીં સે આઈ
હૈ તિરે નૂરસે વાબસ્તા મિરી બૂદ વ ન બૂદ
બાગબાં હૈ તિરી હસ્તી પએ ગુલઝારે વજૂદ
અંજુમન હુસ્નકી હૈ તૂ તિરી તસ્વીર હૂં મેં
ઇશ્ક કા તૂ હૈ સહીફા, તેરી તફસીર હૂં મેં
મેરે બિગડે હુએ કામોં કો બનાયા તૂને
બાર જા મુઝસે ન ઉઠા, વહ ઉઠાયા તૂને
નૂરએ ખુરશીદ કી મુહતાજ હૈ હસ્તી મેરી
ઔર બે મિન્નત એ ખુરશીદ ચમક હૈ તેરી
હો ન ખુરશીદ તો વીરાં હો ગુલિસ્તાં મેરા
મંઝિલે એશ કી જા, નામ હો ઝિન્દાં મેરા
આહ! અય રોઝે અયાં કે ન સમઝને વાલે
હલકએ દામએ તમન્ના  મેં ઉલઝને વાલે
હાએ ગફલત! કિ તિરી આંખ હૈ પાબંદે મજાઝ
નાઝે ઝૈબા થા તુઝે, તૂ હૈ મગર ગર્મે નિયાઝ
તૂ અગર અપની હકીકતસે ખબરદાર રહે
ન સિયહ રોઝ રહે ફિર, ન સિયહ કાર રહે

શબ્દાર્થ :- બૂદ વ ન બૂદ = હોવું ન હોવું, સહીફા = આકાશી ગ્રંશ, ઝિન્દાં= જેલ, સિયહકાર = દુર્ભાગ્યશાળી

ભાવાર્થ : કવિતાના આ બીજા ભાગનું વર્ણન કરતાં કવિ ઇકબાલ કહે છે કે હું મારા પોતાના આ વિચારોમાં મગ્ન હતો કે ક્યાંકથી મારા કાનમાં અવાજ ગૂંજી પરંતુ હું આ નથી કહી શકતો કે આ સદા આકાશમાંથી ગૂંજી કે પછી ધરતીમાંથી.

હે માનવ! આ વાસ્તવિકતાને જાણી લે કે સૃષ્ટિનું અસ્તિત્વ રોજ સવારે ઉદય પામતા સૂરજના દમથી નથી પરંતુ તારી જાતથી છે. તારી જ જાત છે જે મારા બાગ માટે એક માળી સમાન છે. હે માનવ!  તારૂં અસ્તિત્વ જ દરેક પ્રકારના સાંદર્યનો સંગ્રહ છે. જ્યાં સુધી મારો સંબંધ છે હું તો આ સોંદર્ય અને પ્રકૃતિની ઉપમાઓ સમાન છું. તું પ્રેમના આકાશી ગ્રંથ સમાન છે જેનું વિવરણ મારી જાત છે. તું જ છે જેણે મારા બગડેલા કાર્યોને સુલઝાવી પૂર્ણ કર્યા છે. આટલું જ નહીં આ કારકિર્દી સંબંધે જે બોજા હું ઉઠાવી ન શક્યો એ તેં જ ઉપાડ્યો છે.

(આકાશ અને ધરતી કહે છે કે) જ્યાં સુધી મારી જાતનો સંબંધ છે આમ જાવા જઈએ તો એ સૂર્યપ્રકાશ ઉપર નિર્ભર છે, જ્યારે કે તારામાં જે ચમક દમક છે એના માટે સૂર્યપ્રકાશની કોઈ આવશ્યકતા નથી. જા સૂર્યનું અસ્તિત્વ ન હોય તો મારા ઉદ્યાનો અને મારી હયાતી એક વેરાન રણપ્રદેશમાં પરિવર્તિત થઈને રહી જાય. આનાથી ઊલટું તારી જાત સૂર્યના કોઈ ચમકારાની મોહતાજ નથી. સૂર્ય વગર મારા બધા જ એશઆરામના સ્થળો કેદખાના/ જેલમાં બદલાઈ જાય.

ઓફસોસ! હે માનવ, તું એ રહસ્યને પણ ન સમજી શક્યો જે એકદમ જાહેર છે. આવું સંભવિત કારણ આ છે કે તું તારી ઇચ્છાઓની જાળમાં ફસાઈ ગયો છે. આ કેવું બેધ્યાનપણું છે કે તારી આંખો માત્ર જાહેરી વસ્તુઓ જાવા લાયક જ રહી ગઈ છે અને આ સાથે જ વાસ્તવિકતાઓથી અજાણ પણ છે. તારી પ્રતિષ્ઠા તો પ્રેમી અને પ્રેમિકા સમાન છે જ્યારે કે પોતાની અણસમજના કારણે તું માત્ર માગનાર બનીને રહી ગયો છે. આખરી વાત તો આ છે કે જા તું તારી વાસ્તવિકતાઓ ઉપર વિચાર-ચિંતન મનન કરે તો એ પછી તારૂં દુર્ભાગ્ય ખતમ થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments